GULABNI KALI - 2 in Gujarati Moral Stories by Dr. Damyanti H. Bhatt books and stories PDF | ગુલાબની કળી - 2

Featured Books
Categories
Share

ગુલાબની કળી - 2

ક્રમશઃ- ભાગ-૧ થી,,,,,,ચાલુ,,,,,,

તો હે,,,,દાદીમા,,,,દાદાને જ્યારે ધંધામાં ખોટ ગઈ હતી,, ત્યારે તમને કોણે મદદ કરી હતી,,?, માનસીબેન,,, (દાદીમા) બોલ્યાં,,, અ તો છે ને મારા નણંદબા,,, રાધાબેન ખૂબ જ પૈસાવાળા હતાં ને મોટા દિલના હતાં, તેથી તેણે તેના ભાઈને ખૂબ જ મદદ કરી હતી. હવે છેલ્લો સવાલ,,,મારા પપ્પા - રમેશભાઈના લગ્ન થયાં, ને તમારે પૈસાની જરૂર હતી, ત્યારે તમને કોણ, મદદરૂપ થયું હતું,,,?અરે શું એકની એક વાતો પૂછ્યાં કરે છે,,, અમારા રાધાબા, વળી બીજુ કોણ,,,?સાચું કહું,!!! મારી નણંદ રાધાબેન હતામે એ દેવી હતા, દેવી,,!!!!,એનાથી કોઈનું દુઃખ જોયું ન જાય,બિચારા જીવ્યાને ત્યાં સુધી અમારા બધાં જ દુઃખમાં ભાગીદાર થયાં છે....હો.....એ દેવ થયાં એનેય બે-ત્રણ વર્ષ થઈ ગયાં,,, પણ ,,, આજે એ મને ખૂબ જ યાદ આવે છે,,,,તે હોતતો કેવું સારું હોત,,, હું એકલી થઈ ગઈ,,,, મારો સંગાથ તૂટી ગયો,,,આમ કહીને માનસીબેન તો ગળગળાં થઈ ગયાં........

ત્યારે પેલી છોકરીએ પૂછ્યું, સાચું કહો, દાદીમા,, તમે રાધાબેનને પ્રેમ નહોતા કરતાં,,,??? કોણ કહે છે હું ,,, રાધાબેનને પ્રેમ નહોતી કરતી,,,??, અમારો સંબંધ ભલે નણંદ- ભોજાઈનો હતો,,, પણ મારે ને રાધાબેનને મા-દિકરી જેવો પ્રેમ હતો... રાધા પોતાના જીવનની બધી જ વાત મને કરે,,, અને હું તેને,,,,અરેરે,,, આજે રાધા હોતતો,,,,એના ગયાને બે વર્ષ વીતી ગયાં..... એ થોડી જ મરવાજોગ હતી,,, પણ કહેવાય છે ને કે સારા માણસનો જેમ અહીં ખપ હોય, તેમ જ ઉપર પણ હોય,,,,સારા માણસને ભગવાન જલ્દી પોતાની પાસે બોલાવી લે છે,,,રાધાબેનને તો મહિયરનો ખૂબ જ મોહ હતો,,,,બધા વાર-તહેવાર તે પિયરમાં હોય જ....પણ ભગવાનને એ મંજૂર નહીં હોય, કોણ જાણે કેવા કાળ ચોઘડીયે ઘરેથી નીકળ્યાં હશે ને,,,કે અંબાજી દર્શન કરવા જતાં હતાં ને મોટર અકસ્માતમાં કુટુંબમાંથી કોઈ ન બચ્યું...

