kam apvu ke dan in Gujarati Moral Stories by Mahesh Patel books and stories PDF | કામ આપવું કે દાન ?

Featured Books
Categories
Share

કામ આપવું કે દાન ?

હું બરાબર બપોરના બળબળતા તાપમાં એક મિત્રની રાહ જોઈ નાના વરાછા ચોપાટી પાસે એક વૃક્ષની શીતળ છાયામાં ઉભો હતો. ઘણી રાહ જોઈ પણ મિત્ર ના આવ્યો તેથી હું રાહ જોઈ કંટાળી ગયો હતો. એમાંય એકલા બેસવું મને વધારે કંટાળાજનક લાગતું હતું. ત્યાંથી પસાર થતા એકલ દોકલ રિક્ષાવાળા મને ઈશારો કરી પૂછતાં હતા બોલો ભાઈ ક્યાં? તો કોઈ સજ્જન ગાડી લઇ નીકળે તો એ પણ ઈશારો કરી પૂછતાં લિફ્ટ આપું? હું દરેકને શાંતિ પૂર્વક બધાને ના કહેતો. પણ આ ઘટના પછી મને લાગ્યું આ નગર ખરેખર ખુબ દયાળુ છે. અહીંના લોકોમાં મદદની ભાવના ખુબ ઉમદા છે. સુરતના કવિ રઈશભાઈએ ખુબ સરસ લખ્યું છે. " એક જણ સાદ પાડે ને સાંભળી શકે સહુ કોઈ, વિશ્વ આખું બસ એટલું નાનું હોવું જોઈએ." આ શબ્દો મનમાં હાજી યાદ આવતા'તા ત્યાં એક પરિવાર મારી પાસે આવ્યું,જેમાં એક ખડતલ યુવાન, ચહેરો સાવ ઉદાસ, શરીર હુષ્ટ-પુષ્ટ પરંતુ મોઢા ઉપર નૂર નહોતું દેખાતું, સાથે એક વૃદ્ધ દંપતી પણ હતું તે પણ ખુબ ઉદાસ લગતા હતા. અને સાથે બે નાના બાળકો હતા. તમામના કપડાં વ્યવસ્થિત હતા. પરંતુ મોઢા ઉપર ગરીબીની રેખાઓ દેખાતી હતી. પહેરવેશ જોઈ હું નક્કી કરી ના શક્યો કે આ લોકો ગરીબ છે કે અમીર ? કપડાં જોતા સારા ઘરના માણસો લાગ્યા.

યુવાન મારી પાસે આવી થોડી વાર મને જોતો રહ્યો. તેણે મારી સામે જોતા મેં તેને સ્મિત આપ્યું, તેથી એની હિંમત જરા ખુલી હોય એમ લાગ્યું. તેને પણ સમિટ આપ્યું અને સંકોચાતા સંકોચાતા મને કહ્યું, બડે ભૈયા એક બાત કહું? બોલો બોલો ગભરાતે ક્યુ હો ? કહી મેં તેને હિમ્મત આપવાની કોશિષ કરી.ત્યાં તો એ યુવાનની આંખમાંથી આંસુ સારી પડ્યા.જાણે કે અજાણ્યા પ્રદેશમાં કોઈ સ્વજન મળ્યું હોય એવો ભાવ તેના ચહેરા ઉપર મને દેખાયો.

મેં કહ્યું પહલે આપ શાંત હો જાઈયે. બાત ક્યાં હે મુજે બતાઓ. ક્યાં મેં તુમ્હારી કોઈ મદદ કર સકતા હું ?

ત્યારે પેલા યુવાને છાના રહી વાતની શરૂઆત કરી. ભાઈજી હમ એમ.પી. સે આયે હૈ.હમારા ભાઈ ઇસ શહરમેં કામ કરતા હૈ. હમ ઉનકે પાસ આયે થે. પર રસ્તે મેં હમારા સબ સમાન ચોરી હો ગયા. ભાઈ કે પતા થા વો ડાયરી સમાન કે સાથ ચાલી ગઈ.

મેં વચમાં અટકાવી પૂછ્યું. ભાઈ કા નંબર બોલો મેં ફોન લાગા દેતા હું.

નંબર હમે યાદ નહિ, ફોન મેં થા પર ફોન ચોરી હો ગયા. પેસે ભી નહિ હૈ. વો ભી ચોરી હો ગયા.કહી ફરી આંખ ભીની થઇ ગઈ ને અવાજ ગળગળો થઇ ગયો.

ઇતને બડે શહરમે ભાઈ કો કેસે ઢૂંઢેગે ? હમ સોચતાં હું કી વાપિસ ગાવ ચાલે જાયે પર જેબ મેં પૈસા નહિ, બિના ટિકટ ટ્રેઈનમેં કેસે બેઠે. ઔર બે ઠે ભી ઓર પકડે ગયે તો ? હમ અચ્છે ઘર કે લોગ હૈ કિસીસે માંગ ભી નહિ સકતે.

મેં પૂછ્યું કિતના પૈસા હોતા હે તુમ્હારે ગાવ તક કા?

સબકી ટિકિટ ઓર રાસ્તેમેં ખાને પીને કા સબ મિલા કે તીન હજાર સે કામ ચલ જાયેગા. મેં પાકીટ જોયું તો તેમાં બારસો રૂપિયા હતા. મેં કહ્યું ભૈયા મેરે પાસ ઈસ વક્ત સિર્ફ બારસો રૂપૈયા હે. કહી જેમ હૃદય ખોલે તેમ ખુલા દીલથી તેને પાકીટ બતાવ્યું ને કીધું.

