valam aavo ne.. in Gujarati Love Stories by Ankita Mehta books and stories PDF | વાલમ આવો ને..

Featured Books
Categories
Share

વાલમ આવો ને..




પાંચ વર્ષ, ત્રણ મહિના અને ઓગણીસ મો દિવસ આજ આથમી ગયો. સંધ્યા એ એના રંગો ની ઓઢણી ધરતી ને ઓઢાડી હતી. ઠંડા પવન ની લહેરખી મન મા તાજગી ભરતી હતી. કૂદરત નુ એ સૌંદર્ય ખીલી ઉઠ્યુ હતુ. પણ એ સૌંદર્ય પણ ઘણી વખત કોઇક ના મન ના અંધકાર મા રંગો ની રોશની નથી લાવતુ. જેનુ તન તો સાથે હોય પણ મન હજારો માઇલ દૂર હોય એને તો બસ એક એક દિવસ ગણવાના હોય.
'એય પ્રિયમ, આમ ઉદાસ નહી થા. બે દિવસ માટે જ જાવ છુ. હંમેશા માટે નહી. સમજી? એટલે મારી રાહ જોજે...'
'વાલમ, હુ તો જીંદગી આખી રાહ જોવા તૈયાર છુ. મારે તો બસ તારો સાથ જોઇએ એ પણ જન્મોજન્મ.'
સોળ વર્ષ ની પ્રિયમ અને સત્તર વર્ષ નો વાલમ. ઉમર ભલે કાચી હતી પણ પ્રેમ એકદમ પાકો.
વાલમ અને પ્રિયમ... બે નામ.. પણ હંમેશા એ સાથે જ લેવાતા.. બે શરીર પણ એક જ આત્મા. એક શ્વાસ તો એક ધબકાર. એની વાતો મા શબ્દો ની નહી પણ લાગણી ની ભાષા.. એક ની પિડા મા દર્દ બંન્ને અનુભવતા. પ્રેમ નો પર્યાયિ એટલે વાલમ-પ્રિયમ ની જોડી. આંખો થી મૂક સંવાદો થતા અને હૈયા થી હૈયા મળતા. અને આ એવો પ્રેમ કે જે કદાચ વર્ણવી જ ન શકાય એ તો બસ અનુભવી શકાય. એને હ્રદય ના એક ખૂણા પર નહી પણ આખા હ્રદય પર જ કબ્જો કર્યો હોય. પ્રેમ નો એ મહાસાગર કે જેનો ક્યાય અંત ન હોય. લાગણીઓ ના એટલા આવેષો કે જેને શમવા એક નહી પણ જન્મોજન્મ લાગે તો પણ એમા ક્યાય ઓટ ન આવી હોય. ઘુઘવાતો દરિયો જે તોફાને તો ચડી શકે પણ સુકાય નહી ક્યારેય.
નાના એવા ગામ ના સામાન્ય પરીવાર ની દિકરી પ્રિયમ. ત્રણ બહેનો મા સૌથી મોટી. ડાહી અને સમજુ. દેખાવ મા પણ સામાન્ય. ગોળ ચહેરો, કાળી આંખો, પાતળા હોઠ અને ભીનો વાન. લાંબો ચોટલો. ઘેરદાર ઘાઘરો અને ચોલી, ચુંદડી થી ઢંકાયેલુ માથુ. પણ એ ચુંદડી ની આડશ મા પણ એની યૌવન ડોકાતુ. માથે દામડી, કાન મા લટકણ, કાચ ની લાલ અને લીલી બંગડીઓ નો ખનકારો તો પગ મા ઝાંઝર નો ઝણકારો. કપાળ પર ચાંદલો એના શ્રીંગાર ને પૂર્ણ કરતો. એક ગુજરાતણ નુ જોમ હોય એની ચાલ મા. અને એની ખાસિયત હતી એનો અવાજ. સાક્ષાત મા સરસ્વતી નો વાસ હતો એના કંઠ મા. અને એ અવાજ થી તો આકર્ષાયો હતો વાલમ. એ ટેકરી પર જ્યા પ્રિયમ કાયમ આવતી એની સખીઓ સાથે તો ક્યારેક બસ એમ જ. અને એવા જ એક દિવસે પ્રિયમ ગાતી હતી

સાવરીયો રે મારો સાવરીયો...
હુ તો ખોબો માંગુ ને દઇ દે દરિયો...

અને વાલમ એના અવાજ થી ખેંચાતો ત્યા આવ્યો. અને પ્રિયમ ને જોઇ એના મા જ ક્યાક ખોવાઇ ગયો. અને જ્યારે એ પહેલી નજર મળી પ્રિયમ શરમ થી લાલ લાલ થઇ ગઇ હતી. યુવાની ના પહેલા જ પગથીયે થયેલો એ પહેલી નજર નો પહેલો પ્રેમ.
વાલમ, પૈસાદાર બાપ નો એક નો એક દિકરો. આખા ગામ મા એના પિતા ની ધાક. અને માઁ એટલી જ ભોળી અને સાદી. વાલમ અસલ તેની માઁ નુ જ બીજુ રૂપ. ઊંચો અને મધ્યમ બાંધો.. ઊજળો વાન અને ભૂરી આંખો.. અને ઘેઘુરા વાળ.. હસે તો એક ગાલે ખાડો પડે.. તન અને મન બન્ને થી સોહામણો.
વાલમ ખાનગી શાળા મા ભણતો અને પ્રિયમ કન્યા છાત્રાલય મા. એટલે સામાન્ય રીતે ક્યાય મળવાનુ ન થતુ. અને નાના એવા ગામ મા તો એ જરા પણ શક્ય ન હતુ. પણ સતત સાથે રહેવા થી જ પ્રેમ થાય એવુ થોડુ હોય? મન એક ખૂણા મા એક અંકુર એની મેળે જ વવાયુ હોય અને એ એની મેળે જ પાંગરી ને ક્યારે ઘટાટોપ વૃક્ષ થઇ જાય એની સમજ પણ ન હોય. બસ એ તો એમ જ થતો જાય અને વધતો જાય.
પ્રેમ મા પડ્યા પછી સમય તો ક્યા સરવા મંડે એ ખબર જ ના રહે. પ્રિયમ અને વાલમ સાથે પણ એવુ જ થયુ. બંન્ને ક્યારેક ક્યારેક મળતા... એ જ ટેકરી પર.. ક્યારેક મિત્રો ના સથવારે તો ક્યારેક એકાંત મા. અને જ્યારે પણ મળે ત્યારે વાલમ ની એક ઈચ્છા તો અચૂક હોય.. પ્રિયમ ના કંઠે કોઇ ગીત સાંભળવાનુ.

કોઇ પુછે કે ઘર તારુ કેવડુ?
હો હો હો......
મારા વાલમજી બાથ ભરે એવડુ..
સાવરીયો રે મારો સાવરીયો....
હુ તો ખોબો માંગુ ને દઇ દે દરિયો...

વાલમે પ્રિયમ ને બાથ મા ભરી લીધી અને પ્રેમ થી ગુંગળાવી દીધી.
'તને ખબર છે પ્રિયમ, તારો અવાજ મારા આત્મા મા સમાયેલો છે.. એ સાંભળુ એટલે એક નશો થવા લાગે છે... તારા રંગ મા રંગાવા લાગુ છુ.'
'તને પણ એક વાત નથી ખબર વાલમ.. કે જ્યારે હુ તારા માટે અથવા તારી સામે ગાવ છુ ને ત્યારે જ એ ગીત મા સૂર પૂરાતા હોય છે.. બાકી લોકો ને સારૂ લાગતુ હશે પણ મારા મન તો એ સાવ બેસૂરુ જ હોય છે. આ કંઠ પર તો તે સામ્રાજ્ય કરી લીધુ છે.'
ઢળતી સાંજ અને એક-બીજા નો સાથ. ઢળેલી પાંપણ અને હોઠો નુ મિલન. જાણે સ્વર્ગ જ જમીન પર આવી ગયુ.
