Pret Yonini Prit... - 22 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેત યોનિની પ્રીત... - 22

Featured Books
Categories
Share

પ્રેત યોનિની પ્રીત... - 22

પ્રેત યોનીની પ્રીત -22
પ્રકરણ-22
બાબાએ પરકાયા પ્રવેશનો પ્રયોગ માનસ ઉપરજ કર્યો પ્રથમ. કેમ ?માનસને ખબરજ નહોતી. હવનકુંડમાં ગોકર્ણ ઉત્તેજના સાથે આહુતિ આપી રહેલો. જવાળાઓ પ્રચંડ વેગે બધી રહેલી. વાતાવરણમાં સન્નાટો હતો. પરોઢ અને બ્રહ્મમુહૂર્ત બાબાએ સાચવ્યું હતું અને પરકાયા પ્રવેશ કરી લીધો. માનસમાં બાબાનો જીવ પ્રવેશ્યો.
માનસ પૂરી રીતે બાબા બની ગયલો. માનસને જાણ નહોતી બાબાએ એમનું શરીર મઢૂલીમા માં પાસે મૂકી દીધું અને માનસમાં પ્રવેશ કર્યા પછી એ હવનકૂંડ પાસે આવ્યાં. ગોકર્ણ માનસનું રૂપ જોઇને સમજી ગયો કે માનસમાં બાબાનો પ્રવેશ થઇ ગયો.
માનસની વિસ્ફારીત અને લાલ લાલ આંખો જોઇને મનસા ગભરાઇ ગઇ પરંતુ બાબાએ એટલે કે માનસે એની સામે જોયાં વિનાં જ હવનકૂંડમાં ગોકર્ણ પાસેથી આહુતી લઇને પોતે આહુતી આપવાની શરૃ કરી અને એમણે હવનકુંડની જવાળામાં બધાં જીવાઈ ગયેલી ક્ષણોનાં દ્રશ્યો રચ્યાં... મનસા બસ આશ્ચર્ય સાથે જોઇ રહી એની આંખોમાં પ્રશ્ચતાપ વર્તાતો હતો. બાબામાં ક્રોધ અને વીતેલી ક્ષણોની સચ્ચાઇ બહાર આવી રહેલી.
માનસ જે હવે બાબાનો જીવ હતો એમણે બધુ જ એક એક બનેલી ઘટનાઓ જે માનસને ખબર નહોતી એ બધી બોલવાની ચાલુ કરી એમણે માનસનાં રૂપમાં મનસા ને બધુજ કહેવા માંડ્યુ એક એક સંવાદ મનસાને હવન યજ્ઞની જવાળાઓ ની જેમ દમાડી રહેલાં. એક જવાબ નહોતોં મળતો. અને બધાંજ સંવાદ એવાં શું કીધાં ? કઇ સચ્ચાઇ બોલી રહ્યાં શું સંવાદ હતાં ? બસ એ મનસાં અને ગોકર્ણ સાંભળી રહ્યાં.
***************
છેલ્લા દિવસે વિધુ અને વૈદેહી આમે ઘરે પાછાં જવાનું છે એ વાતથી જ ઉદાસ થઇ ગયેલાં. સવારે ઉઠીને સવારનાં ક્રિયાક્રમે પતાવીને વિધુએ કહ્યું "વૈદેહી હવે પાછા જવાનો સમય અને આ દિવસ મને પીડા આપી રહ્યો છે વૈદીક અને ઇશ્વરની શાક્ષીએ લગ્ન કર્યા પછી હવે તને છોડવી મારા માટે અશક્ય છે તારાં વિના મારી એક પળ જતી નથી હવે દિવસો કેમ જશે ? તું પાછી તારાં પાપાનાં ઘરે જવાની મારે મારાં ઘરે ? મારાથી કેમ જીવાશે ?
વૈદેહી કહે "મારાં વિધુ મારાંથી પણ કેમ રહેવાશે ? તારાં વિના હું રહી જ શક્તી નથી. મેં માંબાબાની સાક્ષીએ મારો જીવ મારું તન તને સમર્પિત કર્યું છે હું ફક્ત તારી રહીને જીવીશ મરીશ પણ વિરહ કેમ સહેવાશે ? એમ બોલીને વિધુને વળગી પડી. બન્ને ની આંખમાં અશ્રુધારા હતી થોડાં કલાક પછી જાણે છુટા પડી જવાનાં.
વિધુએ કહ્યું "માં બાબાએ આટલો સરસ સમય આંખ પ્રણય કરાવ્યો હવે આવો વિરહ કેમ લખ્યો ? મને નથી સમજાતું.. વિરહ કરતાં પણ વિરહની વિવિશતાઓ મને વધુ આકરી લાગે છે અને એ વૈદેહીને વળગીને છૂટ્ટા મોઢે રડી પડ્યો. મારું માણસ હવે મને છોડીને જશે એ કલ્પના જ મને વધુ મારી રહી છે.
બે દિવસનો પ્રણય... સવારથી રાત્રી સુધી ખૂબ માણેલી પળો હવે વધુ યાદ રહી ગઇ છે. ખાલી તનનું મિલન જ નહોતું જીવ થી જીવ પણ ઇશ્વરથી સાક્ષીએ જોડાઇ ગયું હતું.
આજે એકાંત હતું. સાંનિધ્ય હતું ખૂબ પ્રેમ હતો એકબીજામાં પરોવાયેલાં હતાં છતાં અગમ્ય પીડા હતી આમને આમ બપોરનો પ્રહર નીકળી ગયો નાં તનમાં કે મનમાં કોઇ ઉન્માદ કે ઉત્તેજના આવી આવનાર વિરહની પળોનાં દુઃખમાં ના પ્રણય કર્યો અને તનનું સુખ ભોગવ્યું બંન્નેનાં મનમાં છુટા પડવાનું જ દુઃખ હતું.
સાંજ પડીને વિધુ ઉઠ્યો ફ્રેશ થયો અને બેગ ફરી ગોઠવવા માંડી. હાથ પગ જાણે શિથિલ થયેલાં. અશ્વર પ્રેમની ખુશી ગાયબ હતી. બંન્ને પાત્ર એકબીજાને સમર્પિત હતાં છતાં અત્યારે કોઇ ઇચ્છા નહોતી જાગતી, વૈદેહીએ પણ આંખમાં આંસુ સાથે બેગ અનિચ્છાએ ગોઠવી. અને બોલી "વિધુ આપણે ઘરે પાછાંજ ના જઇએ તો ? હવે પાછા જ નથી જવું. મને દીલમાં અમંગળ સંવેદનાઓ થઇ રહી છે મારે ઘરે જ પાછાં નથી જવું.
વિધુએ કહ્યું "હું તને લઇ આવ્યો છું તને મારે ઘરે સુખરૂપ પહોચાડવાની છે મારી જવાબદારી છે મારે પણ નથી જવું ઘરે... પણ જો મિલન જ થવાનું હતું તો પછી હવે આવી ઘડીઓ કેમ આવી ? ઇશ્વરની સાક્ષીએ એકબીજાને સ્વીકાર્યો પછી પણ છુટા થવાનું ભાગ્ય છે... નહીંતર આવો સંજોગોજ ના આવત પણ માં બાબાની ઇચ્છા સર આંખો પર મેં લીધી છે. આપણાં પ્રેમ વફાદારી પણ ખૂબ વિશ્વાસ છે મારે તારાં માં બાપને દગો નથી દેવો. હું તને ક્યારેય નહીં દઊં મારાં સ્વભાવમાં જ નથી મને કોઈ બીજાનું આકર્ષણ નથી બસ તારાંમાં જીવ પરોવ્યો અને પરોવાયો છે મેં ઇશ્વર સામે સોગંદ લીધાં છે હું ફક્ત તારો જ છું તને જ સ્વીકારીશ ત્યાં પાછા જઈને બધી સ્થિતિઓનો સામનો કરીશ મારાં પ્રેમને એની પવિત્રતાને પાછો સાબિત કરવા બધાની સામે થઇશ. વિરહની અગ્નિમાં બળીને હું હેમખેમ બહાર નીકળીશ મારો પ્રેમ કેટલો પવિત્ર છે સાબિત કરીશ.
મને આશા છે જ કે હું તારાં ઘરે આવીશ તારો હાથ માંગીશ અને તને મારી પાસે લઇ આવીશ.
વૈદેહીએ કહ્યું "મને તારાં પર સંપૂર્ણ વિશ્વાસ છે હું તારી જ થઇ ગઇ છું તને સમર્પિત છું મને કોઇ ભય નથી હું પણ બધી સ્થિતિઓનો સામનો કરી વિધુ આઇ પ્રોમીસ.. આઇ લવ યું.
