ahankari prem - 2 in Gujarati Love Stories by Ashka Shukal books and stories PDF | અહંકારી પ્રેમ - 2

Featured Books
Categories
Share

અહંકારી પ્રેમ - 2

આગળના ભાગમાં આપણે જોયું કે પ્રિયંકા પુલકિત સાથે લગ્ન કરીને મુંબઈ આવે છે અને ઘરનું લોકેશન અને વાતાવરણ જોઈને અચંબિત થઈ જાય છે અને તેની મુલાકાત કેવી રીતે થઈ હતી એના વિશે વિચારે છે બસમાં બન્નેની મુલાકાત થાય છે અને પુલકિત નો ફોન આવે છે હવે આગળ...

ફોન મૂકી પ્રિયંકા વિચારે છે શું કરવું!!!!
આને મળવા જાઉં કે ના જાઉં!!!! પણ હું એને ઓળખું છું જ કેટલો!!?? પોતાની જાત સાથે જ સવાલ જવાબ કરતા થોડું વિચારીને નિર્ણય લીધો કે ના ના હમણાં આટલી ઉતાવળ કરવી સારી નથી. એક તો એ થોડો ચીપકું ટાઈપ છે જ મારે થોડો ટાઈમ લેવો જોઈએ એમ વિચારી તેને પુલકીત નો નંબર સેવ ન કર્યો.

ત્યાં તો હર્ષિત આવ્યો.... થોડો શ્યામ વર્ણ કહી શકાય એવો પણ, દેખાવમાં ખૂબ જ નમણો કોઈને પણ એક જ નજરમાં ગમી જાય એવું એનું વ્યક્તિત્વ હતું. સિલ્કી વાળ, ચમકતું લલાટ, થોડી જાડી કહી શકાય એવી ભ્રમર એની આંખોમાં તો કંઈક ગજબ નું આકર્ષણ હતું. મોતી ના દાણા જેવાં દાંત અને એની સ્માઈલ ના તો બધા દિવાના હતા એ જ્યારે સ્માઇલ કરે ત્યારે ગાલે ખંજન પડતું.
જેટલો ખૂબસૂરતીમાં હર્ષિત સોહામણો અને નમણો હતો એટલો જ દિલ નો પણ પ્રેમાળ અને ખૂબ જ લાગણીશીલ હતો. દરેક ની મદદ કરવા માટે તે હંમેશા તત્પર રહેતો કોઈની આંખમાં આંસુ તે જોઈ ન શકતો.

ટૉલ ડાર્ક એન્ડ હેન્ડસમ કહી શકાય તેવા બધા જ ગુણ હર્ષિત માં હતા ફક્ત તેના પગના ખોટ ના લીધે જ એને પોતાને એવું લાગતું કે મને કોઈ પસંદ નહીં કરે.
જેના લીધે એ હમેશાં પોતાના મનની વાત છુપાવતો.

હેય... હાઈ... પિયુડી તો હવે અમારી યાદ આવી એમ ને!! રહેવું હતું ને હજી ફઈ ને ત્યાં જ.... અમે લોકો તો તારા વગર અહીંયા મોજથી રહેતા હતા..... હવે પાછી તને સહન કરવી પડશે એમ બોલતાં એક્ટિંગ કરતા કરતા મીઠી ટકોર કરીને હર્ષિત પ્રિયંકાને ચીડવવા લાગ્યો....

હવે જા ને આવ્યો મોટો મોજ કરવા વાળો મને ખબર છે તું મારા વગર અહીં એકલો બોર થઈ જતો હતો હરિયા ....એમ કહી પ્રિયંકા ખડખડાટ હસવા લાગી.... હર્ષિત ગુસ્સે હોવાનું નાટક કરતા મોઢું વકાસીને બોલ્યો મેં તને કેટલી વાર કહ્યું છે તારે મને હરિયો નહીં કહેવું. 🙁😒

પ્રિયંકા બોલી એમ તો તું પણ મને પિયુડી પિયુડી કહીને ચીડવતો હો છો એનું શું!!? હુંહ ... હું તો હરિયો જ કહીશ અને બંને હસી પડ્યા.