નાના ગામ મા આવી વાત અછાની ન રહે. મિત્રો ને તો ખબર હતી પણ પ્રિયમ ના ઘર મા પણ ખબર પડી ગઇ. અને કોઇ વિરોધ ન થયો એટલે સંમતિ મળી બરાબર જ કહેવાય. અને વાલમ ની બા પણ ખૂશ હતા. વાત હતી વાલમ ના પિતા ને સમજાવા ની. પણ હજુ તો ઘણો સમય હતો એટલે અત્યાર થી એવી ઊપાધી મા પડવુ ન હતુ.
'પ્રિયમ, આખી જીંદગી નો સાથ જોઇએ છે.. આમ થોડી ક્ષણ નો નહી. મારા જીવન ની સાથી બનીશ ને?'
'મારા દરેક શ્વાસ પર ફક્ત તુ જ છો વાલમ... આ જીંદગી તારા નામે કરી છે.. નિભાવીશ ને?'
આવા પ્રેમ ભર્યા સંવાદો થી કેટલાય વચનો દેવાતા. અતૂટ વચનો.
પિતા ને વેપાર ના કામ માટે શહેર જવાનુ થયુ અને એ શહેર મા જ વાલમ નુ મોસાળ. એટલે આ વખત માઁ-દિકરો પણ સાથે જવાના હતા.
અને વાલમ આ વાત કહેવા પ્રિયમ ને મળવા આવ્યો હતો.
કેટલી સામાન્ય લાગતી વાત કે મૂલાકાત જીવન મા ક્યો વળાંક લઇ ને આવશે એવી ક્યા ખબર હોય છે.
વાલમ ગાડી મા એના માતા-પિતા સાથે ગયો અને પ્રિયમ એને ટેકરી ની ટોચ થી જતા જોતી રહી..
બે દિવસ તો આમ વિતી ગયા. આજે તો વાલમ આવવાનો હતો. પ્રિયમ ટેકરી પર એની રાહ જોતી બેઠી હતી. કલાકો વિતવા લાગ્યા અને દિવસ આથમી ગયો. વાલમ ન આવ્યો. કચવાતા મને પ્રિયમ ઘરે ચાલી ગઇ.
બીજા દિવસે પણ આમ જ બન્યુ. વાલમ ન આવ્યો. હવે પ્રિયમ ની અકળામણ વધવા લાગી. ચાર દિવસ, આઠ દિવસ એમ કરતા મહીનો વિતી ગયો. વાલમ ના મિત્રો ને પણ કઇ ખબર ન હતી. પ્રિયમ ને ચીંતા કોરી ખાતી હતી પણ એ કરે શુ? કોને પુછે? ગામ મા પણ વાત થવા લાગી. કોઇ ને ખબર ન હતી કે શુ થયુ હતુ.
એક મહીના પછી વાલમ ના પિતા ની ગાડી પાદર મા આવતી દેખાઇ. પ્રિયમ માટે તો જાણે જીવ મા જીવ આવ્યો. હોઠ પર ગુસ્સો અને મન મા પ્રેમ ભરી એ દોડી પોતાના વાલમ ને મળવા. પણ ગાડી મા વાલમ ન હતો અને એના પિતા ને પુછવા ની એની હિંમત ન હતી.
બીજે દિવસે સૂરજ ઉગતા ની સાથે ગાડી રવાના થઇ ગઇ હતી. બસ એટલા વાવડ મળ્યા કે શેઠ હવે શહેર મા સ્થાયિ થવાના. ગામ નુ ઘર બંધ કરવા આવ્યા હતા.
