Sambandho ni aarpaar - 56 in Gujarati Love Stories by PANKAJ books and stories PDF | સંબંધો ની આરપાર.... પેજ - ૫૬

The Author
Featured Books
Categories
Share

સંબંધો ની આરપાર.... પેજ - ૫૬

સંબંધો ના સમીકરણો માં અંજલિ અટવાતી હતી, અમેરિકા ની શુષ્ક આબોહવા તેને પ્રમાણમાં થોડીક ઓછી અનુકુળ આવી હતી. જે સમયે અંજુ એ અમેરીકા ની ધરતી પર પગ મુક્યો તેજ ક્ષણ થી તેને એક નહી તો બીજી નાની નાની તકલીફો પડી રહી હતી.
અંજલિ ના લાડકા દિકરા પ્રયાગ નાં કોન્વોકેશન માં જવા માટે અંજલિ, પ્રયાગ, તેની થવા વાળી પુત્ર વધુ અદિતી તથા અનુરાગ સર, શ્લોક અને તેની પત્ની સ્વરા બધા આજે સાથે એક જ કાર માં નીકળી ને પ્રયાગ ની કોલેજ જવા નીકળ્યા છે.

******* હવે આગળ- પેજ - ૫૬ **********

ડાર્ક બ્લ્યુ શૂટ અને વ્હાઇટ શર્ટમાં પ્રયાગે નીયોન બ્લ્યુ કલર ની ટાઈ પહેરી હતી. ટોલ હેન્ડસમ અને સ્માર્ટ પ્રયાગે ગુચી નાં બ્લેક શુઝ પહેર્યા હતા. જીવન ના પ્રથમ અધ્યાય જેવા કોલેજ નાં યાદગાર દિવસોમાં પ્રયાગે ભણવામાં ધ્યાન વધારે આપ્યું હતું.તથા સમયાંતરે નવાં નવા ઈનવેન્શન પણ કરતો રહેતો હતો.
અંજલિ એ પણ તેની મન પસંદ લીનન ની સાડી પહેરી હતી. સાડી માં હીરા અને પન્ના જડીત એક બ્રોચ સૌની નજર ખેંચે તેવું આકર્ષક રીતે સાડી નાં પાલવ પર પહેર્યું હતું.જાજરમાન સ્ત્રી અને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી અંજલિ આજે ખરેખર મન થી ખુબ ઉત્સાહી અને ખુશ ખુશાલ હતી. તેનો લાડકો દિકરો પ્રયાગ તેનું તથા તેનાં પરિવાર નું સ્વપ્ન પુરુ કરવા જઈ રહ્યો હતો.
અનુરાગ સરે પણ તેમના રેગ્યુલર પહેરવેશ મુજબ બ્લ્યુ જીન્સ તથા વહાઈટ શર્ટ પર બ્લેક બ્લેઝર પહેર્યું હતું. શ્લોક પણ તેનાં ઓફીસના પહેરવેશમાં એટલે કે શૂટ માં સજ્જ હતો, જ્યારે અદિતી તથા સ્વરા ઈન્ડીયન ડ્રેસિંગ માં તૈયાર થઈ ને ગયા હતા.
અનુરાગ હાઉસ થી પ્રયાગ ની કોલેજ ખાસ દૂર ન્હોતી, રસ્તા માં જ અંજુ એ અદિતી ને પુછ્યુ...બેટા તારે પણ કોન્વવોકેશન હશે ને ??
જી...મમ્મીજી પણ હાલ તો પ્રયાગ નું જ છે....મારે નેકસ્ટ વીક માં છે...
ઓ કે. બેટા...ધેટ્સ ગુડ...અને આચાર્ય સાહેબ નાં શુ સમાચાર છે ?
તે આવી રહ્યા છે ને ?? તારા કોન્વોકેશન ને એટેન્ડન્ટ કરવા માટે ??
મમ્મીજી કદાચ એકલાં મમ્મી આવી રહ્યા છે...
ઓહહ...કેમ એમ બેટા ?? આચાર્ય સાહેબ કેમ નહી ??
મમ્મીજી પપ્પા એમ કહી રહ્યા હતા કે આપ અંહી યુ.એસ છો અને આપની રજા લીધા વિના....
ઓહહહ...ડોન્ટ વરી બેટા...મને વાત કરી હોત તો હું ક્યારની તેમને હા કહી દેતી...એની વે ચાલ હું હમણાં જ તેમને ઈમેઈલ કરી ને જણાવી દઉ છું કે તે આવી જાય...આવો મોકો જીવનમાં ફરી ફરી ને નથી આવવા નો.
