Nafratni aag ma prem nu khilyu gulaab - 17 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૭

Featured Books
Categories
Share

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૭

(આપણે આગળનાં ભાગમાં જોયું કે, સંધ્યા મીરાંની ઘરે, તેનાં કોલેજનાં કામની કોઈ બુક લેવાં ગઈ હતી.જ્યાં તેને પહેલાં મીરાંની ઘરે પછી કોમલનાં રૂમમાં અને પછી આદિત્ય પાસે જોયેલી કોથળી મળી.જે લઈને સંધ્યા તેનાં કઝિન વિવેક પાસે,એ કોથળીમાં શું છે,એ જાણવાં જતી હતી.હવે જોઈએ આગળ.)





સંધ્યા કાર લઈને વિવેકની ઘરે પહોંચી ગઈ.તેણે વિવેકને અગાઉ જ ફોન કરીને જાણ કરી દીધી હતી.આથી વિવેક તેનાં ઘરની બહાર જ ઉભો હતો.
સંધ્યા નીચે ઉતરીને વિવેક પાસે ગઈ.તેણે બેગમાંથી એ કોથળી કાઢીને,વિવેકને આપી.વિવેકે કોથળી લઈને કહ્યું.
"આ શું છે,એ હું તને કાલ સવારે દશ વાગ્યે જ જણાવી શકીશ.હાલ આ તું મારી પાસે રહેવા દે."
"ઠીક છે,તો હું કાલ સવારે દશ વાગ્યે તને મારી કોલેજે જ મળીશ."
"ઓકે."
સંધ્યા એ કોથળી વિવેકને આપીને ઘરે જવા નીકળી ગઈ.ઘરે પહોંચીને તે સીધી પોતાનાં રૂમમાં જતી રહી.તે અત્યારે તેનાં મમ્મી-પપ્પાનાં સવાલોનાં જવાબ આપવા તૈયાર નહોતી.

*****
આ તરફ મીરાં કાર્તિકને મળવાં ગઈ હતી.કાર્તિકે મીરાંને કહ્યું,"હું કાલે સંધ્યાને મારવાનો છું.પછી આપણે બંને આઝાદ.સંધ્યાને મારવાનાં બદલામાં Mr.DK મને મારો અલગ બિઝનેસ ચાલું કરવામાં મદદ કરશે.પછી આપણે લગ્ન કરી લેશુ."
"તું પાગલ થઈ ગયો છે? તું શું બોલે છે,એતો તને ખબર છે ને?"
"હાં,જો સંધ્યાને મારવાથી મારો બિઝનેસ ચાલું થઈ જતો હોય,તો એમાં તને શું વાંધો છે?"
"તું સંધ્યાને નહીં મારે બસ.મારે બીજું કાંઈ નાં જોઈએ.જો તું તેને મારીશ,તો હું તારી સાથે લગ્ન નહીં કરું."
"મેં Mr.DK ને જણાવી દીધું છે કે, હું કાલે સંધ્યાનું કામ તમામ કરી નાખીશ.હવે જો હું સંધ્યાને નહીં મારું,તો Mr.DK મને મારી નાંખશે.એતો તને સમજાય છે ને!!"
"તો ચાલ આપણે સંધ્યા અને સુરજને બધું જણાવી દઈએ."
"એ તારો વિશ્વાસ કરી લેશે એમ!!"
"હાં સંધ્યા જરૂર મને સમજશે.એ આપણને આ મુસીબતમાંથી નીકળવામાં મદદ પણ કરશે."
"સુરજ ક્યારેય નહીં માને.મેં તેનો વિશ્વાસ તોડ્યો છે.તેનાથી બધું છુપાવ્યું છે.એ તેનાથી સહન નહીં થાય."
"સંધ્યા સુરજને સમજાવી લેશે.બસ તું સાથ આપે તો હું અત્યારે જ તેને બધું જણાવવા તૈયાર છું."
"તારે એવું જ કરવું હોય,તો આપણે કાલે સંધ્યા અને સુરજને બધું જણાવી દેશું.હાલ તું ઘરે જા."
"ઠીક છે.બાય."

*****
બીજાં દિવસે સવારે સંધ્યા વહેલાં કોલેજ જવા નીકળી ગઈ.તેને ખબર હતી,કે વિવેક દશ વાગ્યે કોલેજે આવવાનો હતો.તેમ છતાંય હવે તેનાથી વધુ સમય રાહ જોવી શક્ય નહોતું.
સંધ્યા કોલેજે વહેલાં તો પહોંચી ગઈ.પણ તેનું ભણવામાં બિલકુલ ધ્યાન નહોતું.તે વારંવાર ઘડિયાળમાં જોયાં કરતી હતી.પણ હજું વિવેકનાં આવવાને એક કલાકની વાર હતી.હજું નવ જ વાગ્યા હતાં.

