memorable touch in Gujarati Love Stories by soham brahmbhatt books and stories PDF | યાદગાર સ્પર્શ

Featured Books
Categories
Share

યાદગાર સ્પર્શ

એક ક્ષણ :-

‘’ હું પહેલા મારો પરિચય આપી દવ.....................’’ રાહુલ દોડ જલ્દી કર નહિ તો આ વીપી પાછો કંઇક નવી જ સજા આપી દેશે. ઓફો યાર ! ચલ ભાગ રવિ હું એકટીવા લોક કરીને આવું છું. ભાગ નહિ તો આજે મોડું થઈશું તો નક્કી કંઇક નવી જ સજા મળશે. રવિ સાંભળ સાચવીને કોઈકની સાથે ટકરાઈના જતો.. ના ભાઈ કશું નઈ થાય ? અલા ! ધીમે દોડ ભાઈ સીડી છે. જોજે આજે તે ચશ્માં પણ નથી પહેર્યા કોઈ જોડે ટકારાઈ ના જતો બાકી આજે આપણી પનીશમેન્ટ પાક્કી જ. આટલું કહી હું આગળ ભાગ્યો અને રવિ પણ પનીશમેન્ટ ના મળે એટલે પાછળ દોડ્યો. હજી તો હું ૬ કે ૭ પગથીયા ચડીયો હઈશ ત્યાં જ જોરથી મારા નામની બુમ સંભળાઈ. પાછળ જોયું તો ભાઈ સાબ એક છોકરી જોડે અથડાઈ ચુક્યા હતા. રવિ પોતાની ભૂલ માટે છોકરી ને સોરી કઈ રહયો હતો. છોકરી પણ કંઇ બોલ્યા વગર એનું બેગ ઝુંકી અને હું રવિ પર ભડક્યો – બબુચક ટોપા તને કીધું હતું ને કે ચશ્માં નથી પેહર્યા એટલે ધીમેથી દોડ પણ મારું સાંભળે તો ને ........ અને થયું શું છેલ્લે ભટકાયો ને.....? ઓ શિખામણની ફેક્ટરી ! તારું ભાષણ તારી પાસે રાખને યાર. ડફોળ તને દેખાતું નથી મને સરખી રીતે ઉભા રહેવા માં પણ તકલીફ પડે છે. સો સોરી યાર.......એની આ હાલત જોઈ અંદાજો આવી ચુક્યો હતો કે એ બે જણની અથડામણ કેટલી ભયંકર હશે. એ છોકરી મારી સામે બેગ લઈને ફરી હું એને જોતો જ રહી ગયો.

ઓ માય ગોડ ! આ શું છે યાર અપ્સરાને પણ ટક્કર મારે એવું એનું રૂપ. બ્લેક ટી – શર્ટ અને બ્લ્યુ જીન્સમાં એ ખુબજ સુંદર લાગતી હતી. એનાં ચેહરા પરથી હું મારી નજર હટાવી ના શક્યો. એટલી હદે હું એને એક નજરે જોઈ રહ્યો હતો. ગજબનું આકર્ષણ હતું એની આંખોમાં. આમારા વિજ્ઞાન ના સાહેબ કહેતા કે જયારે વિભાજાતીય આકર્ષણ થાય ત્યારે બોડીના રાસાયણિક સમીકરણો બદલી જાય. આજે તો પ્રેક્ટીકલ ખબર પડી ગઈ. યુવાનીનાં ઉંબરે ડગ માંડ્યા હોય ને આવું અદભુત સૌંદર્ય સામે આવે ત્યારે દિલમાં છુપાયેલી લાગણી અને આવેગોને બહાર આવવનો માર્ગ આપોઆપ જડી જતો હોય છે. એવો અનુભવ મને ત્યારે થયો. એનાં આ ચુંબક જેવા અદભુત સૌદર્ય પ્રત્યે હું આકર્ષિત થવા લાગ્યો. એનો આ માસુમ ચેહરો મારું ધ્યાન એનાં તરફ સતત ખેંચી રહ્યો હતો. આવું તો અદભુત આકર્ષણ મેં ક્યારેય અનુભવ્યું ન હતું. એવું દ્રશ્ય રચાયું હતું જાણે કે એનાં સૌદર્ય થી વશીભૂત થઇ આપોઆપ એનાં હવાલે થઇ રહ્યો હતો. આ તો વળી કેવી દિલના આવેગોની અફડાતફડી હતી ? આ શું થઇ રહ્યું હતું મને, આ પહેલાં તો કોઈ છોકરીને જોઇને મને આવું નહતું થયું ? શાયદ આવા સવાલો મને અંદરથી ધમરોળી રહ્યા હતા અને પૂછી રહ્યા હતા કે આ ઘટના થવા પાછળનું કારણ શું છે. ?