જી થેન્કસ મમ્મીજી...
નાના બેટા..એમાં થેન્કસ શેનું ??? એતો મારી ફરજ છે...
અંજુ એ ચાલુ કાર માંથી જ તેનાં મોબાઈલ માં થી આચાર્ય સાહેબ ને ઈમેઈલ કરી ને અદિતી નાં કોન્વોકેશન માં આવી જવા પરમિશન આપી દીધી...
લો..બેટા...મારુ કામ થઈ ગયું પુરું...આચાર્ય સાહેબ ને મેલ કરી દીધો છે...હવે તુ જરા તેમને વાત કરી લેજે.
અદિતી ખુશ થઈ ગઈ...તેની સાસુ અંજલિ થી....જી મમ્મી જી...થેન્કસ બોલતા બોલતા પણ અદિતી ને હરખ થઈ આવ્યો અને તેની સાસુ અંજલિ માટે માન થઈ આવ્યું...ખરેખર હું નશીબદાર છું કે આવા સાસુ મળ્યા છે.
અનુરાગ સર પણ અંજલિ નાં આ નિર્ણય થી ખુશ થયા...તથા પ્રયાગ ને પણ ખુશી થઈ...સાથે સાથે સ્વરા તથા શ્લોક ને પણ અંજલિ નાં આ નિર્ણય થી ખુશી થઈ.
કોલેજ નજીકમાં હતી એટલે થોડીકવાર માં જ પ્રયાગ તેનાં પરિવાર સાથે ડેસ્ટીનેશન પર પહોંચી ગયો. કોલેજ ના તેનાં ફ્રેન્ડસ ને મળી ને પ્રયાગે તેનાં મિત્રો ની ઓળખાણ તેનાં પરિવાર જનો સાથે કરાવી.
અંજલિ નો ઉત્સાહ આજે ચરમસીમાએ હતો. તેની તબિયત પણ હવે સારી થઈ ગઈ હતી. તેની હાજરીમાં તેનાં દિકરા પ્રયાગ નુ સન્માન થવાનું હતું.
કોલેજ ના પ્રોગ્રામ માં અનુરાગ સર, શ્લોક,સ્વરા,અદિતી,પ્રયાગ તથા અંજલિ બધા એક જ લાઈન માં બેઠા હતા. તેમનાં એકેડેમિક સર્ટીફીકેટ ની સાથે સ્ટુડન્ટ નાં સ્પેશિયલ એચીવમેન્ટસ માટે પણ અલગ એવોર્ડ મળવા નાં હતા.
જનરલ એનાઉન્સમેન્ટ પછી દરેક સ્ટુડન્ટ્સ નાં સર્ટીફીકેટ અને એવોર્ડ પ્રોગ્રામ શરૂ થઈ ગયો હતો. વારાફરતી બધા ના નામ બોલાતા હતા..જેમ જેમ પ્રયાગ નું નામ નજીક આવતું જતુ હતુ તેમ પરિવાર નાં દરેક સભ્યો ને ઉત્સુક્તા વધતી જતી હતી.
એવામાં જ ઉદધોસણા થઈ...ધી બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધી કોલેજ મી.પ્રયાગ ઝવેરી હુ ઈસ ગેટીંગ ગોલ્ડમેડલ ફોર હીસ ઈનોવેસન એન્ડ રીસર્ચ ફોર ધ બેસ્ટ પ્રોડક્ટ ટુ સેવ એન્વાયરમેન્ટ.
પુરો હોલ ખચાખચ ભરેલો હતો...બધા જ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ પ્રયાગ ની ઉપલબ્ધી નાં માન માં તાળીઓના ગડગડાટથી ઓડીટોરીયમ ને ગજવી દે છે.
અંજલિ પ્રયાગ ની ઉપલબ્ધી થી ખુશીમાં તાળી ઓ પાડતા પાડતા રળી પડે છે. અનુરાગ સર પણ ખુશ થઈ ને તાળીઓ થી પ્રયાગ ને વધાવી લે છે...શ્લોક ઊભો થઈ ને પ્રયાગ ને ભેટી પડે છે...કોન્ગરેચ્યુલેશન બ્રો...કહીને હગ કરી ને શ્લોક પ્રયાગ નાં માથે હાથ ફેરવે છે.
