love yourself in Gujarati Magazine by Komal Mehta books and stories PDF | મોજ માં રહો પોતાની સાથે

Featured Books
Categories
Share

મોજ માં રહો પોતાની સાથે

સાધારણ માણસ નું જીવન અે પછી સ્ત્રી હોય કે પુરુષ ! આ સાધારણ એટલે બહુ સીધા સાદા ભોળા માણસો એટલાં ભોળા કે એમને ક્યારેય અે નાં સમજાય કે કોઈ એમની કદર કરે છે કે નહિ. એમણે તો કદર શબ્દ પોતાનાં માટે બન્યો ના હોય એવું માની બેસે અને જીવન જીવે છે

દુનિયામાં સારા હોવું કેટલું જરૂરી છે ?? અને કેટલી માત્રા માં સારા હોવું અે હાનિકારક નીવડે છે.વાત કરીએ આપણે એવી સ્ત્રી ની પહેલાં....

એક સ્ત્રી પરિવાર સંભાળે છે, ઘરની જવાબદારી બખૂબી નિભાવે છે. પણ બધાં જવાબદારી નાં બોજ નીચે અે પોતાની જાત ને પ્રેમ કરતાં ભૂલી જાય છે.પોતાની કદર પોતે કરતાં ભૂલી જાય છે. પોતાની જાત ને અે પોતે પહેલાં સ્થાન પર મૂકતાં ભૂલી જાય છે. એના માટે એનો પતિ એના બાળકો પહેલાં સ્થાન પર હોય છે.પછી બીજા નંબર પર પોતાના માતા પિતા અને સાસુ સસરા. અહીંયા પોતાનું સ્થાન અે ત્રીજા નંબર પર લાવે છે. એનું જીવન તો ફક્ત સબંધો ને સાચવી રાખવામાં પસાર થાય છે.પોતાની જાત માટે તો એના પાસે કોઈ સમય જ નથી.એના માટે તો પતિ અને પરિવાર એના થી વિશેષ કઈ છે નહિ એના જીવન નો હેતુ !!

એક પત્ની જે પોતાની ગ્રહસ્થી સંભાળવામાં એટલી ડૂબી જાય છે. એને ધ્યાન પણ નથી રહેતું કે જેના માટે અે એટલું બધું કરે છે, અે માણસોના જીવનમાં એનું સ્થાન છે શું ? જ્યારે અે સ્ત્રી પોતાનાં પતિ ને કે છે કે તમે ૪૮ નાં લાગતાં નથી ત્યારે પતિ શું કહે છે કે તું ૪૨ ની છે પરંતુ ૫૦ ની લાગે છે ધ્યાન આપવું પોતાનાં ઉપર થોડું.

હવે એના બાળકો ની વાત કરીએ તો બાળકો પણ માં ને ફક્ત કહેવા પૂરતાં માં કહે છે.માં ને સાથે નથી લઈ જતાં, કેમ કે શરમ આવે માં સાથે તો ? કારણ કે એમની માં સાડી પહેરે છે, ફેશનેબલ નથી, જૂનાં સંસ્કારો માં જીવે છે. પુરુષ ની વાત માં પણ આવું જ થતું હોય છે.

કેટલાં સારા આપણે બનવું જોઈએ ?

🔸 સામેવાળા આપણાં સાથે જેવું વર્તન કરે, એવું વર્તન આપણે એમની જોડે કરવાનું ! સારા સાથે સારા અને જે આપણાં માણસાઈ નો ફાયદો ઉઠાવે એવા લોકો ની જોડે ટેકલ કરતાં એમની ભાષામાં શિખવું પડે.

🔸 આજના યુગ માં આપણને શકુની મામા જેવા લોકો ઘણાં મળશે, જે મીઠું બોલી ગોળ ગોળ કરીને પોતાનું કામ તમારા પાસેથી કઢાવશે અને પછી જ્યારે કામ પૂરું થઈ જાય ત્યારે તું કોણ અને હું કોણ. એટલે કે થોડીવાર પહેલાં મિત્ર કામ હતું એટલે અને પછી હું તને ક્યાં જાણું છુ ???