આ ઘટના બાદ વીપીના ટ્યુશન ક્લાસમાં મારું મન નોહ્તું લાગતું. બસ એ જ ચેહરો આંખ સામે દેખાઈ આવતો. ઉફફ ! આ યુવાની નું સિતમ. આંખોથી કતલ કરવાનું લાયસન્સ એને કોને આપ્યું હશે. ? આંખોથી તો ફક્ત જાનલેવા વાર અને પછી શરુ થાય કત્લેઆમની શરૂઆત. ટ્યુશન પતાવી ને ઘરે આવ્યો. સાલું કોઈ કામમાં મન નોહ્તું લાગતું. રાત્રે સુતી વખતે એ સૌંદર્યનું વારંવાર છત પર રીટેલીકાસ્ટ થઇ જતું હતું. હદ તો એનાં આ અદ્ભૂત સૌંદર્ય ત્યારે કરી જયારે એ સપનામાં આવીને કત્લેઆમ ચલાવી ગઈ હતી. જ્યાં જુઓ ત્યાં બસ એ જ. હદ થાય છે યાર હવે તો આટલી હદે એનો મારા પર પ્રભાવ કઈ રીતે પડી શકે ? હવે પાછુ ........રાખી રાતના ઉજાગરાના લીધે સ્કુલે જવામાં પણ મોડું થઇ ગયું. પાર્કિંગમાં પહોચ્યો જ હતો ત્યાંજ વોર્નિગ બેલ પડ્યો. અરે યાર ! સ્કુલનો પહેલો જ દિવસ અને પહેલા જ દિવસે લેટ. મેં એકટીવા ફટાફટ પાર્ક કરીને ગેટની અંદર આવી ગયો હતો પરંતુ પ્રાર્થના શરુ થવાનાં લીધે નીચે જ ઉભા રેહવું પડ્યું અને મફતમાં ખડૂસ પીટી ટીચરનું ભાષણ સાંભળવું પડ્યું. ‘’ફક્ત આ મહોતરમાંના લીધે.’’ આજે જો એ દેખાઈ છે ને તો એની ખૈર નથી. મારું જો ચાલે ને તો એ છોકરી પર મારી નિંદર ચોરવાનો મુકદમો ચલાવું. હે ભગવાન ! આ તે કેવી મીઠી મૂંજવણ છે......? ક્યાંક અથડામણ પાછળ તારો તો કોઈ હાથ નથીને ....?

થોડી જિંદગીની વિડમણા

....... પ્રાર્થના પતી એટલે મારા જેવા લેટ લંગુર નંગ લોકોને પીટી ટીચર વોર્નિગ આપવાં લાગ્યાં ને કહ્યું કે જે હવે મહિનામાં ૩ વાર મોડું આવશે એણે ૨ પિરીયડ નીચે તડકામાં ઉભાં રહેવું પડશે. ગઈકાલે જ નવા પ્રિન્સિપાલે ચાર્જ સંભાળ્યો છે અને સ્કુલ ના નિયમોમાં થોડો બદલાવ કર્યો છે. સો લેટ આવવા વાળા ટાઇમસર આવો નહી તો સજા ભોગવવા તૈયાર રહેજો. વોર્નિંગ પતી ગઈ હવે તમે પોતપોતાના ક્લાસમાં જઈ શકો છો. સાલું આ આક્ડું પીટી ટીચર કંઈ ઓછો હતો ત્યાં આ હિટલર જેવો પ્રિન્સિપાલ નવા નિયમો લઈને આવી ગયો.

