Dil ka rishta - a love story - 23 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 23

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા A LOVE STORY - 23

ભાગ - 23


(આગળ જોયું કે રોહન ના મમ્મી રોહન ને એની મનપસંદ છોકરી સાથે લગ્ન માટે હા પાડે છે પણ રોહન એ છોકરી કોણ છે એ જણાવતો નથી બધા દાંડિયા માટે તૈયાર થાય છે દાંડિયા માટે તૈયાર થઈ ને આવેલી તેજલ ને જોઈ રોહન ના હોશ ઉડી જાય છે તેજલ રોહન ની મજાક કરતા રોહન તેજલ ને ચેલેન્જ આપે છે તેજલ એ ચેલેન્જ નો સ્વીકાર કરે છે અને એ લોકો ની ટિમ બનાવી બન્ને મેદાન માં ઉતરે છે હવે જોઈએ આગળ )


રોહન અને તેજલ પોતપોતાની ટિમ સાથે જાણે યુદ્ધ લડવા જતા હોય એ ઠાઠ થી મેદાન માં ઉતરે છે છોકરા ઓ નો જુસ્સો જોઈ અને પૂજા ના પપ્પા કલાકારો ને જઇ કંઈક કહે છે એમની વાત સાંભળી અને એનાઉન્સર એનાઉન્સમેન્ટ કરે છે


એનાઉન્સર - ગુડ ઇવનિંગ ટુ ઓલ આજ આપણે સૌ પૂજા અને સંજય ના લગ્ન ની પૂર્વ સંધ્યા એ આજ ની રઢિયાળી રાત ને યાદગાર બનાવવા ભેગા થયા છેબેઠેલા બધા નું હૈયું મોર બની ને થનગાટ કરે એમ રમવા આતુર બન્યું છે અને એમાં સોના માં સુગંધ ભળે એવી વાત એટલે કે આપ સૌ જાણો છો કે અત્યારે મિસ તેજલ અને મિસ્ટર રોહન વચ્ચે યુદ્ધ ના પડકાર અપાઈ ગયા છે હાહા હું મજાક કરું છું મતલબ કે કોમ્પિટિશન થવા જઈ રહી છે જે આજ ની રાત માં ચાર ચાંદ લગાડશે તો એક તરફ છે પોરબંદર ની ગરબા કવીન નો ખિતાબ જેને મળેલ છે એવા મિસ તેજલ (ત્યાં તો તાળીઓ નો ગડગડાટ વાતાવરણ માં ગુંજી ઉઠે છે) અને બીજી તરફ છે આત્મવિશ્વાસ થી ભરપૂર એવા મિસ્ટર રોહન ( ત્યાં જ એની ટિમ અને એના મિત્રો ચિચિયારી થી એનો ઉત્સાહ વધારે છે) એનો આત્મ વિશ્વાસ એના મુખ પર છલકી રહ્યો છે જે આપ સૌ જોઈ શકો છો


એ સાંભળી રોહન રોફ થી કોલર ઉંચો કરી તેજલ સામે જોઈ નેણ ઉછાળે છે


તેજલ કહે એને આત્મ વિશ્વાસ નહિ ઓવરકોન્ફિડન્સ કહેવાય ત્યાં તો તેજલ ની ટિમ વાળા જોર જોર થી હસવા લાગે છે


રોહન- હા એતો સમય જ કહેશે કે કોન્ફિડન્સ છે કે ઓવર કોન્ફિડન્સ


તેજલ - અચ્છા જી (એની ટિમ સામે જોઈ ને) હવે તો બતાવવું જ પડશે પણ એક મિનિટ ... કોમ્પિટિશન કરીયે તો કૈક શરત તો લાગવી જ જોઈએ ને જે જીતે એને શુ મળશે ??


રોહન ( મન માં ) મને તો તું મળી જા એટલે ઘણું


રોહન ને વિચાર માં જોઈ તેજલ એ કહ્યું - ઓહ હેલ્લો મિસ્ટર રોહન વિચાર માંડી તો નથી વાળ્યો ને હારવા ની બીક એ એમ કહી હસવા લાગેછે


રોહન - ના હવે પાછો ફરે એ આ રોહન નહિ લગાવો શરત આપ જે કહો એ મને મંજુર છે મેડમ


તેજલ - ઓકે જે હારશે એને જીતનાર વ્યક્તિ કોઈ પણ એક કામ કરવી શકશે એ ગમે એટલું મુશ્કેલ હોય હારવા વાળા એ કરવું જ પડશે ઓકે કરો પ્રોમિસ??? (એમ કહી હાથ લંબાવે છે)



રોહન પણ વટ થી તેજલ તરફ આગળ વધે છે તેજલ ના હાથ માં હાથ મૂકે છે અને કહે છે હા જી મંજુર છે


પછી

ખાલી તેજલ સાંભળે એ રીતે રોહન કહે છે કે જો હારી ને આપના ગુલામ બનવાનું હોઈ તો બંદો હારવા ભી તૈયાર છે એમ કહી તેજલ સામે આંખ મિચકારે છે


તેજલ એના તોફાની અંદાજ માં જવાબ આપે છે અચ્છા જી તો તૈયાર થઈ જાઓ મારી ગુલામી કરવા એમ કહી એ પણ સામે આંખ મિચકારે છે

રોહન મન માં મુસ્કુરાઈ અને વિચારે છે ગાડી સહી ટ્રેક પે જા રહી હૈ લાગે રહો રોહન....