થેન્કસ ભાઈ...કહીને પ્રયાગ પણ તેનાં ભાઈ સમાન શ્લોક ને ભેટી ને ઉભો રહે છે.
અદિતી પણ પ્રયાગ ને હગ કરી ને વધાઈ આપે છે..જ્યારે સ્વરા તેનાં દિયેર પ્રયાગ ને માથે હાથ ફેરવીને આશીર્વાદ આપે છે.
હજુ તાળીઓ નો અવાજ ચાલુ જ હતો...પ્રયાગ તેનાં એવોર્ડ અને પ્રમાણપત્ર લેવા જવા માટે તેની ચેર પર થી ઉભો થયો, સૌથી પહેલાં તેની વ્હાલી મમ્મી અંજલિ ને પગે લાગ્યો અને હગ કરીને ઊભો રહ્યો..અંજુ ની આંખો માં હરખ નાં આંસુ છલકાતાં હતા...પ્રયાગ નાં કપાળ પર એક વ્હાલ ભર્યું ચુંબન કર્યું અંજુ એ અને બન્ને હાથે ઓવારણા લીધા...જાઓ બેટા વિજયી ભવ...કહીને આશીર્વાદ આપ્યા.
અંજલિ નાં ચહેરા પર ખુશીની રેખાઓ સ્પષ્ટ રીતે દેખાતી હતી.
પ્રયાગ અંજુ ને પગે લાગીને તરતજ અનુરાગ સર ને પગે લાગ્યો..અનુરાગ સર ઉભા થયા અને પ્રયાગ ને ભેટી ને તેની પીઠ પર હાથ ફેરવતા બોલ્યા...મારા કરતા મહાન બનજો બેટા. અનુરાગ સર ની આંખો માં પણ હરખ નાં આંસુ છવાયા હતા...પ્રયાગ ને હંમેશા ની જેમ અનુરાગ સર ને ભેટી ને અજબ લાગણી નો એહસાસ જે તેને હંમેશા થતો હતો તે જ અનુભવ આજે અને અત્યારે પણ થયો. સંતોષ અને કશુ પામ્યા ની લાગણી થતી હતી ત્યારે પ્રયાગ ને.
અનુરાગ સર ને પગે લાગ્યા પછી ફટાફટ શ્લોક અને સ્વરા ને પગે લાગ્યો પ્રયાગ અને સ્ટેજ તરફ જવા આગળ વધ્યો...શ્લોક અને સ્વરા એ પ્રયાગ ને કોન્ગરેચ્યુલેશન તથા ઓલ ધ બેસ્ટ કહીને વધાવ્યો.
પ્રયાગ એક ખાનદાની બીઝનેસ મેન ને છાજે તેવી રીતે તથા તેવા જ ડ્રેસિંગ માં સ્ટેજ તરફ જઈ રહ્યો હતો.
અંજલિ,અનુરાગ,અદિતી, સ્વરા તથા શ્લોક બધા જ તેમની ચેર પરથી ઉભા થઈ ને તાળીઓ પાડી ને પ્રયાગ નો ઉત્સાહ વધારી રહ્યા હતા. આજે અંજુ માટે ઉત્સવ બની ગયો હતો...અંજુ ના આ સમયે વિશાલ ની યાદ આવી....મન માં જ બોલી વિશાલ તમે હંમેશા મારા પ્રયાગ સાથે એક પિતાને છાજે તેવું વર્તન કરવા માં થી ચુકી ગયા હતા...કાશ તેનાં માં રહેલી હોશીયારી અને લાગણી ને તમે પણ ઓળખી ગયા હોત...!!
પ્રયાગ સ્ટેજ પર પહોંચી ને તેનો એવોર્ડ અને પ્રમાણપત્ર મેળવ્યા પછી જેમ સામાન્ય રીતે દરેક સ્ટુડન્ટ્સ ને પુછાય તેવા સવાલ નો જવાબ આપવા તૈયાર હોય છે.
એન્કરીંગ કરી રહેલ લેડી પ્રયાગ ને પ્રશ્ન કરે છે..મી.પ્રયાગ ફ્સ્ટ ઓફ ઓલ કોન્ગરેચ્યુલેશન ફોર યોર એચિવમેન્ટ.
થેન્કસ મીસ...પ્રયાગ પણ સામે વિવેક કરે છે.