શું જુલમ છે યાર સ્કુલ છે કે જેલ ? જિંદગીતો ઝંડુબામ થઇ ગઈ છે યાર. સવારે સ્કુલ , બપોરે અને સાંજે ટ્યુશન ક્લાસ , ઘરે આવીએ એટલે પેરેન્ટ્સનો અત્યાચાર ? અને એમાં પાછું મમ્મીનું ફાઈરિંગ મને સુતો જુએ એટલે એમની કેસેટ ચાલુ થઇ જાય કે જોતો ૧૨મુ ધોરણ હજુ શરુ થઇ ગયું ને અને આ કુંભકરણ ઘસઘસાટ આરામ કરી રહ્યા છે. હવે ચાલુ ....બાજુવાળા રેખાબેન કહેતા હતા કે એમની છોકરીને તો ટ્યુશનની હરેક પરીક્ષામાંમાં ૩૦માંથી ૨૮ કે ૨૯ આવે. ને પેલા પુષ્પાબેનની છોકરી મયુરીને તો દર વખતે ૩૦ માંથી ૩૦ જ આવે. અને તારે ૧૨ કે ૧૫ એ પણ માંડ માંડ આવે છે. હુંહ ! ત્રાસ છે યાર આવા લોકોનો. આવા લક્કડ ખોદ લોકોના લીધે જ બીચાડા છોકરાવ ડીપ્રેશનમાં આવી જાય. આ બધા નો આંતક ઓછો હતો ત્યાં મહોતરમાં કત્લેઆમ કરવા આવી ગઈ. આ વિચારમાં વિચારમાં ક્યારે મારો ટ્યુશન ક્લાસ આવી ગયો એનું ધ્યાન જ ના રહ્યું.

મેં આઈ કમ ઇન સર ! આવો આવો લેટ સુલતાન. પહેલા જ દિવસે લેટ વેરી ગુડ. શું ત્રિવેદી સર તમે પણ પહેલા દિવસે જ મારી અણી કાઢવા લાગ્યાં. ચુપચાપ તારી જગ્યાએ બેસી જા. લાસ્ટ બેન્ચર. સર હવે તમે આ લેબલ પણ અમને લગાડી દીધું એમને. ઈમોશનલ અત્યાચાર. ........તો વિદ્યાર્થીઓ કેવું રહ્યું તમારું વેકેશન ? આશા છે કે બધા નું વેકેશન સારું ગયું હશે.બધા એ ૧૨માંની તૈયારી બરાબર શરુ કરી દીધી હશે. ચાલો તો આપને આજે શરુ કરીશું પહેલા ચેપ્ટરથી. યસ સર ! આ સાથે આમારી ગપસપ સ્ટાર્ટ થઇ ગઈ અને એજ તોફાન મસ્તી. સ્કુલ લાઈફની આજ તો મજા છે. આ ક્ષણને માણવા મળે તો માણી લેજો કારણકે આ એવો અવસર છે જે ક્યારેય પાછો નથી આવતો. અમે સૌ હવે સ્કુલ અને ટ્યુશનના ટાઈમટેબલમાં પોતાને એડજસ્ટ કરવા લાગ્યાં. પહેલો દિવસ તો આમ જ મજાકમાં નીકળી ગયો. ખબર જ ના પડી.

