KATHAPUTLI - 33 in Gujarati Detective stories by SABIRKHAN books and stories PDF | કઠપૂતલી - 33

Featured Books
Categories
Share

કઠપૂતલી - 33

ઇસ્પેક્ટર સોનિયા, ઇસ્પેક્ટર અભય દેસાઈ અને એનો સ્ટાફ અત્યારે કોમ્પ્યુટર સ્ક્રીન સામે હતો ઇસ્પેક્ટર અભયે તરત જ પોલીસ સ્ટેશનની રાઈટ સાઈડે આવતી સ્ટ્રીટના સીસીટીવી કેમેરાનાં કુટેજ મંગાવ્યાં.

કારણકે શૂટ કરનાર વ્યક્તિ એ બાજુ ભાગ્યો હતો.

કેમેરાના ફૂટેજનાં દ્રશ્ય જોઈ બધાની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. ઇસ્પેક્ટર પોપટ ખટપટીયા પોલીસ હાલમાં એક તરફ ભાગી રહ્યો હતો.

"જોયું સર લવલીને મરતા પહેલાં કહ્યું હતું કે, 'ઇસ્પેક્ટર પોપટ ખટપટિયા જ એ વ્યક્તિ છે જે કટપુતલી મર્ડર મિસ્ટ્રી માટે જવાબદાર છે અને એટલે જ એણે પોલીસ સ્ટેશન સુધી આવીને લવલીનને પણ મોતને ઘાટ ઉતારી દીધી. ' કોઈપણ હિસાબે ઇન્સ્પેક્ટર ખટપટીયા શહેર છોડીને છટકવા ના જોઈએ."

અભય કહ્યું. "ખટપટિયા બચીને ક્યાંય નહીં જઇ શકે.. હવે એને મારા હાથે કોઈ બચાવી નહીં શકે.!"

લવલીનની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી.

જોતજોતામાં લવલીનના મોતની ખબર વાયુવેગે ટીવી ચેનલોમાં ન્યુઝ બનીને પ્રસારિત થઈ ગઈ.

તરત જ ઈસ્પે. અભય દેસાઈના સર્વિસ ફોનની રીંગ વાગી.

નંબર ઓળખતાંજ અભયે ઝડપથી ફોન રિસીવ કર્યો.

"હલો સર !" ઇસ્પેક્ટર અભય બોલ્યો.

"મિસ્ટર અભય દેસાઈ ! તમે સમજી જ ગયા હશો કે મેં તમને શા માટે યાદ કર્યા..?,

કમિશ્નર સાહેબે જરા અટકીને પોતાની વાત આગળ વધારી.

-ઇસ્પેક્ટર પોપટના હાથમાંથી કઠપૂતલી મર્ડર મિસ્ટ્રી કેસની ફાઈલ તમને એટલા માટે સોંપવામાં આવી હતી કે તમે ફટાફટ ગુનેગારને પકડો અને પોલીસ સ્ટાફની થઈ રહેલી બેઇજ્જતીને તમે બચાવી શકો..

પણ અફસોસ.. મેં તમારા પર ભરોસો કરીને સૌથી મોટી ભૂલ કરી. તમે કઠપૂતલી મર્ડરની પરંપરાને રોકી શક્યા નહીં. છેલ્લે-છેલ્લે લવલીન હાથમાં આવી તો પોલીસ સ્ટેશનમાં એને પણ સાચવી શક્યા નહીં. લાનત છે તમારી ચોકીની સુરક્ષા વ્યવસ્થાને.. લાનત છે તમારી વધારે પડતી હોશિયારી ને..!

હવે આ કેસને હું ક્રાઈમ બ્રાન્ચને સુપરત કરું છું..!"

કમિશનર સાહેબની વાત સાંભળી ઇસ્પેક્ટર અભય દેસાઈ સળગી ઉઠ્યો. પોતાનો બચાવ કરતા એને કહ્યું.

"આઈ એમ રીઅલી સોરી સર ! લવલીને પકડ્યા પછી માસ્ટર માઇન્ડ ખુલ્લેઆમ ફરતો રહ્યો છે હું આજે ને અત્યારે અબ ઘડી પ્રણવ છું, કાલ સાંજ સુધી હત્યારાને પકડી લોક-અપમાં ન પુરી દઉં તો હું ખુદ બ ખુદ તમને મારું રાજીનામું આપી દઈશ..!" આટલું કહી ઇસ્પેક્ટર અભયે ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો.

"શું થયું સર..?" ઇસ્પેક્ટર અભયના ચહેરાનો બદલાયેલો રંગ જોઈ ઇન્સપેક્ટર સોનિયાએ પૂછ્યુ.

"કમિશ્નર સરને ન્યુઝ દ્વારા લવલીનના મોતની ખબર મળી ગઈ છે. કટપુતલી મર્ડર મિસ્ટ્રી હવે મારા માટે માત્ર એક કેસ નથી રહ્યો. મારા માટે જીવન મરણનો પ્રશ્ન બની ગયો છે. કોઈપણ રીતે માસ્ટર માઇન્ડને પકડી કમિશ્નર સાહેબની નજરમાં વગોવાયેલી ઈજ્જતને મારે પાછી મેળવવી છે..

તરુણ અને લીલાધરના પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઇસ્પેક્ટર અભય દેસાઈએ ફરી જોયા.

મર્ડર વેપન દ્વારા ખૂન કર્યા પછી પણ ક્યાંય એક પણ સબૂત ખૂની છોડતો નથી.

બંનેનું મોત ઉપરાછાપરી છરીના ઘા જિંકવાથી ખૂન વધારે વહી જતાં થયું છે..

સીસીટીવી ફુટેજમાં કશું મળતું નથી. એક ફાર્મ હાