Chaal jivi laiye - 6 in Gujarati Moral Stories by Dhaval Limbani books and stories PDF | ચાલ જીવી લઈએ - ૬

Featured Books
Categories
Share

ચાલ જીવી લઈએ - ૬

😊 ચાલ જીવી લઈએ - 6 😊

ધવલ અને લખન પોતાનું દરરોજનું મેનુ " ચા " અને "કોફી લઈને આવે છે. લખન ચા પીવાનો ખૂબ શોખીન છે અને ધવલને કોફી પીવાનો..

લખન - શુ યાર .... ધવલ.....
શા માટે દ્રવ્ય સાથે પંગો લે છે..
એ તો સારું કહે આજે હું હતો બાકી શુય થાત...

ધવલ - હા સાચું કિધુ. શુય થાત દ્રવ્યનુ..

લખન - ઓ મારા ગરમ મગજ વાળા ભઇ... થોડો મગજને કાબુમાં રાખો.. અને શા માટે બધાની ઊડતી વાતો લઈને ફરે છે તું.

ધવલ - અરે પણ હું ક્યાં કઈ બોલ્યો હતો ....... એ સામેથી આવ્યો હતો તો હું શુ કરું ???

લખન - જો ભઈ ભૂલ આપણી હતી કે આપણે બોલ્યા હતા પહેલા...

ધવલ - ઓ ભઈ ભઈ .. પહેલી વસ્તુ કે ભુલ આપણી ન હતી અને બીજી વસ્તુ એ કે આ દ્રવ્ય જેવા ને થોડાક સુધારવા પડે તેમ છે અને હા તને તો ખબર જ હશે કે દ્રવ્ય કેવો દૂધનો ધોયેલો છે એ... હે..... ને......

મને બસ ન ગમ્યુ કે તેઓ પહેલી છોકરીને ખરાબ રીતે તાડતા હતા એ , અને બીજુ એ એવું બોલ્યો ને કે ચાખીયે પણ ખરા અને ખાઈ પણ જઈએ એટલે વધારે ગુસ્સો આવ્યો...

લખન- ઓકે હશે મારા ભાઈ ચાલો જવા દો વાત ને બસ...

બસ આમ બંને જણા આ વાતનો અંત કરે છે. લખન બિલ આપવા માટે કાઉન્ટર પાસે જાય છે અને બિલ આપીને આવતો રહે છે. થોડા ટાઈમ બાદ કોલેજ પુરી થાય છે અને બંને જણા બાઇક પર ઘરે પાછા ફરે છે.

ધવલ - સારું ભાઈ મળ્યા સાંજે....

લખન - હા ભાઈ મળ્યા ...
અને હા સાંભળ !!! આજે જે કઈ થયું એ ભૂલી જજે હો ભઇ.
અને ઘરે કઈક સરખું થોબડું લઈને જજે...

ધવલ - ઓ ભઇ બસ હો..મારુ થોબડું સારું જ છે.. છાની માની ઘરે પહોંચ જા..... આઈ ગઈ થોબડા વાળી......

લખન - હા જાવ છુ એલ્યા..... ચાલ સાંજે મને કોલ કરજે.....

ધવલ - હા જમીને કોલ કરીશ.

ધવલ ઘરનો મેઈન ગેઇટ ખોલીને અંદર આવતો હોય છે ત્યાં જ એની બહેન બોલે છે...( ગુસ્સામાં અને ટોન્ટ મારતા )

" ઓહ હો હો... આવો આવો..... કુંવરસા.. તમારી જ રાહ હતી. તમને તો યાદ નહીં હોય કે આજે શુ હતું એ.... હે ને..????
બસ તારે તો તું અને તારો જીગરી લખન.....

ધવલ - હા હો.... એતો એમ જ.
પણ એ કહે તું કેમ એટલી લાલ થાય છે અત્યારે ???

માનસી - વાહ .... એટલે તને ખબર જ નથી એમને.... સરસ હો.....
ભાઈ જા...
હું તારી જોડે હવે બોલવાની જ નથી.

ધવલ - અરે પણ થયુ છે શું ??
એ તો મને પહેલા કહે...

માનસી - મેં છે ને તારી અને પેલા લખનભાઈની બંને ની વાત સાંભળી...

ધવલ - હા તો......

માનસી - હા તો.... એટલે તે એને શુ કીધું ?

ધવલ - અરે યાર પહેલી ના બુજાવ..
સરખું કહે ને કઈ વાતથી ગુસ્સે થાય છે.

માનસી - બસ એ જ કે તું અને લખનભાઈ આજે બહાર બેસવા જવાના છો...

ધવલ - હા .. તો.. એતો અમે દરરોજ જઈએ જ છીએ ને... તો..

માનસી - (ગુસ્સામાં) હા તો એ કે કોઈ એ મને કિધેલું કે મને કોઈક સાંજે મુવી શો માં લઇ જવાનું હતું.
યાદ છે કે ભૂલી ગયો..??

ધવલ - ઓહ... મુવી....
એવું વળી તને કોને કહ્યું હતુ..?

માનસી - યાર ભાઈ.... સાચે હો તું માર ખાઈશ આજે...
તું દર વખતે આવું જ કરતો હોય...

ધવલ - ઓકે ઓકે... મસ્તી બંધ બસ.....
સારું હમણાં હું ફ્રેશ થઈને ટિકિટ બુક કરાવી આપું છુ અને સાંજે આપણે જઈશું.. ઓકે મારી ડાયન....

માનસી - વાહ મારો ભયલુ.... કેટલો ડાહ્યો ડાહ્યો છે. આવો ભાઈ તો બધા ને મળે..

ધવલ - ઓ નોટંકી.. બસ કર..
વધારે મસ્કા નહીં હો....
બાકી મુવી જોવાનો પ્લાન કેન્સલ કરી દઈશ હા....

માનસી - અરે મારો ભયલુ..એવું ના કરાય.. તું તો બોવ જ ડાહ્યો છે. બોવ જ સીધો છે.
ચાલ ચાલ હું તારા માટે મસ્ત નાસ્તો બનાવી આપુ.

ધવલ - હા ચાલ....

ધવલ અને માનસી ઘરમાં પ્રવેશે છે. ઘરમાં પ્રવેશતા જ ધવલ એના મમ્મી ને બોલાવે છે..

ધવલ - ઓ મહારાણી ક્યાં છો તમે..???

ધવલના મમ્મી - અરે અહીં જ છું. કિચનમાં બેટા..
આવી ગયો કોલેજ થી!!!
ચલ તારા રૂમમાં જઇ હાથ-પગ મોઢું ધોઈ નાખ અને પછી નાસ્તો કરવા પાછો નીચે આવ. હું તારો ફેવરિટ નાસ્તો બનાવી દવ ચાલ...

માનસી - ના મમ્મી... આજે મારા ભયલુ માટે હું નાસ્તો બનાવીશ હો....

ધવલના મમ્મી - ઓહ હો.. આજે સૂરજ કઈ બાજુ ઉગ્યો છે ???
માનસી બેન નાસ્તો બનાવી આપે છે... વાહ વાહ....

ધવલ - અરે મમ્મી... એ તો મેડમ ને આજે મારી મુવી જોવા લઈ જવાની છે ને એટલે મસ્કા ચાલુ છે..

ધવલના મમ્મી - ઓહ એવું છે એમને...
સારું સારું ભલે માનસી નાસ્તો બનાવી આપતી.

માનસી ધવલ માટે નાસ્તો બનાવે છે અને ધવલ પોતાના રૂમમાં ફ્રેશ થઈને નીચે આવે છે અને લખન ને ફોન કરે છે.

ધવલ - એલ્યા લખન્યા.. ભાઈ આજે બહાર બેસવા માટે નહીં આવું હો...