મી.પ્રયાગ..વીલ યુ પ્લીઝ એક્સપ્રેસ સમથીંગ એબાઉટ યોર જર્ની એન્ડ એબાઉટ યોર સક્સેસ...??
પ્રયાગે એક હલકુ સ્માઈલ કર્યું અને માઈક હાથ માં લીધું...
હલ્લો એવરીવન...માય સેલ્ફ પ્રયાગ ઝવેરી, આઈ એમ ફ્રોમ ઈન્ડીયા. આઈ એમ વેરી મચ હેપ્પી ટુ ગેટ ધીસ એવોર્ડ એન્ડ રીવોર્ડ સ્પેશિયલી ઈન પ્રેસ્નસ ઓફ માય લવીંગ મધર મીસીસ અંજલિ એન્ડ માય રીસ્પેકેટડ સર મી.અનુરાગ એન્ડ માય ફેમીલી. ટુ ડે આઈ એમ ગોઇંગ ટુ ડેડીકેટ ધીસ એવોર્ડ ટુ માય મધર...
ધીસ ટુ પર્સન આર માય ટ્રુ ઈન્સ્પીરેશન ઓફ માય લાઈફ એન્ડ માય એકેડેમિક કેરિયર. આઈ એમ ગ્રેટફુલ ટુ બી અ સન ઓફ માય મધર, હુ ઈસ ધ રીયલ એન્જીન ઓફ માય માઇન્ડ.
ઈન યુ.એસ. આઈ લર્ન સો મેની થીંગસ એબાઉટ લાઇફ.આઈ બીલીવ અવર ઈનર સોલ સુડ બી ઓલવેઝ પોઝીટીવ એન્ડ પોલાઈટ ફોર ઓલ. એન્ડ ધીસ ટુ પર્સન્સ માય મોમ એન્ડ માય સર આર રીયલ યુનિવર્સિટી ફોર મી. આઈ એમ થેન્ક ફુલ ટુ ધીસ ટુ પર્સન્સ સ્પેશીયલી હુ ઈસ એન્ડ હુ વીલ બી સ્પેશીયલ ફોર મી ફોર એવર.
આઈ એમ થેન્ક ફૂલ ટુ માય બીગ બ્રધર મી.શ્લોક એન્ડ માય બ્રધર ઈન લો મીસીસ સ્વરા હુ ટુક હોલ રીસ્પોન્સીબીલીટીઝ ઓફ માઈન ઈન યુ.એસ. ધે રીયલી લવ્ડ મી લોટ. ઓલ્સો આઈ એમ થેન્ક ફૂલ ટુ માય લવ એન્ડ માય ફીયાન્સી મી.અદિતી ફોર ધેર ટ્રુ લવ એન્ડ ટ્રીમેન્ડસ સપોર્ટ ઈન માય એકેડેમિક જર્ની. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આઈ એમ થેન્ક ફૂલ ટુ હોલ ધ ટીચર્સ ઓફ માય સ્કુલ ટાઈમ, સ્ટાફ એન્ડ પ્રોફેસર્સ ઓફ અવર યુનીવર્સીટી.
થેન્કસ ટુ ઓલ અગેઈન એન્ડ અગેઈન....
પ્રયાગ તેની આભારવિધિ પુરી કરી એટલે હોલ માં ઉપસ્થિતિ બધાએ તેને ફરીથી તાળીઓ થી વધાવી લીધો. અનુરાગસર તથા ઘર ના દરેક સભ્યો એ તે દરેક મોમેન્ટ નાં ફોટો પાડી લીધા હતા...અને અદિતી એ તો પ્રયાગ ની સ્પીચ પણ તેનાં મોબાઈલ માં રેકોર્ડ કરી લીધી હતી.
પ્રયાગ તેના એવોર્ડ અને પ્રમાણપત્ર લઈને તેની ચેર પર બેસતા પહેલા બધુ તેની મમ્મી અંજલિ નાં હાથ માં આપ્યું અને બોલ્યો.....મમ્મી આ બધુંજ તમને અર્પણ.
અંજલિ ની આંખો માં જે ખુશી નો ખજાનો આંસુઓ નુ તોરણ બનીને અટકી રહ્યું હતું તે વેરણછેરણ થઈ ગયું...અંજુ એ તેનાં દિકરા ને છાતી સરસો ચાંપીને ખુબ વ્હાલ કર્યું. પોતાનાં દિકરા અને તેના માં વહેતા લોહી માટે માન ઉપજી આવ્યું અંજુ ને. ભગવાને ભલે થોડા મોડા મારી વેદના સાંભળી હતી, પરંતુ જે એક આપ્યો છે તે પણ શ્રેષ્ઠ જ આપ્યો છે.
