Zanpo udaas chhe.. - 6 in Gujarati Fiction Stories by jignasha patel books and stories PDF | ઝાંપો ઉદાસ છે.. - 6

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ઝાંપો ઉદાસ છે.. - 6

રીનાની ખુશીનો પાર ન હતો...
ઉત્સાહના આવેગમાં ઘડીક તે નાની શી હરણી જેવી કુદકા મારતી, ઘડીક ઉત્સાહને દબાવીને ગંભીર થવાનો પ્રયત્ન કરતી...
આજે એની આતુરતાનો અંત આવ્યો.
આશાનું એક કિરણ દેખાયું.
આજે એની રણ સમી જિંદગીમાં ગુલાબ ખીલ્યું...
એને એ મળ્યો...
ના..., ના..., વાસવ નહીં, વાસવનો પેલો પત્ર મળ્યો.
એ પત્રની એક એક અક્ષરે, રીના નું સ્મરણ ભર્યું હતું.
પ્રથમ સંબોધન...,
' રીના...
મારી વહાલી રીના...
તને આમ છોડીને ચાલ્યો ગયો તે વાતનું મને ખૂબ જ દુઃખ છે રીના... મેં તને બહુ પરેશાન કરી... માફ કરજે તારા આ વાસવને... પણ રીના હું મજબુર હતો... લેણદારોએ મારુ જીવવું હરામ કરી નાખ્યું હતું... ને પેલી કમ્બખ્ત નિશા... એના કારણે મને ઓફિસમાંથી પણ કાઢી મુક્યો હતો. બદનામ કરવાની ધમકી આપેલી... હું તને ક્યાંક ખોઈ ન બેસું એ દરે... અને તને ખોવા કરતાતો મરવું સારું એ વિચારે હું ઘર છોડીને નીકળી તો ગયો. પણ મારું નસીબ મને ક્યાંક બીજે જ લઇ આવ્યું... જ્યાં આવવાનું મેં સપનેય નહોતું વિચાર્યું. નસીબ મને અહીં મુંબઈ ખેંચી લાવ્યું. પણ એ નસીબે મને તારાથી દૂર કરી દીધો રીના... અહીં આજે મારી પાસે બધું જ છે ધન -દોલત માન -મોભો .. પણ એ પામવામાં તું ક્યાંક મારામાથી ખોવાય ગઈ રીના..., એઈ રીના અહીં બધું જ છે, બસ એક નથી તો તે તું... તું નથી મારી પાસે... તારા વિનાનું પ્રવૃત્તિભર્યું જીવન આજકાલ બહુ સૂનું લાગે છે... અહીં તારા સ્નેહ અને સાથ વગરનું મારું જીવન અપૂર્ણ લાગે છે. રીના... તું મને યાદ કરે છે ? માં કેમ છે ? ત્યાંના વૃક્ષો, પહાડો, ટેકરીઓ, ને પેલો લીમડો કેમ છે ?રીના માં ની બહુ યાદ આવે છે... માનું ધ્યાન રાખજે... હું તમને જલ્દીથી અહીં બોલાવી લઈશ.
એજ
તારો વાસવ '
રીનાની ખુશીનો કોઈ પાર નહોતો. એ વારંવાર પત્ર વાંચતી... આખા ગામમાં ફરી આવી, બધાને કહેતી 'જુઓ જુઓ મારા વાસવ નો પત્ર આવ્યો... ઓ કાકી જો જો વાસવ મુંબઈ માં છે, ને ને મને પણ જલ્દીથી બોલાવી લેશે.'
પણ ગામના લોકોને ક્યાં એની પરવાહ હતી ?
એ દોડી....
પેલા વૃક્ષો પાસે...
પહાડો પાસે...
ને પેલા પહાડની ટોચ પર ઉગેલા લીમડા પાસે...ને કહેવા લાગી...
' દોસ્તો.. જુઓ જુઓ... આ.. આ આપણાં વાસવ નો પત્ર આવ્યો છે.. એમાં તમને બધાને યાદ પાઠવી છે.. જો જો લખ્યું છે કે બધું બહુ યાદ આવે છે... '
ને હસવા લાગી... હસતા હસતા રડી પડી... ને ફરી હસી... ત્યાંજ પવનની એક લહેરખી પસાર થઇ ગઈ. વૃક્ષના પાંદડા ફરફર્યા..જાણે વૃક્ષનેય વાસવનો પત્ર આવ્યો છે એ વાતની ખુશી ન હોય... !
ત્યાંથી એ પહાડો, ટેકરીઓ, નદીની ભેખડોએ પણ ફરી વળી.
