અગાઉ જણાવ્યા મુજબ આ નવલકથા એક એવા પ્રેમ પર છે જે પ્રેમ ઘણા લોકો ને મળતો નહિ પછી એ પ્રેમ મમ્મી પપ્પા નો હોય કે અલગ જ
એની લાડકી બેન જે આજે એના ભાઇની ખુશી માં સામેલ થવા આવી હતી.અને એના વ્હાલ કરતા માસી ને જોઈને ભેટી પડ્યો .
આમ બેન ના હાથમાં આરતીની થારી જોઈને એ પોતાની આંખમાંઆસું ન રોકી શક્યો ને બેન પણ રડી પડી
આ બંને ભાઇ બેન નો મિલાપ પૂરો થયો હોય તો મને હવે જમવાનું મળશે કે પાછળ ઉભા રહીને સુજોય બોલ્યો
અને પછી તે એના ભાઈ ની આરતી ઉતારી ને મો મીઠું કરાવે છે.
પાછળથી નાનકો પાર્થ પણ આવે છે પાર્થ હતો જે સાગર પહેલા એરપોર્ટ પર જઈને મનુ ને માસી ને લાવ્યો હતો.
માડીને ( સાગરની માસી જ પણ સુજોય માટે તે એની બીજી માં ) જો તું કેવા ઘેલા છે.
અન્નપૂર્ણા બેન -મને ખબર હતી ને મેં જ ના કહી કે મનું સીધી ઘરે આવી જજે સંજુ .
મનહરભાઈ- તો સાંભર દીકરા તને ડર લાગે જમાઈ રાજાની કમ્પનીમાં કોન્ટ્રાકટ છે માટે પણ અમને ખબર હોય ને અમારા દીકરાની મહેનત તો પર બધું નક્કી હતુ .બસ આ મારી બેન ને વાતને લીધે આટલું મોટું થયું.
સુજોય -પણ પપ્પા સારું થયું ને ખબર પડી ગઈ ને બધાને કે કેમ આટલું બમણું નામ છે માર્કેટમાં
અન્નપૂર્ણા બેન -સમય સમય ની વાત છે કુમાર
ત્યારે તમે મદદે આવ્યા. બાકી
આમ તો કોણ કરે.
સુજોય -હા મને પણ મનું મળી ગઈ ને😊બસ એના માટે ને દરિયા જેવા સાગર છે તો બધું જ
મનું- હમ્મ સુજોય એ દિવસો અલગ હતા કે એય ને છુપી રીતે મળવાનું ને પછી ભાઈ ને ખબર પડે તો ભાગવાનું
સાગર - હા બો યાદ આવે બેન
અને પછી યાદો માં ખોવાય જાય છે હાસોંતી પરિવાર
ઇ.સ.1990 ની વાત છે
અન્નપૂર્ણા બેન લગ્ન કરી ને દુલહનના રૂપમાં સાસરે જ આવી હતી
અને 1 મહીનો લગ્નનો થયો હતો
અન્નપૂર્ણા બેનના ઘરે તો રાજ કરતી હતી
પણ સાસરે તો
એમની નન્દ ના જ બોલથી કામ કરવું પડતું.
જે છોકરી એમના પપ્પા ના ઘરે પાણી માટે પણ હાથ ન ધરતી તે છોકરી એક પતિ માટે આજે બધું જ કામ કરી લેતી હતી
એનું એક કારણ મનહરભાઈનો શાંત સ્વભાવ
આજે નહિ તો કાલે નન્દ બા સાસરે જશે ને પણ
આ શું?
નન્દ બા તો અહીં ડેરો જમાવી બેઠા હતા
એમના પતિ સાથે અને 1 છોકરો પણ ગિરીશ 3 વર્ષનો
એમના પતિ ને બો ગતાગમની ( સમજણની) એ તો બસ
દુકાન ચલાવી જાણે .