એનાઉન્સર ફરી એનાઉન્સમેન્ટ કરે છે

એનાઉન્સર - આપ બન્ને વચ્ચે તો શરત લાગી જ ગઈ છે પણ આપ લોકો માટે એક બીજા ખુશી ના સમાચાર છે

આપ સૌ નો જુસ્સો જોઈ અને આજ ના આપણા દુલ્હન પૂજા બેન ના પપ્પા તરફ થી જીતનારી ટિમ માટે એક ખાસ ઇનામ રાખેલ છે આટલું સાંભળી બધા તાળીઓ વગાડે છે

વિચારો શુ હશે એ ઇનામ ???? વિચારો વિચારો????

બધા વિચારે છે કોઈ એ કહ્યું કંઇક ગિફ્ટ હેમપર ????

ના....


તો રોકડ ઇનામ ????

ના...


હજી વિચારો???? અચ્છા ચલો હું જ કહી દઉં છું



જે ટિમ જીતશે એને 3 days 2 night ની પીકનીક પૂજા બેન ના પપ્પા સ્પોન્સર કરશે આટલું સાંભળી તેજલ અને રોહન ની ટિમ ચિચિયારી અને તાળી થી આ વાત ને વધાવે છે


તો જીતનાર ને 2 ઇનામ મળવાના છે બધા જોરદાર તાળી થી આ બન્ને ને વધાઓ

ફરી જોરદાર તાળીઓ થી વાતાવરણ ગુંજી ઉઠે છે

હવે બધા મહેમાનો ને પણ મજા આવવા લાગી હતી એને પણ આજ ની કોમ્પિટિશન કોણ જીતશે એ જાણવા ઉત્સુક હતા

તો બસ ખાલી 5 જ મિનિટ માં અહીંયા થી આપ લોકો માટે બીજો રાઉન્ડ લઈ ને આવીશું તો બધા તૈયાર થઈ જાઓ અને ખાસ તેજલ અને રોહન ની ટિમ તૈયાર થઈ જાઓ


બધા રમવા માટે તૈયાર છે પણ આ બન્ને ની કોમ્પિટિશન જોવા માટે વધારે ઉત્સાહિત છે રોહન અને તેજલ ની ટિમ અત્યારે વિરુદ્ધ દિશા માં પોતાની ટિમ સાથે કોમ્પિટિશન જીતવા રણ નીતિ બનાવે છે


સ્ટેજ પર થી એનાઉન્સમેન્ટ થાય છે કે બસ થોડી જ ક્ષણ માં આપના માટે રાઉન્ડ શરૂ કરશુ અને જો હવે કોમ્પિટિશન થવા ની હોઈ તો એને જજ કરવા માટે પણ કોઈ જોઇશે ને????? તો અહીંયા મહેમાન માં પધારેલા રાજકોટ થી કે જેઓ નવરાત્રી દરમિયાન પણ જજ તરીકે ફરજ બજાવે છે એવા મિસ્ટર એન્ડ મિસિસ ચોંટાઈ આજ આપ લોકો ને જજ કરશે અને અહીંયા ફક્ત એ 2 જ જજ નહિ પણ આપણી પબ્લિક પણ જજ હશે

જી હા...

અહીંયા બેઠેલા બધા એ આપ લોકો ને જેનું પર્ફોમન્સ ગમ્યું હોઈ એનું નામ ચિઠ્ઠી માં લખી અને જજમેન્ટ આપવાનું છે તો 50℅ આપણા માનનીય જજ નું અને 50% પબ્લિક નું જજમેન્ટ બન્ને મળી અને આપણે વિજેતા ઘોષિત કરીશું


તો આપણા જજ એ આપનું કોમ્પિટિશન માટે રાઉન્ડ સિલેક્ટ કર્યા છે એ આ રીતે રહેશે


1 રાઉન્ડ - ગર્લ રાઉન્ડ


2 રાઉન્ડ - બોય રાઉન્ડ


3 રાઉન્ડ - કપલ રાઉન્ડ


4 અને છેલો રાઉન્ડ જે ફક્ત આ બન્ને ની ટિમ ના વ્યક્તિઓ જ રમશે


અને પછી બધા ટીટોડો 6 સ્ટેપ ઘુમર જે આપણે રમવું હોઈ તે બધું અને પછી લાસ્ટ માં જજ આપ લોકો ને જણાવશે કે 3 day 2 night ટુર ના વિજેતા કોણ છે..

જેટલું મોટું ઇનામ છે એટલી જ વધુ મહેનત કરવી પડશે એને જીતવા તો આપ બન્ને ની ટીમ સાથે તૈયાર છો આ મહામૂકબલા માટે???


તો બસ આપની આતુરતા નો અંત આવી ગયો છે અને શરૂ થાય છે આજ નો 1 રાઉન્ડ એટલે કે ગર્લ રાઉન્ડ તો બધા રેડી છો ????????????


TO BE CONTINUE...........


( રોહન અને તેજલ વચ્ચે ની કોમ્પિટિશન નો કેવો હશે નજારો???? તેજલ સામે રોહન ટકી શકશે???? કોણ જીતશે કોમ્પિટિશન ????? જો શરૂવાત આટલી ધમાકેદાર છે તો અંત કેટલો લાજવાબ હશે ?????? તેજલ અને રોહન ની મીઠી નોકજોક સાથે શુ થશે આગળ એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા........


અને ખાસ વિન્નતી કે આપ સૌ ને કેવી લાગી રહી છે સ્ટોરી એ અભિપ્રાય જરુર આપજો કારણ કે આપણો પ્રેમ આપના અભિપ્રાય થી હું વધુ સારું લખી શકીશ તો અભિપ્રાય આપવાનું ભૂલશો નહિ ........