zanpo udaas chhe - 7 in Gujarati Fiction Stories by jignasha patel books and stories PDF | ઝાંપો ઉદાસ છે.. - 7

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઝાંપો ઉદાસ છે.. - 7

વાસવ આજે સવારથી જ ગમગીન હતો...
નિરાશ વદને ખુરશીમાં બેઠો હતો.
ખુરશીમાં બેસીને રીનાની ધૂંધળી તસ્વીર પોતાના મનોજગતમાં જોઈ રહ્યો હતો. ત્યાં જ રીનાની ધૂંધળી તસ્વીર ને હડસેલી એક બીજી યુવતીની તસ્વીર એના મનોજગતમાં ઉપસ્થિત થઇ...
' નિશા... '
' કમ્બખ્ત નિશા '
નિશાના નામ સ્મરણ માત્રથી વાસવ ને ગુસ્સો આવ્યો. એણે ગુસ્સાના આવેશમાં હાથમાં રહેલ કાચનો ગ્લાસ નીચે પછાડ્યો. તે એ જ નિશા હતી જેને કારણે વાસવને, નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. એ એજ નિશા હતી જેના કારણે એ મરવા નીકળ્યો હતો. એ એજ નિશા હતી જેને કારણે એના પોતાના એનાથી દૂર થયાં.
નહીં યાદ કરવા જેવી એ કડવા ઝેર સમી ઘટના વાસવ ની આંખ સામે ઘૂમરાવા લાગી.
નિશા... એક મોટા ઘરની એક ની એક દીકરી. ચબરાક... નટખટ... પોતાની ઓફિસ ની પાસે જ એનું ઘર. એની તોફાની આંખો હંમેશા વાસવ પર મંડાયેલ રહેતી. નજીક આવવાના ઇસારા કરતી રહેતી... ને એ હંમેશા એણે અવગણતો... ગુસ્સે થતો... ક્યારેક તો ઓફિસેય આવી જતી. એ કોઈ ને કોઈ બહાના બનાવી એને ત્યાંથી ભગાવતો...
પણ એક દિવસ એ ઓફિસ માં બેસી કામ કરી રહ્યો હતો ને એ અચાનક આવી... આવતાની સાથે તરેહ તરેહ ની વાતો કરવા લાગી... અજીબ હરકતો કરવા લાગી. ભગાવવા છતાં પણ ન ભાગી. એની એકદમ નજીક આવી આંખોમાં તાકી ને એને પૂછ્યું.. ' વાસવ એઈ વાસુ... મને તારી આંખો ખૂબ ગમે છે... ! તને મારી આંખો ગમે છે ?? હેં બોલ ? બોલ ને.... અચ્છા એક વાત કહે તને મારી આંખો વધુ ગમે કે મારા હોઠ... ? ચાલ ચાલ જલ્દી જવાબ આપ...
એણે કડક અવાજે જવાબ આપ્યો...' નિશા તું આ શું બોલી રહી છે તેનું તને ભાન છે ? તું જા અહીંથી...ઘરે જા તારે.
પણ નિશા...
નફફટ નિશા...
ત્યાંથી ખસતી સુધ્ધા નહીં. એને હેરાન કરી મુક્યો.જયારે એની ઘરે થી એને બોલાવી ત્યારે એ ગઈ.
દિવસે દિવસે નિશાનું વર્તન અને વ્યવહાર વિવેકની રેખાને ઓળંગતું જતું હતું. નિશા ક્યારેક એના હોઠને પોતાના હાથ વડે સ્પર્શ કરતી તો ક્યારેક આંખમાં મસ્તી ભરી અવનવી હરકતો કરતી... એને પરેશાન કરવાની એક પણ તક એ છોડતી નહીં...એ કહેતો કે તારા ઘરે કહી દઈશ... તો એ અલ્લડ પણે જવાબ આપતી કે ' તું કહેશે તોયે માનશે કોણ.. ! ઉલ્ટો તુજ ફસાઈ જશે સમજ્યો... ' હવે તો નિશાના આવા વર્તનથી એને બીક લાગવા માંડી હતી. એ નિશાથી ડરતો હતો. એ ખૂબ જ સાવધાન રહેતો. એને ખબર હતી કે નિશાના આ અટકચાળા ક્યારેક પોતાના માટે આફતરૂપ બની જાય તેમ છે.
અને...
બન્યુ પણ એવું જ...
એક દિવસ સાંજે ઓફિસ ટાઈમ પૂરો થયો હતો. બધા ચાલ્યા ગયા હતાં. એ જવાની તૈયારી જ કરતો હતો કે નિશા અચાનક આવી. અને રડમસ અવાજે કહેવા લાગી... ' વાસુ... વાસુ... મારી મમ્મી ની તબિયત બહુ ખરાબ થવા લાગી છે. ઘરે કોઈ નથી.. પ્લીઝ મારી મદદ કર. જાણું છું તને મેં બહુ પરેશાન કર્યો. પણ મારી માં નો એમાં કોઈ વાંક નથી. પ્લીસ મદદ કર... ' વાત અહીં માં ની હતી. માનવતા ના નાતે એ ત્યાં ચાલ્યો ગયો. એ એને ઘરે લઇ ગઈ. એણે જોયું તો ઘરમાં કોઈ નહોતું... એને શક ગયો. અને એ બહાર જલ્દી થી જવા જતો હતો કે નિશા એ ચીલ ઝડપે એને બાહો પાશમાં જકડી લીધો. એ છૂટવાના પ્રયત્ન કરવા લાગ્યો. તો નિશા એ એના ગાલ પર કિસ કરી દીધી. એને ચૂમવા લાગી. એ એકદમ હતપ્રત થઇ ગયો. શું કરવું સમજાયું નહીં. છૂટવાની કોશીશ કરતો જ હતો કે નિશા એ હોટો પર એના હોટ જકડી દીધા. ને છૂટવાની કોશીશ નાકામયાબ કરી દીધી.
એટલામાં જ બહાર ગયેલી નિશા ની માં પાછી ફરી. નિશા ડરી ગઈ. એ ઘબરાયો... નિશા એનાથી દૂર થઇ ગઈ ને દોડતીક માં પાસે જઈ ને માં ને વળગી પડી. રડવા લાગી..
' મમ્મી સારું થયું તું આવી ગઈ નહિતર આ નાલાયક મારી ઈજ્જત... ' કહેતા કહેતા રડવા લાગી. એની માં એની પાસે આવી. એક તમાચો મારી દીધો... નિશા પણ નજીક આવી. બીજા ગાલ પર તમાચો માર્યો... ' સાલા નાલાયક... મને એકલી જોઈ ને મારી સાથે આવી નીચ હરકત કરી. એ તો મારી મમ્મી આવી ગઈ નહીં તો આજે હું ક્યાંયની ન રહેત... નાલાયક શરમ નથી આવતી.. તું એક પટાવાળો છે તારી ઔકાદ મારી બાજુમાં ઉભા રહેવાનીયે નથી. ને મને ફસાવવા માંગતો હતો. ' કહેતા કહેતાં રડવા લાગી. એની માં નજીક આવી એને માથે હાથ ફેરવી. આંસુ સાફ કર્યા. મમ્મી તરફ જોઈ ફરી એ બોલી.. ' મમ્મી, સારું થયું તું સમયસર આવી ગઈ નહી તો આ હરામખોર મારી શી દશા કરત... મમ્મી ' કહી મમ્મીને બાઝી રડવા લાગી.
એનું રુદન સાંભળી બધા લોકો દોડી આવ્યા. એના પાપા પણ આવી પહોંચ્યા હતા.બધી વાત જાણી એના પપ્પાએ પણ એને તમાચો માર્યો. એ બધું અચાનક થતાં પૂતળાની જેમ ઉભો હતો.
બધા જ એના પર એક સામટા તૂટી પડ્યા. એ બે હાથ જોડી વિનંતી કરતો રહ્યો કે 'મારી વાત તો સાંભળો' પણ એની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું.