🔸 અમુક લોકો જોડે કેટલાં પણ તમે સારા રહો, તે છતાં પણ એ લોકો તમને સતત નીચું બતાવશે. તમારી સરખામણી પટાવાળા સાથે કરશે. તમે જેટલા મન થી મજબૂત હશો એટલા આવા નકારાત્મક લોકો તમને કમજોર કરશે. મન થી કમજોર થાય ત્યારે માણસ નાં કામ માં ભૂલો થાય છે.

"દુનીયા નો નિયમ છે કે જેવાં સાથે તેવાં" જો તમારે ટકી રહેવું હશે તમારી જગ્યાં પર તો તમારે પહેલાં પોતાની વેલ્યુ બનાવી પડશે. પહેલાં તમારે તમારી જાત ને જાણવી પડશે.પહેલાં તમે તમારા લેવલ શું છે, મારે શું કરવું છે? હું કંઈ દિશામાં જઈ રહ્યો છું એ બધી જાણકારી જે આપણને ખબર હોવી અનિવાર્ય છે.

🔸પહેલાં તો તમારું સવસ્થ હોવું જરૂરી છે. સ્વસ્થ માણસ હોવાથી એક આત્મવિશ્વાસ આવે પોતાનામાં, માટે તમારે એક્ટિવ બોડી હોવી જરૂરી છે.જ્યારે તમને તમારા શરીર નું કામ હોય અે સાથ આપે ત્યારે જ જ્યારે થાકી નાં ગયું હોય.

🔸 બીજું પોતાના કહેલાં બોલેલાં શબ્દોને અમલ માં મૂકતાં શિખવું.જો તમારું વર્તન અભી બોલા અભી ફોક હશે તો કોઈ પણ માણસ તમને ક્યારેય seriously નહી લે !

🔸 પોતાની વેલ્યુ બનાવા માટે પહેલાં તમારી વાણી તમારા કાબૂમાં હોવી જોઈએ. ક્યાં કોઈને શું બોલવું છે કેટલું બોલવું છે,એની સમજણ તમારા માં હોવી જોઈએ.

🔸જીવન માં પોતાના હક માટે અને પોતાના આત્મસન્માન માટે લડતાં તમને આવડવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ મજાક મજાક માં તમારી ઢેકડી ઉડાવે એટલો હક કોઈને પણ ક્યારેય આપવો જ નહિ.

🔸 ક્યારે કોઈપણ વસ્તુ વિશે ની વાત ને પોતાના માથે નાં ઓઢી લેવું જોઈએ. એક લિમિટ હંમેશા બાંધી રાખવું જોઈએ કોઈપણ સબંધ માં. લિમિટ માં રહીશું તો હમેશાં આપણે મગજમારી થી બચ્યા રહીશું.

🔸 સમજદાર માણસ ક્યારે પણ ફાલતુ આર્ગુમેન્ટ માં પોતાનો સમય બગાડતો નથી.ક્યારેય પણ ખોટી ધારણા બાંધવી નહી જ્યાં સુધી આપણને કોઈ વાત વસ્તુ વિશે જાણકારી નાં હોય પૂરેપૂરી ત્યાં સુધી ખોટી ઓવર સ્માર્ટ ગિરિ બતાવવી નહિ.

🔸 વગર માગે ક્યારેય કોઈને કોઈપણ પ્રકાર ની સલાહ આપવી નાં જોઈએ. વગર પૂછે ક્યારે કોઈપણ પ્રકાર ના જવાબ આપવા નાં જોઈએ. વગર આમંત્રણે ક્યારે કોઈના ઘરે કે કોઈને કશે પણ મળવા અચાનક ટપકી નાં પડવું જોઈએ.

🔸 હવે જમાનો બદલાયો છે! માટે મેસેજ કર્યા પછી ફોન કરવો જોઈએ. નહિ તો લાગશે બહુ ફોરવર્ડ છે. થોડા ફ્રેન્ડલી અને ફ્રીે થઈ ગયા બોલવામાં તો લાગશે જો તો કેવો અને કેવી છે.

આપણે આપણાં મન થી મગજ થી લાગે અે સત્ય. પોતાનાં પર વિશ્વાસ રાખો, પોતાના લીધેલાં નિર્ણયો પર ભરોસો રાખી આગળ વધો.કોઈ પણ વ્યક્તિ વિશે નો આપણાં માટે નો અભિપ્રાય આપડા પર અસર નાં કરવો જોઈએ.સારો હોય કે ખરાબ.

