Mathabhare Natho - 38 in Gujarati Classic Stories by bharat chaklashiya books and stories PDF | માથાભારે નાથો - 38

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

માથાભારે નાથો - 38

માથાભારે નાથો (38)
કામરેજ પોલીસ સ્ટેશનમાં આવેલા ફોનથી પોલીસખાતું હરકતમાં આવ્યું હતું.
કોઈ ખેડૂતનો ફોન હતો કે
એના ખેતરમાં કોઈએ લીમડાના ઝાડની ડાળીએ ગળાફાંસો ખાધો હતો..!
પોલીસે,એ વાડીમાં જઈને લાશનો કબજો લીધો.ફોટો ગ્રાફરે ફોટા પાડ્યા અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી..
બીજા દિવસે ન્યૂઝપેપરમાં ભીમજીની લાશના ફોટા જોઈને નરશીએ કતારગામ પોલીસ સ્ટેશને ફોન કર્યો અને એ લાશ ભીમજી મૂછ ની હોવાનું જણાવ્યું.અને એનું સરનામું વીરજી ઠૂંમર આપતો ન હોવાનું પણ જણાવ્યું.
પીઆઈ હરીશ પટેલે એક કોન્સ્ટેબલને વીરજી ઠુમરનાં કારખાને મોકલીને ભીમજીનું એડ્રેસ મેળવ્યું. ભીમજીના ઘેર પૂછપરછ કરવા હેડ કોન્સ્ટેબલ જીતુભા સાથે હવાલદાર થોભણને મોલકી આપ્યો..
બપોરના સમયે બારણાં બંધ કરીને ભીમજીની બૈરી અને પેલો ફૂલ ફટકીયો કારીગર પ્રેમનો પ્રથમ રાઉન્ડ રમીને પલંગમાં પડ્યા હતા..
" મને આ ભીમલો જરાય ગમતો નથી.હાળો બાંઠીયો
અને ફાંદાળો..સાવ મીંદડા
જેવો સે..હાલ્યને આપડે ભાગી જાવી..હું આ છોકરો ઈને આપી દશ..તું મને બવ ગમસ..સંદુ..મારા વાલા સંદુ.." એમ કહીને ભીમાભાર્યાએ પેલા ફૂલ ફટકીયા કારીગર ચંદુને ચુંબન કર્યું.
ચંદુને આ કંઈ એક ન્હોતી.છતાં એણે મીઠું મધ જેવું સ્મિત વેરીને કહ્યું..
"થોડાક દી ખમી જા..હું થોડોક મેળ કરી લવ..બે માળનું મકાન લેવું સે..નવું હીરો હોન્ડા લેવું સે..તને'ય એકાદો હાર કરાવી દેવો સે..પસી ભાગીને સીધા આપડા મકાનમાં જ રેવા મંડશુ..હેઠે ભાડે આપી દેશું.. ઈ હંધુય ભાડું તારું..
લે હવે ફરીન એક રાઉન્ડ લઈ લેવી..પસી મારે કારખાને જાવું પડશે..શેઠ તો મને કારખાનામાં ભાગ આપવાનું કેય સે..પણ મારે તો સુવાંગ કરવું સે. ભાગીદારીમાં હિસાબના લોસા પડે..!" કહીને સંદુ સાબદો થયો.. ત્યાં જ બારણે ટકોરા પડ્યા..
આડા સંબધોમાં બારણે પડતા ટકોરા માથામાં ઘણની જેમ વાગતાં હોય છે..પ્રેમના બીજા રાઉન્ડ
માટે સાબદો થયેલો 'સંદુ' સાવધાન થયો.. ઠેકડો મારીને એણે એના કપડાં હાથમાં લીધા...
કડવીને પણ ફાળ પડી..
"ઈ તો નઈ આવી જ્યાં હોયને..હવે..? સંદુ તું પલંગ હેઠે ગરી જા..ઝટ કર્ય.."
"બારણું ખોલો જલ્દી.." બહારથી બારણાં પર નાની લાકડી કોઈ ઠબકારી રહ્યું હતું..
કડવીએ જલ્દી ગાઉન પહેરી લીધું.'સંદુ' હજી પેન્ટ પહેરી રહ્યોં હતો..
"સંદુડા ઝટ કર્યને..તારી માના....કોક ગુડાણા છે..ભીમલાનો આવજ તો નથી લાગતો...કોક મેમાન આયુ લાગે સે.." કડવીએ ગભરાઈને કહ્યું
'સંદુ' જલ્દીથી પલંગ નીચે ભરાયો.. કડવીએ બારણું ખોલ્યું..બારણામાં બે પોલીસ જોઈને એના મોતીયા મરી ગયા ..
" ભીમા મૂછનું ઘર છે આ..? બારણું ખોલતા કેમ વાર લાગી...?" હેડ કોન્સ્ટેબલ જીતુભાએ સહેજ કડક થઈને પૂછ્યું..
"હા..સાયેબ..હું ઇની ઘરવાળી સવ.. હું હુઈ ગઈ'તી..ઘરમાં બીજું કોઈ નથી...હું..હું..એકલી જ સવ.."
જીતુભા અને હવલદાર થોભણ એને જોઈ રહ્યાં..
વીંખાઈ ગયેલા એના વાળ જીંથરા જેવા લાગતાં હતા. કપાળમાં કરેલો ચાંદલો આખા કપાળમાં લિંપાયો હતો..હોઠની હદ વટાવીને એના આગળના બે દાંત બહાર આવી ગયા હતા..
"કોકે સુંથી લાગે સે..." થોભણે હળવેથી જીતુભા ને કહ્યું..જીતુભાને હસવું આવી ગયું.
"કેમ ખોટું બોલે સે..હાલ પોલીસ ટેશણ..."થોભણે અમથું જ ખિજાઈને કહ્યું..
"ના ના સાયેબ..કોઈ નથી બીજું..હું એકલી જ છું..હું હુઈ ગઈ'તી.. " કડવી ધ્રુજવા લાગી..
"નક્કી આના ઘરમાં કોક બીજું સે ખરું..કોકને સંતાડયો લાગે સે..આને આપડે ચ્યાં કઈ કીધું સે..?"
થોભણને શક પડ્યો..
"ભીમો ક્યાં ગ્યો'તો..? કેટલા દિવસથી ઘરે નથી આવ્યો..?" જીતુભાએ પૂછપરછ શરૂ કરી..
"ઈ તો...ઈ તો...ત્રણ દી' થ્યા.. ચ્યક બીજા રાજ્યમાં જીયા સે..કારખાનું કરવાનું કેતા'તા..ચીમ સાયેબ..હું થિયું..?" કડવી બારણામાં આડી ઉભી હતી..
જગદીશનગર ગાળા ટાઈપ સોસાયટી હતી. એ સોસાયટીના એક કોર્નરના ગાળામાં ત્રણમાળના મકાનમાં ભીમજીની રૂમ બીજા માળે બરાબર વચ્ચે હતી.બે પોલીસવાળાએ બપોર વચ્ચે ભીમજીની રૂમનું બારણું ઠોકયું એટલે આજુ બાજુ વાળા બધા જ બહાર નીકળીને જોઈ રહ્યાં.. કેટલાક કારીગરો બપોરે જમવા આવતા હતા એ લોકો પણ ટોળે વળ્યાં..
"ભીમજીને કોઈએ ગળેફાંસો દઈને કામરેજની સીમમાં ઝાડની ડાળીએ લટકાવી દીધો સે..હાલ તારી પૂછપરછ કરવાની સે"
"હેં.. એં... સું બોલો સો સાયેબ..મારા ધણીને... નો હોય...કાંક ભૂલ થાતી હશે તમારી.. મારો ઘરવાળો તો બીજા રાજ્યમાં કારખાનું કરવા જીયો સે..."કડવીને આ સમાચાર સાંભળીને રડવું કે હસવું એની સમજ પડતી ન્હોતી..
"ચાલ બાઈ..રૂમને તાળું મારી દે.. તારે લાશની ઓળખવીધી કરવા આવવું પડશે..કોઈ આડોશી પડોશીને સાથે લઈ લે.."
થોભણે કહ્યું..
એ વાતો સાંભળીને મકાન માલિક અને આજુ બાજુ વાળી સ્ત્રીઓ આવી..
કડવીની પરિસ્થિતિ કફોડી થઈ રહી હતી.ઘરમાં સૈયા અને બહાર પોલીસ ભૈયા..!
"લાવ્ય તારું છોકરું અમેં હાચવશું...તું તિયાર થા..
એક બે જણી હાર્યે પણ આવસુ અમે.. લે ઝટ કર્ય.."
બાજુવાળીએ કડવીને એની રૂમમાં ધકાવી..
"ના..ના...મારે ચ્યાંય નથી જાવું... મારો ઘરવાળો તો બીજા રાજ્યમાં જિયો સે..
તમે જાવ હંધાય આંયથી."
કડવીએ ગુસ્સે થઈને રાડ પાડી..
જીતુભા સાથે આવેલી લેડી કોન્સ્ટેબલ હીનાએ આગળ આવીને કડવીનું કાંડુ પકડ્યું..
" જો બેન, તારી પરિસ્થિતિ અમે સમજવી છી..તું સાડી પહેરી લે..અને તારા બાળક
ને આજુબાજુમાં આપી દે..
અને બાળકને સાથે લેવું હોય તો લઈ લે..તારે આવવું તો પડશે જ..સીધી રીતે ચાલ..નહિતર અમને લઈ જતા આવડે છે.."
કડવીએ લેડી પોલીસની વાત સાંભળી..એ તરત જ અંદર ગઈ. ઘોડિયામાં સુતેલા બાળકને લઈ આવીને એણે પડોશણને આપ્યું..અને તરત જ બારણું બંધ કરી દીધું..
પલંગ નીચે સંતાયેલો 'સંદુ' બહાર જે બબાલ મચી હતી એ સાંભળીને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો..
હજી એણે શર્ટ પણ પહેર્યો ન્હોતો..એ હળવેથી બહાર
આવ્યો.. કડવી એને વળગી પડી..
"સંદુડા.. આ..તારી ડોહી પોલીસ ગુડાણી સે..કેય સે કે ભીમલાને કોકે મારી નાંખ્યો સે..મારે જાવું પડશે. હું તાળું મારીને જવ સુ..તું સાનોમાંનો આયાં હુઈ રેજે..હું પાસી આવું પસી આપડે બીજો રાઉન્ડ લેશું..." કડવીએ મીઠી વાણીથી, સ્વર ન નીકળે એ રીતે ગળામાંથી અવાજ કાઢીને કહ્યું.
"ઝડપ કર્ય..ઓ બાઈ.."
બહારથી જીતુભાએ કહ્યું.
"જીતુભા..જરીક આનીપા
આવો તો..મને કૈંક ડાળમાં
કાળુ લાગે સે..આ બાઈ માલિપા કોકની હાર્યે કાળું મોઢું કરતી લાગે સે..અને કદાચ એવું'ય હોય કે આ બેયે થઈને ઓલ્યાને ટાળી દીધો હોય..પસી રાત્યે જઈને વાડીમાં ટીંગાડીયાવ્યા હોય..."
થોભણે ગેલેરીમાં થોડા દૂર જઈને જીતુભાના કાનમાં ફુંક મારી..એ ફૂંક જીતુભાના કાનમાં પહોંચે એ પહેલાં જ ત્યાં ઉભેલી કડવીની પડોશણ સાંભળી ગઈ..
"એ મુવો માલિકોર..કાયમ બપોર વસાળે ગુડાય સે..
હમણે તો ભીમોભાઈ બાર્યગામ જીયા સે તે રાત્યેય આયાં જ પડ્યો રેય સે..પીટયો શું ભાળી જ્યો સે ઈ કુબડીમાં.." પડોશણે
બળાપો ઠાલવ્યો...!
જીતુભાએ થોભણની પીઠ થાબડી..
કડવીએ બહાર નીકળીને તરત જ રૂમના બારણાં બંધ કર્યા..તાળું મારવા જતી હતી ત્યાં જ થોભણે કહ્યું..
"એ બાઈ..તારી રૂમની તલાશી લેવાનું સાયેબ કેય છે..ચાલ હટ.."
થોભણીયો કડવીને એક તરફ હળવો ધક્કો મારીને રૂમમાં ઘૂસ્યો..
નાનકડી રૂમમાં ખાસ સમાન હતો નહીં.એક ખૂણામાં ચોકડી,ચોકડી પાસેની નાની દીવાલ પર માટલી..એની બાજુમાં એક સગડી, એક વાસણ મુકવાનો પતરાંનો ઘોડો..
બીજા ખુણામાં ત્રણ ફૂટ ઊંચી પતરાંની ચોરસ પેટી જેમાં કદાચ ઘઉં કે બાજરો ભર્યા હશે..એની ઉપર એક ગાદલું,બે ગોદડાં અને એક ઓશીકું..''
ત્રીજા ખૂણામાં લોખંડનો
ગાદલું પાથરેલો પલંગ, જેની ચોળાયેલી ચાદર હજી હમણાં જ પ્રેમનો જે એક રાઉન્ડ પૂરો થયો હતો એની વગર પૂછયે માહિતી આપી રહી હતી.
રૂમની વચ્ચોવચ પેલા બાળકનું ઘોડિયું પડ્યું હતું.
પલંગની સહેજ ઉપર એક બારી હતી જે સ્વાભાવિક રીતે જ બંધ હતી અને એના કાચ ધૂંધળા હોવા છતાં એની આગળ પડદો નાખવામાં આવ્યો હતો..!
કડવીનો કરમફૂટલો 'સંદુ' પલંગ નીચે પડ્યો પડ્યો ધ્રૂજતો હતો..!
થોભણે વાંકા વળીને પલંગ નીચે જોયું..
"તું છુપા હે..યહાં...મેં તડપતા કહાં.. હો રાજ મને લાયગો..કે રાજ મને લાયગો...કસુંબીનો રંગ..."
થોભણે 'સંદુ'ને જોઈને જોરથી ગીત ગાયું..અને ઉભા થઈને બરાડો પાડ્યો.
"પરભુ.. પલંગ હેઠેથી બાર્ય પધારો..આપના દર્શન કરવા અમે સવ બેતાબ સવી... ઝટ કરજો નકર.."
સંદુએ ધ્રુઝતાં ધ્રુઝતાં બહાર નીકળીને બે હાથ જોડ્યા..
"હવાલદાર સાબ..હજાર રૂપિયા લય લ્યો..મને જાવ દ્યો..."
થોભણે એના ગાલ ઉપર એક તમાચો માર્યો.
"રાંડના... ભીમલાને મારીને ઝાડવે ટીંગડીયાવ્યો..અને ઇની બયરી હાર્યે રંગરેલીયા કરછ..ઉપર જાતા મને....
મને..થોભણભાઈ હવાલદારને લાંચ આપવી સે તારે..?"
થોભણે 'સંદુ'ને બોચી પકડીને બહાર ખેંચ્યો..
કડવીને એના સંદુ સાથે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. ત્યારબાદ હોસ્પિટલના મુર્દાઘરમાં પડેલી લાશ કડવીએ ઓળખી..અને પોક મૂકીને રડવા લાગી..
ભીમાનું ખુન કરવાના આરોપસર કડવી અને એના 'સંદુ' વિરુદ્ધ ફરિયાદ નોંધીને લોકઅપમાં પુરવામાં આવ્યા.
* * * * * * * *
ભીમાના મર્ડર કેસમાં પોલીસ ગેરમાર્ગે દોરાઈ છે..ભીમાની બૈરીનો પ્રેમી એમાં કારણ વગરનો સંડોવાયો છે..એ જાણીને રામો ભરવાડ ખુશ થઈ ગયો. જો કે ભીમો એના તબેલે આવ્યો હતો એ વાતની કોઈ સાબિતી પોલીસને મળવાની ન્હોતી.
પણ તિજોરીની ચોરીમાં એના ફિંગરપ્રિન્ટ લેવાયા હતા..અને ભીમલો બે ઝાપટનો ઘરાક હતો.જો પોલીસવાળા એને ટોર્ચર કરે તો વટાણા વેરાઈ જતા વાર લાગવાની ન્હોતી..
વળી ચોરી ન પકડાય તો પણ એ જે રીતે માલમાં ભાગ માંગતો હતો એ એની હેસિયત બહારનું હતું
એટલે એને ઠેકાણે પાડવો જરૂરી હતો.
ભીમાના ખૂનનો આરોપ પોતાની ઉપર ન આવે એ માટે જરૂરી ગોઠવણ કરે એ પહેલાં જ મોહનબાગમાં ચાની દુકાનવાળા ભીખાનું જમીર જાગ્યું હતું...!
રામાને ચા આપીને એણે નરશીની તિજોરી વાળી વાત કરીને "આવું તમારે નો કરવું જોઈએ" એવી સલાહ આપવા લાગ્યો હતો..
"તું તારું કામ કર..
અમે કોઈની તિજોરી બીજોરી ઉઠાવી નથી.. મારું નામ ક્યાંય લેતો નહીં નકર મજા નઈ આવે.."
રામાએ ધમકી તો આપી. પણ એને આ ભીખાની આંખોમાં એનું જાગેલું ઝમીર દેખાઈ રહ્યું હતું...!
"આને પણ જેમ બને એમ જલ્દી ભીમલા પાંહે પોગાડવો પડશે..આ હાળો ક્યાંક પોલીસને મારુ નામ આપી દેહે તો..નકામું..."
એવું વિચારીને રામો ત્યાંથી જતો રહ્યોં...અને બીજા દિવસથી ભીખો ગાયબ થઈ ગયો હતો..
ભીમાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ સાબિત થયું હતું કે એને કોઈએ ગળે ફાંસો આપીને ઝાડની ડાળીએ લટકાવી દીધો હતો..! ન્યૂઝપેપરમાં એ ભીમો તિજોરીની ચોરીના કેસની મહત્વની કડી સાબિત થઈ શકે તેમ હતો.
ત્યાં જ પોલીસે ભીમાનું ખુન એની પત્ની અને એની પત્નીના યાર ચંદુએ કર્યું હોવાનો ઘરસ્ફોટ કર્યો હતો..
થર્ડ ડીગ્રી રિમાન્ડને અંતે પણ ચંદુ અને કડવીએ ભીમાનું ખુન કર્યું હોવાનું કબુલ્યું નહોતું.એટલે પીઆઈ હરીશ પટેલ
વિચારમાં પડ્યાં હતાં. કડવી અને ચંદુને તો છોડી મુક્યા પણ હવે ખૂનીની અને તિજોરીની બન્નેની તપાસ કરવાનું એમના શિરે આવ્યું હતું..!
મગન ભીખાની કેબીન બંધ જોઈને ચિંતામાં પડયો હતો.ભીખો બિચારો ગરીબ હતો પણ નરશી માધા જેવા વેપારીના કારખાના માંથી રામાં ભરવાડ અને ભીમા મૂછ જેવા માણસો આખી તિજોરી ઉઠાવી જાય એ એને પસંદ નહોતું.
એને પાક્કો વ્હેમ હતો કે આ કામ રામાંની ટોળીનું જ હોવું જોઈએ..
મગનને એણે પોલીસનો માણસ સમજીને વાત કરી હતી.મગને ન્યુઝ પેપરમાં નરશીની તિજોરીની ચોરી અને ભીમાના થયેલા ખૂનની વિગતો વાંચી હતી.
"ભીમાનું ખુન પણ કદાચ રામાએ જ કર્યું હોવું જોઈએ..અને આ ચાવાળો ભીખો પણ બે દિવસથી દેખાયો નથી..કયાંક.."
મગને એ વિચાર ખંખેરી નાખ્યો.પણ હવે એ ભીખાની તપાસ કરવી જરૂરી હતી.એને રોકવાની જરૂર હતી..!
મગને એની બંધ દુકાન પાસે જઈ પાનના ગલ્લે જઈને પૂછ્યું, "અરે ભાઈ આ ભીખાભાઈ..ક્યાં ગ્યા ? કેમ બે દિવસથી બંધ છે..?"
"ખબર નથી ભાઈ..કોઈ દી' બંધ રાખતો નથી..કોણ જાણે..?'' પાનના ગલ્લાવાળાએ કહ્યું.
"એ ક્યાં રહે છે એ ખબર છે..?''
"ભગુનગરમાં ક્યાંક રેય છે.
પાકું એડ્રેસ તો નથી..પણ ભગુનગરમાં એની બીજી દુકાન છે..ઈ દુકાનનું નામ હોતે ''ભીખાની ચા" છે..ન્યા કદાસ એનો ભાઈ સા બનાવે સે." પાનવાળાને
નવાઈ લાગતી હતી..આજ સુધી કોઈએ આ ભીખાનું સરનામું એને પૂછયું નહોતું.
મગન રીક્ષા કરીને ભગુનગર પહોંચ્યો.. માતાવાડી સર્કલથી થોડે આગળ ભગુનગર શરૂ થતું હતું..મગન ત્યાં જ ઉતરી ગયો. થોડે દુર ચાની દુકાન જોઈને મગને સ્પીડ વધારી.હવે એ દુકાનનું બોર્ડ "ભીખાની ચા"
પણ વંચાયું.એ દુકાન પણ બંધ હતી..
"અરે, આ ચાવાળા ભાઈ ક્યાં ગ્યા..?" ચાની એ કેબીન પાછળના ગલ્લે મગને પૂછ્યું.
"બે દિવસથી ખુલતી નથી..
મને એના ઘરની ખબર નથી. ઓગણસીતેર જણા તમારી મોર્ય પુસી ગયા..બે દિવસમાં તો પત્તર ઠોકી નાખી..મને હું ખબર કે આની આટલી બધી ડીમાંડ હશે.. નકર પાકું સરનામું જ લખી રાખેત.."
મગનને હસવું આવી ગયું..
સાથે સાથે ડર પણ લાગતો હતો કે ક્યાંક ભીખાને રામો
અડી ના ગયો હોય તો સારું..એક ભીમાને તો ઉપાડી લીધો..અને આ ભીખો..બન્ને 'ભી' વાળા ..."
મગન ત્યાંથી વીરજી ઠૂંમર
ના કારખાને ગયો એટલે વીરજીશેઠે તરત જ એને બોલાવ્યો..
"આ રામલાએ તો હવે ડાટ વાળ્યો.ભીમલા પાંહે તિજોરી ઉપડાવી લીધી અને ભીમલાને ગુડી નાખ્યો...."વિરજીશેઠે કહ્યું.
"તમને કોણે કીધું કે ભીમલાને એ રામાંએ જ માર્યો છે ?" મગને ખુરશીમાં બેસતાં કહ્યું.
"પેલો ભીખો ચાવાળો કેતો'તો.."
"ક્યારે કીધું એણે તમને.."
"બે દિવસ પહેલા.."
"બે દિવસથી તો ભીખલો ગુમ થઈ ગ્યો સે..એની બીજી દુકાન ભગુનગરમાં છે એ પણ બંધ છે..એક બે દિવસમાં એના કંઈ સમાચાર જરૂર આવશે.શેઠ
રામાં ભરવાડને તમે જેમતેમ નો સમજતા.."
મગને આઈ ગ્લાસ રમાડતા કહ્યું..
"એટલે તું શું કહેવા માગે છે..? મને કાંઈ સમજ નો પડી.." વિરજીએ મગનને તાકી રહેતાં કહ્યું..
''ગમે તેમ કરીને આ ભીખલાનું સરનામું મેળવી દો...એને સમજાવો.રામાં એ તિજોરી ઉઠાવી હોવાનું પોલીસમાં જણાવવાનું એ કહેતો'તો...એ ન કહે.. કારણ વગરનો કુટાઈ જશે."
"મગન, તને શું લાગે છે..?
તિજોરી ભીમલાએ...?"
"મને એવી વાત મળી હતી ખરી..એ વખતે હું નાથા સાથે હોસ્પિટલમાં હતો..એક બે વાર અહીં આવ્યો ત્યારે આ ભીખાએ મને કહેલું.રામો અને કોઈ જોરુભા નામનો માણસ નરશી માધાની તિજોરી એના કારખાનામાંથી ઉઠાવી જવાની વાતો કરતા હતા એ કોઈ પાનના ગલ્લાવાળાએ સાંભળ્યું હશે..ઈણે આ ભીખાને કહ્યું હશે...પછી ભીખાએ મને કહેલું.પણ હું માનતો ન્હોતો.. છતાં મેં નાથાને કહ્યું'તું..પણ નાથાએ મને આવી લપમાં પડવાની ના પાડી..આપડા બાપાનું શું જાય છે એમ.!''મગને કહ્યું.
"નાથાની વાત સાચી છે...
બે દિવસ પહેલા નરશીનો ફોન આવેલો..ભીમલાનું સરનામું જોતું'તું..મેં નો દીધું
પછી તો એનું ખુન થઈ ગ્યું.
આ રામલા જેવો એરું એણે પાળ્યો છે પણ હવે એને જ કયડી ગ્યો એમને."
વિરજીએ કહ્યું. મગન પોતાનો લોટ (હીરાનો જથ્થો) લઈને લેથ પર જઈને બેઠો.સામેનો પાટલો ખાલી જોઈને એને ભીમો યાદ આવ્યો..એક હીરાનો ઘાટ કરીને એ મગનને આંખ મારતો..
"સાલ્લુ બહુ કે'વાય.ભીમો બિચારો સોળના ભાવમાં ગયો..હરામનું લેવાની ઈચ્છા રાખનારની આવી જ હાલત થતી હોય છે.."
મગન ભીમાને યાદ કરતા કરતા હીરાને ઘાટ કરવા લાગ્યો..
* ** * ** * ** *
ખાઉધરા ગલીમાં બપોરના અઢી વાગ્યે ચંપક બીજા માળે એના બેડરૂમમાં હંમેશની માફક પહોળો થઈને પડ્યો હતો..બરાબર એની વામકુક્ષી ઘટ્ટ બની રહી હતી.એનો નાસગાજ ધ્વનિ છેક નીચે દુકાન સુધી દાદર ઉતરી જતો હતો..
એ ધ્વનિના ચઢાવ ઉતાર સાથે તાલ મેળવીને પહેલા માળે હંસા અને ચમેલી પણ ઊંઘવા કોશિશ કરતા હતા..એ જ સમયે ફોનની રિંગ વાગી..
ફોનની રીંગ સાંભળીને ચંપકનો નાસગાજ ધ્વનિ, મોટર બંધ થતાં જ પાણી પાઈપમાંથી આવતું બંધ થઈ જાય એમ તરત જ બંધ થઈ ગયો..
ફોનની સતત વાગતી રીંગે ચંપકને, લીલો રજકો ચરતાં સાંઢને કોઈએ લાકડીઓ મારીને તગડયો હોય એમ ઊંઘમાંથી ઉઠાડ્યો..
છેલ્લે થયેલા ઝગડા પછી હંસાને ચંપક પરથી હેત ઉતરી ગયું હતું..એટલે એ ચમેલી પાસે જ સુવા લાગેલી..
"કોન.. બેન#$ બપોડની ઊંઘ ખડાબ કડતું મલે.."
આંખો બંધ રાખીને જ ચંપકે લાંબા થઈને હાથ ફંફોસીને રીસીવર હાથવગું કર્યું..
"હે..એ...લ્લો... મિ.ચંપક..
હાઉ આર યું.."સામે છેડેથી મધુર સ્વર ચંપકના કાનમાં ગુંજી રહ્યો..
માખણમાંથી મોંવાળો ખેંચાઈ જાય એવી સિફત થી ચંપકના મગજમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ..
"હેં.. એં... કોન.. મેડમ....
બોલોની.." છેલ્લે વોચમેન સાથે થયેલી લડાઈમાં પેલાએ બાવડે ભરેલું બચકું ચંપકને યાદ આવી ગયું..
"સોરી.. મિ. ચંપક તમારી ઊંઘ બગાડી..પણ મને એટલો તો હક્ક છે ને..?"
સામેં છેડે હાસ્ય વેરાયું..
"બોલોની શું કામ ઉતું.." ચંપકને એ વેરાયેલું હાસ્ય હવે ઉત્તેજિત કરતું નહોતું.
"મારે તમને એક ખાસ વાત કરવાની છે..મિ.ચંપક
આખરે તમે જ મારા સાચા દોસ્ત છો..જેને દિલની વાત કહી શકાય.. યુ નો..ચંપક"
સગડી સળગી રહી હતી.
ધીમે ધીમે ચંપકને ગરમી લાગી રહી હતી..'તાનીની મેડમ' વધુ એક વખત એમના દિલની વાત કરવા માંગતા હતા..પણ આગળ જે કડવા વખ જેવા અનુભવો ચંપકને થયેલા એટલે એનો ઉત્સાહ હવે મંદ પડી ગયો હતો..!
"કેમ કંઈ બોલતા નથી..મિ. ચંપક...ન ગમતું હોય તો ફોન મૂકી દઉં..?" તારિણી
મેડમે ચંપકને અવઢવમાં મુક્યો.
એક તરફ ચંપકનું દિલ ના પાડતું હતું..છતાં કોઈક એને ખેંચી રહ્યું હતું.ચંપક મનોમન મુંજાતો હતો..!
"એવું..ની મલે.. ટમે કેવની.
શું કામ હતું.."ચંપકે ટાઢો જવાબ આપ્યો..
"રહેવા દો..મિ. ચંપક..તમે મારી સાથે દોસ્તી રાખવા માંગતા જ નથી.. કશો વાંધો નહીં..રસિક દવે મને હેરાન કરે છે એટલે એમ થયું કે લાવો હું જરા તમને કહી જોઉં..જો તમે મને મદદ કરશો તો..."તારિણી
દેસાઈએ કાંટાથી કાંટો કાઢવાનો કારસો ઘડ્યો હતો...!
"કોન..પેલો માસ્ટર કે..? એ તમને પડેશાન કડતો છે ?
બેન@#..એની છઠ્ઠીનું ધાવન બી કઢાવી મુકવા..
કાં મલહે એ..? તમે એકવાડ વાટ હો ની કયડી. નહીંતડ એને તો કારનો ઠેકાને પાડી ડીઢો હોટે..." ચંપકને હવે ખ્યાલ આવ્યો હતો કે વાર્તાનો હીરો તો પોતે જ છે અને વિલન તો પેલો રસિક દવે છે..અને હિરોઈન આ તારીણી દેસાઈ છે એ હીરો ને મદદે બોલાવી રહી છે..!
" એ રસિકનો બચ્ચો સાંજે પાંચ વાગ્યા સુધી યુનિવર્સીટીમાં એની ઓફિસમાં બેઠો હોય છે...
શક્ય હોય તો આજે જ એ નલાયકને સીધો કરી નાખો.
પછી સાંજે આવો મારા ફ્લેટ પર..સાથે કોઈ હોટલમાં જમવા જઈશું...
ડિનર મારા તરફથી..પણ મારું આટલું કામ કરી આપો મારા દોસ્ત..મિ. ચંપક કાંટાવાલા...!"
ચંપકના બાગમાં જાણે કે બાર વરસ પછી બારેય મેઘ ખાંગા થયા...!
"સાંજે મલું..તમને.. પેલા વોચમેનને કેઈ ડેજો.. મને રોકે નહીં.. નહિતડ આજે તો એનું હો કચુંબડ કડી મુકવા..એ હો મારા ધ્યાનમાં જ છે.."ચંપકે રણશીંગુ ફુક્યું..!
"નો પ્રોબ્લેમ મિ.ચંપક.યુ આર વેલકમ...સી યુ એટ ઇવનિંગ..થેંક્યું સો મચ..."
તારીણી એ ભાર વગરનો આભાર પ્રગટ કર્યો અને રીસીવર મુક્યું..
"સાલ્લા રસિકડા..આ ચંપક પાસે તારા હાડકા આજ ભંગાવી ન નાખું તો મારું નામ તારિણીને બદલી
ડુબાડીણી દેસાઈ કરી નાખીશ.. " મનોમન એમ વિચારીને તારિણીએ તાળી પાડી..!
ચંપકે બે દિવસની વધેલી દાઢી પર સાબુનો કુછડો ફેરવવા માંડ્યો.નાહી ધોઈને તૈયાર થઈને નીચે આવ્યો ત્યારે હંસાએ આંખો પહોળી કરી..
ચંપકે ગોગલ્સ કાઢીને એની સામે આંખ મારી..
"બેન@#..કશા જ કામની ની મલે.. ચલ હટ.."
* ** * ** * * ** ** *
રસિકલાલ દવે એમની ઓફિસમાં બેસીને કંઈક કામ કરી રહ્યાં હતાં. પટ્ટાવાળા સાથે હવે એમને સારું બનતું હતું.કડક,મીઠી અને મસાલેદાર ચા અને સમોસા એ સરસ બનાવી આપતો. રસિકલાલ રસિકજન હતા..
સાડા ત્રણ વાગ્યે એક સ્કૂટર હાંફતું હાંફતું આવીને એમની ઓફિસની બહાર ઉભું રહ્યું.મોટી ગાંસડી જેવો એનો સવાર ચંપકે હળવો ઝટકો મારીને એને સ્ટેન્ડ પર ઉભું કરી દીધું અને ડિનસાહેબની કેબીન તરફ ઉતાવળી ચાલે ચાલ્યો..
સાહેબની ઓફિસ તરફ ધસી જતી એ આંધીને જોઈને તુફાન જેવો પટ્ટાવાળો છગન બીડીનું અડધીયું ચુસીને ઉભો થયો.ચંપક આડા ઉભા રહી એણે પૂછ્યું,
''ઓ..હાથીભાઈ..કિધર..? કોને મળવું છ ? ચીમ તોપ ના ગોળાની જેમ વસૂટયા સો.."
"અબે ઓ...ટું બેહની..ટારી જગાએ..મેં રસિકલાલને મલવા આવેલો મલે.."
ચંપકે ધીમા પડતા કહ્યું..
છગને ત્યાં પડેલા ટેબલના ડ્રોઅરમાંથી એક ચબરખી કાઢી..અને કાન પર ખોસેલી બોલપેન કાઢી.
"નામ બોલો..કામ બોલો...
સાહેબ હા પાડે તો મલાય, નહિતર ના મલાય.."
"અબે ઓ ગંઢાઈ ગયેલા બટેટા...જા જઈને કેવ ટારા
સાહેબને..ચંપક કાંટાવાલા અભી હાલ મલવા માંગટો છે..એ હા પાડે કે ના પાડે..
મેં અંડર જટો છું..."
છગન પોતાને ગંધાઈ ગયેલું બટેટુ સમજતા આ કદાવર આદમીને જોઈ રહ્યોં. અગાઉ આ એક બે વાર આવેલો હતો.એટલે સાહેબનો જાણીતો જ હશે
એમ સમજીને એ કંઈ બોલ્યો નહીં..
ચંપક અડધિયા બારણાને ધક્કો મારીને અંદર ઘૂસ્યો.
"કેમ ઓ માસ્ટડ..બહુ ચડબી ચડેલી મલે કે..ચલ બહાડ નિકલ.. નહિતડ અહીંયા જ ટીપી કાઢા.."
રસિકલાલ, ચંપકના અચાનક પ્રવેશથી ચોંક્યા.
એમણે તરત જ બેલ મારી
ને છગનને બોલાવ્યો..
"તને બહાર તારા બાપનું છોલાવવા બેહાડયો છે..?
આ કપાસની ગાંસડી અંદર કેવી રીતે ગરી ગઈ..? ચાલ બહાર કાઢ આને..ઓ ભાઈ બહાર નીકળ.." રસિકલાલે બરાડો પાડ્યો.
"હાલ ઓ કાંટા વગરના કાંટાવાળા..સાહેબની ઓફિસમાંથી બાર્ય નીકળ નકર હમણે તારી ગાંહડી આયાં જ છોડી નાખીસ.."
છગને ચંપકનો હાથ પકડ્યો..
"ઓ રસિકલાલ..ભૂલી બી ગયો..માડી ડુકાન પડ આવેલો..ગોટા હો મફ્ટમાં લેઈ ગેલો.."ચંપકે ઢીલા પડીને કહ્યું..
"હા તે શું છે એનું..? તું એ ગોટાનું બિલ લેવા આયો છો..? આવી રીતે વાત કરાય..? તારા આ હાથી જેવા શરીરથી આયાં કોઈ ફાટી પડતું નથી હો..બોલ્ય
કેટલા પૈસા દેવાના છે ?"
રસિકલાલે પાકીટ કાઢતાં કહ્યું.
છગન અને રસિકલાલને બેઉને કદાચ પહોંચી નહીં શકાય.. અને નકામું કદાચ માર ખાવાનો વારો આવશે એ સમજાઈ જતા ચંપકે બાજી ફેરવી અને હસી પડ્યો..
''હે....હે....હે....ઓ સાયેબ મેઁ ટો મજાક કરટો છું...ટમેં યાડ સીડીયસ ઠેઈ ગિયા..મેં તો તાનીની ડેહાઈ નો સંડેશો લેઈ ને આવેલો મલે..." કહીને એણે ફાંદ ઉપર હાથ ફેરવીને છગનને કહ્યું, "ચલ ઓ...બહાડ બેહ..મોટા લોકો વાટ કડતા હોય ટાં આગડી તાડી જેવા બબુચકોનું કંઈ કામ ની મલે..."
તારીણી દેસાઈનું નામ પડતાં જ રસિકલાલના મોં ઉપર જાણે કે બસ્સો વોલ્ટ નો બલ્બ ચાલુ થયો..!
"તો એમ કહેને યાર...ચલ છગન બટા બહાર બેસ હોં.."રસીકલાલે છગનને બહાર જવા અને ચંપકને બેસવા ઈશારો કર્યો...
ચંપક 'ટ' આકારની ખુરશી
માં આસન લેવા ગયો પણ પોતાના વજનનો ખ્યાલ આવતા એણે લાકડાની ખુરશીમાં એની બેઠકને ઘુસાડી..
"તો તારું હવે સંદેશ મોકલે છે ....અને એ પણ તારી જેવા પ.કો.સાથે એમને..!'' રસિકલાલ બોલ્યા..
"કોન તાડું.. ? અને મને પકો કેમ કીઢું.." ચંપક કંઈ સમજ્યો નહીં.
"અરે તારું એટલે તારીણી..
આપડું સેટિંગ થઈ ગ્યું છે દોસ્ત..પણ તારું ડાર્લિંગ
તારી જેવા પ.કો. એટલે પલળેલા કોથળા હાર્યે શું સમાચાર મોકલે છે બોલ.."
"હેં.. એ...તમારું સેટિંગ ઠેઈ હો ગીયું...? કારે ઠીયું..
કેવી રીટે ઠીયું... ના ઠીયું હોય...જુઠ્ઠું બોલટા છો..
અને મેં પલલેલો કોથલો ની મલું.."ચંપક ખુરશીમાંથી ઉભો થઈ ગયો..!
રસિકલાલ ખડખડાટ હસી પડ્યાં..!
" કાલે જ તો પિક્ચર જોવા ગયેલા...ટોકીઝમાં કોર્નરસીટ લીધેલી..ઓહો..
ચંપક, શું તને વાત કરું... હેઈને અંધારામાં મારો આ હાથ એણે પકડ્યો..પછી મેં એના ખભા પાછળ હાથ નાખ્યો..એણે મારી છાતીમાં એનું માથું રાખ્યું..
પિક્ચર તો ચંપક,કોને ખબર કેવું હતું..પછી તો.."
રસિકલાલે ચંપકને આંખ મારી..!
"હેં..એં.. પછી તમે શું કર્યું.." ચંપકની અધીરાઈ વધી ગઈ
"જાવા દે ને..તને પ.કો.મેં શુકામ કહું...? બોલ શું સંદેશો લાવ્યો છે મારા દિલની રાણીનો..." રસિકલાલે કહ્યું..
"એ તો...એ તો....જવા ડો હવે..મેં બી નઠ્ઠી કેટો..મને ટમે પ.કો.ની કેટા... મેં જટો છું..પન તાનીનીઠી ટમે દુડ રે'જો બસ.હવે પછીની મુલાકાટ સાડી ની ઓહે.."
કહીને ચંપક ઉભો થઈ ગયો..એનું ઉતરેલી કઢી જેવું મોં જોઈને છગને બીડીનું ઠુંઠુ વધુ જોરથી ખેંચ્યું...
"મારા હાળા આ બેય ઓલી વાંઢી વાંહે ભૂરાંટા થિયા લાગે સે..અને ઓલી'ય ખરા આંટા ખવડાવે સે આ જાડીયાને..!

(ક્રમશ:)