જે એમના સસરાની છે પાપડ પાપડી થેપલા અથાણાં ની
હિસાબ પણ એમના નન્દ નયના બેન પાસે જ
મનહર ભાઈ ની તો નોકરી હતી એટલે તેઓ વચ્ચે પડતા નહિ એમને ગમે પણ ની
સસરા તો બસ દીકરી દીકરી કરે
પણ દીકરા ને કોઈ ડી વ્હાલ પણ ન કર્યો
અને સાસુ માં તો દેવલોક થયા હતા
જેમાં નામ મનહરભાઈ નું આવ્યું હતું
તેજ સમયે મનહરભાઈ નોકરી ગયાં હતાં
ને અન્નપૂર્ણા બેન કામ માટે બહાર,
સસરા તો ખેતી કામ માં જ મસ્ત
ઘરે માં ને દીકરી હતી.
નયના બેન એટલું જ કહ્યું કે પપ્પા ભાઈ ને કીધું પણ ભાઈ ના રોકાયો દવાખાને જવા માટે ( નયના જાણે કે કઈ રીતે માં નું)
સમય આવે ત્યારે જોશું
બસ ત્યાર થી જ દીકરી નું રાજ ચાલે ને
નયના બેન ને હવે ભાઈ ને હતાવવો હતો એટલે એમને ખબર આપી કે બાપા ભાઈ એમ કહેતા હતા ભાભી ને કે બા તો છે નહીં હવે આપણે આપનો હિસ્સો મિલકતમાં લઇ લઈએ.
બેન ને પણ મોકલાવી દઈએ સાસરે એ એનું ઘર છે ને પછી આપણે અહીં થી.
બસ એટલી વાત સાંભરીને મનહરભાઈ ના પપ્પા એમને ઘર મિલકતમાંથી બે દખલ કર્યા બાદ
ત્યારે તો મનું હજી અન્નપૂર્ણા બેનની કોખમાં હતી.
એમને આ સમયે દર દર ની ઠોકરે લગાવવી એ પણ જ્યારે એમના ઘરના કુલની વહુ ને આમ ઘર બહાર કરવી
બસ આજ વાત મનહરભાઈ ને દિલને ઘા કરી ગઈ.
ઘરે થી સીધા નીકળીને એમની સાસરે ગયા.
જ્યાં માધવ ભાઈ એ અગાઉ લગ્ન સમયે એમને વાત કરી હતી
મધવભાઈ- કે જમાઈ રાજા મારી બે દીકરી છે એટલે તમે વડીલ તમારે જ મારી સંપત્તિ ના હકદાર ને વારસદાર સમય જતા હું બંને દીકરી નું વિલ બનાવી દીધું છે ને મારી દીકરીઓ સમજદાર છે કે એમને મન પરિવાર એક
મારી દીકરી માં બનવાની છે તો મારી ઈચ્છા છે કે હવે તમે મારુ કામ સંભારો.
આમ આવી સમજદાર વાત થી મનહરભાઈ એ નોકરી છોડી કિમ પાસે જ નાની દુકાન હતી પણ એમાં જે હતું એ માધવ ભાઈ ની સમજણનું જ્ઞાન હતું નામ પણ અન્નપૂર્ણા સ્ટોલ પર આવી ગયા ને
ત્યાર પછી તેઓ કદી પોતાના ઘરે ગયા નહિ
એમના માનસ પર એવી અસર થઈ કે ત્યારબાદ કોઈ દિવસ સુધી એમના બાપાના અંતિમ સંસ્કાર માં પણ ગયા નહિ.
અન્નપૂર્ણા બેન એક સરસ સુંદર રાજકુમારી ને જન્મ આપ્યો.
મનું ના જન્મ પછી તો એમની તકદીર માં ચાર ચાંદ લાગી ગયા મોટુ નામ બની ગયું નામ હતું
માધવ ગ્રુપ ઓફ સ્નેક્સ
આ નામ માટે તો મનહરભાઈ ની શાન હતી
અને એમની સાળી ના પણ લગ્ન કર્યા પછી તેમને 50ટકા હિસ્સો એમને નામ કરી દીધો
પણ પૂજા બેન ની ના હતી પણ
મનહરભાઈ-એક દીકરી જ વારસદાર માં આવે તો પછી હું કે તમે એમાં શુ કરવાના
પૂજા-પણ કુમાર હું તો બહાર રહીશ પછી આનુ શુ?
મનહરભાઈ - પણ અહીં આવશો ને તમે તમારી ફરજ છે.
આમ સમય પણ જતો હતો ને અન્નપૂર્ણા ને છોકરાનો જન્મ થયો
નામ રાખ્યું એમના બા એ
સાગર
સાગર જેવી દ્રષ્ટિ
જે આખી દુનિયાને ફરતે વિટાય જાય
હવે તો સાગર ના આવ્યા પછી તો બધું જ કામ એ મનહરભાઈ ને સોંપીને એમના સસરા એ નિરાંત અનુભવી ને સાસુ સસરા બાળકો સાથે સમય પસાર કરતા ને ખુશ રેહેતા એમની કાલી ઘેલી બોલીથી ઘર કલરવ કરતું.
સમયની દોરી કોઈ પાસે ન રહે મનહરભાઈને ત્યાં 3 સંતાન પ્રાપ્તિ થઈને દીકરો આવ્યો પાર્થ જેનું તેજ અર્જુનની જેમ
સમય એની કરવત લેતો હતો
આમજ 3 ભાઈ બહેનો એજ દરરોજ સવારે ઊઠીને દાદાદાદીને પગે લાગી ને મસ્તી કરતા
બાળકો ને એમના ફુઈ ને પાપા ના બાપા ને મળવાની વાત કરતા હોય ત્યારે મનહરભાઈ ના સસરા એમને ખબર ન થાય તેમ કહાની સંભરાવતા અને બાળકો મોટા થતા ગયા .
હવે મનહરભાઈ પણ એક મોટા વ્યાપારી બની ગયા હતા એમની ફરેક્ટરી હતી. તો પણ તેઓ હજી ઘરે આવીને અન્નપૂર્ણા બેન પાસેથી નવીન વાનગી શીખતાં
એક દિવસ પૂજા પરમ સાથે આવી અને કહે કે ચાલો સોમનાથ જઈએ બધા જ પરિવાર શિવના દર્શન કરવા નીકળી પડે છે.દર્શન કરીને ઘરે આવતી વખતે એમની ગાડી ને અકસ્માત થાય છે. બધા નાની મોટી ઇજા હોય છે પણ મનહરભાઈ ના સાસુ સસરાને માથાં માં વાગ્યું હોવાથી ત્યાં જ તેમનું મોત થાય છે . પૂજા આ ઘટના પોતાને લીધે બની હોય માને છે. એને એમાંથી બહાર કાઢવા માટે તે ઓ એને લંડન મોકલી આપે છે આ બાજુ એ પોતે જ બહાર નહિ નીકળતા નહિ ને આઘાત માંથી બહાર નીકળતા એમને ઘણી બધી હાલાકી સહન કરવી પડે છે. ઘણું બધું નુકશાન થાય છે ફ્રેક્ટ્રીમાં ને કેમ બહાર લાવવું તે વિચારતા હોય છે ને ત્યાં તે સમયે જ નવીન કાપડિયા આવે છે
જે મનહરભાઈ સાથે નોકરી કરતા હતા
અને તે સાથ આપે છે આમ નુકશાની માંથી ફરેક્ટરી ને બહાર લાવે છે એક વચન માંગે છે કે મારા દીકરા માટે તારી દીકરી નો હાથ આપજે આમ બંને મિત્રો વ્યવહારિક સબંધ માં જોડાય છે. આમ દોસ્તીને નવું નામ આપે છે પણ મિત્રો આ વાત તેઓ જાણતા હોય છે. ઘર વાળા નહિ
આમ સમય સાથે 3 સંતાન કોલેજમાં અભ્યાસ આવે છે એમની સાથે સુજોય પણ આમ તો મિત્રો સાથે હતા પણ
સુજોય સાગર કરતા 3 વર્ષ મોટો હતો ને મનસ્વી થી 1
સુજોય ના મનમાં મનસ્વી માટે લાગણી હતી
મનું પણ મનોમન સુજોયને પ્રેમ કરવા લાગી હતી.
પણ જતાવી ન હતી કારણ કે એ સાગર ની દોસ્તી છોદવા ન હતો ઈચ્છતો
એકમેકને નજર છૂપી થી જોતા રહેવું .
એક જ સાથે અવર જવર કરવી
વગર વાતે પણ વાત માટે શબ્દો શોધવા
આ બધું સાગર જોતો હતો કે મારી બેન ને પ્રેમ છે તો જાહરે કઈ રીતે કરાવવો. એના માટે એક ઉક્તિ અજમાવે છે.
પણ કહેવાય છે ને પ્રેમ નું પાનું ખાલી ન રખાય.
કોલેજ માં જતા જતા તે સીધો ફ્રેટ્રી પર જતો રહે છે ને પાર્થ પણ સાથે હોય છે
મનું કલાસ માંથી બહાર નીકળીને ગેટ પર આવે છે ત્યાં જોઈ તો એને બંને ભાઈઓ દેખાતાં નહિ.
સિવાય
એક સુજોય હોય છે ને સુજોય પણ મનું જોઇને સમજી જાય છે પણ બોલતો નહિ
મનું-સુજોય ભાઈ એ તમને કીધું હતું કે તેઓ વહેલા જતા રહેશે.
સુજોય- ના કેમ
મનમાં ખબર હતે તો હું આજે વહેલો તને લઇ જતે અને બાઇક પર
મનું-કાઈ કીધું તમે
સુજોય -તમે વાહ શુ ના રે હું તો એમ વિચારતો હતો કે મને ભૂખ લાગી છે ને કોઇ છે નહીં કે નાસ્તો કરવા જાવ તેની જોડે
મનું-ભૂખ તો મને પણ લાગી છે પણ
સુજોય- પણ શું? ચાલ તો બેસી જા આમ તે મનું હાથ પકડી ને કારમાં બેસાડે છે અને નીકળી જાય છે
એક કેફે શોપ પાસે કાર ઉભી રાખી ને ગુલાબ ને ચોકલેટ્સ ને કોકો લેય છે. પાછળ ની શીટ પર મૂકે છે મનું ની નજર ન પડે તેમ
પછી તે મનું ને પૂછે છે બોલ શુ ખાવું છે તારે ને ચોકલેટ આપે છે મનું ચોકલેટ લેય છે
મનું- ખાવું ની સાથે પીવું છે તરસ લાગી છે મને
સુજોય- હમ્મ એતો મને પણ.
એક વાત પૂછું તને
મનું- હા બોલને ચોકલેટ ખાતા ખાતાં હું ની આપું ચોકલેટ્સ
સુજોય- મને તરસ લાગી છે પણ શું કરું
મનું- હમ્મ તો શું
સુજોય-ગુલાબ આપી ને આઈ લવ યુ મનું
મનુ- શરમાઈ જાય છે ને ચેહરો નીચો કરી દેય છે એના વાળ એની આંખો સામે આવી જાય છે
સુજોય-આઈ લવ યુ મનું ? જવાબ આપ.ગાડી સાઈડમાં લઈને તે મનું ના ચેહરાને પોતાના હાથે થી પોતાની બાજુ જોતા તેને એનો જવાબ મળી જાય છે. .
મનું ના હોઠ પર લાગેલી ચોકલેટ પોતાના હોઠથી ખાઈ લીધા પછી કહે છે કે હવે તરસ છીપાઈ ગઈ મારી.
મનું - શરમાઈ ને કહે છે પણ મને તો તરસ લાગી છે.
સુજોય પાછળ થી કોકો લીધો તે મનું ની આપે છે સ્માઈલ કરે છે હવે
ત્યારે મનું નખરા કરી મોહ ફેરવી લેય છે બીજી બાજુ
સુજોય એને પોતાના તરફ કરી ને મારા માટે તો એક વાર બોલ
મનું - ના
સુજોય -આમ જો તો
મનું- શુ? પણ
મનું બોલે છે ત્યારે જ સુજોય એના હોઠ પર હોઠ મૂકી દેય છે 5 મિનિટ સુધી બંને એકબીજા માં ખોવાયેલા રહે છે
સમયનું ભાન થતા બંને એકબીજા ને જોઈને ભેટે છે ને 1 કોકો માંથી શેર કરે છે
સુજોય ને ભૂખ લાગતી હોવાથી તે ખાવા માટે શોપ શોધે છે
ત્યારે મનું બોલે છે હું ઉત્તપમ બનાવી લાવી તે કોન ખાશે ને મુહ ફુલવે છે.