2. જીવનમાં ક્યાં શું કરવું જોઈએ.

⚜️ જીવનમાં ક્યારે કઈ પરિસ્થતિમાં શું કરવું એનો જવાબ તો શાયદ કોઈ પણ માણસ પરિસ્થિતિ જાણ્યા વગર નાં કહી શકે. અને બીજું કે આપણે આપણાં માટે જાતે સ્ટેન્ડ લેવો પડે.

⚜️ બને ત્યાં સુધી ફાલતુ લોકો અને નકારાત્મક લોકો નાં જોડે બહુ અોછો વ્યવહાર રાખવો. અને આવા લોકો થી બને એટલા દૂર રહેવું સારું.

⚜️ અમુક લોકો જોડે 1 મિનિટ પણ વાત થાય ને દિવસમાં તો પણ જલસો પડી જાય એવા લોકો જોડે હંમેશા વાતો કરવી


💎 પોતાનું અસ્તિત્વ કેવું હોવું જોઈએ, આપણે કઈ રીતે જીવન ને જીવવું જોઈએ, અે જાતે પોતે નક્કી કરવાનું.

🔹જેને તમારી કદર નથી ને એવા લોકો ને પડતાં મૂકી દો. જીવનમાં જેટલું તમે સામે પડીને માફી માગીને બોલવા જશો તો અે લોકો તમને મૂર્ખ માનશે.નાક વગરના નફટા કહેશે.

🔹 એમની નજર માં એમનાં જીવનમાં તમારું અસ્તિત્વ કંઈ જ ના હોય. અને આવા લોકો એમ માની લે તમારા જોડે ગમે તેવું પણ વર્તન કરી શકાય. કારણકે તમે ક્યારેય તમારી માણસાઈ ને છોડી નહિ શકો.

🔹 ક્યારેય કોઈ ને એટલો હક નાં આપવો કે આપણને અપમાનિત કરે. જેનું કોઈ માન નાં હોય એવા લોકો જ બીજાનું અપમાન કરતાં હોય છે. એનું ઉદાહરણ છે શિશુપાલ.

🌻 સુખી જીવન જીવવા માટે નીચે પ્રમાણે પરિબળો જીવનમાં ઉપયોગી છે.

🥀 કોઈ પણ વસ્તુ પોતાના માથે નાં ઓઢવી.
🥀કોઈ પણ વ્યકિત નાં અભિપ્રાય ની અસર ક્યારેય પોતાનાં ઉપર નાં થવા દેવી જોઈએ.
🥀જે લોકો ની વાણી વિચાર નકારાત્મક છે એવા જોડે સબંધ ઓછા રાખો.
🥀આશા પોતાની જાત સિવાય ક્યારેય કોઈ પણ પાસેથી નહિ રાખો.
🥀હા કે પછી નાં બહુજ સ્પષ્ટ રીતે તમારી મરજી કહેતાં શીખો.
🥀 હમેશાં પોતાના વિચારો ને મહત્વ આપતા શીખો.
🥀પોતાની જાત ને પહેલું સ્થાન આપો.
🥀 ક્યારેય કોઈ પણ પ્રકારે કોઈના પર નિર્ભય ના રહો.
🥀 ક્યારેય કોઈ નાં બે બોલ તારીફ નાં આધીન નહિ બનો.
🥀પોતાનું બધું કામ જાતે કરતાં શીખો.
🥀મદદ જરૂરી હોય લેવી તો જ લેવાની.
🥀પોતાના જાત માટે સમય નીકાળીને થોડી કસરત કરો.
🥀હંમેશા ખુશ રહો, ખુશી તમને કોઈ આપી નહિ શકે, નાં પૈસાથી ખરીદી શકાશે.ખુશી તો તમારે પોતાના મન થી હશે તો ખુશ રહી શકશો.

નોંધ : દરરોજ કસરત કરવી, અને હમેશાં હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવો. અને પોતાની જાત સાથે બસ મોજ માં રહો. મારા મિત્રો.