બંન્ને જણાં ક્યાંય સુધી એકબીજાને વળગી રહ્યાં એકબીજાને આશ્વાસન આપી રહ્યાં. આમને આમ બસનો સમય થયો અને હોટલનો હિસાબ પતાવી બસ સ્ટેન્ડ પર આવ્યાં ને બંન્ને જણાં બસમાં આવીને બેઠાં.
સમય પ્રમાણે બસ ઉપડી બંન્ને પ્રેમી પંખીડાં એકમેકને હૂંફ આપતાં હાથમાં હાથ રાખી બેસી રહ્યાં. આંખમાં આંસુ આવીને હવે સૂકાઇ ગયાં. અને ઘેરી નીંદરમાં ઉતરી ગયાં. વારે વારે વિધુ સૂતેલી વૈદેહીને જોઇ રહેલો એનો વિરહ થવાનો છે એ સાચું નહોતો માની રહ્યો પરંતુ વાસ્તવિકતાને પચાવી રહેલો.
વિધુએ વૈદેહીનાં ચહેરાં પર હાથ ફેરવીને એનો કપાળે ચૂંબન ભરી લીધું વૈદેહીની આંખો ખૂલી એણે વિધુને કહ્યું "આવનાર ઘડીઓનું સ્વાગત કરુ કે શું કરું ? આવતી કાલ ફરીથી આપણાં મિલનની બની રહે એજ હું પ્રાર્થના કરું.
સુરત આવી ગયું. સવાર પડી ગઇ હતી. વિધુએ વૈદેહીની બેગ અને પોતાની બેગ લઇ લીધી નીચે ઉતર્યા શરીરમાં જાણે પ્રાણ જ નહોતો બંન્ને જણાં ખૂબ નિરાશ અને દુઃખી હતાં. ભોગવેલી પળોનો આનંદ વિરહ સામે હવા થઇ ગયેલો. વિધુએ રીક્ષા બોલાવી બંન્ને જણાં બેઠાં. વિધુએ વૈદેહીને એનાં નાકે ઉતારી. બંન્ને જણાં એકબીજાની આંખમાં આંખ પરોવીને આંસુનો ધોધ રોકીને જુદા થયા વિધુ જતી વૈદેહીને દુઃખી હૃદયે જતા જોઇ રહ્યો જાણે પ્રિયતમાનું મિલન ક્યારે થશે ? અને રીક્ષા આગળ વધી વિધુ પોતાનાં નાકે આવીને રીક્ષાવાળાને ભાડુ ચૂકવી ઘર તરફ ગયો.
ઘરમાં પ્રવેશતાં જ માં એ કીધુ "આવી ગયો દીકરા ? પણ તું આમ આટલો દુઃખી કેમ છે ? ખૂબ થાક્યો છે ? બસ સારી નહોતી ? ખૂબ ભીડ હતી ? શું થયું.
વિધુએ સ્વસ્થ થતાં કહ્યું "કંઇ નહીં માં આતો બસમાં નીંદર નહોતી આવી લાંબી મુસાફરી હતી એટલે થાક છે બીજુ કંઇ નહીં, બેગ મૂકીને કહ્યું "માં હું ફ્રેશ થઈને આવું છું તમે ચા મૂકો. અને એ દાદર ચઢી ગયો.
********
મનસા બધું સાંભળી રહેલી માનસનાં મોઢે એક એક વાત સાંભળીને આંસુ સારી રહેલી. એક એક વાસ્તવિક્તાનાં દશ્યો એનાંથી સહેવાતાં નહોતાં. માનસે મનસા સામે દ્રષ્ટિ કરી અને બોલ્યો" જેટલી પીડા તને આ દ્રશ્યો સાંભળીને થઇ રહી છે વિચાર કર મેં કેવી રીતે પસાર કરી હશે ? તારાં વિરહમાં મારો જીવ જાણે નિષ્પ્રાણ હતો શરીરમાંથી જીવ નીકળી જાય તો વધુ રાહત થાય એવી ભાવના હતી. મારે જીવવુ જ નહોતુ આવી સ્થિતિઓનો સામનો કરવાનો આવશે મને ખબર નહોતી.
મારી સાથે છીનાળું થયું મારો પ્રેમ ક્યારે કોને વેચાઇ ગયો ખબર ના પડી. એવું શું બની ગયું કે તેં મને આપેલાં વચન તોડ્યા ? મારો શું વાંક હતો ?
વધુ આવતા અંકે ---- પ્રકરણ-23