Asamnajan - 2 in Gujarati Fiction Stories by Margi Patel books and stories PDF | અસમંજન - 2

Featured Books
Categories
Share

અસમંજન - 2


હેતલના નટખટ સ્વભાવ ના લીધે એક વાર તો હેતલે માનુષ જોડે પણ શરારત કરી જ લીધી. હેતલ માનુષ ના કેબીન માં જાય છે. અને ત્યાં જઈને વિચારે છે કે, શું કરું તો બોસ હેરાન થઇ જાય. થોડા હસવા લાગે. થોડી શરારત એમના જોડે પણ થઇ જાય. એટલામાં જ હેતલ ની નજર માનુષ ના ટેબલ પર પડેલી બોટલ પર જાય છે. અને તરત જ વિચારવા લાગે છે. વિચારતા વિચારતા હેતલ ના મગજ માં શરારત આવી જ ગઈ. હેતલે તરત જ ટેબલ પર પડેલી બોટલ ના ઉપર હોટ ગન થી બોટલ પર ખુબ જ ગમ લગાવી દે છે. હેતલ કેબીન માંથી બહાર આવી ને તેના ટેબલ પર જાય જ છે ને, તરત જ માનુષે તેના કેબિનમાં જઈને પહેલા જ પાણી પીવા માટે બોટલ ઉઠાવી. બોટલ ઉઠાવતા જ માનુષ ને હાથ માં કંઈક અલગ અલગ મહેસુસ થાય છે. બોટલ નું ઠાંકણું ખુલ્લું જ હતું. ને જયારે માનુષ તેનો હાથ દેખવા માટે થોડો હાથ ઊંધો કરે જ છે ને, એટલામાં બોટલ નું ઠંડુ ઠંડુ પાણી માનુષ ની શર્ટ પર પડે છે. ને શર્ટ ભીનો પણ થઇ જાય છે. પણ માનુષ દેખે છે તો તેના હાથ માં બોટલ ચીપકી ગઈ હોય છે. માનુષ તેના હાથ માંથી બોટલ છોડાવા ખુબ જ પ્રયત્ન કરે છે. પણ તેના હાથ માંથી બોટલ નીકળતી જ નથી. માનુષ આમ તેમ ફાંફા મારે છે. છતાંય બોટલ એવી ચીપકી ગઈ છે કે, નીકળવાનું નામ જ નથી દેતી. માનુષ ના ખુબ જ પ્રયાસ પછી પણ બોટલ હાથ માંથી છૂટી નથી પડતી તો જાણે તેનો મગજ નો પારો સાત માં આસમાને જતો રહ્યો. માનુષે બધાને પોતાની કેબીન માં બોલાવ્યા. અને બધાં જ સ્ટાફ પર ગુસ્સા નો કહેર વરસાવ્યું. ગુસ્સો તો એટલો કે જાણે હાથ માં બોટલ નથી પણ, કોઈએ તેની પ્રોપર્ટી બીજા ના નામે કરી હોય તેના દસ્તાવેજ હોય.





આ બધાં જ સ્ટાફ મેમ્બર ની હરોળમાં હેતલ પણ ઉભી જ હતી. હેતલને માનુષ ને ગુસ્સે થયેલો દેખી ને ખુબ જ મજા આવે છે. હેતલ ના ચહેરા પર મંદ મંદ નાની મુસ્કાન પણ છે. ને ખુશ થઇ જાય છે. હેતલ ની સાથે સ્ટાફ ના દરેક સભ્યો પણ નીચે માથું રાખીને હસતાં જ હોય છે. મનમાં તો બધાં જ ખુશ હોય છે. પણ બધાં જ પોત - પોતાની હસી છુપાવીને ઉભા છે.






હેતલ મનમાં ને મનમાં બોલે છે કે " દેખો સર !! આવું જ થાય. બધાંના પર ગુસ્સો કરીએ તો આવું થવું જ જોઈએ. કોઈક તો મળે જ શેર ના માથે સવાશેર. સમજ્યા કંઈ કે નઈ? સર નો ગુસ્સો જ એટલો છે કે તે કંઈ સમજવાના જ નથી. આટલાં મોટા શરીર માં દિલ હોય તો કંઈ સમજે ને. પથ્થર છે પથ્થર. "





માનુષ વધારે ગુસ્સામાં બોલવા લાગ્યો. " કોને કર્યું આ મારી સાથે??? કોણ છે??? તમે લોકો ભૂલી ગયા લાગો છો કે હું કોણ છું??? મારી ઓફિસ માં ઉભા રહી ને મારી જ સાથે આવી ઘટિયા મજાક કરવાની હિમ્મત કોની થઇ??? કોની આટલી હિંમત છે??? "





માનુષ ના આટલું બધું બોલવા છતાં બધાં ત્યાં શાંતિથી ચૂપ ચાપ ઉભા જ હતા. અને ત્યાં ઉભા ઉભા જ માનુષ ના ગુસ્સા નો શિકાર બધાં બનતા ગયા. છતાં કોઈ ના મોં માંથી એક અવાજ પણ ના નીકળ્યો.