ઘરે આવીને ચેક કર્યું કે આજે ક્યાં સબ્જેક્ટનું ટ્યુશન કેટલા વાગે છે. આજે ફક્ત ગણિત અને કેમેસ્ટ્રીનું જ ટ્યુશન હતું. ૪.૩૦ વાગે ગણિત અને ૬ વાગે કેમેસ્ટ્રી. બેગમાં માં બુક્સ મુકીને જમીને નિરાંતે ટીવી જોવા બેઠો. કોઈ પ્રોગ્રામમાં ઠેકાણા ન હતા. અને ઝી મેક્સ પર ‘’ RHTDM ‘’ ( રેહના હે તેરે દિલ મેં ) મુવી આવી રહ્યું હતું. હું જોવા બેસી ગયો. મુવી જોતાં જોતાં હું ફરીથી એ કાતિલ હુસનપરીના વિચારોમાં ખોવાઈ ગયો. આ વિચારોમાં ક્યારે ૪.૧૫ થઇ ગયા એ ખબર જ ના પડી. આતો સારું થયું કે અલાર્મ મુક્યો હતું બાકી મમ્મી તો મારું એન્કાઉન્ટર કરી નાખત અને વીપીની પનીશમેન્ટ તો જુદી જ.

વીપી હજુ નહતો આવ્યો એટલે હું અને રવી વાતે વળગ્યાં. ત્યાં જ વીપીનું ટાબરિયું ગેમ લઈને અમારી પાસે આવ્યું ને કેવા લાગ્યું કે ભૈયા મારી જોડે રમો ને એકલો એકલો કંટાળી ગયો છું. અમને તો બસ મોકો જ જોઈતો હતો ને બેવ જણા એની જોડે ગેમ રમવા લાગ્યાં. થોડીવાર થઇ હશે ત્યાં વાંદરી પાનું એટલે વીપી સર આવિયા. એને જોઈ એનું ટાબરિયું એને ચોંટી પડ્યું અને અમારી ફરિયાદ કરવાં લાગ્યું. પપ્પા આ લોકો એ મને ગેમમાં હરાવી દીધો. પપ્પા બઉ ચિટર છે આ લોકો. અચ્છા ! બીજું કોણ કોણ આવ્યું છે એ તો બોલ. આ ૨ ચિટર અને ૪ દીદી આવ્યાં છે બાજુના રૂમમાં બેઠા છે. અમારાં બેવના મોઢામાંથી રીતસરની ચીસ નીકળી પડી દીદી .....................? ઓકે બેટા અંદર જા તું હોર્મવર્ક કર હું આ લોકોને ભણાવી લઉં પછી આપણે બહાર ફરવા જઈશું. એ ૪ છોકરીઓ કોણ હશે એ વિચારે હું અને રવિ વીપી પાછળ ગયા. ૪ માંથી એક છોકરીને જોઈને હું ચોંકી ઉઠ્યો.......એને જોઇને મારા શરીરમાં એક ઝણઝાણાટી ઉપડી. ઓ તેરી..... આતો એજ કાતિલ અદા છે જેણે મારી મીઠી નિંદર પર પોતાનો કબજો જમાવી બેઠી છે.

એ મીઠી સવારી. :

