અધુરી જાણકારી પ્રેમની
અગાઉના ભાગ માં સુજોય એ સાગરના જીજુ હોય છે જે આપણે જાણ્યું. અને કેવી રીતે મનહરભાઈના મિત્ર તરીકે મદદ કરી અને આગળ આવ્યા છે .
મિત્રો દોસ્તી નામ ખાતર બધા કરે છે ને શોખ માટે પણ જે મિત્ર તમારા જીવ ખાતર દોસ્તી કરે તે તો સમય આવે ત્યારે દોડતો આવે એને દોસ્ત માનજો
ભાગ 6
નવીનભાઈ અને મનહરભાઈ ખુશીના સમાચાર લઇને આવે છે ત્યાં જ સુજોય સાગર તરફ નજર ફેરવે છે.
સાગર વિચારમાં હતો કઈક પોતાની યાદો તાજી કરી રહ્યો હતો
એના પિતાની ખુશી તો કોઈ દિવસ જોઈ નહિ
મનહરભાઈ એ એમના દીકરાને જ બધી વાતો કરતા જ્યારે હતાશ થઈ જાય ત્યારે
એક બાપ તરીકે કે એક દાદા નો ફરજ પણ સરખી ન બજાવી મનહરભાઈના પિતાએ આ યાદ કરીને પણ હજી એમને દુઃખ થતું કે દીકરાની ફરજ નિભાવવામાં શું ભૂલ કરી મેં કે આ સજા ફટકારી મને ન તો માં નો પ્રેમ તો એમને જન્મતા જ છીનવાઈ ગયો ને રહ્યો પિતાનો પ્રેમ જે માં ગયા પછી મળ્યો નથી. આ વાત ગાંઠ બાંધી કે મારા દીકરાની બધી જ ઈચ્છા સપના પુરા કરીશ ને થયા પણ એક સાસુ સસરાના રૂપમાં અન્નપૂર્ણા બેનના માતાપિતા એ એમને ભરપૂર પ્રેમ આપ્યો. એ પણ અણમોલ પણ નસીબ જ જોઈએ કે વધુ સમય સુધી ન રહ્યો છોકરા કોલેજ જતા થયા ને એ પ્રેમ પણ છિનવાય ગયો.
જે વર્ષો પહેલાં એમની સાથે થતું હતું એ જ આજે એમના દીકરા સાથે થાય છે.
કહેવાય છે કે
વારસામાં મળેલી વસ્તુને સબંધ વારસા પ્રમાણે જ ચાલે.
એક ક્ષણ એવી ન હોય કે પિતા દીકરા એ રોજ ની વાત ન કરી હોય .
પણ આજે જ્યારે સાગરે એની ફુઈ ને જોઈ તો ઘડીક લાગણીઓમાં વહી ગયો એ ભૂલી ગયો હતો કે
સાગર મનહર હાસોંતી છે.
જે માધવ ગ્રુપનો m. d છે.
આ ફુઈની ડોલત લેવાની લાલચ માં જ આજે એના પિતાની હાલત તો ન કહેવાય પણ એક સશક્ત બિશનેઝ તરીકે ઓળખાય છે. આખું ગુજરાત રાજ્ય માં ડંકો વાગે છે ને હવે તો દુનિયા પણ જોશે.
ક્યારેક વિચારે કે જો પપ્પાને બાપા બેઘર ન કરતે તો આમ થતે ..કે?
ત્યારે હસતા ચેહરે મનહરભાઈ જવાબ આપતા કે જે છુ એ તો મારી અન્નપૂર્ણા ના મમ્મી પપ્પા ની દેન છે. પણ મારા નામની ઓરખ તો બેન ને બાપુ ને લીધે બની.જો એ મને બેદખલ કરતે તો હું હજી એ નોકરી કરી ને ગુજરાન ચલાવતા હતા. પણ હવે હાલત અલગ છે.
માણસની ઈચ્છા જો દ્રઢ હોય તો એ ધારેલું બધું કરી શકે.
હજી તો સાગરે સફરની શરૂ કર્યું છે. ને સાગર વિચારે છે કે
કે આ મનમાં ચાલેલા વિચાર ને રોકવા પડશે આ લાગણી પ્રસરી જાય એના કરતાં પાર બાંધી દેવ તો સારું .
જો વાત સુજોય જાણી ગયો તો જે અધુરી જાણકારી છે તે પણ પુરી કરી દેશે.
ને હજી વિચારમાં હતો ને
સુજોય એ ઠપકો માર્યો ક્યાં ખોવાઈ જાવ છો સાહેબ.
સાગર-કાઈ નહિ. હવે કામ વધી ગયું છે.
સુજોય-હમ્મ કોઈ આવ્યું તો નહીં ને દોસ્ત મને યાદ કરજે
સાગર- હા ભાઈ તમને ખબર છે કે પ્રેમ તો થાય છે.?
પણ
સુજોય-પણ શું? બોલ ને.
નવીનભાઈ મનહરભાઈ બંને મિત્ર સાથે વાત કરતા કરતા આવે છે
મનહરભાઈ-નવીન હવે તો અહીં રહી જા ને
નવીનભાઈ- હવે અહીં રહેવું પડશે કે મ કે
સુજોય વચ્ચે બોલતા શુ પપ્પા અહીં ભારતમાં જ રહેવાના ?
નવીનભાઇ -હા પહેલા વાત તો સાંભળ .
સુજોય -બોલો તો
નવીનભાઈ-તો તારે હવે સાગર સાથે અમદાવાદ જવું પડશે
સુજોય-હા તો
નવીનભાઈ-કેમ કે હું હવે નિવૃત્તિ લઉં છું મનહરભાઈ બાજું સ્મિત કરતાં.
ને સાંભળ તારાં મામાનો ધન્ધો પણ તારે જ જોવાનો છે.
સુજોય-પણ કેમ મામાનો પણ એતો કાવેરી છે.
નવીનભાઈ - હા પણ .
સુજોય- પણ શું.
નવીનભાઈ-દીકરા હમણાં જ કાવેરી નો ફોન હતો કે
તારા દાદી દાદાની તબિયત બગડી ગઈ છે.
તો એમની ઇચ્છા છે કે હવે બધું કામ વહેંચીને અહીં વતનમાં સ્થાયી થઈ જાય ને જે બાકી દીવસો છે તે. આપણી સાથે પસાર કરે.
સુજોય-હા ઓકે તો હું અમદાવાદ જઈને બધું બરાબર જોઈ લેવ એમ
પણ કાવેરી માનશે?
નવીનભાઈ-હા વાત થઈ છે એની હા પછી નકકી થયું.
મનહરભાઈ-હા ને સાથે સાગર ને પણ લેતો જજે
નવિનભાઈ સાગર ને પૂછે છે કે જશે ને ?
સાગર-હા
મિત્રો
હમણાં તમે જાણો છો કે કોરોના નો કેર છે. તો મહેરબાની કરીને સરકારની માહિતી સૂચનો અપનાવજો.પોતાનું ધ્યાન રાખો અને આજુબાજુ માં પણ ધ્યાન રાખો એ આપણી નૈતિક ફરજ છે દેશ માટે.
આગળની નવલકથા જોતાં રહો અધૂરી જાણકારી પ્રેમની.
હવે નવલકથામાં નાયિકાનો પ્રવેશ થાય છે જોઈએ નાયિકા કેમ અમદાવાદ ગઈ ને મમ્મી પપ્પા કેમ નહીં?
સવાલ તો ઘણા બધા છે
જવાબ માટે જલ્દી થી અગાઉ નો ભાગ લઈને આવી રહી છું.