Zanpo udaas chhe... - 8 in Gujarati Fiction Stories by jignasha patel books and stories PDF | ઝાંપો ઉદાસ છે - 8

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ઝાંપો ઉદાસ છે - 8

બર્થડે પાર્ટી માંથી પરત ફરી વાસવ નિખિલ ના રૂમમાં ગયો. નિખિલ વાસવ ની જ રાહ જોઈ રહ્યો હતો. હાથમાં રહેલું પુસ્તક ટેબલ પર મુકતાં નિખિલે કહ્યું.. 'આવ વાસવ અહીં બેસ, યાર શું ચાલી રહ્યું છે તારી નીજી જિંદગી માં બોલ '
' નિખિલ માફી ચાહું છું.. બધું અચાનક બન્યું.. '
'અચાનક એટલે... ? તારે મનેય ન કહેવાનું... હેં ? છેલ્લીવાર વાત થયેલી ત્યારે તો તું ગામ જવાની વાત કરતો.. પછી અચાનક શું થઈ ગયું ?'
'હા હું ગામ જવાનો જ હતો.. પણ... '
'શું પણ ? લગ્ન કરી લેવાના આમ.. એવું ? ને પેલી વર્ષોથી રાહ જોતી છોકરીને તે ધોકો આપ્યો... ? એ માસુમ નો શો દોષ હતો ? એજ કે એણે તને પ્રેમ કર્યો. હેં બોલ ? 'નિખિલના અવાજ માં આક્રોશ હતો.
'શાંત થા યાર... કહું છું બધું.. ' વાસવે કહ્યું... અને બધી ઘટના એની આંખો સામે એક ચિત્રપટની ની જેમ તરવરવા લાગી....
રીનાને પત્ર લખ્યા બાદ સમય કાઢીને એ જવાનું વિચારતો જ હતો કે કંપનીના એક પ્રોજેક્ટ મા એને ભારે નુકશાન ગયું. અને એ ડિપ્રેશન મા એને કશું ભાન ન રહ્યું... શું કરવું એ કશું જ એને સમજાતું નહોતું. અને નિખિલના એના પર મુકેલા વિશ્વાસમાં એ ઉણો ઉતાર્યો હતો. પરંતુ એ વાત નિખિલને એ જણાવી ન શક્યો. કાઇને કાઈ ઉપાય નીકળશે એ ઉમ્મીદમાં એ ઘણી કંપની ના માલિકોનો મળ્યો. પણ કોઈએ સહકાર ના આપ્યો. એવા સમયે મિસ્ટર નાયર સાથે મુલાકાત થઇ. એમણે વાસવની સ્થિતિ જાણી અને પોતાની કંપનીના અમુક પ્રોજેક્ટ આપ્યા.અને પ્રોજેક્ટ માટે વિશ્વાસ મૂકીને 100% એડવાન્સ પણ... આ રીતે કંપની બચાવી લીધી. હવે બધું સારી રીતે ચાલી રહ્યું હતું. અને એકદિવસ મિસ્ટર નાયરે વાસવને પોતાના ઘરે જમવા માટે આમન્ત્રિત કર્યો. એ પહેલીવાર એમના ઘરે જઈ રહ્યો હતો તેથી એક મોંઘી ગિફ્ટ સાથે ગયો. આલીશાન ઘરના એક એક ખૂણેથી શ્રીમંતતા ટપકતી હતી. વાસવ બધું જોઈ રહ્યો.જમવામાં પણ વિવિધ પકવાનો હતો. જમી રહ્યા પછી બધા વાતોએ વળગ્યા...ત્યાં જ એક દીવાલ પર લગાવેલી તસ્વીરને જોતાં વાસવે પૂછ્યું ' આ... '
' મારી દીકરી પ્રીતિ... બહુ જ જિદ્દી છે. ભણવામા હોશિયાર... વિદેશ મા અભ્યાસક્રમ પૂરી કરી અહીં આવી ત્યારે હું વિચારતો કે કંપની પ્રીતિ સંભાળી લેશે. પણ એના શોખ નું શું પૂછવું ક્યાંક થી લાઈવ પેઈન્ટિંગ નો ચસ્કો લાગ્યો અને હાલમાં ચેન્નાઈ ગઈ છે એના કોર્સ માટે બોલો.. ' કહી જોર જોર થી હસે છે...
