1 - મોર્નિગ અલાર્મ
હાઈ હું જય. પ્રોફેશનલી તો એન્જિનયર, પણ કયારેક અમુક વાતો અને અમુક વિચારો લખી લઉં અને એમાની જ એક નાની વાત આજે તમને કહું.
સામાન્ય રીતે બધાનાં દિવસની શરૂઆત સવારથી જ થઈ જતી હોય છે, પણ મારે કઈક એનાથી વિરૂધ્ધ જ. મારા દિવસની શરૂઆત સાંજે થાય એટલે કે એકદમ સાંજ ના 7 વાગ્યે. બસ 7 વાગ્યે શરૂ થાય અને પૂરો કયારે થાય એનું કઈ નક્કી ના રહે.
હવે ૭ વાગ્યે જ દિવસ શરૂ થવાનું પણ એક કારણ છે, કેમકે ૭ વાગ્યે જ અમે બન્ને વાત કરીએ, રૂબરૂ તો નથી મળી શકાતું પણ સોશિયલ મિડીયા એ કમી ની ભરપાઈ કરી આપે છે.
આમ તો મારે નોકરી નો સમય ૭:૩૦ નો છે, પણ હું ૭ વાગ્યે બધું કામ પતાવીને ફ્રી થઈ જ જાવ, કેમકે ૭ ના ટકોરે એનો મેસેજ આવે જ કે ''શું કરે છે?, થયો કે નઈ ફ્રી હવે''. અને બસ હું પણ આ એક મેસેજની જ રાહમાં હોઈ એવું જ કઈક સમજો.
એનું નામ..... જવાં દો ને હવે નામ જાણીને શું કરશો, પણ મારા માટે તો એ ''મોર્નિગ અલાર્મ'' છે, એમ જ સમજોને, હવે રહી વાત પહેલી મુલાકાતની તો અમે પહેલા Instagram પર મળેલાં, ધીમે-ધીમે વાતો શરૂ થઈ, અજાણ્યા માંથી ફ્રેન્ડ બન્યા અને પછી ફ્રેન્ડ માંથી બેસ્ટફેન્ડ.
બન્ને વચ્ચે બસ બેસ્ટફેન્ડનો જ સંબંઘ એનાથી વધારે કઈ જ નહીં. જેમાં ના તો કોઈ બંધન કે ના તો કોઈ રોક ટોક, છતાં કયાંક એકબીજા પર હક જતાવી લઈએ, જયારે પણ વાત કરીએ ત્યારે ટોપિક કઈપણ હોય એમાં વાત હંમેશા લાંબી જ ચાલે, એ મને બધું જ કહે, સવારથી ઉઠે ત્યારથી લઈને રાતે ઘરે શું વાત કરી એ બધું જ. આજેપણ રાહ જોવ જ છું કયારે ૭ વાગે એની....
To be continues...
2 - મહત્વ
ફરી આજે 7 વાગી ગયાં...
બસ એનો મેસેજ આવતો જ હસે એની જ રાહમાં હતો હું અને ત્યાં જ અચાનક ફોનમાં મેસેજ ની ટોન વાગી અને મારાં દિવસની શરૂઆત થઈ.
She - હાઈ, થઈ ગયો ફ્રી ?
Me - ના થોડું કામ છે, થોડીવારમાં વાત કરું.
She - ઓકે, કરી લે
She - (15 મિનિટ પછી) હેલ્લો, પત્યું કે નહીં તારું થોડીવારનું કામ.
Me - હાં, બસ થઈ જ ગયું, બોલ હવે.
She - દરરોજ આમ મારે તારી રાહ જોવાની, થોડીવારનું કહીને ઘણો સમય જતો રહે.
Me - અરે હાં હવે થઈ ગયોને ફ્રી, વાત કરીશું હવે.
She - સારું તું કે એમ
Me - ચલ બોલ શું કરી રહી હતી?
She - કહી નહીં, ડ્યુટી પરથી આવીને સુઈ ગઈ હતી, બસ હમણાં જ ઉઠી, તને મેસેજ કર્યો અને એક વાત વિચારતી હતી.
Me - ઓહ, કઈ વાત વિચારતી હતી?
She - મને દરરોજ આ પશ્ર્ન થાય છે, તું દરરોજ આમ થોડાં સમયનું કહીને ઘણો સમય લઈ લે છે, અને જયારે પણ તને એનું કારણ પૂંછું ત્યારે કઈક ને કઈક જવાબ આપીને વાત પતાવી દે.
Me - આટલું નાનું મગજ છે તારી પાસે, એમાં આટલું બધું વિચારી લીધું!
She - ઓ રીયલી...પણ તને પૂંછયું એનો જવાબ આપ, વાત ગોળ-ગોળના ફેરવીશ.
Me - શું કહું. મારી આ બોરીંગ જિંદગી વિશે કે પછી મારા આ એકલવાયા વ્યક્તિત્વ વિશે. મને તારી સાથે વાત કરવી ગમે કે તારી સાથે સમય પસાર કરવો ગમે છે, હું આખો દિવસ ઘણાં લોકોથી ઘેરાયેલો રહું છું, છતાં પણ કયાંક એમાં એકલતાં અનુભવું છું, બધું જ છે મારી પાસે, ઘણાં મિત્રો, ઘણાં જ સંબંધીઓ છે પણ નથી ગમતો એમાનો કોઈનો સાથ. તારો સાથ ગમે છે, તારી સાથે વિતાવેલો સમય ગમે છે, કદાચ તને વિશ્ર્વાસ નહીં થાય પણ તારી સાથે વિતાવેલ સમય એટલે મારાં દિવસની અમુલ્ય પળો. હું આ 7 વાગ્યા પછી આ દુનિયા, મિત્રો, મારી એ બોરીંગ જોબ બધું જ ભૂલીને તારી સાથે વાત કરું છું.
She - આટલું મહત્વ મારું, કેમ?
Me - જો મહત્વ તારું કેટલું છે એનો તો ખ્યાલ નથી, પણ ગમે છે તારી સાથે સમય વિતાવવો, અને એટલે જ કદાંચ તું ખાશ છો.
She - પણ એવું કેમ જરાં એ સમજાવીશ.
Me - ઘણાં સંબંધ છે જિંદગીમાં પણ બધાંમાં કઈક અપેક્ષા રહેલી છે, પણ આપણી વચ્ચે જે કઈપણ છે એમાં કયારેય અપેક્ષા નથી રાખેલી, બસ 7 વાગ્યે વાતની શરૂઆત કરવાની અને રાતે ઉંઘ ના આવે ત્યાં સુધી વાતો કરવાની, કયારેક વાત ના પણ થાય તો પણ ચલાવી લેવાનું કઈજ અપેક્ષા રાખ્યાં વિના. કદાંચ અહીં મને કોઈ બંધન નથી, નથી તો તને ખોવાનો ડર કે નથી તને મેળવાની કોઈ ચાહત. બસ આખાં દિવસની દિનચર્યા તારી સાથે શેર કરવાની અને ઉંઘ આવે ત્યારે ફોન બંધ કરીને સુઈ જવાનું.
She - અપેક્ષાનું તો સમજાયું, પણ તારી જિંદગીમાં મને આગળ પણ આમ મહત્વ આપતો રહીશ?
Me - જો સાંભળ, આગળ શું થવાનું એની મને પણ નથી ખબર, અને તું આવું બહું વિચાર પણ નહીં, હું રાહ જોતો હોઉં છું 7 વાગે એની અને આગળ પણ જોતો જ રહીશ. પણ જો હું તને અત્યારે હાં કહી દઈશ તો તારા આ સવાલ નો તને જવાબ મળી રેશે અને સાથે તારી અંદર પણ અપેક્ષા વધવા લાગશે, એટલે જેમ ચાલે છે એમ જ ચાલવાં દઈએ.
She - વાહ... જવાબ પણ આપી દીધો અને બચીને પણ નીકળી ગયો.
Me - હાં, નસીબ પણ એવી જગ્યાએ લઈ આવ્યું છે, જયાં ઘણાં સવાલો ના જવાબ પણ મળી ગયાં છે અને બચીને નિકળવાના રસ્તાઓ પણ...
She - એટલે કહેવા શું માંગે?
Me - કશું નહીં, ચલ 7:30 થઈ ગઈ, હું નિકળું છું ઓફિસમાંથી, નહીંતર મોડું થઈ જશે.
To Be Continue...3