એકાએક માનસીબેનને કંઈક યાદઆવ્યું હોય, એમ તેઓ બોલ્યાં , અરે !!,પણ આ બધું તું ક્યાંથી જાણે છે,,આ તો અમારા પરિવારની વાતો છે,,,તું તો હજુ ગર્ભની બહાર પણ આવી નથી,,તો આ બધી તને શી રીતે ખબર,??,હવે પેલી બાળકી બોલી,,,મારી વ્હાલીભાભી,,,યાને કી દાદીમા,,, હું જ તમારી નણંદ રાધા છું..મને તમારી સાથે રહેવાના ઓરતા છે,,,મારી માનું મોઢું તો મેં ગયા જનમમાં નહોતું જોયું,,, ભાભીને જ મા ગણતી હતી,,,શું આ જનમમાં પણ તમે મારાથી માનો પ્રેમ ઝૂંટવી લેશો,,, શું આ જનમમાં પણ તમે મને માનાં પ્રેમથી વંચિત રાખશો,,,હું તમારી રાધા છું,,, મોનાની કૂખે અવતાર લઈને મારા અધૂરા અરમાન અને ઈચ્છાઓ પૂરી કરવા ઝંખુ છું.મારે ફરી તમારી ફૂલવાડીમાં ખીલવું છે,,, મારા મહિયરમાં મહાલવું છે,,,ફળિયામાં લીમડાની ડાળે હીંચકવું છે,,,,અને પેલું ગીત ,,, કોણ હલાવે,લીમડીને કોણ ઝૂલાવેપીપળી,,,ભાઈની બેની , લાડકીને ભાઈલો ઝૂલાવે ડાળખી,,,, ગીત તમારી મોંઢેથી સાંભળવું છે,,,દાદીમા મારે તમારી લાડકી દિકરી થાવું છે,,, અને તમે મને ખીલ્યાં પહેલાં જ મારી નાખશો,,,તમે આવો ક્રૂર વિચાર કેમ કરી શક્યા,,, દાદીમા,,,તમને તમારી નણંદ, રાધા યાદ પણ ન આવી,,,જવાબ આપો,,દાદીમા,,,દાદીમા,,,,,

માનસીબેન બોલ્યાં,,,બેટા, રાધા,,, હવે બસ કર,,,હું તારી અપરાધી છું.તારે મને જે સજા કરવી હોય તે કર,,,,બેટા, તે મારી આંખો પરની પટ્ટી હટાવી છે,,, આજે મારી આંખો ખૂલી ગઈ,,, તે મને મોટું પાપ કરતાં બચાવી છે,,,બેટા,,રાધા,, હું ભાન ભૂલી ગઈ હતી,,,,,નાનકડી કળીને ખીલતાં પહેલાં જ હું મારી નાખવાનું વિચારી રહી હતી,,,મારો ગુનો ઈશ્વર પણ માફ ન કરે એવો છે,,,બેટા, તું મને માફ કરી દે,,,,ખરેખર તું આવીને પણ ફરીથી મારા જીવનને નવો માર્ગ ચીંધી ગઈ,,,,હું તારા બધાં જ લાડકોડ પૂરા કરીશ,,,આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે આજથી હું દિકરીનું માન સમાજમાં વધે, દિકરીના બધાં જ લાડકોડ પૂરા થાય તે માટે કામ કરીશ,,,,શેરી, મહોલ્લામાં ઘરેઘરે જઈને કહીશ,,,કે,,,, દિકરી એ કૂળનો દીવો છે,,,, તેના વિના સમાજમાં અંધારું છેૈ,,,,દિકરી બે કૂળ તારે છે,,,,હવે મને બરાબર સમજાઈ ગયું છે,,,,

દિકરી છે સ્નેહની અમરવેલ........

દિકરી છે લાગણીનો મહાસાગર.......

દિકરી એટલે વ્હાલનો દરિયો.......

અમે દિકરીના વહાણે સંસાર દરિયો તરિયો........

ગુલછડી.......

હું નાનકડી એક કળી,

મારી વાત સૂનો એક ઘડી,

મારે જોઈએ ખુશીની એક છડી,

નથી ગુલદસ્તાની પડી !!!

મારા નાનકડાં મનમાં એક,

મૂંઝવણ આન પડી,

શાને કાજે મુજને પામી, દુનિયા થાતી ઝાંખી!!!

નહીં મન મૂકીને મલકાતી,ના, મને મલકાવા દેતી!!!

એવી કઈ વિપતિ ખડી થાતી???

હું નાનકડી એક જ્યોતિ,

પ્રકાશ પાથરવા છો જાત, જલાવી જાતી,

તો પણ દુનિયા થાતી ના રાજી,

મારે ફૂલ થઈને ખીલવું છે, ડાળેડાળે ઝૂલવું છે,

મુકત હવામાં પતંગિયું થઈ,ફરફરવું છે,

નીલગગનમાં પંખી થઈ , વિહરવું છે,

ગીતા--જીવન સરગમનાં સૂરો રેલાવવાં,

ધરતી પર અવતરવું છે....................... ( ફકત મારી કલ્પના આધરીત,,,,,ગીતા---ફોર---ડો.દમયંતી ભટ્ટ,,,રાજકોટ,,,ગુજરાત....)