' અરે વાહ... ' કહી વાસવ પણ સ્મિત વેરે છે...
' આવતા અઠવાડીએ આવી રહી છે પછી જોજે આ દીવાલો સાફ ને ખાલી ન મળે... હા હા હા... '
વાસવ આછું સ્મિત વેરે છે. વાતો વાતો મા કેટલોય સમય પસાર થઇ ગયો. વાસવે એક મિટિંગ મા જવાનું હતું તેથી એ ત્યાં જવા માટે નીકળ્યો. મિટિંગ પતાવી ઘરે આવ્યો... ને એને આજે પોતાના મા એક અલગ જ બદલાવ અનુભવ્યો...
આમ ને આમ ઘણા દિવસો પસાર થઇ ગયા. એક દિવસે મિસ્ટર નાયર નો ફોન આવ્યો.. ' વાસવ મારા ઘરની તો બધી દીવાલો ભરાય ગઈ. પણ મારી રાજકુમારી અટકવાનું નામ નથી લેતી. સવારથી પરેશાન કરી રહી છે કે ડેડી તમારા કોઈ ઓળખીતાને ત્યાં પેઈન્ટિંગ કરવાનું હોય તો કહો... તો મોકલું એને... '
વાસવને ના કહેવાનો કોઈ વિકલ્પ જ નહોતો. આમેય મિસ્ટર નાયરને કશીયે વાતમાં ના પાડવાની હિમ્મત ક્યાં કોઈનામાં હતી... વાસવે કહ્યું ' જી સર મોકલી આપો.. '
અને સામેથી ફોન કટ થઇ ગયો. વાસવ અમુક ફાઈલ લઈને કામ કરવા બેઠો. કામમા ઘણો સમય નીકળી ગયો... એનુંયે ભાન ન રહ્યું કે આજે એણે કોફીયે પીધી નહોતી.
કારના હોર્ન પર હોર્ન વાગતા એ કામમાંથી હોશમાં આવ્યો. બહાર આવી જોયું તો એક મોંઘીઘાટ કારમાંથી બ્લેક એન્ડ યલૉ કલરના ગાઉનમા સજ્જ એક યુવતી ઉતરી.
પીઠ પર પથરાયેલા છુટ્ટા વાળ એની શોભામાં વધારો કરી રહ્યા હતાં. હંસલીની ડોક જેવી સુરાહીદાર ગળામાં ઝીણા મોતીની માળા ચમકી રહી હતી.
એ ઘરમા આવી રહી હતી.. એના પ્રત્યેક કદમેં જાણે સિતારના તારમાંથી સૂર છુટા પડીને મૃદંગ સાથે જાણે ટકરાતા હોય એમ વાતાવરણ સંગીતમય થયુંહોય એવું લાગતુ. ને અડધો કલાક પહેલા માનસપટ પર છવાયેલી રીનાની ધૂંધળી ધૂંધળી તસ્વીર દૂર દૂર ફેંકાઈ ગઈ.
એ યુવતી દરવાજા સુધી આવી ગઈ. આવીને વાસવ સામે સ્મિત વેર્યુ. વાસવે પણ સ્મિત આપ્યું.
એ યુવતી કોયલના મીઠા રણકાર જેવા સ્વરે બોલી...
' આપ વાસવ.. '
'હા...... '
' હાઈ વાસવ... પ્રીતિ... '
' ઓહ.. હાઈ મિસ. પ્રીતિ.. તમારા ડેડી સાથે વાત થઇ હતી મારી... પ્લીઝ કમ ઈન સાઈડ... ' વાસવે એને આવકારી. પ્રીતિ અંદર આવી અને થોડીવાર બેસ્યા પછી પોતાનું કામ સારું કર્યું. કામ થતું રહ્યું... સાંજ થવાનો સમય થઇ ગયો. એ જોઈ પ્રીતિએ કહ્યું... ' થૅન્ક્સ વાસવ... ચિત્ર હજી અધુરું છે.. પણ સાંજ થઇ ગઈ છે... હું હવે નીકળું... કાલે પાછી આવીશ... ' કહી તે ઘરે જવા નીકળી ગઈ... પણ જતાં જતાં પોતાની એવી છાપ છોડી ગઈ કે વાસવ બસ એમાંજ ખોવાયેલો રહ્યો. વારંવાર એના બનાવેલા પેન્ટિંગ ને જોતો રહ્યો.
દરરોજ રીનાની યાદને મમળાવતા વાસવે આજે રીનાને યાદ સુદ્ધાં ન કરી...
બીજા દિવસે તે રોજ કરતા વહેલો ઉઠ્યો. અને પ્રીતિની આવવાની રાહ જોવા લાગ્યો.
ત્યાંજ ડોરબેલ વાગ્યો... એ ઝડપથી બારણું ખોલવા ગયો... પણ... બારણું ખોલતાંજ સામે કામવાળી બાઈ ઊભી હતી...એ નિરાશ થયો... બહાર વારંવાર જોઈ આમ તેમ આંટા મારવા લાગ્યો...પોતાની જાત પર એને હસવું આવી રહ્યું હતું...
ત્યાં જ કારનું હોર્ન સંભળાયું.. એ ફટાફટ બહાર આવ્યો... પ્રીતિ આવી ગઈ હતી...
આજે એ પિન્ક કલરના ગાઉન મા સજ્જ થઇ આવી હતી. પિન્ક કલરમાં એનું સૌંદર્ય અદ્ભૂત હતું. રૂપ જાણે સ્વયં રૂપાળું બનીને આવ્યું હોય એવું પ્રતીત થતું હતું... કાલથીયે વધુ સુંદર લગતી હતી.
દરવાજા નજીક આવેલી પ્રીતિ ને એણે આવકારી અને ઘરમાં દોરી ગયો. પ્રીતિ સોફા પર બેઠી. ત્યાં જ થોડી વારમાં કોફી નાસ્તો આવ્યો. બંને એ સાથે કોફી પીધી. કોફી પીતાં પીતાં ઘણીવાર બંને ની નજર ટકરાઈ... ટકરાતી રહી...
અધુરું પેન્ટિંગ પૂરું કર્યા પછી પ્રીતિએ પૂછ્યું. 'બીજે ક્યાં પેઈન્ટિંગ કરવાનું છે... '
' તમને જ્યાં ઠીક લાગે ત્યાં... '
'પણ.. '
' પણ બણ કાંઈ નહીં... ધૅટ ઇસ ફાઇનલ કે તમારી ચોઈસ ની દીવાલ પર.. ઓકે ?'
' ઓ કે મિસ્ટર વાસવ '
' યસ મિસ પ્રીતિ... '
' હેય આઈ સે સમથિંગ... ઇફ યુ ડોન્ટ માઈન્ડ... શું હું તમને 'વાસુ ' કહીને બોલવું તો ચાલશે.. '
વાસવ એક પળ ચોક્યોં પછી બોલ્યો...
' ચાલશે નહીં... દોડશે... ' અને બંને હસી પડ્યા.
એ પછી તો પ્રીતિ વાસવના બેઠકરૂમ, બેડરૂમ અને પોતાની પસંદગી ની જગ્યાએ પેઈન્ટિંગ કરવા લાગી. એક અઠવાડિયામાં આખા ઘરમાં પેન્ટિંગ બની ચુક્યા હતાં. માત્ર ઘરમાં નહીં દિલમાં પણ પ્રીતિની અમીટ પેન્ટિંગ કંડારાય ગઈ હતી. આ એક અઠવાડિયામાં ન બનવાનું ઘણું બન્યું. વાસવ અને પ્રીતિ એકબીજાના ઘણા નજીક આવી ચુક્યા હતાં.
આખરી પેઈન્ટિંગ ને આખરી ઓપ આપતા પ્રીતિએ પૂછ્યું..