અંજલિ ખુશ હતી...આજે, ફંક્શન પુરું થયા પછી બધા જ સાથે જમવા ગયા અને પછી મોડે થી પરત ફર્યા.
બે દિવસ પછીથી એક ઈન્ટરનેશનલ બીઝનેસ સેમિનાર હતો જેને એટેન્ડન્ટ કરવા માટે સ્પેશિયલ અનુરાગ સર આવ્યા હતા, એટલે તેમણે તે દિવસે જવાની તૈયારી કરી હતી..સાથે તે શ્લોક તથા પ્રયાગ ને પણ તે સેમિનાર માં લઈ ગયા. ખુબ મોટા ઈવેન્ટ માં અનુરાગ સર ની હાજરી ની દુનિયા નાં દરેક કંપની ના ઓનર અને સી.ઈ.ઓ એ નોંધ લીધી હતી. અનુરાગ સર ને આ પ્રોગ્રામ માં ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સંસ્થાના પ્રમુખ નક્કી કરવા માં આવ્યા.હાજર રહેલા તમામ લોકો એ અનુરાગ સર તથા શ્લોક અને પ્રયાગ બધા ને અનુરાગ સર નાં પ્રમુખ બનાવા માટે અભિનંદન આપ્યા. તથા તેજ સમયે શ્લોક તથા પ્રયાગે પણ અનુરાગ સર ને પગે લાગી અને તેમને આ નવી ઉપલબ્ધી માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
ઘરે રીટર્ન આવ્યા પછીથી અંજલિ, સ્વરા અને અદિતી એ પણ અનુરાગ સર ને પગે લાગીને તેમને આ નવી જવાબદારી માટે અભિનંદન આપ્યા.
શ્લોક,પ્રયાગ,અદિતી અને સ્વરા એ નક્કી કર્યું હતું તે મુજબ બધા જ સાથે વીક એન્ડમાં ફરવા માટે જાય છે. આ દિવસો દરેક ના માટે અને ખાસ અંજલિ માટે યાદગાર સાબીત થાય છે.
આ દિવસો માં તથા જ્યારથી અદિતી એ તેની સાસુ અંજલિ તથા અનુરાગ સર ની વાતો તેની સાસુ અંજલિ નાં રૂમ નાં દરવાજા પાસે સાંભળી હતી ત્યાર થી તેને મન માં એક અજંપો થતો હતો. જે વાત તેણે સાંભળી હતી તેનાં મુળ સુધી તેને પહોંચવા ની ઈચ્છા થતી હતી. તેનાં મન માં કોઈપણ જાત ની શંકા કે સંદેહ બીલકુલ નહોતો પરંતુ એક સામાન્ય વ્યક્તિ ને કોઈ અધુરી વાત સાંભળીને તેને પૂરી સાંભળી ને સમજવાની જે કુતુહલતા હોય તેજ અદિતી ને પણ થઈ રહ્યું હતું.
તેની મમ્મીજી અંજલિ ને અથવા અનુરાગ સર ને તો તે પુછી ના શકે, તો પ્રયાગ ને તો કશું ખબર જ નહોતી. અદિતી સતત કોઈને શક નાં જાય તેવી રીતે તેની સાસુ અંજલિ તથા અનુરાગ સર ની વાતો ને ધ્યાનથી સાંભળતી રહેતી હતી અને દરેક વાત ને જે તે સમયે સાંભળેલી વાતો સાથે જોડીને તર્ક લગાવી લેતી હતી, પરંતુ હજુ સુધી તેને કશુ જ સમજાતું નહોતું. કદાચ શક્ય છે કે અંજલિજી મારા સાસુજી મારો આદર્શ રહ્યાં છે એટલે હું તેમને ખુબ નજીક થી અને વધારે ઓબ્ઝર્વ કરી રહી છું...પરંતુ મારા મનમાં મમ્મી માટે જે સવાલો ઊઠ્યા છે તે બિલકુલ અયોગ્ય છે.અદિતી મન માં જ બોલી ગઈ..
અંજલિ ને પણ તે વાત નો અંદાજ આવી ગયો હતો કે તેની થનારી પુત્રવધુ અદિતી તેની પાસે થી કોઈ વાત જાણવા માંગે છે અથવા તેના મગજમાં કોઈ વાત આકાર લઈ રહી છે, જે અંજલિ પોતે જ તેને જણાવવા માંગતી હતી અથવા તેને ઈચ્છા હતી કે તે અદિતી ને કહે.
