juni yaado ane baadpan in Gujarati Children Stories by HARPALSINH VAGHELA books and stories PDF | જૂની યાદો અને બાળપણ

Featured Books
Categories
Share

જૂની યાદો અને બાળપણ

એ હાલો પાછા બાળપણ ની સફરે

આજ જ્યારે આપણે બધા ઘરે છીએ તો કેમ નહિ આપણે આપણું બાળપણ યાદ કરી લઈ ચાલો ફરી થી હું તમને તેની સફર કરાવું ..

બાળપણ નો મોબાઈલ:#π™
બાળપણ હતું ત્યારે આપણી પાસે કયા આ મોબાઈલ હતો .
હા એવું પણ નથી સાવ કે મોબાઈલ નોહતો હા હતો ,
કેવો ખબર છે પેલો યાદ છે ને નિબુડા નિબુડા,ચલ છૈયા,ચલ છૈયા,ધૂમ મચાલે ધૂમ ,યાદ છે ને એક હતો મોબાઈલ ,આપડી પહેલી ઉતરાયણ મા વધેલા ઘુચડા ની ગાંઠો વાળી દોરી,એમાં આપણી તો દોરી ના બંને છેડે પહેલી ચા ની પયાલી હોય યાદ છે ને તમને બધા ને કે ભૂલી ગયા,

આપણું બાળપણ કેવું હતું જ્યા સવારે પડે ને ત્યાં તો બાળકો ને ખીલખીલાટ કરતો મીઠો અવાજ થી આખી ગલી ગુંજી ઉઠે,બાળપણ ની આપણી રમતો પણ કેવી મજાની કા,

બાળપણ ની રમતો :_π
ગિલ્લી દંડો :~
બાળપણ મા આપણે ખુબજ રમ્યા જ હોઈશું તેવી એક અદ્દભૂત રમત જેનું નામ ગિલ્લી દંડો ઉર્ફ ( મોય દાંડીયો)
આ રમત તો ગામડા માં સૌથી ફેમસ હો ભૂરા,
રમત રમતા પેહલા તેના નિયમ તો સમજી લઈએ,
#niyam
5 દાંડિયા જ માગવા ના .
100 દાંડિયા કરવા ના હો,
3 ટચ્ચિ થી વધુ નહિ મારવા ની ,6 તચ્ચચીએ નખ ગણવા નો( જાણ ખાતર નિયમ લાગુ)
પગ બહાર કાઢી ને ગિલ્લી નહી મારવી,
અંદર ડબલ ટચ્ચિ નહિ ગણાય,
લગડી મા ગિલ્લી ભરાવી ને લાવવી,
પડી જાય તો બીજી વાર,


દાવ તો લેવા નો જ મફતિયું નહિ આવતું,
તે લીધું તો અમારે પણ લેવા નું જ


રમત 2:સંતાકુંકડી ઉર્ફ (થપ્પો)


એક દાવ આપે ને બધા એ સંતાઈ જવાનું છે ,


#RuLES


ગણવા ની રીત ,1,3,2,4,5,8,9,સાડા નવ,પોણા નવ,સવા નવ,10 આવું,


મુખ્ય પકાઉ ફરજીયાત રહેશે જે ના પાકે એને નહિ રમાડવા નો,


માટલી ચિરાણી રમત નું બ્રહ્માસ્ત્ર


રમત નું નામ છે ઘરઘર


કદાચ તમે બધા આ રમત રમેલા હશો મને ખબર જ છે.


કેમ કે નાના હતા ત્યારે થી જ તમને ઘર ઘર જ રમ્યા પણ હવે ખબર પડી કે આ રમત તો આપણા ને તો 31 માર્ચ સુધી ખુબજ જ કામમાં આવશે ચોક્કસ.


આ રમત નું નામ છે હું ઘરે તો તમે બધા પણ ઘરે


રમત ના નિયમ ;


ઘર મા જ રહેવાનું


મુકાકાકા નું નેટ વાપરવા નું


કેરમ નો પ્રયોગ કરવો.


બહુજ કંટાળી જાઓ તો બહાર નીકળવું (ક્યારેય નહીં)


છાપો રમો.


વાઘ બકરી રમો


થપ્પો રમો,


ચેસ ( આવડે તો જ રમવી )


યાદ શક્તિ ઓછી હોય તો કઈ રમત


શબ્દ સ્મરણ ;


રમત મા વારફરી અલગ અલગ નામ ને બોલવાના એક પછી એક ,


ઉદા, શિવાજી,મહારાણા પ્રતાપ, ભગતસિંહ,


એક ને એક નામ બીજી વાર ના આવે તે ધ્યાન રાખવું .


જો મુકાકાકા નું નેટ દગો આપે પછી શું કરવું .


ચકલી ઉડે ફુરર, ભેંસ ઉદે ના ઉડે,માણસ બહાર નીકળે ફુરર,


મેના ઉડે ફુરર ,આ રમત બહુજ મજા આવશે તમો ને ગમશે.


લુડો પણ રમી શકો જો આવડે તો હો ,
જીતે એને નાસ્તો કરાવા નો રહેશે .
એકબીજા ના ઘરે ના જઈને પોતાના જ ઘરે માળિયા પણ સાફ કરી શકો,
જૂની યાદો તાજી કરવી હોય તો છેલ્લો ઉપાય,
પોત પોતાના ના દાદા દાદી પાસે બેસી જાવાનું પછી દાદી મા ની વાર્તા સાંભળવા ની જેમ એક હતો ગરીબ બ્રાહ્મણ ને એક હતો અમીર વાણિયો, સોનાનું ઈંડુ આપતી બતક ની વાર્તા,વાઘ આવ્યો વાઘ વાળી વાર્તા ,સસલા ને કાચબા ની વાર્તા, મગર નું કાળજું વાળી વાર્તા છેલ્લે .
હાલરડું સાંભળી ને સુઈ જવા નું
પ્રેમનું ઘડાવું રૂડું પારણું રે લોલ;
શોભાના બંધાવું હું હિંડોળ જો
:વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ.