જય શ્રી કૃષ્ણ .
હું વ્યવસાય એ એક ઈજનેર છું. ઘણી વાર હું મારી નવરાશ ની પણો માં મારા સહ-કર્મચારી સાથે બેઠો હોવ. ત્યારે ઘણા મારા સહ-કર્મચારી વારંવાર એક જ વાત નું રટણ કરે છે. કે આ કામ-ધંધો છોડી ને સંન્યાસ ધારણ કરી ને ભગવાન ની ભક્તિ કરવી છે. મોક્ષ પાર્પ્ત કરી ને આ જીવન મરણ ના ફેરા માંથી મુક્ત થવું છે. તો મિત્રો મારો આ પ્રસંગ વાંચી ને વિચાર કરજો શ્રેષ્ઠ શું ?
સંસાર કે સંન્યાશ ?
એક વાર ભગવાન શ્રી નારાયણ એ એક ખેડૂત ની ભક્તિ થી પ્રસન્ન થય ને તેને વરદાન આપ્યું . આ વાત ની જાણ મહર્ષિ નારદ મુનિ ને થઈ. તેથી તેઓ ભગવાન શ્રી નારાયણ પાસે આવ્યા અને કહ્યું કે હે પ્રભુ તમે મારા સાથે અન્યાય કર્યો પ્રભુ મને ન્યાય આપો . ભગવાન એમની વાત સાંભળી ને એમની મૂંઝવણ સમજી ગયા અને ભગવાન કહ્યું મેં તમારા સાથે કયો અન્યાય કર્યો? નારદ મુનિ એ કહ્યું કે પ્રભુ હું એક સંન્યાસીની માફક હંમેશા તમારા નામ નો જપ કરું છું અને અનંત કાળ થી ભક્તિ(નારાયણ.... નારાયણ...)કરું છું . તો તમે મને ક્યારે વરદાન નથી આપ્યું અને પેલો ખેડૂત ફક્ત થોડા સમય થી તમારા નામ નો જપ કરે છે. અને એ કોઈ પણ દિવસ મંદિર પણ નથી જતો. તો તમે એને વરદાન કેમ આપ્યું અને મને કેમ નહિ?
ભગવાન શ્રી નારાયણ : હું તમને અવસ્ય પણે વરદાન આપીશ પણ એક શરત છે મારી એ પૂર્ણ કરવી પડશે.જો તમે મારી શરત ભંગ થશો તો હું તમને વરદાન નહિ આપી શકું.
નારદ મુનિ :- બોલો પ્રભુ કઈ શરત છે તમારી ? હું એને અવશ્ય પણે પૂર્ણ કરીશ .
ભગવાન શ્રી નારાયણ એ નારદ મુનિ ને એક દૂધ થી ભરેલો ગ્લાસ આપ્યો. અને કહ્યું કે તમારે આ દૂધ નો ગ્લાસ લઇ ને પૃથ્વી ની પ્રદક્ષિણા કરવાની છે. શરત ફક્ત એજ છે કે દૂધ નો ગ્લાસ માંથી એક પણ દૂધ નું ટીપું ક્યાંક પડવું ના જોઈયે જો પડી જશે તો હું તમને વરદાન નહિ આપું
નારદ મુનિ: મને માન્ય છે પ્રભુ.(નારદ મુનિ દૂધ થી ભરેલો ગ્લાસ લઇ ને પૃથ્વી ની પ્રદક્ષિણા કરવા નીકળી જાય છે.અને સંપૂર્ણ ધ્યાન દૂધ ના ગ્લાસ માં લગાવી દેય છે કે જેથી દૂધ નું એક પણ ટીપું ક્યાંક પડે નહિ. )
શરત મુજબ નારદ મુનિ પૃથ્વી ની પ્રદક્ષિણા કરી ને આવે છે. અને ભગવાન શ્રી નારાયણ ને આવી ને કહે છે. હે પ્રભુ મેં તમારી શરત પૂર્ણ કરી હવે મને તમે વરદાન આપો. ભગવાન શ્રી નારાયણ તેમને જોય ને ખુબ હસ્યા તેથી નારદ મુનિ ને કંઈક અજુગતું લાગ્યું.અને તેમણે કહ્યું હું તમારી શરત પૂર્ણ કરી અને એ પણ એક પણ ભૂલ વિના અને તમે મારા પર હસો છો?
ભગવાન શ્રી નારાયણ : તમે મારી શરત પૂર્ણ કરી એ માટે તમને હું વરદાન અવશ્ય આપીશ પણ એ પહેલા મારે તમને કંઈક પૂછવું છે.કે તમે પ્રદક્ષિણા કરતી વખતે તમે કેટલી વાર મારા નામ નો જપ કર્યો ?
નારદ મુનિ: એક પણ વાર નહિ પ્રભુ કેમ કે મારુ સંપૂર્ણ ધ્યાન દૂધ ના ગ્લાસ માં હતું કે એમાંનું એક પણ ટીપું પડી જાય તો હું શરત ભંગ થઈ જાત.
ભગવાન બોલ્યા અતિ ઉત્તમ હવે તમે મારા બીજા એક સવાલ નો જવાબ આપો. કે આ ખેડૂત ઠંડી ,ગરમી ,વરસાદ માં એનું કામ કરતો રહે છે. મહેનત કરે છે. તેમજ સાંસારિક જવાબદારી પણ નિભાવે છે. તો પણ આ મારા નામ નું જપ કરવાનું ભૂલતો નથી. અને તમે એક સામાન્ય દૂધ નો ગ્લાસ લઇ ને પ્રદક્ષિણા કરવા ગયા એમાં મને પણ ભૂલી ગયા. હવે તમે જણાવો કે સાચા વરદાન નો હકદાર કોણ છે ? તમે કે એ ખેડૂત ? સાંસારિક કે સંન્યાસી ?
નોંધ :- મારો હેતુ કોઈ પણ વ્યક્તિ કે સાધુ સંતો ની લાગણી દુભાવાની નથી. ફક્ત હું એટલું જ કહું છું કે આ સંસાર માં સન્યાસ કરતા સંસાર માં રહી ને ભગવાન ની ભક્તિ કરવી શ્રેષ્ઠ છે. સંસાર માં બધાજ સાધુ -સંતો ખરાબ નથી હોતા. પણ જે આ સંસાર માં કામ-ધંધા થી કંટાળી ને અથવા જે વ્યક્તિ આળસુ હોય એવા વ્યક્તિ સન્યાશ ધારણ કરે ત્યારે એ સંસાર માં ધર્મ માટે આશીર્વાદ નહિ પણ શ્રાપરૂપ બની જાય છે.
z