એને ને આ નોકરી નિશાના પિતાની મહેરબાની થી જ મળી હતી. અને એના કહેવાથી નોકરી માંથી બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. વગર વાંકે ભારે સજા ચૂકવવી પડી હતી. બધાની નજર માં એ દોષી સાબિત થયો હતો. વારંવાર એક જ વિચાર આવતો ' ક્યાંક કોઈ રીનાને આ વાત કહી દે તો એ રીનાને શું જવાબ આપશે. રીનાને શું મોઢું બતાવશે.
ડોરબેલ ની ઘંટડી રણકી કે એની તંદ્રા તૂટી...એ હોશમાં આવ્યો. એ વાતને વર્ષો વીતી ગયા હતાં છતાં આજેય બેચેન કરતી હતી... વળી મનોમન હસી પડ્યો...' એ વાતને વર્ષો વીત્યા હવે શું ? આમ પણ જે થાય તે સારા માટે જ થાય... આમ તો આ ઘટના મારા માટે આશીર્વાદ રૂપ જ સાબિત થઈ ને... ! એ ઘટના ન બની હોત તો આજેય હું એક સામાન્ય પટાવાળો જ હોત. ને વધારે મહેનત કરત તો વધી વધીને ક્લાર્ક બનત. પણ એથી વધુ શું... ? આજે મુંબઈ શહેરમાં માન છે, મોભો છે,પ્રીતિ જેવી પ્રેમાળ પત્ની છે... ત્યાં હોત તો આ બધું ક્યાંથી હોત...
ને ફરી ડોરબેલ વાગી...ફટાફટ એણે દરવાજો ખોલ્યો... સામે સસ્મિત ઉભેલી નીલી સાડી માં પત્ની પ્રીતિ અપ્સરા ને શરમાવે એવી અદાથી હાથમાં બેગ લઇ ઊભી હતી.
એક -બીજાને જોતાં વેંત જ બંને એ હગ કર્યો...
વાસવે પૂછ્યું... ' શોપિંગ થઈ ગયું જાન... '
'હા બેબી... ' કહી વાસવ ના હાથમાં બેગ થમાવી દેતા કહ્યું ' જો કેવો ડ્રેસ છે કહે.. '
' તારી ચોઈસ હંમેશા સુપર્બ હોય ડાર્લિંગ...'
'હમમમ યસ, સાંભળને બેબી રાજવી ના બર્થડે પાર્ટી માં આપણે જવાનું છે આજે યાદ છે ને.. '
' હા જી બિલકુલ યાદ છે પત્ની સાહિબા... ' કહીને હસે છે...
'પણ એ પહેલા તમારે એરપોર્ટ જવું પડશે. નિખિલ ભાઈ ને લેવા...'
' મને લેવા આવવાની જરૂર નથી ' બંનેએ ફરીને જોયું તો નિખિલ પાછાં ટ્રોલી બેગ સાથે ઉભો હતો...પ્રીતિ એ એના હાથ માંથી બેગ લીધી. અને ઘરમાં બેગ લઇ ગઈ.
નિખિલ અને વાસવ બંને સોફા પર બેઠા, પ્રીતિ ચા -નાસ્તાની વ્યવસ્થા કરવા ગઈ. બંને દોસ્તો એકલા પડ્યા... નિખિલે વાસવ ને પૂછ્યું...
' વાસવ હું તો આવતા મન્થમાં આવીને તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. પણ યાર તે તો મને સરપ્રાઇઝ આપી દીધી. તારા લગ્ન ના સમાચાર સાંભળી હું આવી ગયો. નીકળવા પહેલા તને ફોન કર્યો ત્યારે જ પૂછવું હતું પછી વિચાર્યું કે રૂબરૂ જ વાત કરું... '
'નિરાંતે વાત કરીએ આ બાબતે નિખિલ... પહેલા તું ફ્રેશ થઈ જા.. '
' ઓકે વાસવ... '
' હા બધી વાત કરું તને કે શું થયું અહીં... '
* * *