Zanpo udaas chhe... - 9 in Gujarati Fiction Stories by jignasha patel books and stories PDF | ઝાંપો ઉદાસ છે.. - 9

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઝાંપો ઉદાસ છે.. - 9

આજે વર્ષો વીત્યા... વાસવનો કોઈ પત્ર નહીં... વાસવની કોઈ ખબર નહીં...
ને છતાં પણ રીનાના વાસવ પ્રત્યેના પ્રેમમાં કોઈ ઓટ આવી નહીં. એના દિલનો દરિયો વાસવ પ્રત્યેના પ્રેમથી હજીયે છલોછલ ભર્યો હતો. એના હૃદયમાં માત્ર વાસવ માટે જ પ્રેમ છલકાતો હતો. એ વાસવની યાદને, વાસવની સાથે વિતાવેલી પળોને વાગોળતી રહી...
છેલ્લા વર્ષોમાં વાસવ પર એણે કેટલાયે પત્રો લખ્યા હતા. પણ વાસવ સુધી પહોંચાડવા એની પાસે વાસવનું સરનામુયે ક્યાં હતું. ને સરનામાં વગર મુંબઈ માં પત્ર મોકલવો ક્યાં ? વાસવે લખેલા પત્રોમાં તો સરનામાં નો ક્યાંયે ઉલ્લેખ નહોતો... તેથી બધા લખેલા પત્રો એણે પેટીમાંજ સાચવી રાખ્યા હતાં.
એ ઘરમાં ગઈ. જુના લાકડાના કબાટ ઉપરથી પેટી ઉતારી. ને એક પછી એક બધા પત્રો જોવા લાગી. એક એક પત્ર જોતાં અનેકાનેક પ્રસંગો યાદ બનીને એને સતાવવા લાગ્યાં. દર્દ આપવા લાગ્યાં. પ્રસંગો, યાદો, શબ્દો બધું જ ચુભવા લાગ્યું. એણે દર્દ થી આંખો બંધ કરી દીધી. ને આંખો બંધ થતાની સાથે જ થોડાક આંસુ ટપકી ગયા. ને એના ગાલોને ભીંજવવા લાગ્યાં. ઘરની ખુલ્લી બારીમાંથી આવતો પવનના કારણે એના વિખરાયેલા વાળ મોં પર આવી ગયા. ગાલ પર આવેલી વાળની લટોમાં પણ અસ્રુનો અભિષેક થઇ ગયો. સહસા એની નજરઝાંપા તરફ ગઈ. એને લાગ્યું એની સાથે સાથે ઝાંપો પણ આંસુ સારી રહ્યો છે... એને ઝાંપો ઉદાસ લાગ્યો. એના આંસુ વધ્યા. હવે એ આંસુ પત્રોને ને ભીંજવી રહ્યા હતાં. એક પત્ર હાથમાં લઇ વાંચવાનું શરુ કર્યું.
પ્યારા વાસવ...
વાસવ... સવારનો તડકો ઠંડીના દોરમાં પરોવાયને બેઠો હતો...સામે તારા પેલા પ્યારા વૃક્ષો, પંખીઓ બધા તને સતત યાદ કરે છે. તારી યાદે ઝૂરે છે... ને રાતે તારી યાદે આ ઝાંપો પણ ઉદાસ થઈને બહુ રોઈ છે... એને નીરખતાં નીરખતાં હું યે સાવ ઉદાસ થઇ તારી રાહ જોયા કરું છું.રાહ જોતાં જોતાં સાવ સુધ-બુધ ખોઈ બેઠી. ને એક સામટી આવતી તારી યાદો ક્યારે મારા પર હાવી થઇ ગઈ. ચાલો તું નહીં તો તારી યાદો સહી... એ યાદોં જ તો મારો એકમાત્ર સહારો છે... ને તારી યાદો આવે એટલે કેટલાયે સંદર્ભો, પ્રસંગો ઉભરી આવે. ઘણી વાર થાય... કે બસ આમ જ' તું ' -મય બનીને જીવવામાં મઝા છે. વાસવ... તું મારા માટે શ્રેષ્ઠ છે પણ એથીયે વધુ શ્રેષ્ઠ છે તારી યાદો... કેમ કે તું આવતોજ નથી... ને યાદોં જતી જ નથી... એ હંમેશ મારો સાથ નિભાવે છે... સદૈવ મારી સાથે હોય છે... મારામાં જ હોય છે... પણ પણ વાસવ... હવે વિયોગ વસમો બનતો જાય છે... ન રાત જાય... ન દિવસ વીતે... એ વખતે મારી હાલત બેહાલ થાય છે... કેટલી આતુરતાથી તારી રાહ જોવ છું... દિવસો, પછી કલાકો ને મિનિટો પછી પળે પળ મારું હૃદય તને જ મળવા આતુર છે... અરે વાસવ હું જ નહીં આ પ્રકૃતિએ તારી રાહ જોઈ જોઈ ને થાકી... પેલી લીલી ટેકરીઓ સાવ સૂકાઈ ગઈ છે... ને લીમડો ભરવસંતે પાનખરમાં ફેરવાય જાય છે... તારા વિરહે ઘરની મૂંગી દીવાલો સતત કણસ્યા કરે છે... તારા વિરહમાં વાસવ આ ઝાંપો પણ ઉદાસ છે...
