Ajanyo madadgaar in Gujarati Motivational Stories by Kaushik Dave books and stories PDF | અજાણ્યો મદદગાર

Featured Books
Categories
Share

અજાણ્યો મદદગાર

" અજાણ્યો મદદગાર " .... " સુધા, હું દેવદર્શન કરવા જઉ છું." મનોજ બોલ્યો. " હા,પણ સાચવીને સમય સર આવી જજો.અને મારા વતી દર્શન કરજો." સુધા બોલી. આ રોજ ની ટેવ મનોજ ભાઇ ને. રોજ સવારે પિતાંબર પહેરી ને દેવપૂજા અને દેવદર્શન કરવા જતાં. પણ આજે કોઈ અલગ જ દિવસ હતો.. મનોજભાઈ ના ઘર થી દેવમંદિર જતા રસ્તામાં રેલવે નું ફાટક આવે.. રોજ સ્કુટર પર જતા... પણ આજે એ ચાલતા દેવમંદિર જવા નીકળ્યા. ઘર ની પાસે જ રેલવે ફાટક..અને ફાટક થી થોડેક દૂર મંદિર... મનોજ ભાઇ આજે સવારે દર્શન કરવા ગયા... દર્શન કરી ને પાછા આવતા હતા એ વખતે રેલવે ફાટક બંધ હતું.ટ્રેન આવવાની થોડી વાર હોય એમ મનોજભાઈ ને લાગ્યું. કોઈ કોઈ માણસો સાહસ કરીને ફાટક ઓળંગતા હતા. મનોજ ભાઇ ને થયું .. ચાલો ને હું પણ ઝડપથી જતો રહીશ!! ........ઉતાવળ કરી ને મનોજભાઈ રેલવે ક્રોસિંગ પસાર કરવા ગયા.અને એજ વખતે ટ્રેન ની વ્હિસલ વાગી.. મનોજ ભાઇ ને એમ થયું કે પસાર થઈ જવાશે.... અને રેલવે પાટા પાસે આવતા જ ગભરાહટ માં ઠેસ વાગી.. મનોજ ભાઇ પાટા પર પડી ગયા..એમના મોઢા માં થી ફીણ નીકળવા માંડ્યું...... હા, મનોજભાઈ ને વાઈ આવી..એ એમનો જુનો રોગ હતો... ફાટક ની બંને બાજુ રહેલા ના લોકો ની ચીસો પડી... અરે.. કોઈ બચાવો..... બાપડો મરી જશે.... તો કોઈ બોલ્યું.. ટ્રેન આવતી હોય ત્યારે પસાર થવાય! હવે તો આ ગયો જ સમજો... ...... આમ બધા પોત પોતાના વિચારો પ્રમાણે બોલતાં..પણ કોઈ બચાવવા નું સાહસ કરતા નહોતા.... હવે ટ્રેન નજીક આવી જ ગઈ હોય એમ લાગ્યું.. મનોજ ભાઇ અર્ધબેભાન અવસ્થામાં હતા.. મોઢા માં થી હજુ ફીણ નીકળતું જ હતું.. ટ્રેન મનોજ ભાઇ ની બિલકુલ નજીક આવતી જ હતી એ વખતે એક લઘર વગર કામદાર જેવો દેખાતો વ્યક્તિ પોતાની સાઇકલ ફેંકી ને બચાવવા ગયો.. અને ઝડપ થી મનોજભાઈ ને ઊંચકી ને ફાટક ની બહાર લઈ ગયો.. ફાટક પાસે ઉભેલી સ્ત્રીઓ અને બાળકો એ રાડારાડ પાડી...બધા ના મોઢા માં થી ચીસો નીકળી ગયી.. બસ આ માણસ.....ગયો..કપાઈ ગયો!!!!.. અને ટ્રેન પાટા પર થી પસાર થઇ ગઈ.. હવે લોકો એ જોયું તો મનોજભાઈ ને પેલા ભાઈ એ સહીસલામત બચાવી લીધા હતા.. એક વ્યક્તિ પાણી લાવ્યો.. . પેલા ભાઈ એ પાણી મનોજભાઈ ઉપર નાખ્યું અને હોંશ માં આવે એ માટે પ્રયત્ન કરવા લાગ્યા..... એજ વખતે લોકો માં થી એક વ્યક્તિ સ્કુટર પર થી ઉતરી ને આવી અને બોલી," અરે,આ તો મનોજભાઈ છે.. મારા પડોશી....અહીં નજીક ના ફ્લેટ માં રહે છે...". મનોજ ના પડોશી ,પેલા ભાઈ અને બીજા બે જણા મનોજભાઈ ને એમના ઘરે લઈ ગયા.. સુધા એ મનોજ ભાઇ ને આ સ્થિતિ માં જોયા..અને ગભરાઈ ગઈ... ડોક્ટર ને બોલાવ્યા.. હવે મનોજભાઈ ને સારૂં લાગવા માંડ્યું.. સુધા બહેન અને મનોજભાઈ એ એ બચાવનાર વ્યક્તિ નો આભાર માન્યો.એનુ નામ પુછ્યું અને સરનામું.... પેલા ભાઈ બોલ્યા.," મારું નામ દલસુખ.. હું છુટક મજુરી કરૂં છું.અને નજીક ની ઝુંપડપટ્ટી માં રહું છું.. દલસુખે રજા લીધી... બે ત્રણ દિવસ પછી સુધા અને મનોજ ભાઇ દલસુખ નું ઘર શોધતા એના ઘરે પહોંચ્યા. દલસુખ તૂટેલા મકાન માં ભાડે રહેતો હતો..સાથે એની પત્ની અને બે બાળકો..એક છોકરો એક છોકરી... દલસુખે મનોજ ભાઇ ને જોયા.બોલ્યો.," સાહેબ સારૂં છે ને! કેમ આવવું પડ્યું આ ગરીબ ના ઘરે!!. " મનોજ ભાઇ બોલ્યા," અમે તારો આભાર માનવા આવ્યા છીએ.અને તને મદદ રૂપ થવા માંગીએ છીએ.જો તું છુટક નોકરી કરતો હોય તો તું શું મારા ભાઈ ની ફેક્ટરી માં કામ કરીશ?" દલસુખ બોલ્યો," સાહેબ પણ મને તો કશું આવડતું નથી.આઠ ચોપડી જ ભણ્યો છું.ફેક્ટરી માં શું કામ કરી શકીશ!!." મનોજ ભાઇ બોલ્યા," તું ચિંતા કરીશ નહીં.તને ફેક્ટરી નું કામ મારા ભાઈ અને એના કારીગરો શીખવાડી દેશે... અને એક વાત પુંછું.". " હા,હા, સાહેબ તમારો બહું આભાર..બોલો..હા
સાહેબ". " આ તારા બે સંતાનો ના ભણતર નો બધો ખર્ચ હું ઉપાડીશ. તારા ઉપકાર નો બદલો વાળવા માગું છું . તારા જેવા પરોપકારી માણસો આ દુનિયામાં ઘણા ઓછાં હોય છે. આવા પરોપકારી માણસો ને મદદ કરવી એ જરૂરી છે..." આમ એક અજાણ્યા માણસે માનવતા નું કાર્ય કર્યું.. ઈશ્વર ના ઘરે દેર છે ..પણ અંધેર નથી...સારા કર્મો નું ફળ હંમેશા સારૂં જ મલે છે....... @ કૌશિક દવે