Tak jadapta shikho - 4 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | તક જડપતા શીખો - 4

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

તક જડપતા શીખો - 4

૧૧) સંશોધન, નવીનતા કે જરુરી ફેરફરો કરતા શીખો.
એક ભાઇના પત્નીને એક દિવસ બહાર જવાનુ થયુ એટલે ઘરના બધા કામ કરવાની સાથે સાથે વાસણો ધોવાનુ કામ પણ તેના માથે આવી પડ્યુ. તેને વાસણ ધોવા જરા પણ ગમતા નહી એટલે તે એવો વિચાર કરતો કે કપડા ધોવાના મશીનની જેમ વાસણ ધોવાનુય મશીન હોત તો કેટલુ સારુ થાત. તેણે તરતજ વિચારને અમલમા મુકવાનુ નક્કી કર્યુ અને થોડાજ મહિનાની મહેનતથી તેણે વાસણ ધોવાનુ મશીન વિકસાવી લીધુ. આવા મશીનની માર્કેટમા ખુબ માંગ વધતા તેણે મશીન બનાવવાનુ કારખાનુ સ્થાપ્યુ અને ખુબ પૈસા કમાયો.
આમ સમસ્યાઓ અને જરુરીયાતોનુ સમાધાન કરવા માટે કંઈક નવોજ અને વ્યવહારુ રસ્તો ગોતવાનો પ્રયત્ન કરવામા આવે તો ખુબ મોટી સફળતા તેમા પ્રાપ્ત કરી શકાતી હોય છે.
૧૨) માત્ર વાતોજ કરવાને બદલે જડપી કામ કરો.

એક બેરોજગાર યુવાન હતો, તે એક દિવસ આમ તેમ ટહેલી રહ્યો હતો ત્યારે રસ્તાની બાજુમા બેઠેલા થોડાક લોકોની વાતો તેના કાને સંભળાઈ. તેઓ એવી વાતો કરી રહ્યા હતા કે નજીકના ટાપુ પાસે હમણા જે જહાજ ડુબી ગયુ તેમા ખુબ મોટો ખજાનો હતો. આ સાંભળી યુવાનને તરતજ વિચાર આવ્યો કે મને તરતા અને લાંબા સમય સુધી ડુબકી લગાવતા ખુબ સારી રીતે આવળે છે તો હું તે ખજાનો મેળવવાનો પ્રયત્ન કરુ તો કેવુ રહેશે ? આમેય હું અત્યારે બેકારજ છુ ને! જો કદાચ મને ખજાનો મળી જાય તો મારા ઘણા પ્રશ્નોનુ સમાધાન થઈ જાય તેમ છે. તે તરતજ જહાજ ડુબ્યુ હતુ તે સ્થળે ગયો અને ડુબકી લગાવી મહામહેનતે તે જહાજ સુધી પહોચી ખજાનો શોધી લાવ્યો. જ્યારે પેલા લોકોતો ખજાનાની માત્ર વાતોજ કરતા રહી ગયા.
આમ પોતાના લક્ષ્ય વિશેની માત્ર વાતો કરવા કે સપનાઓ જોવા કરતા તે દિશામા જડપથી કોઇ એક્શન લેવામા આવે તો મળેલી તકને અચુક જડપી શકાતી હોય છે.
જરા વિચારો જોઇએ કે આ યુવાને ૧-૨ દિવસ જવામા મોડુ કરી દીધુ હોત અને બીજો કોઇ વ્યક્તી ખજાના સુધી પહોચી ગયો હોત તો ? આમ મળેલી તકને પ્રાપ્ત કરવા માટે જેટલી બને તેટલી જડપથી કામગીરી શરુ કરી દેવી જોઇએ. તોજ તેને પ્રાપ્ત કરી શકાતી હોય છે.
આ દુનિયામા મોટાભાગના લોકો તકને જોઇ શકતા હોતા નથી, જેઓ જોઇ શકે છે તેઓ નવા નવા બહાનાઓ ગોતી તેને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરતા હોતા નથી, જેઓ પ્રયત્ન કરે છે તેઓ છેવટ સુધી ટકતા હોતા નથી એટલા માટેજ તેઓ નિષ્ફળ જતા હોય છે. આમ યોગ્ય સમયે યોગ્ય તકને ઓળખી છેવટ સુધી તેમા પ્રયત્નો કરતા રહેવામા આવે તો સફળતા જરુરથી મેળવી શકાતી હોય છે.
૧૩) આજથીજ શરુ કરી દો.