માનુષ આ દેખી ને વધારે ગુસ્સામાં આગબબુલો થાય છે. ને વધારે ઊંચા સ્વરે બોલવા લાગ્યો. " હું છેલ્લી વાર પૂછું છું, બોલો બધાં કોણ છે આ કોની આવી હિમ્મત થઇ??? જેને પણ કર્યું હોય એ સામેથી આવી જાય. નહીંતર જો હું શોધી લઈશ ને તો એ માણસ ને ખુબ તકલીફ પડશે. તેને ઓફિસ માં 4 ઘણું કામ આપીશ. જલ્દી બોલો. કોણ છે આ??? "






આ સાંભળ્યા છતાં કોઈ જ કંઈ કહેવા તૈયાર નથી. બધાં પહેલાની જેમ જ ત્યાં ઉભા ઉભા ચૂપ ચાપ સાંભળે જ છે. પણ હેતલ એવામાં આગળ વધવા જાય જ છે. કહેવા માટે કે આ બધું મેં કર્યું છે સર. તમે મહેરબાની કરીને આ બધાં ને ના બોલો. આમાં આ માંથી કોઈનો પણ વાંક નથી. બધું જ મેં જ કર્યું છે. હેતલ આગળ વધીને ડગલું ભરે જ છે કે, એવામાં હેતલની દોસ્ત કિંજલ તેને રોકી દે છે. અને હેતલ ત્યાં જ રોકાઈ જાય છે.





માનુષ ની વાત નો કોઈના પર અસર ના થવાંથી માનુષ તો જાણે આગ ના કુવામાં જ ડૂબકી મારીને બહાર આવ્યો હોય તેવો લાલ થઇ ગયો હોય છે. અને હવે તો સીધી ધમકી જ આપે છે કે, " જો મારા 10 ગણવાની સાથે કોઈ સામે થી ના આવ્યું કે, કોઈને મને ના કહ્યું તો હું બધાં ના પગાર માંથી 50% કાપી નાખીશ આ મહિના નો. અને દરરોજ ના 2 કલાક વધારે કામ કરાવીશ.

હરી અપ. "




" હું ગણવાનું શરૂ કરું છું, 1... 2... 3.... 4.... 5....




હજી સમય છે બધાની પાસે જલ્દી કહો, કોને કર્યું??? એક વાર જો હું 10 બોલી જઈશ પછી કોઈની વાત નહીં સાંભળું. "





હેતલ બધાની સામે દેખે છે. હેતલ ને દરેક ના મોં જોઈને સમજી જાય છે કે, બધાં ને પગાર ની કેટલી જરૂર છે. ને પછી 1 મહિના રહીને તો દિવાળી આવે છે. બધાં ને તેમના ઘર માટે કે ઘરના સભ્યો માટે કંઈક ને કંઈક ખરીદવાનું જ હોય. બધાને પૈસા ની ખુબ જ જરૂર છે. હું મારા લીધે બીજા ને તકલીફ ના આપી શકું.




" માનુષ ફરીથી તેના કાઉન્ટ ડાઉન શુરુ કરે છે.

6.... 7.... 8.... "




બસ એટલા માં હેતલ બોલી ઉઠે છે.




" સર, ઉભા રહો. તમે આ ના કરતા. આ બધામાં આમનો કોઈ જ વાંક નથી. આ બધું મેં જ કર્યું છે. મેં જ તમારા જોડે શરારત કરી છે. આ બધાં ને ખબર પણ નથી. બધાં જ મને બચાવવાં માટે 30 મિનિટ થી તમારો ગુસ્સો સહન કરે છે. આમાંથી કોઈને કંઈ જ ખબર જ નથી. પ્લીસ સર. આ બધાં ને જવા દો. તમારે સેલરી કાપવી હોય તો મારી કાપી લો. પણ બીજા કોઈની ના કાપતાં. મારો જ બધો વાંક છે. હું જ તમારા જોડે મજાક કરતી હતી. Sorry સર. "




આ સાંભળતા જ માનુષે બધાં ને ઓડર આપી દીધો કે, " જાઓ બધાં પોત પોતાના કામ માં. અને પછી ફરીથી આવું ના જ થવું જોઈએ. અને હેતલ તું મારા કેબીન માં આવ. "



હેતલ 'હા' કહેતી એના પહેલા જ માનુષ ત્યાંથી પોતાની કેબીન માં જતો રહ્યો.




કોઈને કામ કરવા જવાની ઈચ્છા તો બિલકુલ નહોતી. છતાં દિલ ઉપર પથ્થર મૂકી ને જવું જ પડ્યું. બધાં જ સ્ટાફ મેમ્બર એક બીજાના સામે જ દેખતા. અને અંદરોઅંદર વાતો કરતા કે, સર હેતલ ને ખુબ જ બોલશે તો??? હેતલ ને નોકરી માંથી નીકળી દેશે તો?? તેની સેલેરી નઈ આપે તો??? આવા બધાં સવાલો ના વાવાઝોડા થી બધાં ચિંતિત હતા. આ બધાં સવાલો ના વચ્ચે બધાં ને પોત પોતાના ટેબલ પર કામ કરવા જાઉં પડ્યું. ના જાય તો ફરીથી આ ની પણ શિકાયત હેતલ પર જ આવે.





હેતલ માનુષ ના કેબીન ની બહાર પહોંચી જાય છે. પણ અંદર જતા ખુબ જ બીવાય છે. હેતલ એક ઊંડો શ્વાસ લઇ ને ગણપતિ દાદા નું નામ લઈને કેબીન નો દરવાજો ખખડાવે છે. અને ખુબ ધીમે થી હેતલ તેના મધુર સ્વરે પૂછે છે, " મે આઈ કમીન સર??? " હેતલ ખુબ જ નર્વસ છે.


( ક્રમશ: )


શું માનુષ હેતલ ને નોકરી માંથી નીકળી દેશે????

માનુષ હેતલ ને સેલરી આપશે નહીં???

હેતલની બીજી જગ્યાએ બદલી નાખશે???