Ajnabi Humsafar - 6 in Gujarati Love Stories by Dipika Kakadiya books and stories PDF | અજનબી હમસફર - ૬

Featured Books
  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

Categories
Share

અજનબી હમસફર - ૬

બંગલાની અંદર પ્રવેશતા બંનેએ જોયું કે એક વૃદ્ધ પુરુષ સોફા પર બેસીને સમાચાર પત્ર વાંચી રહ્યા હતા કદાચ તેના પતિ હશે તેવું દિયા અનુમાન લગાવ્યું.

એ સ્ત્રીને જોઇને ઉભા થઇ ગયા અને તેમણે પુછ્યુ," અરે શારદા શું થયું તને?તું ઠીક છે ને?આ લોકો કોણ છે?

વૃદ્ધ પુરુષના પ્રશ્નો પરથી તેનો પ્રેમ અને ચિંતા બંને દેખાતા હતા.

"હું તમને કાનજીભાઇ ના ઘરે શોધવા ગયેલી તો તમે ત્યાં ના હતા. પાછા ફરતી વખતે તળાવ પાસે મને ચક્કર આવવા માંડ્યા.ભલુ થાય આ છોકરાઓનું કે એમણે મારી મદદ કરી અને ધર સુધી મુકવા આવ્યાં."

"ખુબ ખુબ આભાર તમારો દીકરાઓ, આવો.. બેસો ને.. રામુ પાણી લઈને આવ.."વૃદ્ધ દાદાએ કહ્યું.

દિયા અને રાકેશ પર ગોઠવાયા સામે વૃદ્ધ દંપતી ગોઠવાયુ. કેટલામાં નોકર પાણી લઈને આવ્યો અને બંનેને આપ્યું.

"મારુ નામ ધનજી ભાઈ છે અને આ મારી પત્ની શારદા, કોણ છો તમે દિકરાઓ? શું કરો છો? આ શહેરમાં નવા લાગો છો ?"

"જી મારૂ નામ રાકેશ અને આ મારી ફ્રેન્ડ દિયા. હું જંબુસર તાલુકામાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવુ છુ અને દિયાની આજે જ અહી ની મામલતદાર કચેરીમાં નીમણુંક થઈ છે.અમે તળાવ પાસે બેઠા હતા ત્યારે ત્યા બા ને બેભાન થતાં જોયા તો તેમને તેમના ઘરે મુકવા આવ્યાં."રાકેશે કહ્યું.

"ખુબ જ સરસ બેટા .આ ઉંમરમાં પણ તમારી પરોપકાર ની ભાવના અને સંસ્કાર જોઈને ખરેખર સારું લાગ્યું બાકી આજકાલ ના જુવાનીયાઓ ને તો અમારા જેવા ઘરડા કચરો લાગે"ધનજી ભાઈએ અહોભાવથી કહ્યું.

"દાદા વડીલોને કે કોઈપણ જરૂરિયાત મંદોને મદદ કરવી એ તો આપણી ફરજ હોય છે " દિયા એ કહ્યું

"સાચી વાત છે બેટા પણ દરેક લોકો એવું નથી સમજતા " શારદાબા બોલ્યા.

" રામુ ચા નાસ્તો લઇ આવ" ધનજીભાઈ કહ્યું

" અરે ના દાદા ચા નાસ્તો નથી કરવો અમારે મોડું થાય છે હવે મારે જવું જોઈએ " - રાકેશ

"પણ થોડી વાર તો બેસો "

"ના દાદા અમારે હજુ મકાન જોવા જવાનું છે પછી ક્યારેક આવીશું"

"પાક્કું ને?"ધનજીભાઈ એ કહ્યું.

" હા પાક્કું" દિયા એ જવાબ આપ્યો

"સારું બેટા મને તારો નંબર આપતો જા અને મારો નંબર પણ લઈ લે આમોદમાં કઇ કામ હોય તો મને જણાવજો"-ધનજીભાઈ

" ચોક્કસ દાદા લાવો તમારા ફોન મારો નંબર સેવ કરી આપુ"

ધનજીભાઈએ તેનો ફોન રાકેશને આપ્યો રાકેશે નંબર સેવ કરી અને પોતાના ફોનમાં કોલ કર્યો જેથી ધનજીભાઈનો નંબર રાકેશના ફોનમાં આવી ગયો.

" સારૂ દાદા આવજો અને તમારી તબિયતનું ધ્યાન રાખજો કઈ પણ કામ હોય તો તમારા દીકરા સમજીને જણાવજો અમારાથી બનતું અમે કરીશું"કહી રાકેશ જવા માટે ઊભો થયો અને સાથે દિયા પણ ઊભી થાય થઈ.

આ સાંભળી શારદાબહેન લાગણીવશ થઈ ગયા અને દિયાના માથા પર હાથ રાખી કહ્યું ,"બેટા તુ અહીંયા જ નોકરી કરે છે ને તો મળવા આવતી રહેજે મને સારું લાગશે "

"સારુ બા જરૂર આવીશ અત્યારે હું રજા લઉં ? તમારી તબિયતનું ધ્યાન રાખજો "દિયા એ શારદાબહેનનો હાથ પોતાના હાથમાં રાખી કહ્યું

"સારુ દીકરા આવજો "ધનજીભાઈ અને શારદાબહેન બંને સાથે બોલ્યા

દિયા ને રાકેશ ત્યાંથી નીકળી ગયા

કાનજીભાઇના ઘરની બહાર નીકળીને દિયાએ રાકેશને પૂછ્યું," રાકેશ તને આ લોકોને મળીને કંઈ અનુભવ થયો "

"શેનો ?"રાકેશ પૂછ્યું

"જાણે એવું લાગતું હતું કે તેમને કંઈક દુઃખ છે તેમની આંખોમાં કંઈક વેદના છે પણ તે જણાવ્યું નથી શકતા"- દિયા

" ખબર નહી મને તારી જેમ આંખો વાંચતા નથી આવડતી "રાકેશ હસતા હસતા કહ્યું

"બહુ સારું હો" દિયાએ મોઢું બગાડ્યું અને ઉમેર્યું ,"જનાબ લખેલું તો બધા વાંચે અને બોલેલું તો બધા સાંભળે પણ જે આંખોની ભાષા વાંચી શકે અને સમજી શકે એ હોશીયાર કહેવાય"

" ઓહો તમે તો લેખક છો કે કવિ , ધન્ય છે બાબા.. સોરી બાબા નહીં બેબી"રાકેશે મજાક કરતા કહ્યું.

"જી વત્સ તમારો હાસ્યરસ પુરો થયો હોય તો આપણે તમારા માટે મકાનની વ્યવસ્થા કરવા જઈએ"-દિયા

"હા બેબી પણ એ એરીયો અહીંયાથી થોડો દુર છે.૧૫-૨૦ મીનીટ ચાલતા ચાલતા જવું પડશે."-રાકેશ

"કોઈ વાંધો નથી મને ચાલવું ગમશે" -દિયા

આખરે એ લોકો મકાનના એડ્રેસ પાસે પહોંચ્યા ત્યાં બહાર ઉભેલા વ્યક્તિને રાકેશે પુછ્યુ,"મનસુખભાઇનું ઘર અહીંયા?"

"હા હું જ મનસુખભાઇ બોલો ને"

" જી અમને ડેરીવાળા શ્યામજીકાકાએ મોકલ્યા છે તમારે મકાન ભાડે આપવાનું છે ?"-રાકેશ

" હા .. તમે રાકેશભાઈ ને?

"હા "-રાકેશ

"શ્યામ ભાઈ નો ફોન આવેલો કે રાકેશભાઈને મકાન રાખવું છે તો એ જોવા આવશે.તમને રૂમ બતાવુ. ઉપર છે એ આપવાની છે "

"ચાલો" કહી રાકેશ અને દિયા એ વ્યક્તિની પાછળ પાછળ ચાલવા લાગ્યા
મનસુખભાઈ , રાકેશ અને દિયા સીડી ચડીને ઉપર આવ્યા. મનસુખભાઈએ દરવાજાનું લોક ખોલ્યું એક મોટો હોલ હતો તેની બાજુમાં કિચન હતું જેનો એક દરવાજા હોલમાં અને બીજો દરવાજા બીજી રૂમમાં ખુલતો હતો. હોલ, કિચન અને બેડરૂમ ફુલ ફર્નિશ્ડ હતો .હોલ નો એક દરવાજો અને રૂમ નો એક દરવાજો બહાર અગાસી તરફ ખુલતો હતો .અગાશીમાં એક સુંદર હિચકો હતો અને ઘણા બધા ફુલછોડ વાવેલા હતા અને પાછળના ભાગમાં દૂર સુધી હરિયાળા ખેતર દેખાતા હતા .
દિયા તો એ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને એ ખુશી તેના ચહેરા પર પણ દેખાતી હતી. જે જોઈને રાકેશના મોઢા પર પણ સ્માઈલ આવી ગયુ અને તેમણે મનસુખભાઈ સાથે મકાન અંગે બીજી પૂછપરછ કરી.
મનસુખભાઈ કહ્યું કે મોટાભાગે તેઓ લન્ડન માં રહે છે આથી આ મકાનમાં તેમને ઓછું જ રહેવાનું હોય છે. "ભાડાની આવક ની કોઈ જરૂર નથી પરંતુ આ અમારું જુનુ મકાન છે આની સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે એટલે સચવાય એના માટે અમે આ મકાન ભાડે આપવા માંગીએ છીએ.તમે બંને પતિ-પત્ની છો?" અચાનક આવા સવાલ રાકેશ અને દિયર દિયા બંને અવાક થઈ ગયા. શું જવાબ આપવો એ વિચારવા લાગ્યા .
રાકેશે કહ્યું," ના અમે બંને ફ્રેન્ડ છીએ અને રૂમ ફક્ત મારેજ રાખવાની છે"
"બરાબર તમે ઉપરનો આખો માળ રાખશો ને કે પછી ફક્ત એક રૂમ ?
"એમ તો મારે એક રૂમ હોય તો પણ ચાલે પણ મને તમારું મકાન સારું લાગ્યું અને મને પ્રાઈવસી વધારે ગમે એટલે આખો માળ રાખવાનું વિચારૂ છુ.બીજા કોઈ નિયમો હોય તો તમે જણાવી શકો છો જેથી પાછળથી તમને કે મને કોઈ પ્રોબ્લેમ ના થાય"
"ના એવા કોઈ નિયમ નથી અમે તમને મકાન આપ્યું એટલે તમે તેની કાળજી લેશો એટલી અમે આશા રાખીએ છીએ બાકી તમારી અંગત જિંદગીમાં અમે ક્યારેય દખલઅંદાજી નહીં કરીએ .નીચેના અમારા ઘરમાં હું અને મારી પત્ની રસીલા રહીએ છીએ અમારા બંને બાળકો લન્ડનમાં છે . વર્ષમાં બે-ત્રણ વાર અમે અહીંયા આવતા જતા રહીએ છીએ. શામજીભાઈ કહેતા હતા કે તમે જંબુસરમાં સરકારી નોકરી કરો છો અને તમારી વાતચીત પરથી પણ વ્યવસ્થિત લાગો છો એટલે અમને બીજું કોઈ ટેન્શન નથી. જો તમને મકાન ગમ્યું હોય અને રાખવા માંગતા હોય તો તમે વિચારીને જવાબ આપજો"
"સારું હું તમને કાલ સુધીમાં કહીશ મને તમારો નંબર આપજો "એમ કહી રાકેશ મનસુખભાઈના નંબર લીધા "સારુ તો અમે જઈએ હું તમને ફોન કરીશ "રાકેશ અને દિયા ત્યાંથી નીકળી ગયા .
થોડે દુર આગળ ચાલીને રાકેશે દિયાને પૂછ્યું," દિયા કેવુ લાગ્યુ ઘર "
"ખુબ જ સરસ છે અને તેનો ટેરેસવ્યુ ખૂબ જ મસ્ત છે તુ મકાન રાખી જ લેજે જો તને ગમે તો"
"હા મને પણ ખૂબ જ ગમ્યું કાલે મનસુખભાઈને હા પાડી દઈશ અને એડવાન્સ આપી દઈશ "
"હમ્મ ..ચલો હવે પાંચ વાગવા આવ્યા તો હું સુરત માટે નીકળુ પછી સુરત પહોંચતા વાર લાગશે ."
"ચલો મારે પણ જંબુસરની બસ લેવાની છે તો હું પણ સ્ટેશન તારી જોડે આવુ.
બન્ને ચાલતા ચાલતા સ્ટેશન પહોંચ્યા અને બસની રાહ જોવા લાગ્યા એટલામાં સુરતની બસ આવી અને દિયા તેમાં બેસી ગઈ બસની બારીમાંથી દિયાએ રાકેશને બાઈ કહ્યું. રાકેશ બાઈ કહી તેને જોતો જ રહી ગયો થોડીવારમાં બસ ઉપડી જ્યાં સુધી બસ દેખાય ત્યાં સુધી રાકેશ દિયાને જતા જોતો રહ્યો અને પછી પોતાના ફોનમાંથી કોઈને ફોન કર્યો ,"મારી ગાડી લઈને આમોદ સ્ટેશન પર આવ."

જો રાકેશ પાસે પોતાની ગાડી હતી તો પછી તે આખો દિવસ દિયા સાથે ચાલતા-ચાલતા કેમ ગયો? શું હતું તેના મનમાં જોઈએ આગળ ના ભાગમાં...)