કોઈ તમને તક ઉપર ગમે તેટલી વાર્તાઓ કહી દે, ગમે તેટલા લેક્ચર્સ આપી દે, પણ જ્યાં સુધી તમે તેનો અમલ નહી કરોત્યાં સુધી તો તેનો કશોજ અર્થ રહેશે નહી. માટે આજથીજ પોતાની આસપાસની પરીસ્થિતિઓનુ એનાલીસીસ કરવાનુ શરુ કરી દો. પોતાની આસપાસ કેટલી કંપનીઓ છે, દુકાનો છે, ધંધા રોજગારો છે તે ઓળખો, પોતાના વિસ્તારમા કેવી કેવી સમસ્યાઓ છે, જરુરીયાતો છે તે ઓળખો અને તેનુ સમાધાન લાવવા વહેલાસર તે દિશામા કામ કરવા લાગી જાઓ.

૧૪) જ્યારે વ્યક્તી કોઇ પણ પ્રકારના બહાના કાઢ્યા વગર આવેલા વિચારનો અમલ કરવા લાગી જતો હોય છે ત્યારેજ તેને સફળતા પ્રાપ્ત થતી હોય છે. જો રાઇટ બંધુઓએ એમ વિચાર્યુ હોત કે માણસ ક્યારેય ઉડીજ ન શકે તો ક્યારેય તેઓ વિમાન બનાવી શક્યા ન હોત, જો ગ્રેહામ બેલે એમ વિચાર્યુ હોત કે દુર બેઠેલા માણસો સાથે ક્યારેય વાત કરી શકાય નહી તો ક્યારેય તેઓ ટેલીફોનની શોધ કરી શક્યા ન હોત. આમ વિચાર ગમે તેટલો મોટો, અશક્ય, જટીલ કે ખામીયુક્ત હોય, પણ જો તેને અમલમા મુકવાનો પ્રયત્ન કરવામા આવે તોજ તેમા રહેલી ખામીઓ ક્રમશઃ દુર કરી તેને ક્ષતી રહીત બનાવી શકાતો હોય છે. આ દુનિયામા કોઇ પણ વિચાર નકામો હોતો નથી, તેને કામનો બનાવવો પડતો હોય છે. આ કળા જે વ્યક્તી શીખી લેતા હોય છે તેનો બેડો પાર થઈજ જતો હોય છે.
૧૫) તક મળે ત્યારે વટ ન રાખો, ફ્લેક્ષીબલ રહો.