પછી એ ઘરે આવી.
ગુલમહોરના વૃક્ષ પાસે બેઠી. એ નાનકડો છોડ હવે યૌવનમાં પ્રવેશી ચુક્યો હતો. એની પાસે જઈને એને અઢેલીને એ બેસી ગઈ.
એ ખુશીની મારી ક્યારેક હસતી ક્યારેક રડતી એમને એમ એ ત્યાં જ બેસી રહી...
એને ક્યારે ઊંઘ આવી ગઈ તે એને સમજાયું નહીં. એ એમને એમ જ ઊંઘી ગઈ... કલાકો સુધી...
* * *
' રીના એઈ રીના..... ' કોઈકે એને ઢંઢોળીને ઉઠાડી રહ્યું હતું.
એની આંખો ખૂલી... સામે એની સહેલી સુધા હતી. ' સુધા, અરે સુધા ! તું આવી ગઈ સુધા ? સુધા હું આજે ખૂબ જ ખુશ છું '
'કેમ ? શું થયું ?' હસીને સુધાએ કહ્યું.
'સુધા જો, આ મારા વાસવનો પત્ર આવ્યો સુધા... '
સુધાએ પત્ર વાંચ્યો. રીનાને આશ્વાસન અને અભીનંદન આપીને ત્યાંથી ચાલી ગઈ.
દિવસો વીતતા ગયા. અને બીજો પત્ર આવ્યો. ટપાલીએ રીનાના હાથમાં પરબીડિયું મૂક્યું. રીનાનો હર્ષ સમાતો નહોતો. અને એમ જ સમયની સાથે ત્રીજો, ચોથો પત્ર... ને પછી ધીરે ધીરે પત્ર આવવાનો સમય લંબાતો ગયો... ને હવે તો ઘણા મહિનાઓ પસાર થઇ ગયા હતા. પણ હજી ન તો વાસવ કે ન તો વાસવ નો પત્ર આવ્યો હતો. ત્યાં જ દૂરથી એને ટપાલી દેખાયો. એ દોડતી ટપાલી પાસે પહોંચી ગઈ...
' કાકા, આજે મારો પત્ર આવ્યો છે, હેં ને હેં ને કાકા.... હમમમ કાકા ચાલો જલ્દી જલ્દી પત્ર આપો મને '
' નહીં દીકરી આજેય તારો પત્ર નથી આવ્યો... '
'આજેય નથી.... આવ્યો... ' એ માંડ માંડ બોલી... નિરાશ વદને ત્યાંથી ચાલી ગઈ.
ઉન્માદના ઘડીક પહેલા ચડેલા પૂર ઉતરી ગયા. આંસુભરી આંખે એ ઘરમાં ફરી. એક નજર એને ઝાંપા તરફ કરી, એય એને આંસુ સારતો હોય એમ લાગ્યું. આંસુ ટપકી જ ગયા. ફરી મન ચકડોળે ચડ્યું. મન ઘર કામમાં પરોવવા એણે નિષ્ફળ પ્રયત્ન કર્યો. પણ મન ક્યાંય ન લાગ્યું. હવે તો પળ પળ અસહ્ય બનતી જતી હતી. જોર જોર થી રડવાનું મન થયું.
પણ ત્યાંજ એણે ઝાંપા માં સુધા પ્રવેશતી દેખાઈ. એણે પોતાની જાતને સંભાળવાની કોશીશ કરી. પરંતુ એની ઉદાસીને સુધા પામી ગઈ. સુધાએ એને પૂછયું...
'રીના શું થયું ?આજે આમ સાવ ઉદાસ કેમ છે... '
'કાંઈ નહીં બસ તબિયત ઠીક નથી લાગતી. '
' જૂઠું ન બોલ રીના... સાચું કહે શું થયું... ?'
'કાંઈ નહીં... '
' કેમ, હજી વાસવનો પત્ર નથી આવ્યો ને... ? બોલ ... ?'
' ના ' એટલું બોલતા બોલતા તો રીનાની આંખોમાંથી આંસુ ઉભરાય આવ્યા. એના ગાલોને ભીંજવીને સંતોષ ન હોય તેમ હવે એ આંસુ જમીન અને સુધાનો દુપ્પટો પણ ભીંજવી રહ્યા હતાં.
' મને તો પુરુષો પર વિશ્વાસ જ નથી રીના ' સુધા આક્રોશ થી બોલી.