પ્રિયમ ના ધબકારા બંધ થઇ ગયા જાણે. આવુ તો કેમ બને અને એ પણ અચાનક? વાલમે કેમ કંઇ કીધુ નહી. વાલમે શુ પ્રેમ ની રમત રમી મારી સાથે? હજારો સવાલ અને એનો જવાબ એક જ... 'ખબર નહી'
પ્રિયમ મન મા જ લડતી-જઘડતી રહી વાલમ સાથે. કેટલી ફરિયાદો અને કેટલોય ગુસ્સો ઠાલવતી રહી. રડી રડી ને આંસુ પણ સુકાવા લાગ્યા હતા. એના ચહેરા પર નુ સ્મિત તો જાણે વાલમ સાથે જતુ રહ્યુ હતુ. સાવ ફીકી અને નિરસ આંખો અને ચેતન વગર નુ તન. મા સરસ્વતી પણ જાણે રિસાઇ ગયા હતા. એનો કંઠ રૂંધાઇ ગયો હતો. એના મગજ મા કેટલાય સવાલો હતા.. ગુસ્સો હતો.. પણ મન મા એક જ વાત..'મારો વાલમ મને ક્યારેય દગો ન આપે.. નક્કી એ ક્યાક તકલીફ મા હશે. મારો પ્રેમ વાલમ ને જરૂર ખેંચશે. એને પણ એટલી જ તડપ અનુભવશે... એને મારી વેદના જરૂર સ્પર્શશે. એ આવશે... વાલમ એની પ્રિયમ માટે આવશે જ...'
પ્રિયમ એના મન ની વાત પર જ ભરોસો હતો. મગજ અને મન ની લડાઇ મા જો મન જીતે ને તો સમજવુ એમા પ્રેમ જ પ્રેમ છે. અને પ્રેમ ક્યારેય ન હારે.. ન સંજોગ થી કે ન પરિસ્થિતી થી.
ધીમે ધીમે પ્રિયમ મન ના રસ્તે જ ચાલવા લાગી. એને પૂરો વિશ્વાસ હતો કે વાલમ આવશે જ. બસ એ ન હતી ખબર કે ક્યારે. અને પ્રિયમ ની તપસ્યા શરૂ થઇ. આખો દિવસ એની આંખો વાલમ ને શોધતી એની રાહ મા દિવસ વિતતો તો રાતે એ આંખો વાલમ ની યાદ મા વહેતી રહેતી. એનુ ઓશીકુ એક જ એના આંસુઓ નુ સાક્ષી હતુ.
દિવસો મહીનાઓ મા ફરતા ગયા તો મહીનાઓ વર્ષ મા બદલાતા ગયા. વાલમ ના કોઇ વાવડ નહી. પ્રિયમ ની જુવાની મધ્યાહ્નને હતી. એનુ યૌવન પૂરબહાર મા ખીલ્યુ હતુ. બસ મન મા અંધકાર હતો વાલમ વગર.
જુવાન દિકરી નજર સામે હોય ત્યારે ક્યા પિતા ને એના સગપણ ચીંતા ન હોય? અને પ્રિયમ પછી ની નાની બે બહેનો પણ મોટી થવા લાગી હતી. એક વર્ષ તો પ્રિયમે ગમે તેમ કરી ને પિતા ને સમજાવ્યા હતા. પણ હવે ક્યા મોઢે એ ખોટો દિલાસો આપે. પોતે તો મન થી વાલમ ને વરી ચુકી હતી પણ સમાજ ને એ વાત કેમ સમજાવવી. અને નાની બહેનો નો શુ વાંક? જો પોતે લગ્ન માટે ન માને તો નાની બંન્ને બહેનો ને વગર વાંક ની સજા ભોગવવી પડે.
પ્રિયમ એવા ધર્મ સંકટ મા હતી કે એનુ કોઇ સમાધાન ન હતુ.. સિવાય કે વાલમ આવે. મન થી વાલમ ની અને તન કોઇ બીજા ને કેમ સોંપવુ.
ખૂબ વિચારી પોતાની ખૂશી ને મારી નાખી અને બધા ની ખૂશી ધ્યાન મા રાખી.. લગ્ન માટે સહમત થઇ ગઇ.
નજીક ના ગામ ના સરપંચ ના દિકરા રાવજી સાથે સગપણ નક્કી થયુ. રાવજી એ પ્રિયમ ને જોઇ હતી નવરાત્રી મા માઁ ના ગરબા ગાતા સાંભળી પણ હતી અને એ મોહી ગયો હતો પ્રિયમ પર. એટલે જ તો સામે થી માંગુ નાખ્યુ હતુ પ્રિયમ માટે. અને એ સ્વિકારાઇ પણ ગયુ.