હે ગોડ ! હવે તો મારું આવી જ બનવાનું છે. એને એકવાર જોઈ છે ત્યારની ઊંઘ હરામ થઇ ગઈ છે ને હવે તો એ મારી સાથે ટ્યુશનમાં એ પણ આટલી નજીક. હે ગોડ ! હવે મારું શું થશે......? હું એને એક નજરે જોવા લાગ્યો. વારંવાર આગળ આવી જતી લટને એ વારંવાર કાન પાછળ સરખાં કરતી હતી. પહેલાં મારા માટે આ પ્રક્રિયા સહજ અને સામાન્ય હતી પરંતુ જ્યારથી આ શરાબી આંખોથી ટકરાવ થયો ત્યારથી આ પ્રક્રિયા સામાન્ય નથી રહી. એ જેટલીવાર એની લટ સરખી કરતી એટલી જ વાર એની ઈયરરીંગ સાથે એનાં હાથની અંગુઠી અથડાતી ત્યારે જે અવાજ આવતો જાણે મારા હદયમાં પ્રેમના મોજા ઉછળી રહ્યા હોય. મંદિરોમાં મંત્રોચ્ચાર થતા હોય એવું લાગી રહ્યું હતું. .....હું આગળ કંઇક વિચારું એ પેલા તો રવિ એ મને જોરથી ધબ્બો માર્યો અને કહ્યું એ ટોપા ધ્યાન ક્યાં છે તારું ? ત્યારે મને ખબર પડી કે મારો એક પગ રવિના પગ પર હતો. અમારી રકઝક જોઇને છોકરીઓ હસે જતી હતી. વીપી અમને બન્ને ને મસ્તી કરતા જોઇને ભડકી ઉઠ્યો.! મ્સ્તીખોરો સ્કુલની મસ્તી હવે અહિયાં ચાલુ કરી દીધી. રવિ બોલ્યો કે – ‘’ સોરી સર સ્કુલની મસ્તી સ્કુલમાં અહિયાં અમે તો ટ્યુશનની મસ્તી કરીશું બસ ‘’ રવિ આવું બોલ્યો ત્યાં તો અમે બધા ખડખડાટ હસવા લાગ્યાં. અને આ રીતે શરૂઆત થઇ અમારા ટ્યુશન કલાસની...

વીપી એ પહેલા પોતાના વિશે જણાવ્યું અને બધાને શોર્ટમાં ઇન્ટ્રો દેવાનું કહ્યું. શરૂઆત રવિ કરવા જતો ત્યાજ વીપીએ એને વચ્ચે રોક્યો અને કહ્યું કે – તું બેસ તમારાં બેના ઇન્ટ્રો હુંજ આપી દઉં છું. આ બે નમુના રવિ અને રાહુલ આમારા ૧૨ સાયન્સના લોર્ડ ઓફ ધ લાસ્ટ બેંચ અને લેટ લંગુર. ત્યાંજ રવિ બોલી પડ્યો શું સર ક્લાસમાં તો આ ટેગ લગાડી દીધું હતું હવે અહિયાં ટયુશનમાં પણ. મસ્તીખોરો તમને તો આખી સ્કુલ ઓળખે છે. ચાલો છોકરીઓ તમે તમારો ઇન્ટ્રો આપો. પહેલાં નિશા અને જાનવી એ ઇન્ટ્રો આપ્યો. મને તો બસ એ મહોતર માં ના ઇન્ટ્રોનો ઇંતજાર હતો. અને એનો વારો છેક છેલ્લે આવ્યો. માય સેલ્ફ ! આરોહી... શું..... મીઠો મધુર કોયલ જેવો અવાજ છે. એનો આવ મીઠો મધુર અવાજ એનાં સૌંદર્યમાં વધારો કરી રહ્યો હતો. મને તો એમ થયું કે એને વારંવાર સાંભળતો રહું. ભલે મને એનાં મીઠા મધુર અવાજ થી પ્રેમનું ડાયાબીટીસ થઇ જાય. આ ઇન્ટ્રોના ચક્કરમાં એક યાદગાર પ્રસંગ ઉજવાય ગયો. જેના સાક્ષી ફકત બે જણ જ હતા.હવે આમાં મારો પગ એનાં પર સાથે ટકરાઈ ગયો. અને હું તો જાણે આકાશના સફરે નીકળો હોય એમ એનાં સ્પર્શમાં ખોવાઈ ગયો. મારા શરીરના બધા જ રાસાયણિક સમીકરણો બદલાઈ ગયા. અને આ બદલાવ એકબીજાની આંખો જોઈ ચુક્યા હતા.