હર્ષિત બોલ્યો હા બાબા તારા વગર કંટાળો આવતો હતો. તને જોયા વગર મને એક પણ દિવસ નથી ચાલતું તને ખબર છે ને. પણ , હવે તું આવી ગઈ છો તો હવે મારા ચહેરા પર રોજ સ્માઇલ જોવા મળશે.
આવું બોલતા હર્ષિત ની આંખો માં પ્રિયંકા પ્રત્યેનો પ્રેમ છલકાતો હતો પણ પ્રિયંકા ક્યારેય એ પ્રેમને જોઈ ન શકી.

હર્ષિતે પૂછ્યું બોલ કેવી રહી મુંબઈની જર્ની !!!
ફઈના ઘરે રોકાઈ આવી.. કેમ છે એ લોકો બધા મજામાં, બહુ મજા પડી હશે ને ત્યાં નિક્કી સાથે ( નિક્કી એટલે પ્રિયંકાના ફઈ ની દીકરી).

ત્યાં હર્ષિત ના મોબાઇલ ની રીંગ વાગી તેરા સાથ હૈ તો મુજે ક્યા કમી હૈ અંધેરો મેં ભી મિલ રહી રોશની હે....... હર્ષિત ફોન ઉપાડે છે સામે તેના પપ્પાનો અવાજ સાંભળીને કહે છે હા પપ્પા હમણાં જ આવું છું કહી ફોન રાખે છે. પ્રિયંકા મારે ઘરે જવું પડશે પપ્પાને કંઈ કામ છે ... ઓકે પછી મળીએ બાય... ટેક કેર.... કહી હર્ષિત જતો રહ્યો.

પ્રિયંકા અને હર્ષિત આમ તો બેસ્ટ ફ્રેન્ડ હત પણ હર્ષિત માટે પ્રિયંકા બેસ્ટ ફ્રેન્ડ થી પણ વધારે હતી તે એના માટે કંઈ પણ કરવા તૈયાર હતો, નેહાને હર્ષિત ની લાગણી વિશે જાણ થઈ ગઈ હતી. એણે ઘણીવાર હર્ષિત ને કહ્યું કે તું ના બોલી શકતો હો તો હું વાત કરું પ્રિયંકા સાથે પણ, હર્ષિત એ નેહાને કસમ આપી હતી કે એ પ્રિયંકાને કાંઈ પણ ન જણાવો એટલે નેહા ચૂપ હતી.

આમ પણ પ્રિયંકાને નેહા સાથે બિલકુલ બનતું નહીં. બંનેના વિચારો માં પણ કોઈ પણ સામ્યતા ન હતી કોઈપણ વાતમાં બંને એકબીજાથી વિરુદ્ધ જ હોય. નેહા દેખાવે સામાન્ય હતી, કપડાં પણ તે સાદગીભર્યા પહેરતી ફેશન કરવી તેને બિલકુલ ન ગમતી.
અને પ્રિયંકા મોર્ડન અને ફેશનેબલ હતી, એને તેની સુંદરતા નું બહુ અભિમાન હતું.
એમાં પણ હસમુખભાઈ અને નલિની બેન ના ગયા પછી ઘરમાં કોઈ વડીલ ધ્યાન આપવા વાળુ હતું નહીં. ત્રણેય ભાઈ બહેન પોત પોતાની રીતે રહેતા હતા.
.
.
.
બીજા દિવસે સવારે પ્રિયંકા ની આંખ ઊઘડી ત્યારે જ પ્રિયંકાના મોબાઈલ પર મેસેજ ની રીંગટોન વાગી. આળસ મરડી બેઠી થઈ મોબાઈલ હાથમાં લઈ તેણે
મખમલ જેવા ગાદલા પર ઉંધા પડી એના ફેવરિટ ટેડી બિયર માથું રાખીને વાંચવાનું શરૂ કર્યું...

*મેં એને કીધું તારો દુપટ્ટો ઉઠાવી લે..જમીન સાથે ઘસાય છે...

તો દોઢડાહ્યી મને કહે दुप्पटा भी अपना फ़र्ज़ निभा रहा है
कोई चूम न ले मेरी कदमो की मिटटी को
इसलिए ये निशान मिटा रहा है...!

મેં કીધું: Ali ben , શાયરીના ફાંકા ના માર, આગળ ગાયનો પોદળો છે...!!😜😜😂😂

નીચે સ્ટાઈલમાં PuL(

પ્રિયંકા બબડી What a PJ !!!

સારું થયું આને મેં મળવાની ના પાડી નહિતર મને પકાવી નાખત.....
અને વળતો કંઈ રીપ્લાય કર્યો નહીં.

based on real story.
to be continued.....