ભગવાનનો એક મોટો ભક્ત હતો, તે દિવસ રાત ખરા દિલથી ભગવાનની પુજા કરતો હતો. તેના માટે તો જીંદગી એ જાણેકે ભગવાનની પુજા કરવા માટેજ મળી હોય એ રીતે જીવ્યે જતો હતો.
એક દિવસ તે જે ગામમા રહેતો હતો ત્યાં ખુબ વરસાદ પડ્યો. વરસાદ એટલો બધો પડ્યો કે નદીઓ છલકાવા લાગી અને તેનુ પાણી આખા ગામમા ફરી વળ્યુ. ગામમા આવુ પૂર પહેલીજ વખત આવ્યુ હતુ. ગામના બધા તણાવા લાગ્યા, આ ભાઇ પણ તણાવા લાગ્યા. તણાતા તણાતા એ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે ભગવાન મે તો તમારી ખરા દિલથી પુજા કરી છે, હુતો તમારો ખાસ ભક્ત છુ તો શું તમે મને નહી બચાવો ? શું મને મારી ભક્તીનુ આવુજ પરીણામ મળશે ? ભગવાન દર્શન દ્યો, તમારો ભક્ત તમને પોકારી રહ્યો છે.
પણ ભગવાન ન આવ્યા,
હવે તો તે વધારે તણાવા લાગ્યો. આગળ જતા તેને એક મોટુ ટાયર દેખાણુ, જો તે તેને પકડી લેય તો કમસે કમ તે ડુબતા બચી શકે તેમ હતો, પણ આ ભાઇતો વટે ભરાણા. નહી મને ભગવાન ખુદ બચાવવા આવે તોજ મારે બચવુ છે, હું એમનો ભક્ત છુ તો મને બચાવવાની જવાબદારી પણ એમનીજ છે એટલે એમણેજ મને બચાવવા આવવુ જોઇએ...એમ વિચારી તેણે ટાયરને જવા દીધુ. આગળ જતા ફરી પાછુ તેને એક જાડનુ થડ પાણીમા તરતુ દેખાણુ, જો થોડોક પ્રયત્ન કરે તો તેના પર ચઢીને બચી શકાય તેમ હતુ પણ આ વટવાળા ભક્તે તો તેને પણ જવા દીધુ અને ઉલટાનો ભગવાનને ખીજાવા લાગ્યો કે જો મને આવી ખબર હોત કે તમે મારી મદદે નહી આવો તો હું ક્યારેય તમારી ભક્તી કરેતજ નહી, આતો ખરેખર દગોજ કહેવાય! આ રીતે બબડતો બબડતો તે તણાતો ગયો અને આખરે ડુબીને મૃત્યુ પામ્યો.
હવે મર્યા પછી તે સ્વર્ગમા ગયો અને ત્યાં જઈને ભગવાનને ખીજાવા લાગ્યો, ભગવાન ! મે તમને બચાવવાની કેટલી આજીજી કરી તેમ છતાય તમે ન આવ્યા તે નજ આવ્યા કા !!!. ભગવાન થઈ જો તમેય વિશ્વાસઘાત કરતા હોવ તો પછી મારે તમને બીજુતો શું કહેવુ ?
ભગવાન થોડુ હસ્યા અને બોલ્યા ! મુર્ખ માણસ હું તો તને બે વખત બચાવવા આવ્યો હતો પણ તેજ મને ના ઓળખ્યો. હું કાંઇ ખાસ તને બચાવવા અવતાર લઈને ન આવી શકુ એટલે તને બચાવવા એક વખત ટાયર અને બીજી વખત જાડના સ્વરૂપે આવ્યો હતો પણ તુજ વટ ચઢાવીને બેસી ગયો હતો તો એમા હું શું કરી શકુ ?
જો તુ આવેલી તકને ઓળખી ન શક્યો હોય તો એમા વાંક મારો કહેવાય કે તારો કહેવાય ?
આ સાંભળી ભક્ત પોતાની ભુલ સમજી ગયો અને ભગવાનને દંડવત પ્રણામ કરી માફી માગવા લાગ્યો.
કહેવાનુ તાત્પર્ય એટલુજ છે કે ભગવાન આપણા સૌનુ હીત ઇચ્છતાજ હોય છે એટલા માટેજ તેઓ આપણને અનેક પ્રકારની તકો આપતા હોય છે પણ આપણેજ વટ ચઢાવીને બેસી જતા હોઇએ છીએ જેથી તેને ઓળખી શકતા હોતા નથી. જો આપણે તકને ઓળખવાનો દ્રષ્ટીકોણ વિકસાવી લઈએ અને તેને કોઇ પણ કાળે જડપી લેવા તૈયાર રહીએ તો ખરેખર તેને જડપી શકતા હોઇએ છીએ.
માટે યાદ રાખો કે આપણને કોઇ કંપનીમા સીધાજ મેનેજર બનવાની તક ન મળતી હોય પણ તેજ કંપનીમા ક્લાર્ક બની પ્રમોશન મેળવીને મેનેજર બનવાની તક મળતી હોય તો તેમા કશુ ખોટુ નથી ? આવી તક જતી કરવી જોઇએ નહી? આપણા માટે આપણુ કામ થાય એજ મહત્વનુ હોવુ જોઇએ પછી ભલેને તેની શરુઆત નાનેથી કે અલગ રીતે થતી હોય.

૧૬) શ્રેષ્ઠ તક આવતી નથી પણ તેને ઉત્પન્ન કરવી પડતી હોય છે.
મોટા ભાગના લોકો શ્રેષ્ઠ તક આવવાની રાહ જોઇને બેસી રહેતા હોય છે પણ ખરી હકીકતતો એ છે કે નાની નાની તકોને જડપી તેને શ્રેષ્ઠ બનાવવાની હોય છે અને તેના દ્વારાજ પ્રગતીના દ્વાર ખોલી શકાતા હોય છે. મોટા ભાગની તકો જ્યારે આવતી હોય છે ત્યારે તે ખુબ સામન્ય લાગતી હોય છે, જેથી મોટી તક પ્રાપ્ત કરવાની લાલચમા લોકો આવી તકોને જતી કરી દેતા હોય છે અથવાતો તેને ઓળખી શતા હોતા નથી. આવા લોકોએ કોઇ મોટી તકની રાહ જોવાને બદલે જેવી મળે તેવી તકને જડપી તેને પોતાના પ્રયત્નોથીજ મહાન બનાવવા લાગી જવુ જોઇએ. આરીતે જ ખુબ મોટી સફળતા પ્રાપ્ત કરી શકાતી હોય છે.

