Sky Has No Limit - 1 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્કાય હેઝ નો લીમીટ - 1

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સ્કાય હેઝ નો લીમીટ - 1


મોહીત ઓફીસ જવાની તૈયારીમાં હતો. સવારનો સમય હતો બીલકુલ લેટના થવાય એટલે ઝડપથી શુટ પહેરીને ડાઇનીંગમાં આવ્યો. મલ્લિકા “મારાં ટોસ્ટ કોફી રેડી ? 9 વાગી ગયાં છે પ્લીઝ બી હરી... તારી ઓફીસનો પણ સમય થઇ જવાનો.
મલ્લિકાએ કીચનમાંથી કહ્યું "ઇટસ ઓલ રેડી.. માય મોહુ તું આ લઇ લેને પ્લીઝ તું ટોસ્ટ સેન્ડવીચ ખાતો થા હું આવી જ. બંન્ને જણાંએ ફટાફટ બ્રેકફાસ્ટ કર્યો અને બેગ લઇને બાહર નીકળી ઘર લોક કર્યુ અને મોહિતની મસીર્ડીઝમાં બંન્ને બેઠાં અને તરતજ કાર સ્ટાર્ટ કરીને નીકળ્યાં.
મલ્લિકાએ કોમ્યુટર સ્ટાર્ટ કર્યુ અને કામ અને મેઇલ જોવા માંડી... એય તું તો શરૂ થઇ ગઇ મારે ઘણું પેન્ડીંગ છે ઓફીસ જઇને જ નીપટાવીશ. ગાડી પાણીની જેમ સરકતી હતી લીસા અને પહોળાં રોડ આજુબાજુ આભને આંબતી ઇમારતો.
મલ્લિકાએ કહ્યું "કાલે રાત્રે તું લેટ કેમ આવ્યો ? આવીને પતાવી દેવું હતું ને... પણ તું તો કંઇ બીજા જ મૂડમાં હતો.
મોહિતે કહ્યું "એય આખાં દિવસનાં કામ પછી રીલેક્ષ તો થઊં કે નહીં અને આખો દિવસ બંન્ને આપણે કામમાં જ હોઇએ સમય જ ક્યાં મળે છે એકબીજાની સાથે તો…. આખા દિવસમાં હું માંડ 8-10 કલાક તારી પાસે હોઊં છું એમાંય કામ કરીએ.
તું એટલી સ્વીટ છે ને કે ઘરે આવ્યા પછી તારામાં જ ખોવાઇ જઊં છું મલ્લિકાએ લેપટોપમાંથી માથું ઉંચુ કરી મોહીત સામે જોયું અને મીઠું સ્માઇલ આપ્યું મોહીતે હસીને કહ્યું એય ડાર્લીંગ કાલની રાત મજા આવી ગઇ.
મલ્લિકાએ કહ્યું "તું મને મેઇલ ચેક કરવા દઇશ તું તો ડ્રાઇવ કરતાં કરતાં પણ ફલર્ટ કરે છે લૂચ્ચો.
મોહીતે કહ્યું "આ મશીન જેવી જીંદગીમાં જેટલો સમય સાથે મળે છે માણી લેવાનો અને મારો તો બે દિવસમાં ટાર્ગેટ પ્રમાણે કામ પુરુ કરવાનું છે પાછો નવો પ્રોજેક્ટ મૂકે છે કંપની એની ડીટેઇલસ ભેગી કરીને પ્રેમોશન બનાવીને બોર્ડ સામે રજૂ કરવાનું છે મને એની પણ ચિતાં છે.
મલ્લિકાએ કહ્યું તું તો ફ્રેશ છે હવે એમ કહીને હસી. મોહીતે કહ્યું હું એકલો કે તું પણ છું, એમ કહીને મલ્લિકાનાં ગાલે ચૂમી ભરી લીધી અને બંન્ને એક સાથે હસી પડ્યાં.
મલ્લિકાને મોહીતે એની ઓફીસ પાસે ડ્રોપ કરીને બાય કરીને એ એની ઓફીસે પહોચ્યો. બંન્ને જણાંએ આખો દિવસ ઓફીસમાં ગાળ્યો.
સાંજે 5.30 વાગે શાર્પ મોહીત મલ્લિકાને લેવા એની ઓફીસ પાસે પાર્કીગમાં રાહ જોઇ રહ્યો. થોડીવારમાં જ મલ્લિકા આવીને ગાડીમાં બેસી ગઇ. આજે થાકેલી કંટાળેલી લાગતી હતી. મોહીતે પૂછ્યું "કેમ મેડમ આમ ટાયર્ડ લાગો છો ? ઓલ વેલ ?
