Sky Has No Limit - 2 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્કાય હેઝ નો લીમીટ - 2

Featured Books
Categories
Share

સ્કાય હેઝ નો લીમીટ - 2


સ્કાય હેઝનો લીમીટ
પ્રકરણ-2
મલ્લિકાનાં પાપા મંમી સાથે વાત કરીને મોહીત ઉંડા વિચારોમાં પડી ગયો. વાત કરતી મલ્લિકાને જોઇને બધાંજ વિચાર ખંખેરી નાંખ્યા. મલ્લિકાએ વાત પુરી કરી અને એણેજ મોહીતનાં ઘરે ફોન લગાવ્યો.
સામેથી ફોન ઊંચકાયો નહીં એણે ફરીથી ફોન લગાવ્યો. પછી ફોન ઊંચકાયો. મોહીતનાં પાપાએ ફોન ઉપાડ્યો. "હાં દીકરા બોલો ઘણાં સમયે ફોન કર્યો આજે ઇચ્છા હતી કે ફોન કરું અને તમારો જ આવી ગયો. એક મીનીટ તારી મંમી સાથે વાત કર એ મને આપો આપો કર્યા કરે છે એની સાથે કરી લો મોહીત કેમ છે ?
મલ્લિકાએ કહ્યું “ મજામાં છે બાજુમાં જ છે પહેલાં મંમી સાથે વાત કરીને તમને કર્યો મલ્લિકા પછી બોલી "હાય મોમ કેમ છો ? તમારી તબીયત કેમ છે ? સામેથી મોનીકા બ્હેને ક્યુ "બસ મજામાં છીએ આતો શિયાળો ઉતરવાનો પણ ખાવા પીવાનાં જલ્સા છે તમારાં માટે મેં બધુ લાવી રાખ્યુ છે પાર્સલ કરાવી દઇશ મેં ઘણુ બનાવ્યું છે બીજુ કાંઇ ખાસ જોઇએ તો કહે મોકલું.
મલ્લિકાએ કહ્યુ “હા મોમ તમારાં નાસ્તાં અને મીઠાઇ ખાસતો બેકરી આઇટમ કહેવું પડે અહીં બધું જ મળે છે પણ ત્યાં જેવું નહીં. પણ તમે બધુ મહેનત ના કરો. મોનીકાબહેને કહ્યું “ અરે મહેનત શું માલતી સવારથી આવે બધામાં મદદ કરે નાસ્તાં ક્યારે બનાવી લીધાં ખબર ના પડી. એક મીનીટ મોહીતને આપ. મલ્લિકાએ મોમ સ્પીકર પર જ છે ફોન. મોહીતે કહ્યું ” હાય માં કેમ છો ? કેમ આટલી મહેનત કરો ? પણ સારું કર્યું તમારાં હાથનાં મઠીયા અને શીંગવાળો ચેવડો.... વાહ ક્યાંય ના મળે એ તો મોકલજો જ મોનીકાબ્હેન કહે "એ બધુ બનાવ્યું છે પેક પણ થઇ ગયુ આ વખતે કીટી પાર્ટીમાં હું જ જીતી ગઇ છું રસોઇકળામાં... પણ તમે લોકો કામની ધમાલમાં બરાબર ખાવપીવો છોને ?
મોહીતે કહ્યું “ હાં માં ઓલ ગુડ ચિંતા ના કરો પાપા ક્યાં છે ? ક્યાં પાપાએ કહ્યું “ હું ક્યારનો સાંભળું છું એનું રસોઇ નાસ્તા પુરાણ પતે પછી વાત કરું ને ? માહીતે એક ખાસ વાત કરવાની છે આપણો ટેક્ષટાઇસનો ધંધો તો ખૂબ સરસ ચાલી રહેલો છે પણ મને એક સરસ ફુળદ્રુપ જમીન મળે છે વિચારું છું ખરીદી લઊં.
મોહીતે ક્યુ "આપણી પાસે ગામમાં છે તો ખરી જમીન અને નવસારી વિસ્તારનો આખો ફળદ્રુપ છે આટલી વાડી ઘણી છે બધુ શું કામ લો છો ?
સુભાષભાઇએ કહ્યું ” દીકરા એ 3 એકર જ છે આપણી બાજુમાં જ બળદેવભાઇને આપવી છે એમનો દીકરો પણ ત્યાં USA છે એને કોઇ રસ નથી અને આ બધાને ત્યાં બોલાવી લે છે એટલે આપી દેવી છે. મને કહે તમે વરસોથી અમારાં પાડોશી છો પહેલાં તમને પૂછ્યું. મને વિચાર છે લઇ જ લઊં આમેય અમને વાડીમાં ખૂબ રસ છે તને ખબર છે ? હું અને તારી માં દર અઠવાડીયે ત્યાં જઇએ છીએ આ વખતે આંબામાં મોર મોડો છે પણ ઘણો છે... કેરીઓ અને રસ-પલ્પ બધુ જ મોકલીશું આવી અસલ કેસર-હાફુસ ત્યાં ક્યાં ખાવા મળશે ?
મોહીતે ખુશ થતાં કહ્યું "ઓકે પાપા તમને ઠીક લાગે એમ કરો. પૈસા એમજ પડ્યાં રહે એનાં કરતાં જમીનમાં રોકી લો સારું જ છે બજારનાં ઠેકાણાં નહીં જમીનતો ફળ આપશે જ.
સુભાષભાઇએ ક્યુ "હવે સાચું બોલ્યો. હવે સાચીવાત કહી દઊં આપણે રાખી લીધી છે એમની વાડી 5 એકરની કુલ આપણે 8 એકર થઇ ગઇ હવે ભયો ભયો કંઇ ના કરીએ તોય એમાંથી ઘણું મળી રહેશે. તું શું કહીશ એ વિચારે પહેલાં સાચું ના કીધું.
મલ્લિકાએ ક્યુ પાપા તમે ખરાં છો પણ આટલી બધી જમીનનું ધ્યાન કોણ રાખશે ? હવે આ ઉમરે તમારે મહેનત નથી કરવાની જીવન જીવો મજા કરો. પૈસાને શું કરશો ?
સુભાષભાઇએ ક્યુ "દીકરા મારો આનંદ વાડીમાં જ છે હું એમાં ખુબ આનંદ લઊં છું અને ખાસ વાત તારી મંમીને ચીકુમાંથી દારૂ બનાવતાં પણ આવડે છે.. અને હસી પડ્યાં. મારાંથી છાના માનાં એની રેસીપી ક્યાંથી જાણી લાવી અને બનાવ્યો અરે ગયાં અઠવાડીયે અમે બધાએ ચીકુનું પીણું પીધુ વાહ શું સ્વાદ હતો.
મોનીકા બહેન કહે અરે હું ગામ ગયેલી ત્યારે ત્યાંથી જાણવા મળેલું બધાં ગમે તેવો પીવે એનાં કરતાં ઘરનો શું ખોટો ? અને બધાં જ એક સાથે હસી પડ્યાં.
મોહીતે ક્યુ "ઓકે પાપા એન્જોય વોટ એવર યુ લાઇક આઇ એમ વીથ યું ચાલો ફોન મૂકુ બાય.. મોનીકાબહેન કહે કાલે પાર્સલમાં બધુ આપી આવીશ તમને મળી જશે 10 દિવસમાં ઓકે અને ફોન મૂક્યો.
મલ્લિકા કહે "મોહીત તું પણ સું એમને ચઢાવે છે આ ઉંમરે એમણે બધી જવાબદારીઓ ઉઠાવવાની છે ? આટલો પૈસો છે તો ફરવા જવાનુ કહીને અહીં બોલાવ એમને... અને પછી વિચારીને બોલી આપણે મોટું કોટેજ લેવું હોય તો ત્યાંથી ફીનાન્સ માંગી લેને આમેય તારાં સિવાય કોણ છે એમનું ?
મોહીતે કહ્યું "નો ડાર્લીગ અહીંતો આપણાં પૈસે જ ઉભું કરીશું છતાંય ખૂટશે તો પાપા આપશે જ પણ હમણાં નથી માંગવા.. ત્યાંય હશે તો એમને સધિયારો રહેશે.. આટલી જમીન ખરીદી છે તો હમણાં... વ્યવસ્થા પણ નહીં હોય નથી માંગવાં. અને એ વાત પૂરી થઇ ગઇ.
મોહીતે કહ્યું "ડાર્લીગ થોડાં સમય માટે મગજમાં ઇન્ડીયા ઇન્ડીયા થઇ ગયું. ચાલ વિષય બદલીએ બાય ધ વે કાલે કોઇને ઘરે બોલાવવા છે ? પાર્ટી બાર્ટી કરીશું શું કહે છે ? જમીનનાં નામની પાર્ટી એમ કહીને હસી પડ્યો.
મલ્લિકા કહે પહેલાં આજનાં ડીનરની તૈયારી કરીએ ? મારી કોફી પીવાઇ ગઇ.. બોલ શું બનાવ્યું છે ? તું મને હેલ્પ કરીશને ? મોહીતે કહ્યુ બોલે શું હેલ્પ કરું ? એમ કહીને મલ્લિકાને વળગી ગયો અને એનો હોઠ પર હોઠ મૂકીને ભીનું ભીનું ચુંબન કરવા લાગ્યો. મોનીકા કહે આવી હેલ્પ નહોતી માંગી પણ એવું બોલીને એ પણ મોહીતને વળગી ગઇ અને બંન્ને જણાં સોફામાં જ સૂઇ ગયાં.
મોહીતે મલ્લિકાનું રેશમી ગાઉન જ ઉતારી નાંખ્યુ અને એનું ટીશર્ટ અને હાફપેન્ટ બધુ જ ઉતરી ગયું બંન્ને જણાં એકબીજામાં પરોવાઇ ગયાં. ક્યાંય સુધી તનનું મર્દન કરતાં રહ્યાં એકબીજાને ઉતેજીત કરતાં રહ્યા પછી તોફાન વધ્યુ અને બંન્ને જણાં હાંફતાં હાંફતાં તૃપ્ત થઇને શાંત થયાં. મલ્લિકા કહે “ મોહુ તારે બાથ બાકી છે લઇ આવ. હું તૈયારી કરું. મોહિત બાથ લાઇ આવી બોલ્યો.