' ડિયર આ પેઈન્ટિંગ કેવું લાગે છે '
' ઈટ વોઝ ગ્રેટ ડાર્લિંગ... '
' રિયલી... '
'યસ માય સ્વીટહાર્ડ... '
કહેતા એણે પ્રીતિને પોતાના બાહુપાશમાં જકડી લીધી. પ્રીતિએ પણ એટલાજ ઉમળકાથી એને બાહોમાં સમાવી લીધો...
ને પેલી રીના...
એની પ્યારી રીના...
વહેતા ઝરણાની જેમ કલરાવતી રીના...
અષાઢી મેઘની જેમ ઝરમરતી રીના...
વસંતની કોયલની જેમ ટહુકતી રીના...
પંખીની જેમ હવામાં ઉડતી રીના...
દરિયાના મોજાની જેમ છલકાતી રીના...
ફેંકાઈ ગઈ...
દૂર ફેંકાઈ ગઈ...
દૂર દૂર ફેંકાઈ ગઈ...
થોડા સમયમાં જ મિસ્ટર નાયર ને આ વાતની જાણ થઇ. પણ જેમ મિસ્ટર નાયરને કોઈ પણ વાતમાં ના કહેવાની હિમ્મત કોઈનામાં ન હતી એજ રીતે મિસ પ્રીતિ નાયર ને કોઈ પણ વાતની ના કહેવાની હિમ્મત મિસ્ટર નાયરમાં નહોતી. પ્રીતિની જીદ ના કારણે તેઓના લગ્ન થઇ ગયા...
વાસવ ના ગાલ પર પડેલા જોરદાર તમાચાએ એણે હોશમાં આણ્યો. પરદો, ચિત્રપટ બધું ગાયબ.. સામે ગુસ્સા થી ધુઆ-પુઆ નિખિલ ઉભો હતો.
' છી તને દોસ્ત કહેતા શરમ આવે છે... અહીં મારી પ્રેયસી મારી પત્નીને ગયા ને વર્ષો વીત્યાં ને હું એને ભુલાવી નથી શકતો ને તે રીના ને જીવતે જીવ મારી નાંખી... હદ છે વાસવ હદ છે... સુંદરતા અને પૈસા ની લાલચે તું આટલી હદે જઈ શકે.. '
' ના આપણી કંપની બચાવવા માટે... '
' ચૂપ... એકદમ ચૂપ... બસ કર.. બહાના બનાવી મને છેતરી લેશે... પણ પોતાની જાતને ક્યાં સુધી છેતરીશ..કે તે રીના સાથે ખોટું કર્યું છે... '
'નિખિલ મને એ વાતનો પસ્તાવો નથી. પ્રીતિ સુંદર, ભણેલી ગણેલી હોશિયાર અને મિસ્ટર નાયર ની એકની એક દીકરી...ને રીના ગામડાની ગવાર...અહીં લાવત તોયે અહીં, અહીંના રીતભાત માં એ ઢળી ન શકત...હવે એ મારે લાયક નથી... '
ત્યાં જ નિખિલે બીજો તમાચો લગાવી દીધો. 'એ શું... તું એને લાયક નથી અને... તારા માટે થોડું ઘણું માન હતું એ પણ પૂરું થઇ ગયું...આજ પછી હું તારું મોઢું એ નહીં જોવ... કંપનીની ભાગીદારી કરી લઈએ. તારી મહેનતનો હિસ્સો તને મળી જશે. પણ હું તારી સાથે હવે કામ કરવા માંગતો નથી... '
કહી એ ઘરેથી ચાલ્યો ગયો... આ બાબતે પ્રીતિએ પૂછ્યું એ ખરું કે નિખિલ ભાઈ અચાનક કેમ ચાલ્યા ગયા. પણ વાસવે સમજાવીને વાતને ટાળી દીધી...
કારમાં બેસી ઓફિસ તરફ જતાં નિખિલના મનમાં વારંવાર એક જ સવાલ ઘૂમરાતો રહ્યો કે ' બિચારી રીના... શી હાલતમાં હશે ?
* * *