ભાઈએ હમ કિસી અંજાનસે પેસે નહિ માંગ સકતે પાર આપ ભલે આદમી દીખે ઇસી લિયે હિમ્મત કી. હો સકે તો આપ ઇતને દે દીજિયે હમ લોગ મહિલાએ કી ટિકટ ખરીદ લેંગે ઓર જેન્સ લોગ બીના ટિકટ બેઠ જાયેંગે. ભગવાન આપકા ભલા કરેગા, હમારી આપકો દુઆ લગેગી. આપકો ઈન બચ્ચો કી દુઆ લગેગી.

આટલું કહેતા મેં માનવતાનું ઉમદા કાર્ય કરતો હોવ એમ કર્ણની માફક બારસો એ બારસો પુરા તે યુવાનના હાથમાં અર્પણ કરી દીધા.

ત્યાં તો પાછળથી એક બીજો અજાણ્યો યુવાન આવ્યો ને મને કહેવા લાગ્યો કા ભાઈ તમારે એ પૈસા વધારાના છે? મેં કહ્યું ના ભાઈ ના, કેમ ?

તે તેને શું કામ આપ્યા? મેં કહ્યું બિચારો લાચાર પરિવાર છે. એમને મદદની જરૂર છે એટલે મદદ કરી.

તમે દાનવીર છો ? પેલા યુવાને કહ્યું

ના. મેં કહ્યું.

ત્યાં યુવાને પેલા લાચાર લગતા માણસને કહ્યું, કયો સબકો લૂંટ રહા હૈ. ચલ ઈંસકા પૈસા વાપિસ કર.

સાહબ , કયો ગરીબ કે પેટ પે લાત માર રહે હો.

સીધે સીધે પૈસે વાપિસ કર વરના માર ખાયેગા.

મેરે સે પેસે લીયે, ફિર ઈસ સાહબ કો લૂંટા.

ત્યાં તો પેલાએ મારા હાથમાં બારસો રૂપિયા પરત આપ્યા.

અબ મેરા પેસા?

તેના ત્રણ હજાર પણ પરત કર્યા. ને પેલો યુવાન મારવા જાય ત્યાં તો આખું ફેમિલી ભાગ્યું. બપોરના સમયે પબ્લીક ઓછું હોવાથી અને ગરમી હતી એટલે અમે પણ પાછળ ન દોડ્યા.પછી પેલા યુવાને કહ્યું.આજથી પંદર વર્ષ પહેલા હું જયારે ભણતો હતો ટયૂરની આ વાત છે.

હું ભણતો હતો અને સાથે સાથે હીરા કામ પણ કરતો હતો, અને ખિસ્સા ખરચી પેટે બાપુજી પાસેથી દર અઠવાડિયે ફક્ત પચાસ રૂપિયા લેતો.અને જો એ પૈસા વાપર્યા ના હોય તો બીજા અઠવાડિયે પૈસા નહોતો લેતો. અને અઠવાડિયા પહેલા પચાસ રૂપિયા વપરાય જાય તો વચ્ચે ઘરેથી પૈસા નહિ માંગવાના. ચલાવી લેતા આવડતું હતું. દર શનિવારે ઘરેથી પચાસ રૂપિયા ઉપાડ મળતો.

એક વાર બરાબર શનિવારે ઉપાડ લઇ ઘરેથી ટ્યુશન જવા નીકળ્યો ત્યાં રસ્તામાં એક આવોજ પરિવાર મળ્યો ને તમને કરી એમજ વાત કરી, એટલે મેં તેને નવરંગ ખમણની દુકાનેથી ત્રીસ રૂપિયાનો નાસ્તો અપાવ્યો.ને વિસ રૂપિયા અઠવાડિયાના વાપરણ પેટેરાખ્યા.રાખ્યા.ત્યાં પેલો પરિવાર નો એક સભ્ય બોલ્યો , ભૈયા અગર શામ તક હમારા ભૈયા નહિ મિલા તો હેમ તો ભૂખે રાહ લેંગે પર ઈસ બચ્છી કે લિયે કુછ પાર્સલ કે કર દો તો ભગવાન તુમ્હારા ભલા કરેગા.

તે દિવસે મેં બાકી બચાવેલ અઠવાડિયાના વાપરણનાં વીસ રૂપિયા પણ એ ગરીબ પરિવાર પાછળ ગર્વથી ખરચી નાખ્યા. આ વાત ઉપર મને મારી જાત પ્રત્યે ખુબ માન હતું. પરંતુ આજે પંદર વર્ષ પછી આ શબ્દો ફરી સાંભળવા મળ્યા ત્યારે અચાનક હજુ પંદર વર્ષ જૂની એ ઘટના યાદ આવી, એ ચહેરાઓ યાદ આવ્યા. એ ના એજ શબ્દો, એના એજ હાવભાવ, ને એ ના એજ લોકો. યાદ આવી ગયા. કાશ મેં પંદર વર્ષ પહેલા એક પુણ્ય ના કર્યું હોત તો આજે લોકોની મહેનતના પૈસા આ ચારસો વીસ લોકો લૂંટાવનું શીખ્યા ના હોત. દાન કરવું તેના કરતા કામ આપવું એ મોટું પુણ્ય છે.