૧૭) માત્ર ખામીઓ ન કાઢો તેને દુર કરવાનો પ્રયત્ન પણ કરો.
ઘણા લોકોને દરેક વાતમાથી ખામીઓ ગોતવાની ટેવ હોય છે, તેને ગમે તેવી સારી તક મળે તો પણ તેઓ તેમાથી કંઈકને કંઈક ખામી શોધીજ કાઢતા હોય છે કે જે તેને આગળ વધતા રોકે. દા.ત. એક ભાઇને શીક્ષક બનવાની તક મળી તો તેણે એમ કહીને તે તકને જતી કરી દીધે કે શીક્ષક ન બનાય, તેમાતો આખો દિવસ તાણી તાણીને બોલવુ પડે, છોકરાવ સાથે કેટલીય લપ જપ કરવી પડે, અને ક્યારેક જઘડાઓ પણ થઈ જાય.
બીજી વખત તેને પ્રાઇવેટ કંપનીમા જોબ મળી પણ એમાય એણે એવુ બહાનુ કાઢ્યુ કે પ્રાઇવેટ કંપનીમાતો આપણને તોડાવી નાખે, બોસ આપણને જેવુ મન પડે તેવુ બોલે, તેઓ જેમ કહે તેમજ કરવુ પડે અને ઉપરથી પાછી રજાઓ પણ ન આપે. આવી કાળી મજુરી થોડી કરવાની હોય !
એમ કહી આ તક પણ તેણે જતી કરી દીધી .
ભાગ્યએ ત્રીજી વખત પણ તેના દ્વાર ખટખટાવ્યા. આજ વખતે તેને વેપારી બનવાની તક હતી પણ એમાય આ વ્યક્તીએ એવુ બહાનુ કાઢ્યુ કે વેપારમાતો સતત ચડતી પડતી આવ્યાજ કરતી હોય છે. ચડતી હોય ત્યારે લાખનો નફો થાય પણ પડતી આવે ત્યારે ઘર બાર બધુજ વેચાઇ જતુ હોય છે એટલે સરવાળે આપણે જ્યાં હતા ત્યાંથી પણ નીચે ઉતરી જતા હોઇએ છીએ. તો આવા બહાનાઓ કાઢવા વાળો માણસ જીવનમા ૧ તો શું, ઉપરા ઉપરી ૧૦૦ તક આવે તો પણ તેને તે જડપી શકતા હોતા નથી જ્યારે વિપરીત પરીસ્થીતીઓમાથી પણ તક ગોતનાર વ્યક્તી ગમે તેવા જટીલ કાર્યને પણ હસતા મોઢે સ્વીકારી તેમા રહેલી મુશ્કેલેઓ દૂર કરી સફળતા મેળવી શકતા હોય છે.
આવા લોકો આટલી બધી મુશ્કેલીઓ છે તેવુ વિચારવાને બદલે બસ આટલીકજ સમસ્યા છે, તેને તો હું પળભરમાજ દૂર કરી દઈશ, એવુ વિચારતા હોય છે. આવા આશાવાદને કારણેજ તેઓ આગળ વધતા હોય છે જેથી તેઓ ઉત્સાહથી મુશ્કેલીઓને ચેલેન્જ સમજી દુર કરી બતાવતા હોય છે.
આમ જીવનમા કંઈક કરી બતાવવાનો આશાવાદ કાર્ય નિભાવવાની સમજણ અને ત્વરાએ તક જડપવાની કે તેનુ નિર્માણ કરવાની આવળત ધરાવતો વ્યક્તી સામાન્ય રીતે મળતી તકો કરતા પણ વધુ તકો પ્રાપ્ત કરી સફળતાના ઉંચા શીખરે બીરાજમાન થઈ શકતા હોય છે.