લખન - કેમ શુ થયુ ભાઈ ?

ધવલ - અરે કહી નહીં ભાઈ...માનસી ને મુવી જોવા માટે સાંજ ના શો માં લઇ જાવ છુ.

લખન - ઓહ ... વાહ ......
સારું સારું લઇ જા!!!! લઈ જા...!!!!

ધવલ - હા ભાઈ... કાલે સવારે મળીશું.

લખન - હા ભાઈ...

ધવલ નાસ્તાના ટેબલ પર જાય છે.માનસી એના માટે નાસ્તો બનાવી ને લાવે છે.બંને જણા સાથે નાસ્તો કરે છે..અને પછી થોડી ઘણી વાતો અને મસ્તી કરે છે.

બંને જણા બહાર જવા માટે તૈયાર થઈ જાય છે અને મુવી જોવા માટે નીકળે છે.

ધવલ - મમ્મી પપ્પા અમેં લોકો બહાર મુવી જોવા માટે જઈએ છીએ અને બહાર જ કશુંક કટક બટક કરી લઈશું.ચિંતા ન કરતા અમે વહેલા પાછા આવતા રહીશું અને તમે શાંતિથી સુઈ જજો..

ધવલના મમ્મી - હા બેટા. જઇ આવો અને ધ્યાન રાખજો.

ધવલ અને માનસી બંને મુવી જોવા માટે ઘરેથી નીકળી જાય છે. રસ્તામાં ડોમીનોઝ આવે છે. બંને પીઝા ખાવા માટે જાય છે. પીઝા ખાઈને બંને મુવી થિયેટર પર પહોંચી જાય છે.
ધવલ ટિકિટ લેવા માટે ટિકિટ કાઉન્ટર પર જાય છે અને માનસી વેઇટિંગ એરિયામાં વેઈટ કરે છે.

સ્નેક્સ ટેબલ પર જઇ ધવલ પોપકોર્ન અને કોકોકોલા લઇ આવે છે. મુવી શરૂ થવામાં હજી દસ મિનિટની વાર હોય છે ત્યાં સુધી ધવલ અને માનસી મોબાઈલમાં સેલ્ફી લે છે અને ફોટા પાડે છે.

થોડીવાર પછી બધા થિયેટરની અંદર જાય છે. માનસી અને ધવલ પણ થિયેટરની અંદર જાય છે. અંદર જતા જ ધવલ ટિકિટ ચેક કરવાવાળા પાસે જાય છે અને પોતાની ટિકિટ દેખાડે છે. ટિકિટ વાળો ધવલ અને માનસીની સીટ બતાવે છે. બંનેની સીટ કોર્નરમાં હોય છે તો માનસી આગળ ચાલતી હોય છે અને ધવલ એની પાછળ.

ધવલના હાથમાં પોપકોર્ન અને કોકોકોલા ટીન હોય છે. ચાલતા ચાલતા એક છોકરીનો પગ આડો આવતા ધવલ નીચે પડી જાય છે. નીચે પડતા જ છોકરી ધવલને સોરી કહે છે અને માફી માંગે છે. ધવલ ઉભો થાય છે અને જુએ છે તો એ એજ ગર્લ હોય છે જે તેને સવારે ક્લાસમાં જોઈ હતી. થોડીવાર બંનેની નજર એક થઈ જાય છે અને.....

આગળ .........

ક્રમશઃ

આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ સૌ મારી રચનાઓને પસંદ કરો છો.. આપ સૌના સપોર્ટ થી મારા ત્રણ લાખ વાંચકો થઈ ગયા છે સો આપનો ખુબ ખૂબ ધન્યવાદ..

અને હા મારી બીજી નોવેલ વાંચવાનું ના ભૂલતા.....

બીજી અપડેટ્સ માટે અને પોસ્ટ માટે મને ફોલો કરો..

ઈંસ્ટાગ્રામ આઈ ડી - dhaval_limbani_official.

Thank You