પરંતુ કલાકો દિવસોમાં પરિવર્તિત થતા રહ્યાં અને તેના ઈન્ડીયા પાછા જવાનો સમય નજીક આવી ગયો. જેટલા દિવસ ત્યાં યુ.એસ માં તેના દિકરા પ્રયાગ અને પુત્ર વધુ અદિતી સાથે રહેવાનું મળ્યું તેમાં અંજુ એ જીવનનો ખુબ મહત્વ નો સમય જીવી લીધો હતો. કારણકે જીવનમાં પહેલી જ વખત તેનાં અનુરાગ સર પણ આ સોનેરી સમય ને વધારે યાદગાર બનાવવા માટે અંજુ ની સાથે જ હતા. અનુરાગ સર ની સાથે શ્લોક તથા સ્વરા પણ અંજલિ ના આનંદ દાયક પ્રવાસ નાં સાક્ષી હતા.
અંજુ ને ઈન્ડીયા પાછા ફરવાનો દિવસ નજીક આવી ગયો હતો. અંજુ એ તેની ટેવ મુજબ ઘર નાં દરેક સભ્યો માટે ત્યાં યુ.એસ થી જ બહુજ ગીફ્ટસ લીધી હતી. જે તેણે ઘર નાં દરેક સભ્યો ને આપી. તેનાં લાડકા દિકરા પ્રયાગ માટે પણ મન ભરીને કપડા, પરફયુમસ, વોચ, ઓફીસ બેગ,શુઝ જે પ્રયાગ ની ખાસ પસંદ રહેતી હંમેશા વિગેરે લીધું હતું, જ્યારે અદિતી માટે ડેનિમ, ટી.શર્ટસ, શુઝ,પરફયુમ,મેક અપ કીટ, લેધર ની બેગ વિગેરે લીધું. અંજુ એ જતાં પહેલાં બધા ને ગીફ્ટ વહેંચી દીધી.ખુબજ ભાવનાત્મક વાતાવરણ બની ગયું હતું તે સમયે.
અંજલિ માટે પણ શ્લોક અને સ્વરા એ સ્પેશિયલ ગીફ્ટ ખરીદી હતી. અનુરાગ સર ની સૂચના વિનાં જ સ્વરા પણ પોતાની રીતે જ અંજલિ માટે ગીફ્ટ લઈ આવી હતી.
અંજુને હંમેશા લીનન ની સાડી ખુબજ ગમતી હતી અને પાછુ તેને શોભતી પણ હતી એટલે અંજુ માટે લીનન ની સાડી, બેગ, વોચ અને ગળા માં શોભે તેવી સરસ મઝા ની સોનાની ચેન...સ્વરા એ અંજુ માટે લીધું હતું...સ્વરા જાણતી હતી કે તે નાની છે અને શ્લોક પણ આન્ટી નાં દિકરા જેવો છે એટલે અંજુ માટે લીધેલી ગીફ્ટ તેણે અનુરાગ સર ને આપી અને તેમના હાથે જ તેને અંજુને અપાવી.
અંજલિ ની સહેજ પણ ઇચ્છા ન્હોતી પરંતુ હવે ગીફ્ટ આપનાર અનુરાગ સર હતા એટલે અંજુ પણ નાં કહી શકી નહીં.
અનુરાગ સરે અંજુને અલગ બેસાડીને પુછ્યુ...અંજુ..
જી સર....શું હતું ?
અંજુ તુ છેક અંહી અમેરિકા સુધી આવી છુ સ્પેશિયલ પ્રયાગ અને અદિતી ને મળવા માટે...રાઈટ ???
જી સર...પરફેક્ટલી રાઈટ...છે...પરંતુ કેમ અકારણ જ આપને આ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે ?
અંજુ...અકારણ અને મને કોઈ પ્રશ્ન મૂંઝવે તે શક્ય છે ???
હમમમ...અંજુ ને પણ તેની ભૂલ સમજાઈ...કે સર પુછી રહ્યા છે તો ચોકક્સ કોઈ ગુઢાર્થ હશે તેમની વાત માં.