આમને આમ ઘણા દિવસો પસાર થઇ ગયા. મારી નજરો સામેથી એનો ચહેરો હટતો જ ન હતો.એક તો આ વીપી પહેલા છોકરીઓને ઘરે જવા દેતો અને ૧૦ મિનીટ પછી અમને જવા દેતો હતો. અને મનમાં ને મન માં એક કશમકશ ચાલતી હતી કે એની જોડે વાત કઈ રીતે કરવી ? હે ગોડ ! આ શું કરે તું ....? પહેલા તરસ લગાડી, પછી પાણી બતાવ્યુ. હવે પાણી પીવા માટે રોકેવાનું ? હું મને જ વાત કહેવા લાગ્યો ...( યાર આ સંબંધનું ગણિત કઈ સમજાતું નથી. સારું તું જોતો જો સમય આવશે ત્યારે બધું આપોઆપ થઇ જશે.) હવે હું વાત કરવાનો અવસર શોધવા લાગ્યો. અને મને અવસર મળીયો પણ ખરો. હવે એકવાર રવિ ટ્યુશન નોહતો આવ્યો.

હવે કાયમીની જેમ પહેલા છોકરીઓ ગઈ અને થોડીવાર પછી હું નીકળ્યો. હું પાર્કિગમાંથી એકટીવા બહાર કાઢતો હતો ત્યાંજ કોઈકનો અવાજ સંભળાયો. પાછળ ફરીને જોયું તો તે આરોહી હતી. રાહુલ ! તને કાંઈ વાંધો ના હોય તો શું તું મને મારા ઘર સુધી ડ્રોપ કરી શકીશ ? કારણકે આજે હું મારું એકટીવા નથી લાવી. અફકોર્સ ! એમાં પૂછવાનું ના હોય તું બસ મને ડાયરેકશન આપતી રેહ્જે.. ચોક્કસ.......

અને રાહુલ હું તારી પાછળ બેઠી છું તો તું છે ને વારંવાર બ્રેકના મારતો. ઓ હેલ્લો ! વીપી કીધું એટલે અમને હરામી સમજી લેવાનું. ભલે અમે રહ્યા. પણ અમને અમારી મર્યાદા ખબર છે. અને પહેલીવાર એને મને ધબ્બો માર્યો ને કહ્યું કે – હોશિયારી ! મને તારા વિશે બધું ખબર છે. અરે ના હોય કોણે કીધું તને ..........? પેલી બેટરી જાનવી એ કીધું ને ..... ? હા ! પણ તને ક્યાંથી ખબર પડી. એ સસ્પેન્સ છે એ ફરી ક્યારેક કહીશ. ના મારે હમણાં જ જાણવું છે. બાય ધ વે આગળની શોપથી રાઈટ . રાહુલ બોલ ને તને ક્યાંથી ખબર પડી ....કે મને.. એ જાનવીએ કીધું ? કીધું તો ખરા સસ્પેન્સ છે / ફરી ક્યારેક કહીશ.

ઓકે જેવી તારી ઈચ્છા. હવે આગળ મંદિરથી રાઈટ સાઈડ..... બસ લે આવી ગયું મારું ઘર.....બાજુના શાંતિ એપાર્ટમેન્ટમાં જ મારું ફીઝીક્સનું ટ્યુશન છે. તો હવે હું નીકળું. વેઇટ ! રાહુલ કેન આઈ હેવ યોર મોબાઈલ નંબર .............? ચોક્કસ ..મારે કાઈ કામ હોય તો હું તને એની ટાઈમ કોલ કરી શકું ને ? ચોક્કસ તું મને કોઇપણ સમયે કોલ કરી શકે છે....? હવે માય નંબર ૮૭૨૫...........૧૮ સેવ કરી રાખજે. સારું ચલ આરોહી હું નીકળું છું. આજે હું ફીઝીક્સના ટયુશનમાં ઓલ રેડી લેટ છું ને અને તારી સાથે વાત કરવા રહીશ તો વધારે લેટ થઇ જશે. ઓહ સો સોરી રાહુલ તો આપને કાલે ટયુશનમાં મળીયે. ચોક્કસ ....બાય રાહુલ .............. ઉફફ ! આ આરોહીના બાય મારા દિલને સમુદ્રના મોજાની માફક હિલોળે ચડાવી દીધું. ઘડીક તો મગજ શૂન્યવકાશ થઇ ગયું.