પંદર દિવસ પછી રાવજી ના નામ ની ચુંદડી આવવાની હતી. પ્રિયમ ન તો રાવજી ને મળી હતી ક્યારેય ન તો જોયો હતો. માંગુ આવ્યુ અને પિતા એ વધાવ્યુ અને પ્રિયમ એને નિભાવશે જીવનભર. કોઇ ઊમળકા વગર એણે આ સગપણ ને સ્વિકાર્યુ હતુ.
રાવજી ના નામની ચુંદડી ઓઢી એ રાતે એકલી પડતા ખૂબ રડી હતી.. જાણે કે કોઇ એની પાસે થી વાલમ નામ નુ અસ્તિત્વ જ છીનવી લેવાનુ. કેટલી પિડા જ્યારે મન કોઇ પાસે અને તન પર કોઇ બીજા ના નામની ચુંદડી. અને ફક્ત ચુંદડી જ નહી હવે તો પિઠી પણ ચોળાશે અને મહેંદી પણ મુકાશે.. સાજ-શણગાર પણ થશે... પણ પોતાના મન ના માણીગાર માટે નહી પણ તન ના સાથી માટે..
બે મહીના પછી ના લગ્ન લેવાયા હતા. પ્રિયમ હવે મન થી મજબૂત થતી જતી હતી. વાસ્તવિક્તા ને સ્વિકારવા લાગી હતી. મગજ મા પણ અમુક વાતો પગ પેસારવા લાગી કે આટલા વર્ષો ના વ્હાણા વિતી ગયા તો હવે શુ વાલમ આવશે.. પોતે વાલમ ના નામ ની માળા ગણે છે.. દરેક શ્વાસ પછી આવે છે એ પહેલા વાલમ ની યાદ આવે છે અને એ વાલમ ને પોતે યાદ પણ હશે કે કેમ એ પણ પ્રશ્ન હતો. વાલમ માટે રાહ જોવાનુ કોઇ કારણ પણ નથી હવે. પણ સાલુ મન માનવા તૈયાર જ ન હતુ. હ્રદય તો છેલ્લા શ્વાસ સુધી વાલમ ના નામે જ ધબકવાનુ હતુ. રોજ ટેકરી એ જઇ રાહ જોવાનો એ સીલસીલો ચાલુ જ રહ્યો.
લગ્ન લખાઇ ગયા પણ હજી એ ટેકરી એ જતી મન મા એક આશા સાથે કે કદાચ વાલમ આવે તો... અને રડતી આંખે પાછી આવતી.
આજે પિઠી ચોળાઇ.. કલાકો મા તો બધુ પુરુ થઇ જવાનુ હતુ. રાવજી ના નામ ની મહેંદી લાગી ગઇ. અને સુકાયેલી મહેંદી પર વાલમ ના નામ ના આંસુઓ પડતા હતા. આજ છેલ્લી વખત એ ટેકરી એ ગઇ એની એક સખી સાથે વાલમ ની રાહ જોવા. અને આજે તે ફસડાઇ પડી. અત્યાર સુધી રાખેલી હિંમત એક સાથે તૂટી ગઇ. કાંચી, એની સખી એને સમજાવતી રહી પણ આજ એ શ્રધ્ધા નો દરિયો બધા બંધનો તોડી વેર-વિખેર કરવા ઉપર આવ્યો હતો. આટલા વર્ષે આજે પ્રિયમે એના વાલમ માટે ગીત ગાયુ... રડતા હૈયે અને રડતા સ્વરે..

ના નથી હુ જાણતી શુ કામ શોધુ છુ..
હાથ ની મહેંદી મા તારુ નામ શોધુ છુ..
સાજ અને શણગાર નો ભાર લાગે છે
મન ભરેલા માંડવા થી દૂર ભાગે છે
તુ મને લઇ જા
આવી તુ મને લઇ જા
મન માંહી હુ એ જ માંગુ રે....
