એક દિવસ સાંજના સમયે બગીચામાં બેઠો હતો ત્યારે તે બગીચામાં એક સુંદર , ગોળ ગોળ મોઢાવાળી, પીંગળી આંખો વાળી છોકરીે આવતાં જોઇ.છોકરી ખુબ સુંદર હતી.મારા મનમાં છોકરી પ્રત્યે મનમાં વિચાર આવવા લાગ્યા.હું વિચાર કરતો હતો ,તેટલામાં તે છોકરી મારી આગળ થી પસાર થઇ.
છોકરી આગળ જઇને તેની સખીઓ સાથે બેઠી.હું હજી તે છોકરીના વિચારોમાં જ ખોવાયેલો હતો, તેની સખીઓ સાથે તે વાતચીતો કરતી હતી તે માત્ર ને માત્ર હું જોઇ રહયો હતો.
થોડીક વાર થઇ તો તે છોકરી ત્યાંથી નીકડી ગઇ.તેના પછી હું માત્ર તેના જ વિચારોમાં ખોવાયેલો હતો.મને એમ થયું હવે કાલે પાછો ત્યાં જઇશ, અને તેને જોયા જ કરીશ.બીજો દિવસ આવ્યો ,હું ત્યાં ગયો પણ થોડોક કામ હોવાથી થોડોક ત્યાં પહોંચવામાં મોડું થઇ ગયું.પછી ત્યાં જઇ બગીચા ના એક બાકડા પર બેઠો.મને એમ હતું હમણા આવશે ,પરંતુ મને આવ્યે કલાક થઇ પછી તે છોકરી ત્યાં દેખાણી નહિ.
હવે વિચાર કરતો હતો આજે થોડુંક મોડો થઇ ગયું તેમાં કદાચ તે આવીને ચાલી પણ ગઇ હોઇ શકે.હવે કાલે વહેલો આવી જઇશ.ત્રીજો દિવસ હતો આજે તો ત્યાં થોડોક વહેલો પહોંચી ગયો અને જઇને બાકડા પર બેઠો.દુર થી એક છોકરી આવતી હતી ,એટલે લાગ્યું કે તે છોકરી હશે પણ તે છોકરી નથી.પછી થોડીક વાર થઇ. પછી જેને જોવા માટે બે દિવસ સુધી રાહ જોઇ તે ક્ષણ આવી ગઇ.
તે છોકરી આવતી હતી તે આગળ ચાલી ગઇ.આજે તો નકકી કર્યુ જ હતું કે તેની સાથે ફેન્ડશીપ કરવી જ છે.પછી તે છોકરી આગળ ગયો.પહેલા થોડોક સંકોચ થતો હતો, પછી તે જઇને તેમનું નામ પુછયું . તો પહેલા તો તેને પુછયું કે મારા નામ નું તમારે શું કામ છે ? મેં જવાબ આપ્યો કે મારે તમારી સાથે ફેન્ડશીપ કરવી છે એટલા માટે પુછયું.
છોકરીએ કહયું કે હું તમને ઓળખતી પણ નથી તો હું તમારી સાથે કઈ રીતે ફેન્ડશીપ કરી શકું ? છોકરા એ ઉતર આપ્યો કે તમે ફેન્ડશીપ કરશો તો હું તમને અને તમે મને જાણી શકશો.
છોકરીએ પોતાનું નામ કિષ્ના કહયું, છોકરા કીધું કે તમારૂ નામ તો ખુબ સરસ છે.કિષ્નાએ પુંછયું તમારૂ નામ શું છે ?
છોકરા કહયું મારૂ નામ રામ છે.
રામ: તમે કઇ જગ્યાએ રહો છો ?
કિષ્ના : અહી થી 1 કિલો મીટર દુર જ રહું છું .
કિષ્ના : તમે કયાં રહો છો ?
રામ : હું અહી થી દુર રહું છું .
કિષ્ના : તમે દુર રહો છો ત્યાંથી અહી શું લેવા આવો છો ?
રામ : મને બગીચામાં બેસવાની ખુબ મજા આવે એટલા માટે.
આમ રામ અને કિષ્ના વચ્ચે સંવાદ થાય છે પછી બંને એક બીજા પોતાના નંબર આપ - લે કરીને અલગ પડે છે.પછી રામ પોતાના ઘેર પહોંચી ને કોલ કરે છે , કિષ્નાએ ફોન રિસિવ ના કર્યો એટલે રામ બીજી વાર કોલ કર્યુ, પણ ફોન રિસિવ ના થયો.રામને ચિંતા થઇ કે મારો ફોન કેમ રિસિવ નથી કરતી.
રાત્રે 10 વાગ્યા હશે ત્યારે મારા મોબાઇલ માં રિંગ નો રણકાર સાંભડયો.મેં ફોન રિસિવ કર્યો કિષ્નાનો ફોન હતો એટલે મારા માં નવી ચેતના આવી. પહેલા તો તેને પુછયું કે મારો ફોન કેમ રિસિવ ન હોતો કર્યો, ત્યારે કિષ્ના કહયું કે ઘરના કામમાં વ્યસ્ત હતી , અને ફોન હાથમાં નહોતો એટલે રિસિવ ના કરી શકી.
કિષ્ના તે માટે સોરિ કીધું પછી બંને વાતો ચાલતી રહી આમ કરતા કરતા 1 કલાક જેટલો સમય થઇ ગયો એટલે કિષ્ના કહયું કે હવે મારે સુઇ જવું છે. કાલે વાત કરીશું.
હવે પછીની વાત આગલા ભાગમાં