ભાગ :- 1 (મુલાકાત)
એ દિવસ મને હજુ પણ યાદ છે. ધોરણ 4 નો એ પ્રથમ દિવસ મારા માટે સૌથી યાદગાર દિવસ રહ્યો છે. આજે પણ યાદ કરું છું તો મને એ દૃશ્ય નજર સમક્ષ તરી આવે છે. હા, હું એ સમયે નાનો જરૂર હતો પણ મને એ દિવસોમાં દુનિયાની બધીજ ખબર પડતી હોય તેવું મને લાગતું. ન જાણે મારે માં હું જ મોટો હોય નહિ ! મને જ બધી ખબર પડે ને ! હું જ બધું સમજુ ! મને જ બધું સમજાય. પરંતુ હું એ સમયે થોડો કમજોર હતો. મારી પાસે કોઈ સામે લડવાની કે જીતવાની તાકાત નહોતી. એમ કહું તો ચાલે કે મારી પાસે હિંમત જ નહોતી. અને આજે એનું પરિણામ આ લેખન નું શીર્ષક બની રહ્યું છે.
એ દિવસે હું વર્ગખંડમાં પ્રથમ પાટલી પર ઉપર ચડી ને દરવાજા સામે મો કરીને બેઠેલો. હું અમે મારા મિત્રો ટોળે વળીને ગપાટા બજી કરતા હતા. એટલામાં મારી નજર દરવાજા માંથી અંદર આવતા એક નવા ચેહરા પર પડી અને હું જોતો જ રહી ગયો. મને થયું કે ભગવાને દુનિયા આખીની ખૂબસૂરતી બસ એ એક ચેહરો બનવા માં જ વાપરી નાખી હોય. જાણે રૂપ રૂપનો અંબાર. આખીય શાળા માં એના જેવું સુંદર કોઈ જ નહિ. બધાય સાથે હળીમળીને રેહવાનુ, હસીને વાતો કરવાની. એ હસતી તો જાણે લાગતું કે જાણે કોઈ સુંદર સંગીત વગાડતી હોય. એ એના હોઠ, એની આંખો, એના કાનમાં જુમતા લટકન, પવન થી ઉડતા વાળ, વહહ્... શું આદા હતી. વિચારું છું તો મો સામે તરી આવે છે. હું હવે શાળા માં રાજા પડતો બંધ થયો. શાળા મારા માટે નિયમિત બની. તબિયત સારી નાં હોય છતાંય શાળા માં જવું ગમતું. ખબર નહિ અચાનક મને શું થયું હતું. મને શાળા પ્રત્યે ખુબજ લગાવ રહ્યો. શાળા એ જવાનો ઉત્સાહ રેહતો. રજા આવે તો નાં ગમતું. હકીકત માં મને શાળાએ જવાનો અને ભણવાનો કોઈ મતલબ નહોતો. મને તો બસ એનો ચેહરો જોવો ગમતો. જો એ નાં આવે તો મને આખોય દિવસ ક્યાંય મન ના લાગતું. હું જાણે શાળાએ એનેજ જોવા જતો હોય ને કાંઈ. આખોય કલાક હું એનેજ જોયા કરતો, અને મને એ ગમતું પણ ખરું. સમય ક્યાં પસાર થઈ જતો એની જાણે ખબર જ ના પડતી. શાળા માં પ્રાથના ક્યારે શરૂ થાય કે રજા ક્યારે પડતી એનું જરા પણ ભાન નહિ. એ સ્થિતિ ને કારણે મારે મારા શિક્ષક નાં હાથનો માર પણ ખાવો પડ્યો હતો.
જેવી પરિસ્થિતિ મારી હતી એવીજ સ્થિતિ મારા જેવા બીજા મિત્રો ની પણ હતી. કદાચ એમને પણ એ ગમતી હોય. આના કારણે મારી સાથે એક સ્પર્ધા જેવું થઈ પડતું. હા, પ્રેમ માં કોઈ સ્પર્ધા નાં હોય એ વાત સાચી, પણ એ બધાજ જાણે છે કે પ્રેમમાં સ્પર્ધકો ઘણા હોય છે. એમાં પણ જે પ્રથમ પ્રપોઝ કરે એજ પ્રેમને તથા પ્રેમિકા ને જીતતો હોય છે. એમાં પણ નસીબ સાથે હોવું જરૂરી છે.
અને આહિ મારા કિસ્સા માં શું થાય છે, એ જોવા માટે બીજો ભાગ પણ વાંચવો જરૂરી છે.
આભાર
...આવજો...