રીનાને આશ્વાસન આપતા આપતા સુધનીયે આંખો ભરાય aavi...ને મન પણ... ગળે ડૂમો આવ્યો ને એક ડૂસકાંની સાથે સાથે દિલમાં ઢબૂરાઈને બેસેલી વાત પણ બહાર આવી ગઈ., ' નર તો ભમરા છે, એને રોજ રોજ નવા પુષ્પો જોઈએ,પણ એ વાતનું સ્હેજેય એમને ભાન ન હોય કે ચૂંથાયેલ પુષ્પો ની મનોદશા શું છે.. હાલત શું છે...બસ પોતાના અરમાનો પુરા કરવાના.. ' આક્રોશ માં ગુસ્સા સાથે આસુ ભળ્યા.
સુધાનું આ રૂપ રીનાએ ક્યારેય જોયું નહોતું. રીના ચોંકી ગઈ... સહસા પૂછ્યું... 'સુધા, શું થયું સુધા ?'
સુધાએ પોતાની જાતને સંભાળતા કહ્યું 'કાંઈ નહીં રીના... રીના વાસવ પણ આખરે તો પુરુષ જ ને.. '
'સુધા ભલે તું કહે,પણ સુધા મને દુનિયાદારીની ખબર નથી સુધા.. હું મારા વાસવ ને જાણું છું, મારો વાસવ એવો નથી.. જરૂર એ કામમાં વ્યસ્ત થઇ ગયો હશે... '
ને સુધા બેવડા વિરોધથી બોલી... 'બસ કર રીના, જૂઠી ઉમ્મીદો રાખવાનું બંધ કર, વાસ્તવિકતા ને ઓળખ... પોતાની જાતને ન છેતર... હોશ માં આવ... તને આમ આ હાલત માં નથી જોઈ સકતી યાર.. તું સમજતી કેમ નથી કે પુરુષો હોય જ સ્વાર્થી.. એમનો સ્વાર્થ પૂરો થાઈ કે બસ છોડી દે રસ્તે રઝળતી... તું હજી નાદાન છે. તને ક્યાં ખબર છે પુરુષોની કાર્યનીતિની...! મને તો વિશ્વાસ નથી... કોઈ પુરુષ પર વિશ્વાસ નથી '
'સુધા તું આમ કેમ બોલે છે ? તું પણ મારી જેમ હૃદયથી ઘવાયેલી છે કે શું ? શું થયું તારી સાથે સુધા ?'
' અરે શું ન બન્યુ એ પૂછ... હું ઘવાયેલી છું ... દિલથી પુરેપુરી ઘવાયેલી છું. પણ આજે નહીં કોઈક વખત તને વાત કરીશ... ' સુધા બોલી.
રીના ધ્રુજી ઉઠી.
ને સુધા ત્યાંથી ચાલી ગઈ.
ઝાંપો ઓળંગી દૂર દૂર જઈ રહી...
પણ એના કાનોમાં સુધાના શબ્દો ગુંજતા રહ્યા...
'પુરુષો તો ભ્રમર છે, પુરુષો નો શો વિશ્વાસ... તારો વાસવ પણ આખરે તો પુરુષ ને... '
એણે કાન પર હાથ ધર્યા. તો બમણા જોરથી સંભળાયું...
' તારો વાસવ પણ આખરે પુરુષ જ ને... ' તે ઘભરાઈ ગઈ... અવાજ ફરી સર્વત્ર ગુંજી ઉઠ્યો... ' તારો વાસવ પણ આખરે પુરુષ જ ને '
એ જડ્વત શી કલાકો સુધી આમ ને આમ કશીયે સુધબુધ વિના બેસી રહી.
રાત્રીના મંડાણ થઈ ચુક્યા હતાં. પૂર્ણિમા નો ચાંદ આકાશમાંથી પૃથ્વી પર અમૃતધારા વરસાવી રહ્યો હતો. ધરતી પર સર્વત્ર ઉલ્લાશનું વાતાવરણ વ્યાપી ગયું હતું.. પરંતુ રીનાનો ઉલ્લાશ હણાતો જતો હતો.
સહસા એને વાસવનો લખેલો પહેલો પત્ર યાદ આવ્યો... એમાં વાસવે લખ્યું હતું.. પેલી નિશા... કમ્બખ્ત નિશાના કારણે મને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. ' રીના વિચારી રહી... ' કોણ હશે એ નિશા ? જેના કારણે મારા વાસવને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો... ? જેને કારણે મારા વાસવને ગામ છોડીને જવા મજબુર થવું પડ્યું. '
એના મગજમાં એ પ્રશ્ન સતત ઘૂમરાતો રહ્યો કે, 'કોણ હશે એ નિશા ?'
* * *