સુજોય-હમ્મ ઉત્તપમ વાહ માય ફેવરિટ હું ખાઈશ ને
મનું-જિંદગી ભર આજ ખાવું પડશે
સુજોય-હા તો જો હુકમ મારા રાની
મનું સુજોય ને પોતાના હાથો થી ખવડાવે છે ને બોલે છે આઈ લવ યુ સુજોય ,સુજોય ખાતાં ખાતાં મનું સાથે મસ્તી કરે છે એકબીજા ખવડાવતા હોય છે પછી સીધા ઘરે આવે છે
જ્યાં પહેલે થી જ
સાગર ના આઈડિયા પ્રમાણે પરિવાર વાળા નાટક કરતા હોય છે
નવીન ભાઈ અને મનહરભાઈ એમના આવવાની રાહ જોતાં હોય છે
બને મિત્રો બનાવતી ગુસ્સો કરતા દેખાવ કરે છે
જેવા બંને ખુશ થતા આવે છે તો સામે ગુસ્સામાં પપ્પાને જોઈ બને પોતાના હાથ પકડી રાખે છે ને સુજોય ની પાછળ મનું ને રાખે છે.
નવીનભાઈ-આવી ગયો સાહેબ રાણી ક્યાં છે તારી.?
મનહરભાઈ-રાણી ની વાત નહિ કરતો નવીન આ બે દીકરા એ આપણી આંખ ખોલી નહિ તો આ બે તો આપણી દોસ્ટીને ક્યાં લઈ જતે ખબર ની
સાગર -મનું ડી કયાં હતાં?કોલેજ માં કેટલું શોધી તમને મેં
પાર્થ - હા ડી પ્રોફેસર પણ કહ્યું કે કોઈ છોકરા સાથે ગઈ .
સુજોય -ગુસ્સામાં જ કોઈ છોકરા સાથે એટલે મતલબ શુ તારો ?
સાગર.-મતલબ તું જ સમજી જા અમને કીધા વગર તમે મારી બેન નો હાથ કેમ પકડો
મનું હજી વિચારમાં હોય છે એ રડવાની હોય છે કે
સુજોય બોલે છે હું હાથ પકડીશ બીજું પકડી બતાવે તો ખબર કાઢું એની હું.
હા પકડો હાથ હું પ્રેમ કરું છું મનું ને આઈ લવ હર ને એ પણ મને મનું છે મારી જીવનસાથી
મનહર ભાઈ -જોયું નવીન આ તારા છોકરાનું ને મનું તું પણ?મને આવી આશા ન હતી ને
ત્યારે મનું રડી પડે છે ને એના પપ્પાને ભેટી ને માફી માંગવા લાગે છે.ત્યારે મનહરભાઈ એમની દિકરીને વ્હાલ થી કહે છે.તું મારુ અભિમાન છે તું રડશે તો અહીં બધા રડી પડશે
સુજોય-સોરી પપ્પા પણ હું મનું ને પ્રેમ કરું છું તમે કહે એ સજા બસ મનું ને દુઃખી ન થાય
નવીનભાઈ-તો સજા ભોગવવા તૈયાર થઈ જા.
જા સાગર આને લઈ જા.
સાગર -ચાલો સાહેબ ને હાથ ખેંચીને એના રુમ માં મોકલી દેય છે અને કહે છે કે બેડ પર છે તે પહેરીને તૈયાર થઇ જા.
મારી બેન માટે છોકરા વાળા આવે છે
આમ બોલતા સુજોય જમીન પર ફસકી પડે છે કે શું કામ હું મેં પ્રેમ કર્યો? નસીબમાં નહિ તો અને તે પછી રેડી થવા જાય છે.
આ બાજુ બહાર મનું ને નવીનભાઈ શુકનના કપડાં આપે છે અને કહે છે જા દિકરા આ પહેરી ને આવી જા તારા સાસુ આવતાં જ હશે એને તારા હાથની ચા જોઈએ
મનું શરમાઈ ને રૂમમાં જતી રેય છે . સિમ્પલ રીતે તૈયાર કરે છે પિંક કલરની સાડી ને મેચિંગ સેટ ખુલા વાર આંખોમાં કાજલ ને હોઠ પર આછી લિપ કોઈ પરી થી કઈ કમ ન હતી .
અને રેડી થઈને રસોડામાં ચા બનાવવા જાય છે ગાડીનો અવાજ આવે છે સુજોય ની ધડકન તેજ ગતિએ ધડકે છે .