મલ્લિકાએ મ્લાન સિમત આપીને કહ્યું "આજે ઓફીસમાં થોડી માથાકુટ થઇ છે મારે... મારાથી એક નાની ભૂલ થઇ ગઇ મેં સવારે ઉતાવળમાં મેઇલ જોયેલાં મી.થોમસ અને મી.થોમસન વચ્ચે ગરબડ થઇ એકબીજાનો મેઇલ.. બદલાઇ ગયો સેન્ડ થઇ ગયો એમાં આજે મને બધાની સામે પેલા નેલસને ફાયર કરી... આવી ભૂલ જ કેવી રીતે થાય ? બંન્ને કલાયન્ટ કેટલાં જૂના છે ખબર નથી ? મારે શું કરવું ? નાઉ યુ હેવ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ વીથ બોથ ઓફ અવર કલાયન્ટ. મેં બંન્ને ને રીમેઇલ કર્યો.. સમેટી કીધુ માંડ વાત ઠેકાણે પડી. પણ મૂડ સાવ જતો રહ્યો.
મોહીતે કહ્યું "ઇટ્સ ઓકે.. કામ કરીએ ત્યારે ભૂલ પણ થાય પણ તારાથી આવી ભૂલ કેવી રીતે થઇ ? તું તો બધુ ધ્યાન દઇને કામ કરે ચાલુ વાતો કરતાં મેઇલ જોવાય ? જવાબ લખાય ? પછી એવું જ થાયને..
મલ્લિકાએ કહ્યું "તારાં લીધે થયું તું બધી એવી વાતો કરતો હતો એમાં થોમસ અને થોમસન બદલાઇ ગયાં.
મોહીત હસી પડ્યો જો તારે ધ્યાન રાખવાનું આપણી વાતોમાં કોઇને વચ્ચે અહીં લાવવાનાં નહીંતર આવું થાય મલિલાકા કહે "હવે ભૂલ જ ના કરું ભલે તું ગમે તે બોલતો હોય.
મોહીતે પ્રેમથી એની સામે જોયું અને બોલ્યો "એય ડાર્લીગ ઇટસ્ હેપન્સ ડોન્ટ વરી હું ઓકે કરી દઇશ બસ. મલ્લિકા કહે મેં કરી દીધુ છે હવે. પછી ભૂલ નહીં થાય એવું કીધું મે.
આમ વાતો કરતાં કરતાં એમનાં ફલેટે પહોચી ગયાં. મોહીતે બેગ ઉતારી ગાડી લોક કરીને કહ્યુ "મેડમ ઘર ખોલો અને હવે બે દિવસ હોલીડે છે.. છોડ બધી ચિંતા અને આમેય તારે મન્ડે વર્ક ફોમ હોમ હોય છે શું ચિંતા છે. બી હેપી...
બંન્ને જણાં ઘરમાં પ્રવેશ્યાં બેગ સોફાપર નાંખીને મોહીત બેઠો અને બોલ્યો હાંશ ઘરે આવ્યાં.
મોહીત આવીને તરત ફ્રેશ થવા ગયો. મલ્લિકાએ ફ્રીઝ ખોલીને બધું જોયું મોહીત આવી ગયો અને કહ્યું જા ફ્રેશ થવા જા હું આપણાં માટે મસ્ત કોફી બનાવી દઊં... મલ્લિકાએ ક્યુ "પોતે એકલો જતો રહ્યો. હજી મારે આવવું છે. મોહીતે કહ્યું "અત્યારથી મારો મૂડ ના બનાવ જા તું ફ્રેશ થઇ આવ ત્યાં સુધી કોફી બનાવું આમે ફાઇડે નાઇટ ઉજવીશું પછી સેટરડે સન્ડે પણ આપણાં તું આવ પછી પ્લાન બનાવીએ.
મલ્લિકાએ કહ્યું ઓકે ચલ હું ઝડપથી આવી તું મસ્ત કોફી બનાવ... મને ખબર છે બધી.. લૂચ્ચા એમ કહીને ફ્રેશ થવા ગઇ.
મોહીતે કીચનમાં કોફી મશીનમાં બે મોટાં મગ ભરીને કોફી બનાવી અને મલ્લિકાની રાહ જોતાં જોતાં ટીવી ચાલુ કર્યું અને હીન્દી ચેનલ ચાલુ કરી.
થોડીવારમાં મલ્લિકા આવી ફ્રેશ થઇને એણે રેશમી ગાઉન ટુપીસમાં પહેરીને આવી. ભૂરો ચળકતો કલર અને છૂટા વાળ સાથે આવી. મોહીત ઉભો થઇને એને વળગી જ ગયો મારી બ્લૂ બેરી... લવ યુ એમ કહીને હોઠ પર તસતસતું ચુંબન લીધું. મલ્લિકા કહે હજી ફાઇડે નાઈટ શરૂ નથી થઇ ચાલ કોફી આપ. મોહીતે કહ્યું "યસ મેડમ કોફી ઇઝ રેડી... એક કરીને સોફા પર બેઠેલી મલ્લિકા પાસે આવી બે મગ લઇને આવ્યો એક મગ મલ્લિકાને ચૂમીને આપ્યો બીજો એનાં હાથમાં રાખી મલ્લિકાની બરાબર બાજુમાં ચોંટીને બેઠો.