અંજુ...તુ પોતે અંહિ આવેલી છું, અને હવે આચાર્ય સાહેબ તથા તેમનાં પત્ની પણ આવી રહ્યા છે...એટલે મને એમ થયું કે બધા અંહી મળી રહ્યા છે ત્યારે, તારે અદિતી ને વિધીસર તારી પુત્રવધુ તરીકે સ્વીકારી લેવી જોઈએ.
તારા ઘરે વિશાલ સાથે વાત કરી જો અને સાથે સાથે અદિતી નાં ઘરે તેનાં પેરેન્ટ્સ ને પણ વાત કરી જો અને બધા ને યોગ્ય લાગતુ હોય તો ફક્ત અદિતી ને શુકન નું શ્રીફળ અને સવા રૂપિયો આપીને હાલ બન્ને નો સંબંધ પાકો કરી લેવાય...બાકી બધી વિધિ ઈન્ડીયા આવે પછીથી કરી લેજો.
અંજલિ ને પણ અનુરાગ સર ની વાત યોગ્ય જ લાગી...પણ એક વખત ઘરે વિશાલ ને ,આચાર્ય સાહેબને, તથા ખુદ પ્રયાગ અને અદિતી ને પણ કહેવું તો પડે જ..
સર...આપની વાત તો એકદમ સાચી છે, પરંતુ આપ કહો છો તેમ ઘરે વિશાલ ને પહેલા પૂછવું પડે...એ હા કહે તો અદિતી અને તેનાં પેરેન્ટ્સ ને વાત કરીશું..જોકે બિચારા આચાર્ય સાહેબ તો કશાય માં નાં કહે તેવા નથી..પણ તેમ છતાં મારી ફરજ માં આવે તેમને પૂછવાનું...
જી અંજુ...અને જો તારા ઘરે થી હા...કહે તો આપણે અંહી આચાર્ય સાહેબ આવે ત્યાં સુધી ચાર પાંચ દિવસ વધારે રોકાઇ જઇએ જેથી બધાની હાજરીમાં જ શુભ કાર્ય સંપન્ન થાય...અને વિશાલ આવે તો તેને પણ પુછી જો.
અંજુ ને આખી વાત યોગ્ય લાગી એટલે પહેલા અદિતી અને પ્રયાગ બન્ને ને વાત કરી...બેટા હું અંહી છુ અને અદિતી નાં મમ્મી પપ્પા પણ આવી રહ્યા છે તો તમે સંમત હોવ તો હું આ શુભ કામ પતાવીને જઉ.
અદિતી અને પ્રયાગ બન્ને ખુશ થઈ ગયા તથા બન્ને એ સંમતિ આપી દીધી..
અંજલિ એ પહેલા વિશાલ ને જાણ કરી...કે હું અંહી યુ એસ છું અને અદિતી ના પેરેન્ટ્સ આવી રહ્યા છે તો તમે પણ આવી જાવ તો આ નાની વીધી પતાવી દઈએ.
અંજલિ ને હંમેશા વિશાલ તરફથી જે જવાબ મળ્યો હતો તે જ જવાબ મળ્યો...જે અંજલિ ને અપેક્ષા નહોતી...તેને એમ હતું કે એટલીસ્ટ આ વખતે તો પ્રયાગ ને લીધે પણ વિશાલ હા કહેશે...પરંતુ વિશાલ નો જવાબ નાં મા જ આવ્યો...અંજુ મારે અંહી એક અગત્યનું કામ છે...અને આ તો નાનો પ્રસંગ કહેવાય એટલે તુ જ પતાવી દેજે ને.
વિશાલ...દરેક પ્રસંગો ખાલી પતાવી નથી દેવાના હોતા...તેને હરખ થી ઉજવવા ના હોય છે..પણ કદાચ તમે મારી વાત કે મારી ભાવના ને..નહીં સમજી શકો.
અંજલિ અંદર થી બહુ નારાજ હતી વિશાલ ના જવાબ થી...
અંજલિ એમા ખરાબ ના લગાડશો, હવે થોડી પ્રેક્ટીકલ બની જા...વિશાલ નો નિર્ણય બદલાવા નો ન્હોતો તે અંજલિ જાણતી હતી.
ઠીક છે વિશાલ...હું આ વાત આજીવન યાદ રાખીશ કે તમે મારાં દિકરા ના પહેલાં જ પ્રસંગ માં હાજર નહોતાં રહ્યા.
અંજલિ...દુઃખ ના લગાડશો...પણ હું સાચે જ અંહી થોડો બિઝી છું.