હજી સુધી બહાર સાગર ઉભો હતો
ત્યાં જ
જેવા કલા બેન સુજોય ના મમ્મી આવ્યા કે મનું ને શોધવા લાગ્યા કે ક્યાં છે ?
મનું- જય શ્રી કૃષ્ણ માસી અને પગે લાગે છે
ત્યારે જ કલાબેન કહે છે ના દીકરી પગે ની ગળે મળે.
મારી દીકરી એટલે મારી વહુ આમ બોલી તે મનું ની નજર ઉતારે છે. મનું નું ઘૂંઘટ આગળ લાવી ને એને બેસાડે છે પછી
સાગર ને કહે છે બોલાવો સાહેબ ને અમને ખબર પણ ન પડવા દીધી ને
સાગર દરવાજો ખુલ્લે છે હસવાનું રોકી ને દેખાવી ગુસ્સો કરતા હાથ પકડી ને નવીનભાઈ પાસે આવી ને લેવ કાકા આપો સજા આમને નવીનભાઈ સુજોય ને મનુની બાજુમાં બેસાડે છે હજી સુજોય ને કઈ ખબર ન હતી પડતી.
કલા બેન - લેવ રાજા વીતી પહેરવો રાણી ને
સુજોય મનું ના હાથને પકડી ને વીંટી પેહરાવતા અટકી ગયો
નવીનભાઈ -શુ થયું હવે આ મનું નહિ કઈ મનસ્વી કાપડિયા છે ચાલ પહેરાવ આમ પપ્પાને બોલતા જોઈ સુજોય વીંટી પહેરાવી ને હાથ છોડી દેય છે .
કલાબેન -વહુ દીકરા તમે પણ અને મનું સુજોય ને વીટી પહેરાવે છે
પછી નવીનભાઈ મનહરભાઈ એકબીજા નું મોહ મીઠું કરે છે ને સુજોય હજી અવાક બની ને જોતો રહે છે .
કલાબેન -મારી વહું ની મુહ દિખાઈ તો કરાવો સાહેબ ને ધીમેથી કલાબેન મનું નું ઘૂંઘટ ઉઠાવે છે.અને પછી બધાં ખડદાદાત હસી પડે છે. ને સુજોય બાજુ જોય છે.
સુજોય શરમનો માર્યો ચેહરો નીચો કરે છે. ગુસ્સેથી સાગર બાજુ જોઈ રહ્યો હોય છે ત્યારે જ સાગર બોલે મજા આવી જીજુ .
થોડા દિવસો માં કોલેજ પુરી થતા સુજોય મનું ના લગ્ન થાય છે લગ્ન ના 1 મહિના પછી સુજોય ની કમ્પની ને બહાર નો કોન્ટ્રાક્ટ મળે છે તો તે ત્યાં લંડન જાય છે. જે
છેક હમણાં આવ્યો 2 વર્ષ પછી
આમ સાગર યાદો માં જ ખોવાયેલો હોય છે ને પાછળ થી સુજોય બોલે છે લાગે છે મારા શાયર ને કોઈ મળી ગ્યું.
કે હજી યાદો તાજી કરી કે શું.?
સાગર - ના કોઈ નહિ મળ્યું ? મળે તો તને કહીશ હવે તો અહીં છે ને
સુજોય-હમ્મ જોઈએ તો તમારી સ્ટોરી હવે
મનું-ચાલો યાદો ને વાતો પુરી થઈ ગઈ તો જમી લઈએ.
બધા જમવા બેસે છે
સાગર-ડી તારા હાથ ની પુરણપોરી વાત અલગ
સુજોય-ના રે મમ્મી ના હાથ ની કઢી ને ઢોકરાં જ બેસ્ટ
આમ બંને મજાક કરતા કરતા જમેં છે
ત્યાં જ મનહરભાઈ ,નવીનભાઈ ખુશ થતાં આવે છે.
શુ હશે ખુશીની વાત.
જોશું આવતા ભાગમાં
કોણ છે નયના ફુઈ
કોણ આવશે સાગરની જિંદગીમાં
જોતા રહો
અધૂરી જાણકારી પ્રેમની
મિત્રો તમારો અભિપ્રાય ને પ્રતિભાવ જરૂરથી આપજો.