મોહીતે ક્યુ "હવે ભૂખ લાગી છે ચાલ કાંઇ બતાવીએ. એક કામ કર તું બ્રેડ કાઢીને બટર લગાવ હું વેજીટેબલને ચોપ કરી આપુ છું સેન્ડવીચ બનાવીએ પછી થોડાં પાસ્તા બોઇલ કરીએ અને ઓમલેટ હું બનાવું અત્યારનું ડીનર થઇ ગયું.
મલ્લિકાએ ક્યુ "ઓકે ડન ચાલ હું ઉભી થઊં. લૂચ્ચા મને બધે જ ભીની કરી હું ફ્રેશ થઇ આવીને બનાવું... સાવ લૂચ્ચો જ છે.. કહીને બાથરૂમમાં ઘૂસી.
મોહીતે ફ્રીઝમાંથી બીયરનાં બે ટીન કાઢ્યાં અને શાકભાજી ચોપ કરવા કાઢી. બીયરનું ટીન તોડી મોઢે માંડ્યું.
મલ્લિકા આવીને બ્રેડ કાઢીને બટરને ગરમ પાણીમાં મૂકીને બ્રેડ ચોપડવા માંડી. મોહીતે બીયરનો ટીન પકડાવ્યો અને પોતે સીપ મારી મલ્લિકા કહે તારાં માંબાપ જાણશે કે હું બીયર પીઊં છું મારું આવી જ લાવો. મોહીત કહે કંઇ નથી થવાનૂં ત્યાં ચીકુનો દારૂ પીવાય છે અને બંન્ને જણાં હસી પડ્યાં.
બ્રેડ-સેન્ડવીચ-પાસ્તા અને ઓમલેટ ટીપોય પર મૂકાઇ ગયાં ગરમ ગરમ ઓમલેટની મસ્ત સુગંધ આવી રહી હતી અને મોહીતે ઇગ્લીશ રોમેન્ટીક મૂવી ચાલુ કર્યું બંન્ને જણાં બીયર સાથે જમતાં જમતાં મૂવી જોયું.
મલ્લિકા કહે "જો આ લોકોનો પ્રેમ.. બસ કીસ કરો સેક્સ કરો અને કામે વળગો.... શરીરની ભૂખ દૂર કરો.. કંઇ પ્રેમ જેવું ના લાગે બસ સેક્સ કરે એને પ્રેમ જ ગણે.
મોહીત કહે "અહીનું આવું જ કલ્ચર છે.. આપણામાં નાની નાની કાળજી, સ્પર્શ-હૂંફ-સંવાદ કેટલું થાય એ બધાં પચી ઉત્તેજના થાય પછી સેક્સ કરીએ અને ક્યાંય સુધી માણતાં એકબીજામાં પરોવાઇને પડી રહીએ કેટલો આનંદ અને તૃપ્તિ. આ લોકોનો સેક્સને પણ કામ ગણે... બંન્ને હસી પડ્યાં. અને મૂવી પણ પુરુ થયું.
મલ્લિકા કહે મને તો આવી વેસ્ટર્ન લાઇફ ગમે.. ત્યાં જેવી કોઇ પંચાત નહીં કોઇનામાં કોઇ માથું મારે નહીં બધાં પોતાનું ગમતું જીવન જીવે કોઇ વધારાની હૈયા હોળી જ નહીં.
મોહીતે કહે અહીં આવીને આપણે એમનાં જેવી જ તો જીંદગી જીવીએ છીએ... બંન્ને જણાં વાતો કરતાં કરતાં બેડરૂમમાં આવ્યાં. મોહીત બેડરૂમમાં પણ એક ટીન લઇને આવ્યો.
મલ્લિકા કહે હવે સૂવાનું નથી ? હજી પીવાનો ? મોહીત કહે હમણાં પુરુ થશે હજી સૂતા સૂતા ખબર નહી કેટલો સમય જશે આજે લહેર કરી લઇએ કાલે કોણે જોઇ છે ? એમ કહીને મલ્લિકાને વળગી ગયો અને ફરીથી એમનો તન મનનો પ્રેમ શરૂ થયો. ફરી તન પરોવાયાં સહેલાયો અને પરાકાષ્ઠાએ પહોચી તૃપ્ત થયાં અને બંન્ને જણાં ઘસઘસટ ક્યારે ઊંધી ગયાં ખબર જ ના પડી.
સવારે ઉઠીને મોહીતે લેપટોપ ચાલુ કર્યું અને મલ્લિકાએ કીધું અમેરીકન જીંદગી શરૂ ? શું કરે છે ?
વધુ આવતા અંકે ...... પ્રકરણ-3