- તારી રીના...
રીનાને જોશભેર પત્રને મુઠ્ઠીમાં વળી દીધો... રડતી રહી... કેટલીયે વાર સુધી...
રીના એ અધખુલ્લી બારી માંથી બહાર જોયું....
દૂરથી સુધા આવતી દેખાઈ.
સુધાને જોતાં જ રીનાના મનોજગતમાં સુધા શબ્દો ડોકિયાં કરી ચીસાચીસ કરવા લાગ્યાં...
' પુરુષોનો શો વિશ્વાસ ?'
'પુરુષ તો ભ્રમર છે. '
' રોજ રોજ નવા નવાં પુષ્પો પર ભટકે. '
'તારો વાસવ પણ આખરે પુરુષ જ ને '
' નહિ નહિ... '
' નથી સહન થતું હવે !'
એણે આજુબાજુ નજર ઘુમાવી.
ગુલમહોરની પાસેના એક ઝાડની નજીક વાવેલ વેલીના આધાર સમાન એકે વાંસની લાકડી પસાર થતાં એક બળદે શીંગડા વડે દૂર ફેંકી દીધી. ને પોતાનો આધાર છીનવાય જતાં વેલ બેહોશ થઈને ઢળી પડી.
' હેં ભગવાન ! હવે શું થશે ?'
રીનાના વ્યગ્ર મનની આગમાં આ નવું ઘી રેડાયું. એણે નજર હટાવવા ચાહી પણ હટાવી ન શકી. છતાં જોર કરી એણે ત્યાંથી નજર ઘુમાવી ને બીજી તરફ જોયું...અને એક હળવી ચીસ એના મોં માંથી નીકળી ગઈ...જોઈને ચોંકી જતાં એની આંખો ફાટી ને ફાટી જ રહી ગઈ...
થોડા દિવસ પહેલા જ પોતાની એકલતા દૂર કરવા એ મેના પોપટની જોડ લાવી હતી. પણ ન જાણે કેવી રીતે મેના ઘાયલ થઇ અને પોપટ એને તડપતી છોડી ઉડી ગયો હતો...
'ઓહ ભગવાન... !હવે નથી સહેવાતું 'એની આંખોમાં આંસુ આવી ગયા. એને થયું,
કદાચ... પેલો ઉખેડાઇ ગયેલો વાંસ બની શકે કે બીજી વેલ ને સહારો આપશે... ને ઉડી ગયેલો પોપટ કદાચ... બીજી મેનાના શોધમાં...
ને મારો વાસવ ?
એ પ્રશ્ન એને ચૂપ રહેવા મજબુર કરતો હતો...
'અરે રીના ! શું થયું.. ? ચૂપ થઇ જા... આંસુ લુંછ બહેન... '
'સુધા જો મેના ઘાયલ છે ને એ ઉડી ગયો... '
' કોણ.. ? કોણ ઉડી ગયો... ?'
'કોણ વળી.... પોપટ.... જો સુધા પોપટ મેનાને તડપતી છોડીને ઉડી ગયો... સુધા હવે મારાથી નથી સહેવાતું... જો સુધા એ મેના કેટલી તડપે છે... એ મરી જશે... ના ના.. એ નહિ મરે... જીવતી લાછ ની જેમ જીવશે પણ મરે નહિ... સુધા તને ખબર છે કે એ કેમ નહિ મરે... કેમકે એ પોપટની રાહ જોશે... એ પાછો આવશે આ આશામાં એ જીવશે... ' રીનાના અવાજ માં ડૂસકાંઓ ભળી ચુક્યા હતાં...