આ તરફ મીરાં પણ સંધ્યાને બધું કહેવા ઉતાવળી થતી હતી.કાર્તિક હજું પણ મીરાંને કહી રહ્યો હતો.

"એકવાર હજું વિચારી લે.ક્યાંક સંધ્યા તારો સાથ આપવાની નાં પાડી દેશે તો?"

"એવું કાંઈ નહીં થાય‌.મેં આ બધું મારી મરજીથી નહોતું કર્યું.તો એ મારો સાથ આપશે જ."

"જેવી તારી મરજી."

આખરે બરાબર દશ વાગ્યે,વિવેક કોલેજ પહોંચી ગયો.તેણે કોલેજનાં કેન્ટીનમાં જઈને સંધ્યાને મેસેજ કર્યો.વિવેકનો મેસેજ વાંચીને સંધ્યા ફટાફટ કેન્ટીન તરફ ભાગી.તેની પાછળ સંધ્યાને બધું જણાવવા માટે મીરાં અને કાર્તિક પણ ભાગ્યા.

સંધ્યાનાં આવતાંની સાથે જ વિવેકે સંધ્યાને પૂછ્યું."તને આ કોથળી ક્યાંથી મળી?"

"એ બધું પછી, પહેલાં એ જણાવ,આ છે શું?મારે એ જાણવું ખૂબ જ જરૂરી છે."

"આ શું છે,એ જાણવું તો તારે જરૂરી છે જ,પણ આ તને ક્યાં મળી એ જાણવું મારે પણ જરૂરી છે."

"આ મને મીરાં પાસે મળી.તેની પાસે આ કોથળીની આખી બેગ હતી.તેમાંથી હું એક તેની જાણ વગર લઈ આવી,અને તે શું છે એ જાણવાં તને આપી.હવે જણાવ આ શું છે?"

"આ ડ્રગ્સ છે.આની લત એકવાર લાગી ગઈ,તો છોડાવી મુશ્કેલ છે,તો આ મીરાં પાસે કેવી રીતે આવી.એ પણ આખી બેગ!!"

"એતો મને નથી ખબર,મારે પણ એજ જાણવું છે."

"એ અમે તમને જણાવીશું,પણ એ માટે અમારે તમારી મદદની જરૂર છે."

પાછળથી મીરા બોલી,એટલે સંધ્યાએ પાછળ ફરીને જોયું.મીરાં અને કાર્તિકને સાથે જોઈને સંધ્યાને ખૂબ જ ગુસ્સો આવ્યો.

"તમને લોકોને જરાં પણ શરમ નાં આવી!!કોઈની જીંદગી બરબાદ કરતાં,તમને જરાં પણ વિચાર નાં આવ્યો!!અને હજું પણ બેશરમની જેમ મારી પાસે મદદ માંગવા આવ્યાં છો!

"તમે શું એવું ઈચ્છો છો,કે હું પણ તમારી જેમ બીજાંને ડ્રગ્સ આપી,તેમનું જીવન બરબાદ કરું?"

"સંધ્યા એવું બિલકુલ નથી.તું પહેલાં મીરાંની વાત તો સાંભળી લે!"

"એવું નથી તો કેવું છે, કાર્તિક?સુરજે તને સગાં ભાઈની જેમ રાખ્યો, મેં મીરાંને બેસ્ટ ફ્રેન્ડ સમજી,એ બધી અમારી ભૂલ હતી,એમ સમજું? કે પછી તમે થોડાં એવાં રૂપિયાની લાલચમાં આવીને,બધી મર્યાદાઓ ઓળંગી ગયાં,એમ સમજું?"

"અમે તને બધી હકીકત જણાવવા જ આવ્યાં છીએ.હા અમે તમારો વિશ્વાસ તોડ્યો.પણ હવે અમે એવું નહીં કરીએ.હું પણ તને બેસ્ટ ફ્રેન્ડ સમજતી,એટલે જ તને કાંઈ કહી નાં શકી.પણ હવે બધું કહેવાનો સમય આવી ગયો છે."
"હવે બાકી શું રાખ્યું છે,તમે લોકોએ કહેવા માટે!"

"સંધ્યા તું એકવાર મીરાંની વાત સાંભળી લે."

"હાં,બોલ શું કહેવું છે,તારે?"

સંધ્યાએ હાં પાડી એટલે મીરાંએ કહેવાનું ચાલું કર્યું.

*****
મીરાં મુંબઈ આવી ત્યારે

હું જ્યારે મુંબઈ આવી, ત્યારે બધું બરાબર ચાલતું હતું.મારાં મામા મારી સાથે બહું સારી રીતે રહેતાં હતાં.

