Pret Yonini Prit... - 21 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેત યોનિની પ્રીત... - 21

Featured Books
Categories
Share

પ્રેત યોનિની પ્રીત... - 21

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-21
વિધુ ક્યાં ગયો છે જાણવા. વિપુલ એનાં ઘરે પહોંચી ગયો પરંતુ કોઇ માહિતી હાથ ના લાગી. વિધુની મંમીએ એવાં સવાલ જવાબ કર્યા કે ત્યાંથી એ નીકળી ગયો. બહાર નીકળીને વિચારમાં પડ્યો. એના બાપા એવો કેવો ધંધો કરે છે કે કામે મોકલ્યો ? અને નોકરી બોકરી શોધવા ગયો હતો. છોકરી ફસાવી છે તો નોકરી તો જોઇએ જ ને ? જોઊં ક્યાં મળે છે એને નોકરી ? અને ધુંઘવાતો ધુંઘવાતો ઘરે જતો રહ્યો.
*************
વિધુ અને વૈદેહી સોમનાથની હોટલમાં બરાબર મધુરજની માણી રહેલાં. એકબીજાને વળગીને છુટાં જ નહોતાં પડતાં અને વૈદેહીએ કહ્યું " એય મારાં વિધુ હવે ઉઠીએ ? તેં તો જાણે અહીં આવીને બધી વસૂલાત કરી લીધી જાણે ફરી મળવાનું ના હોય. વિધુએ વૈદેહીને પોતાની તરફ ખેંચીને કહ્યું " એય વ્હાલુડી પછી જઇને કામમાં પરોવાઇશ અને માં ને તારાં ઘરે મોકલીશ તારો હાથ માંગવા એટલો વચ્ચેનો સમય તો વિરહ જ હશે ને..
"વૈદેહી મને એવો વિચાર આવ્યો કે આટલે સુધી આવ્યાં છીએ તો ચલને દ્વારકા પણ થઇ આવીએ ? વિધુએ કહ્યું.
વૈદેહી કહે "એય ના પાપા પાછા આવી ગયાં તો મારું આવી બનશે. આ વખતે આટલુ ઘણુ છે હજી કાલનો દિવસ છે રાત્રે ઘરે પાછા જતા રહીશું. થોડો સંયમ અને ધીરજ રાખ. કહ્યાં સમયે પાછા જઇએ તો ફરી મને આવવા દે પ્લીઝ.
વિધુ કહે "ભલે કામતો મારે પણ છે પણ તારાંથી જુદુ થવું જ ગમતું નથી અને હવે લગ્ન કર્યા પછી મને હક જતાવવો ખૂબ ગમે છે. હવે તું મારી જ છે પછી શેનો ડર ? તારા પાપાને હું જ કહી દઇશ કે તું મારી છે અને લગ્ન કરી લીધાં છે તમારે ફરી ધામધૂમ કરી હોય તો મને વાંધો નથી.
વૈદેહીએ કહ્યું "તું મારાં બાપા મહેશભાઇને ઓળખતો નથી એ બોલે ઓછું પણ જ્યારે ગુસ્સો આવે ત્યારે સાચે જ મહેશ બને છે મને એમનો જ ડર લાગે છે એમની સામે મારી જીભ જ ઉપડતી નથી.
વિધુ કહે "મારો ગુસ્સો હજી જોયો નથી હું પણ તને પામવા કંઇ પણ કરી જઇશ. હવે તો ઇશ્વર પણ આપણી સાથે છે મારાં માંમહાદેવ કોઇનું નહીં સાંભળે એમણે સામે રહીને તારો હાથ મારાં હાથમાં આપવો પડશે.
વૈદેહી એની તરફ જોઇ રહી પછી બોલી" સાચેજ તારો ગુસ્સો બહુ છે. વાહ તો તો મહેશભાઇનું કંઇ નહીં ચાલે એમ કહીને હસવા લાગી.
વિધુએ એને કેડમાંને બધે એટલી ગલી પચી કરીને કહ્યું તું જોઇ લે જે મારો ગુસ્સો પણ અત્યારે મારો પ્રેમ જો કહીને એને ખૂબ હસાવી. વૈદેહીએ સામે એને ગલી પચી કરી અને બંન્ને જણાં ખૂબ હસ્યાં.
વૈદેહી કહે "એય હવે બસ કર. આટલું બધું હસાય નહીં ક્યાં રડવું ના પડે પ્લીઝ.