'નહિ રીના એ પોપટ ક્યારેય નહિ આવે. આ મેના મરી જશે પણ પોપટ પાછો નહિ આવે.. 'સુધાએ રીનાની વાતને વિરોધ કરતા કહ્યું.
' નહિ સુધા, એ પોપટ જરૂર આવશે...એની મેના માટે આવશે... ને... ને... મારો વાસવ મારા માટે આવશે... એ આવશે... '
'રીના હોશમાં આવ... પાગલની જેમ શું બક બક કર્યા કરે છે. તું કોની રાહ જોઈ છે હાં ? બોલ કોની... ? એની જે તને રઝળતી છોડીને ગયો એની ?જેણે તારી આટલા વર્ષોમાં ખબર સુધ્ધા નથી લીધી... એની જેણે સગી માં ની ખબર ન લીધી... અરે સગી માં ને અગ્નિદાહ પણ આપવા ન આવ્યો. અરે જે સગી માં નો ન થયો એ તારો શું થવાનો... તું એને ભૂલી ન શકી પણ એને તો તને વિસારી દીધી છે અને એ વાસ્તવિકતા જેટલી જલ્દી સ્વીકારી શકે... સ્વીકાર... એ કદી નહિ આવે.. અરે તું તો નાદાન... નાદાન પણ નહિ મૂરખ છે મૂરખ.. પુરુષોને નથી જાણતી તું... '
' મારો વાસવ એવો નથી... એ આવશે.. જરૂર આવશે... '
' વાસવ પણ આખરે પુરુષ જ છે એ કેમ તું ભૂલી જાય છે ? કેમ કેમ એને ભૂલી નથી સકતી પાગલ... '
' શું ભૂલું... બોલ ને તું શું ભૂલું કેવી રીતે ભૂલું... તને શું લાગે નથી કોશીશ કરતી હું ભૂલવાની... પણ આ સાલું હૃદય એને ભૂલવાનું નામ જ નથી લેતું ને... બહુ સમજાવ્યું નથી સમજતું... શું કરું તુજ કહેને... આંખો બંધ કરું તો એ... આંખો ખોલું તો એ દેખાઈ.. ઘરમાં, બહાર બધે જ એ.. અત્ર -તત્ર -સર્વત્ર એ ક્યાં જાવ... તું કહે ક્યાં જાવ હું... બોલ ને.. શું કરું નથી ભુલાતો... નથી ભુલાતો એ...મારાથી નહિ ભુલાય.. નહિ બને એ ' કહેતાં કહેતાં ટૂંટિયું વાળીને રીના બેસી પડી... સાવ ભાંગી પડી...
નજીક બેસતાં રીનાનો હાથ પોતાના હાથમાં લઇ સાંત્વનાના સ્વરે બોલી...
' કેમ નહિ બને... કોશિશ કર... કોશીશ તો કર... હું તને આ હાલતમાં નહિ જોઈ શકતી... હું પણ આ સ્થિતિ માંથી પસાર થઇ ચૂકી છું. હું નથી ઇચ્છતી કે મેં જે સહ્યું કોઈ બીજું પણ સહે... ' રીના બાઘાની જેમ એને જોતી રહી... આગળ સુધાએ કહ્યું, ' હું પણ તારી જેમ જ એને ખૂબ પ્રેમ કરતી... પાગલ હતી એના પ્રેમમાં...અઢળક પ્રેમ કર્યો સાથ નિભાવ્યો પણ એણે... એણે મને દગો કર્યો.. જે દિલ એણે અગણિત પ્યાર કરતુ એના જ એણે અગણિત ટુકડા કરી નાખ્યા... પણ તું મને જો... જો હું ભૂલી ગઈ ને એને... જો ક્યાં યાદ કરું છું... ભૂલી ગઈ... ભૂલી ગઈ હું... ' કહેતાં કહેતાં એની આંખો મુશળધાર વરસાદ ની જેમ વરસી પડી...
' કોણ ? ને કોને ભૂલી ગઈ... હ સુધા... ?'
' પિનાકીન, પિનાકીન નામ હતું એનું... '
* * *