મલ્લિકાએ કહ્યું "થેક્યુ માય સ્વીટ હની... મોહીતે આંખનાં ઇશારે પ્રેમ દર્શાવ્યો અને મલ્લિકા ખોલી કેમ હીન્દી ચેનલ ? કોઇ મસ્ત રોમેન્ટીક ઇગ્લીશ મૂવી જોઇએ યાર...
મોહીતે કહ્યું "થોડું દેશનું જોવા દે ને ? શું ચાલે છે ? પછી મૂવી જ જોઇએ...
મલ્લિકાએ કહ્યું "કંઇ જોવું નથી બધુ એનું એજ છે ચલ બદલ મસ્ત મૂવી મૂક. પછી બોલી ઓહ દેશ બોલ્યો ચાલ મંમીને ફોન કહ્યું. ઘણાં દિવસ થયાં વાત નથી કરી તું પણ કરી લે તારાં ઘરે.
મોહીતે કહ્યું "વેલ ગુડ આઇડીયા, એણે ટીવીજ બંધ કર્યું અને બોલ્યો બંન્ને જગ્યાએ સાથે જ વાત કરીશું. એકલા એકલા નહીં મારે પણ વાત કરવી છે. મલ્લિકા ખુશ થઇ ગઇ એણે કહ્યુ પહેલાં મારી મંમીની સાથે વાત કરીએ પછી તું લગાવજે ઘરે…
મલ્લિકાએ ઇન્ડીયા એનાં ઘરે ફોન લગાવ્યો મુંબઇ. અને થોડીવાર સામેથી ફોન ઊંચકાયો. એની મંમી કાલીન્દી બહેને ફોન ઉપાડ્યો. "હાય મલ્લીકા મને હતું જ આજે તારો ફોન આવવો જ જોઇએ મેં હમણાં જ તારાં પાપાને કહ્યું કે ઘણાં દિવસથી મલ્લિકાનો ફોન નથી આવ્યો. શું કરે છે દિકરા ? કેમ છે ? કેવું ચાલે છે તારી જોબ, ઘર, મોહિત ?
મલ્લિકાએ કહ્યું "માં ઓલ ગુડ... મોહીત મારી બાજુમાં જ છે મે સ્પીકર પર ફોન મૂક્યો છે. મોહીતે કહ્યું "હાય મંમી કેમ છો ? અહીં બધું જ ઓકે છે. પાપા કેમ છે ? કેવી તબીયત તમારી ?
કાલીન્દી બહેને કહ્યું "બસ સરસ તબીયત છે અને આજે કલબમાં પ્રોગ્રામ છે ત્યાં જવાનાં... જઇને તમને તો ખબર જ છે કે પપ્પા એમનાં ગ્રુપમાં જવાનાં પત્તા ટીચશે અને દારૂ પીશે...
મોહીત હસી પડ્યો. પણ મંમી તમે સાથે જ રહેજો બધામાં કંપની આપજો ને મજા આવશે. મલ્લિકા બોલી મારી.... એય બસ હવે વધારે ના ખેંચ.
કાલીન્દીબહેન કહે "મને નથી ફાવતું એકવાર કંઇ નહીં થાય કહીને મને વાઇન પીવડાવી દીધેલો બે દિવસ સુધી મારુ માથું નહોતું ઉતર્યું. અહીંની સોસાયટીની પણ ખરી મજા છે. પીવો તો કહેશે મોર્ડન થઇ ગયાં ના પીવો તો કહે હજી દેશી રહ્યાં. મને આવા મોર્ડન થવુ નથી ગમતું પણ તમારાં પાપાતો ઓફીસથી આવીને હજી આવ્યા નથી ત્યાં ડ્રીંક શરૃ થાય.
ત્યાં પાપા ચાલુ વાતે બોલ્યાં.. "હાય મોહીત હાઉ આર યુ ? આ લોકોને ટીકા સિવાય કંઇ નહીં આવડે આખી જીંદગી મહેનત કરી છે હવે તો રીલેક્ષ થઊ ને ? શું કહો છો ?
કાલીન્દી બહેન કહે "રીલેક્ષ થવાનું કોણ ના પાડે છે આતો જાણે જોયું નથી એવું પીવે છે.. બીજું કંઇ જીવનમાં હોય કે નહીં ?
મલ્લિકા બોલી "માં ઠીક છે હવે.. પાપા પણ તમે વધારે ના પીઓ મંમીને કંપની આપો ને. એમ કહીને મોહીત સામે જોયું.
વિજયભાઇએ કહ્યું "દીકરા એજો ભૂલ કરતી.. હવે તો મારો સમય છે આનંદ કરવાનો... બધી જવાબદારીમાંથી મુક્ત થયો એવું લાગવુ જોઇએ ને ? મોહિત શું કહો છો ? કેમ બોલ્યા નહીં...
મોહીતે કહ્યું... હાં સારી વાત છે પાપા. કેરી ઓન એન્જોય યોર ટાઇમ. બધાને કોઇને કોઇ શોખ પેશન હોય જ. એમ કહી મલ્લિકાને ફોન આપીને એ ઊંડા વિચારોમાં ઉતરી ગયો.
વધુ આવતા અંકે પ્રકરણ-2