ઠીક છે વિશાલ...આપણે ફરી થી આ બાબતે ચર્ચા નહીં કરીએ, પણ તમે પ્રયાગ નાં દિલ માં શુ છાપ છોડી રહ્યા છો તે વિચારી જોજો.
અંજલિ આ આજ નું જનરેશન છે..પ્રેક્ટીકલ છે તુ એ બધી ચિંતા નાં કરીશ...હું તેની સાથે વાત કરી લઈશ.
ઠીક છે વિશાલ...જેવી તમારી મરજી...હું પછી વાત કરીશ...હાલ ફોન મુકું છું...જય અંબે..
ઓ.કે. જય શ્રી કૃષ્ણ અને જય અંબે..બોલી ને બન્ને ફોન મુકાઇ ગયા.
અંજલિ રીતસર ડઘાઇ ગઈ હતી, ખુબ આશ્ચર્ય થયું હતું તેને વિશાલ ની વાત થી...પરંતુ હંમેશા ની જેમ મન મોટું રાખીને પ્રસંગ ને કેમ ઉજવવો તે વિચાર્યું...પ્રયાગ તથા અદિતી તેમના કેરિયર માં બીઝી થશે તો જલદી ઈન્ડીયા નહીં આવી શકે તે અંજુ ભલીભાતી જાણતી હતી અને એટલે જ તેણે અનુરાગ સર નાં આ સુઝાવ ને સ્વીકારી લીધો હતો..
અનુરાગ સર આખી ઘટના ના સાક્ષી હતા, તે પણ વિશાલ ને ઓળખતાં હતાં અને સમજતા હતા કે કદાચ વિશાલ આનાકાની કરે તો પોતે તેની સાથે વાત કરીને તેને સમજાવે...પરંતુ કદાચ અંજુને લાગ્યું હતું કે વિશાલ જો અનુરાગ સર ની વાત ને પણ ના માને તો તેમનું અપમાન થાય...અને વિશાલ નો સ્વભાવ એવોજ હતો કે તે તેનાં મન નું ધાર્યું જ કરે...એટલે નાહક નું અનુરાગ સર નું અપમાન શુ કામ કરાવવું.
અંજલિ એ તરત જ આચાર્ય સાહેબ ને પણ આ બાબતે વાત કરી...ત્યારે આચાર્ય સાહેબ તો ખુશ થઈ ગયા..
જી મેડમ...આપ જેમ કહો તેમ..હું બસ બે દિવસમાં આવું છું...આપ તારીખ અને મુહુર્ત જોવડાઈ રાખો...હું અને અદિતી ની મમ્મી સાથે જ છીએ...અમને કોઈ વાંધો નથી.. અમે આમ પણ ચાર દિવસ વહેલા આવી રહ્યા છીએ...એટલે આ શુભ કાર્ય સંપન્ન થાય પછી અદિતી નું કોન્વોકેશન માં હાજરી આપીને અદિતી અને પ્રયાગસર ની રજા લઈને પરત આવી જઈશું.
ઓ.કે. ફાઈન આચાર્ય સાહેબ...આપ આવો હું મારી ટીકીટ થોડી એક્સટેન્ડ કરાવી લઉ છું.
અંજલિ ને વિશાલ નો અસહકાર હજુ આ સ્ટેજે પણ ચાલુ જ હતો. અનુરાગ સરે આ વાત ની ગંભીર નોંધ લીધી હતી.
અંજલિ ની સાથે આ સમયે રહેવું અત્યંત આવશ્યક હતું એટલે અનુરાગ સરે પણ તેમની ઈન્ડીયા જવાની ટીકીટ અંજલિ ની સાથે જ એક્ક્ષટેન્ડ કરાવી લીધી.
અંજલિ એ આ શુભ કાર્યમાં બ્રાહ્મણો ને બોલાવા માટે અનુરાગ સર ને જણાવ્યું...તથા તેની જવાબદારી પણ તેમને જ સોંપી...અને પોતે અદિતી ને આ પ્રસંગે શું આપવું તેની તૈયારી કરવા લાગી.
અદિતી ની સાથે ઘર નાં દરેક સભ્યો અચાનક આવી પડેલા આ શુભ પ્રસંગે મહાલવા ની તૈયારી માં વ્યસ્ત થઈ ગયા અને આચાર્ય સાહેબ તથા અદિતી ના મમ્મી ના આવવાની રાહ જોતાં હતા.

*******( ક્રમશ:)******