વિધુએ વૈદેહીને છાતીએ વળગાવી કહ્યું" વહીદુ હુ તને ક્યારેય રડવા નહીં દઊં ખૂબ પ્રેમ કરીશ... ખૂબ સાચવીશ મારાં જીવની જેમ રાખીશ. લવ યુ એમ કહીને પાછાં બંને જણાં એકમેકમાં પરોવાઇ ગયાં.
*****************
ઇન્દીરાબ્હેન - વૈદેહીની માં અને માસી બન્ને જણાં ટીવી પર સીરીયલ જોતાં હતાં અને મહેશભાઇનું આંગમન થયું ઘરમાં આવતાં જ બોલ્યાં "ઓહ માસી આવ્યા છે ને કંઇ ? ઇન્દીરાબહેનની બહેન સરલાએ કહ્યું અરે તમે આવી ગયા ? પણ હું માસી વૈદેહીની છું. તમારી નહીં શું માસી કહો છો ?
ઇન્દીરાબ્હેન ઉભા થઇ ગયાં અને બેગ લીધી અને કહ્યું "તમે અહીં બેસો હું પાણી લાવુ છું સરલા આવી છે બે દિવસથી એટલુ સારું લાગે છે ને કહી પાણી લેવાં ગયાં.
મહેશભાઇએ કહ્યું "પણ વૈદેહી ક્યાં છે ? એ કેમ દેખાતી નથી સાંજ પડી ગઇ.. ક્યાં ગઇ છે ?
ઇન્દીરાબ્હેન થોડાં ગભરાયાં પણ પછી બોલ્યાં એ કાલે એની ફ્રેન્ડ્રસ સાથે સોમનાથ ગઇ છે કાલે આવી જશે.
મહેશભાઇનો ચહેરો તંગ થયો "કેમ સોમનાથ ? કોની સાથે ગઇ છે ? અને તેં મોકલી ?
ઇન્દીરાબ્હેન કહે એ બધી બહેનપણીઓ ગઇ છે હમણાં રીઝલ્ટ આવ્યું હતું એટલે મેં હા પાડી ફરી આવે છોકરી આપણે તો ક્યાંય લઇ જતાં નથી તમને ધંધાથી ફુરસદ નથી હોતી ભલે ને ગઇ.
મહેશભાઇએ કહ્યું "ધંધો મારાં માટે કરું છું ? બધા માટે કરું છું એમનેમ બધી જરૂરીયાતો પુરી થાય છે ? તું ઓળખે છે ને ? એની બધી ફ્રેન્ડ્સને ? કંઇ નહીં ચા મૂક પછી એને ફોન કરું છું. ઇન્દીરાબ્હેન કહે "ફોન ના કરશો કાલે આવી જ જવાની છે ને ખોટી છોકરી બીશે. હું ચા નાસ્તો લાવુ છું કાલે આવે એટલે જેટલું પૂછવું હોય પૂછજો બધી વાતો કરજો.
મહેશભાઇ કહે "ઇન્દુ તને સમજ નથી જુવાન છોકરી આમ... ઇન્દીરાબ્હેને વાત કાપતાં કહ્યું "હું બધાને ઓળખું છું બધી સંસ્કારી અને સારાં ઘરની જ છોકરીઓ છે એટલે મેં જવા દીધી છે ચિંતા ના કરો.
વૈદેહીની માસીએ કહ્યું "તમે પણ શું બનેવી આમ ગભરાવો અત્યારની છોકરીઓ તો ખૂબ તૈયાર હોય છે જાત સાચવશે ના કરો ચિંતા આપણી વૈદેહીતો હુંશિયાર છે.
મહેશભાઇ કહે બહુ હુશિયાર ક્યારેક આપણને બુધ્ધુ બનાવે. પરણવા લાયક થઇ છે હવે હું સારો છોકરો અને ઘર જોઇને એનું નક્કી જ કરી નાંખવાનો છું આપણે નવા બંગલે રહેવા જઇએ પછી ત્યાંજ એનો પ્રસંગ લઇ લઇશું મને બધી ચિંતા થાય હું બાપ છું એનો. હું બધે ફરુ છું મને આજની દુનિયા ખબર છે એટલે જ ડર લાગે છે. છોકરી ક્યારે હાથથી નીકળી જાય ખબર જ ના પડે.