વાલમ આવો ને આવો ને..
મને ભીંજાવો ને....
વાલમ આવો ને આવો ને......

અને ચોધાર આંસુ એની મહેંદી ની ભીંજવતા રહ્યા. કદાચ હવે આ રીતે એ રડી પણ નહી શકે. સાંજ ઢળવા આવી એટલે કાંચી એને પરાણે ઘરે લઇ જતી હતી અને પ્રિયમ પાછુ વળી ને હજી વાલમ ને જ શોધતી હતી.
ત્યા એને પાદર મા કોઇ ગાડી આવતી દેખાઇ.
'કાંચી, જો તો કોઇ ગાડી આવે છે..'
'એ નહી આવે પ્રિયમ, તને એના ભણકારા વાગે છે.'
ગાડી નજીક આવતી ગઇ અને ત્યા થી પસાર પણ થઇ ગઇ. પ્રિયમ માટે આ એક સપનુ જ હતુ જાણે..
હજી માંડ પચાસ પગલા પણ નહી ચાલી હોય ત્યા વાલમ નો મિત્ર ભાગતો ભાગતો આવ્યો.. 'પ્રિયમ એ પ્રિયમ... તારો વાલમ આવ્યો.. જલ્દી આવ...'
અને પ્રિયમ મા કોઇ અજબ ચેતના આવી હોય એમ એણે દોટ મૂકી...
એને કોઇ ભાન ન હતુ અત્યારે.. બસ વાલમ સિવાય કંઇ ન હતુ દેખાતુ.
એની મહેંદી ખરતી જતી હતી..
એનુ ઝાંઝર રસ્તા મા ક્યાક પડી ગયુ..
એની ચુંદડી સરી ગઇ..
એના વાળ ની લટો વિખરાય ગઇ..
કાંચી એની પાછળ એને સાચવવા દોડતી હતી.
આંખો મા થી આંસુ ઓ છલકાતા હતા..
હોઠ પર સ્મિત..
કેટલી બધી ફરીયાદો હતી પણ પ્રેમ એના કરતા ઘણો વધારે હતો...
શ્વાસ ફુલાવા લાગ્યો પણ એના પગ તો ભાગતા જ રહ્યા.. એ ત્યા અટક્યા જ્યા એનો વાલમ હતો. એની સામે આવતા જ જાણે બસ બધી વેદનાઓ ગાયબ થઇ ગઇ. એ વહેલા આંસુઓ બેમતલબ થઇ ગયા. એનો અજંપો, એ બેચેની, એ ગુસ્સો, ફરિયાદો અને આટલો મોટો વિરહ.... બધુ જ એક સાથે અલોપ થઇ ગયુ. એ અનીમેષ નજરે જોતી રહી..
હા, એ પોતાનો જ વાલમ હતો.. એ જ આંખો.. એ જ ગાલ નો ખાડો.. ઘેઘુરા વાળ અને એ જ સ્મિત.. પણ પ્રિયમ ને જોઇ એ એને જોતો રહ્યો પણ એના ચહેરા પર કોઇ ભાવ નહી.. જાણે કોઇ ઓળખાણ જ નહી..
કંઇ સમજાતુ ન હતુ કે આ શુ થયુ..
પ્રિયમ ને એને ભેંટવુ હતુ.. એને અડવો હતો.. પણ વાલમ કંઇ બોલ્યા વગર અંદર જતો રહ્યો. એના મિત્રો સાથે પણ આવુ જ વર્તન હતુ. આ તે કેવુ ?
પ્રિયમ તો ભાંગી જ પડી.. આવુ તો એણે સપના પણ ન હતુ વિચાર્યુ. અવાક બની ગઇ હતી.
એના મિત્રો અંદર ગયા એને મળવા અને કાંચી ને રાહ જોવાનો ઇશારો કરતા ગયા.
થોડીવાર મા એ બહાર આવ્યા ત્યારે એક ઉદાસી હતી ચહેરા પર.
'પ્રિયમ, એને ખોટો નહી સમજતી. પહેલા વાત જાણી લે.. '
પ્રિયમ તો આઘાત મા જ હતી. એ સાંભળતી ગઇ.
'વાલમ ના પિતા સાથે વાત થઇ. એણે કહ્યુ કે જે દિવસે એ શહેર જવા નીકળા હતા તે દિવસે રસ્તા મા એની ગાડી નો મોટો અકસ્માત થયો. અને એ અકસ્માતે બધા ની જીંદગી બગાડી નાખી. વાલમ ની બા તો ત્યા જ દેવગતી પામી ગયા અને વાલમ ને માથા મા જોરદાર ઈજા થઇ. અને એનુ મગજ નુ ઓપરેશન કરવુ પડ્યુ. એ ઓપરેશન થી બચી તો ગયો પણ એની યાદો મરી ગઇ. એ બધુ ભૂલી ગયો.'
'શુ......?'
'હા, પ્રિયમ એ આપણ ને બધા ને ભૂલી ગયો છે.'
'તો હવે?'
'એને કોઇ પણ આઘાત ન લાગવો જોઇએ નહી તો જીવ નુ જોખમ હતુ. પણ સાથે એ પણ કહ્યુ છે કે એ જો એ પોતાના જુના વાતાવરણ મા જશે તો કદાચ બધુ યાદ આવી પણ જાય. પ્રિયમ તુ હિંમત નહી હાર. આટલી કસોટી થઇ છે તમારા પ્રેમ ની.. અને તારી આ તપસ્યા ને હવે કાંઠે આવી ડુબવા નહી દે.'
'પણ હવે સમય ક્યા છે.. કાલે તો મારા લગ્ન...'
અને એ રડતી રહી.
પણ જ્યારે સમય કે સંજોગ કંઇ સાથે ન હોય ત્યારે જે સાથ આપે એ જ મિત્ર.
'પ્રિયમ, એમ અમે તને હારવા નહી દઇએ. અમે તારી વેદના, તારી તપસ્યા ના સાક્ષી છીએ. આજ ની રાત તો છે આપણી પાસે. પ્રયત્ન તો કરીએ. જો નસીબ સાથ આપી દે.. અને નસીબ સાથ નહી આપે તો જીંદગી આખી એ અફસોસ તો નહી રહે કે એક આખી રાત નો સમય હતો અને પ્રયત્ન પણ ન કર્યો. એક સાંત્વના તો રહેશે.'
એ કંઇ ન બોલી.
'પ્રિયમ તને તારા વાલમ ના સોગંધ.. એક વખત તુ વાલમ ને મળી એને તમારો પ્રેમ યાદ કરાવ.'
અને રાતે ટેકરી એ મળવાનુ નક્કી કરી બધા છૂટા પડ્યા.
રાત ના અંધકાર ને ઓઢી પ્રિયમ કાંચી સાથે ટેકરી એ આવવા નીકળી. અને વાલમ ને એના મિત્રો એ પરાણે ગામ દેખાડવા ના બહાને ટેકરી એ લઇ આવ્યા.
ત્યા પ્રિયમ સામે જ હતી.
'તમે અહી પણ?'
'હા વાલમ, જ્યા તુ ત્યા જ હુ.'
'તમારી ભૂલ થાય છે કંઇક. હુ વાલમ નહી પણ વિવેક છુ. અને તમે?'
'હુ વાલમ ની પ્રિયમ.'
'કોણ છે આ વાલમ?'
અને પ્રિયમે પોતાની અને વાલમ ની પ્રેમ કથા કીધી. દરેક એ વાત.. દરેક વચનો.. એ પહેલી નજર નો પ્રેમ.. એ સાથ.. વિશ્વાસ.. બધુ જ.. પ્રિયમ કહેતી ગઇ અને વાલમ સાંભળતો ગયો પણ અફસોસ કે એને કંઇ સમજાતુ ન હતુ.
ન તો ટેકરી ની એ મુલાકાતો કે ન તો એ પ્રેમ. જન્મોજન્મ નો પ્રેમ આ જ જન્મ મા ભૂલાઇ ગયો હતો. એક કલાક ની એ વાતો નુ પરીણામ ફક્ત વાતો જ આવ્યુ. વાલમ ને કંઇ યાદ ન આવ્યુ તો ન જ આવ્યુ. એ અકળાવા લાગ્યો.
'મારે આ વાતો થી શુ લેવા દેવા.. મારુ માથુ ફરવા લાગયુ છે. મને ઘરે મુકી જાઓ.'
અને એ ચાલવા લાગ્યો.
પ્રિયમ ની નજર સામે એની જીંદગી જઇ રહી હતી પણ એ કંઇ ન કરી શકી. પ્રયાસો નિષ્ફળ ગયા પણ એક સાંત્વના રહી કે કોશિષ તો કરી. સમય સરતો જતો હતો અને વાલમ ને પણ વાત ન હતી કરવી.
એને જતા જોઇ પ્રિયમે એ ગીત ગાયુ...

સાવરીયો રે મારો સાવરીયો....
હુ તો ખોબો માંગુ ને દઇ દે દરિયો....
કોઇ પુછે કે ઘર તારુ કેવડુ...
મારા વાલમજી બાથ ભરે એવડુ...
સાવરીયો રે મારો સાવરીયો...
હુ તો ખોબો માંગુ ને દઇ દે દરિયો....

આંખો થી ચોધાર આંસુ વહેતા હતા.. એનો અવાજ રૂંધાવા લાગ્યો.. શ્વાસ રોકાવા લાગ્યા.. હ્રદય તો જાણે હમણા બહાર આવી જશે એટલી પીડા થતી હતી. પોતાના વાલમ ને આમ જતા કેવી રીતે એ જોઇ શકે..
પણ વાલમ ને એ ગીત સાંભળતા ચક્કર આવવા લાગ્યા. એનુ માથુ ફાટફાટ થવા લાગ્યુ. એ ચીસો પાડવા લાગ્યો. બેભાન થથઇ ને ઢળી પડ્યો અને પ્રિયમે પોતાના ખોળા મા એને ઝીલી લીધો.
એના માથે એ પ્રેમ થી હાથ ફેરવતી હતી. થોડી વાર મા એ શાંત થઇ ગયો. કાંચી નજીક મા થી પાણી લઇ આવી એના મોઢા પર છાંટ્યુ. એ ભાન મા આવવા લાગ્યો. એ પ્રિયમ ને એકીટશે જોઇ રહ્યો.
'તુ કોણ છે?
અને પ્રિયમ ગાતી રહી...
અને એનો અવાજ વાલમ ની અંતર આત્મા ને ઢંઢોળતો રહ્યો. થોડીવાર એમ જ ચાલતુ રહ્યુ. પ્રિયમ ના અવાજ મા એ ઓગળતો ગયો. આંખ બંધ કરી એ સાંભળતો જ રહ્યો. અને એક પછી એક વાત એના માનસ પર આવતી ગઇ. જાણે કે કોઇ ફિલ્મ ચાલતી હોત અને એ ફિલ્મ મા હતો પોતે અને એ ધુંધળો ચહેરો.. પણ આ જ અવાજ હતો. હા, આ એ જ અવાજ હતો. ધીમે ધીમે એને બધુ યાદ આવવા લાગ્યુ.
પ્રિયમ સાથે ના પ્રેમ, એ છેલ્લી મૂલાકાત, અકસ્માત બધુ જ. અને વાલમ એ એક ભયંકર ચીસ પાડી. પોતાની બા ગુમાવી.. આટલા વર્ષો નો વિરહ બધુ એક સાથે યુધ્ધે ચડ્યુ હતુ.
વાલમ રડતો રહ્યો.. એના મિત્ર ને વળગી ને.. એની પ્રિયમ ને વળગી ને. બંન્ને હૈયા નુ મીલન થયુ. આંખો અનરાધાર વહેતી હતી અને પ્રેમ ધોધમાર વરસતો હતો અને જન્મોજન્મ નુ મીલન થયુ.. ક્યારેય વિરહ ન આવે એવુ મીલન.
વાલમ-પ્રિયમ નુ મીલન......