એક દિવસ જ્યારે મામા બહાર ગયાં.ત્યારે મને તેમનાં રૂમમાંથી ડ્રગ્સની એક કોથળી મળી , ત્યારે તો એ શું છે,તેની મને ખબર પણ નહોતી.હું એ કોથળી જોતી હતી, ત્યાં જ નીચે દરવાજે કોઈક આવ્યું,તો હું એ કોથળી સાથે જ નીચે ગઈ.

નીચે જઈને દરવાજો ખોલ્યો,તો ઘરનો નોકર આવ્યો હતો.તે અંદર આવ્યો,અને કિચનમાં ઘટતી વસ્તુઓ લેવાં માટે એક થેલી લઈને ફરી જતો રહ્યો.

તેનાં ગયાં પછી મેં એ કોથળી ખોલી અને તે શું છે,એ જોવાં માટે તેને સૂંઘવા નાક પાસે લઈ ગઈ, ત્યાં જ તેને સૂંઘતાની સાથે જ હું બેભાન થઈ ગઈ.

જ્યારે હું ભાનમાં આવી, ત્યારે મારી સામે તું અને મામા હતાં.તે પૂછ્યું કે,મને શું થયું હતું, ત્યારે જ મામાએ આંખના ઈશારે મને તને કાંઈ પણ જણાવવાની નાં પાડી,અને તે દિવસથી જ મારું તારાં પ્રત્યેનું વર્તન બદલાઈ ગયું,અને હું મામા સાથે તેનાં એ કાળાં ધંધામાં તેમનો સાથ આપવા લાગી.કેમકે,તે દિવસે તારાં ગયાં પછી,મને મામાએ ધમકી આપી કે, હું આ વાત કોઈને જણાવીશ,તો જેવી રીતે સુરજનાં મમ્મીને મારી નાખ્યાં, એવીરીતે મને પણ મારી નાંખશે.

*****

કોલેજ કેન્ટીન

મીરાંએ અત્યાર સુધી જે બન્યું,એ બધું વિસ્તારથી સંધ્યાને જણાવી દીધું.મીરાંની છેલ્લી વાત સંધ્યાનાં ગળે નાં ઉતરી.તેણે મીરાંની વાત પૂરી થતાં સીધું જ મીરાંને પૂછી લીધું.

"તો સુરજનાં મમ્મીનું મૃત્યુ થયું નહોતું,પણ તેમનું કોઈએ મર્ડર કર્યું હતું?"

"હાં,તેમને તેમનાં જ પતિ અને સુરજનાં પપ્પા હિતેશભાઈએ મારી નાખ્યાં.કેમકે,તેઓને હિતેશભાઈનાં ડ્રગ્સનાં ધંધા વિશે ખબર પડી ગઈ,અને તેઓ તેની જાણ પોલીસને કરવાં જતાં હતાં.ત્યારે જ હિતેશભાઈએ તેમની કારનું એક્સિડન્ટ કરાવી નાખ્યું."

"તે આ બધું તારાં મામાનાં કહેવાથી કર્યું,પણ કાર્તિક તો આ બધું તેની મરજીથી કરતો હતો ને!"

"હાં,પણ હવે એ આ બધું છોડવાં માંગે છે."

"આટલો સમય આ બધું કર્યું,અને અચાનક હવે એ આ બધું છોડવાં માંગે છે,એ વાત હું કેવીરીતે માની લઉં?"

"તે મને પ્રેમ કરે છે,ને એ મારી સાથે લગ્ન કરવાં માંગે છે,એટલે મારાં કહેવાથી એ આ બધું છોડવાં તૈયાર છે."

"ઓકે, માન્યું એ આ બધું તારાં માટે કરે છે,પણ મને વિશ્વાસ નથી.પહેલાં તમે બંને મારી સાથે આવો,અને સુરજને બધી હકીકત તમારાં મોંઢેથી જ કહો.પછી એજ નક્કી કરશે.શું કરવું એ."

"ઓકે,અમે બધું સુરજને જણાવવા તૈયાર છીએ."

કાર્તિક અને મીરાંએ બધી હકીકત સુરજને જણાવવાની હાં પાડી,એટલે સંધ્યા મીરાં અને કાર્તિક સાથે ત્યારે જ સુરજની ઘરે જવા નીકળી ગઈ.






શું મીરાં અને કાર્તિક સુરજને બધી હકીકત જણાવશે?સુરજ તેમનો ભરોસો કરશે? શું કાર્તિક ખરેખર મીરાંને પ્રેમ કરતો હતો?કે એ પણ તેની કોઈ ચાલ હતી?એ જોઈશું આગળનાં ભાગમાં.