ઇન્દીરાબ્હેન ચા-નાસ્તો લઇને આવ્યાં પછી બોલ્યાં. "હું સમજુ છું તમારી ચિંતા પણ આપણી વૈદેહી ખાલી હોંશિયાર નહી ખૂબ સુંદર છે એને છોકરો મળતાં વાર નહીં લાગે.
મહેશભાઇએ કહ્યું " સુંદર છે એટલે જ ચિંતા છે કંઇ નહીં ચાલો એ આવે પછી વાત.
સરલાબ્હેન કહે "જુઓ બનેવી હું એકવાત કરુ છું તમને ગમે કે ના ગમે પણ જે કંઇ બાકી કહો વૈદેહીની પસંદગી જાણજો સંસ્કારી ઘર અને છોકરો હોય તો એની પસંદગીમાં પણ ના ના પાડશો.
મહેશભાઇ કહે કેમ એણે કોઇ પસંદ કરી લીધો છે ? મારે એને ખૂબ સુખી અને ભર્યા ભર્યા ઘરમાં મોકલવી છે એને ત્યાં બધાં સુખ મળે વૈતરા ના કરવા પડે કરોડપતિ ના હોય તો કંઇ નહીં પણ બંગલો ગાડી નોકર ચાકર હોવા જોઇએ મારી દીકરી રાજ કરે. મારે એકની એક છોકરી છે જ્યાં ત્યાં પરણાવી નથી દેવાની આપણાં પ્રમાણે ઘર હોવું જોઇએ.
ઇન્દીરાબ્હેન કહે "ખાલી પૈસો નહીં એ લોકોનાં સ્વભાવ સંસ્કાર ભણતર બધુ જોવાનું છે ક્યાંક પૈસાનાં મોહમાં આપણી દીકરી દુઃખી ના જ થવી જોઇએ.
મહેશભાઇ કહે "મને ખબર પડે છે ચિંતા ના કરો હું બધી રીતે શ્રેષ્ઠ અને સુખી ઘર જ શોધીશ. એનાં આવ્યા પછી વાત.
***************
બ્રહ્મમૂહૂર્ત આવ્યું અને ગોકર્ણ એ બધી તૈયારી કરી દીધી જે લોકોને પાછા મોકલવાનાં હતાં બધાને અજીત તળેટીમાં મૂકીને પાછો આવ્યો. માનસ અને મનસાં જ હવે બાબા પાસે બેઠાં હતાં. એ લોકોને જાણે કોઇ ઉતાવળ નહોતી. પરભવનો પ્રેમી એકમેક સાથે બેઠેલાં પરંતુ બાબાથી વિધી દરમ્યાન ગત જન્મની યાદોનાં પડળ એક પછી એક ખૂલી રહેલાં એમાં પીડા અને આનંદ બંન્ને હતો.
બાબાએ બ્રહ્મમૂહૂર્ત થતાં જ પોતાની વિધી અને ખાસ કોઇ વિધી માટે અંદર ગયાં. માનસ મનસાં એમને જતાં જોઇ રહ્યાં. માનસનાં માનસપરથી ગત જન્મની પીડા ઓછી નહોતી થતી. અને ગોકર્ણએ કહ્યું "બાબા વિધીમાં છે અને આજે ખાસ વિધી છે શાંતિ રાખજો બાબાનો આદેશ થાય એમજ વર્તજો. તમારુ સારુ કરવા માટે જ આટલું તપ ચાલી રહ્યુ છે.
થોડીવાર પછી અજવાળુ આકાશમાં થયું તારાં ટમટમતાં હજી જોવાતાં હતાં. અજીત અને ગોકર્ણ બને માં માયાનાં મંદિર પાસે બેઠેલાં અને બાબાએ હાક પાડીને ગોકર્ણ એમની પાસે દોડી ગયો. બાબાએ કહ્યું "અંદરના આવીશ પણ પેલા માનસને મારી પાસે મોકલ.
ગોકર્ણે માનસને કહ્યું "તું જા અંદર બાબા બોલાવે છે અને માનસ ડર સાથે ઉભો થઇને અંદર ગયો. બાબાની આંખો બંધ હતી એ ખૂલી એમણે માનસની આંખામાં ત્રાટક કર્યું અને જય મહાકાલ કહીને મોટેથી મંત્ર ભણ્યાં અને માનસની આંખો બંધ થઇ ગઇ અને બાબા પરકાયા પ્રવેશનો પ્રયોગ માનસમાં કર્યો અને માનસ ચિત્કારી ઉઠ્યો... પછી...
વધુ આવતા અંકે --- પ્રકરણ-22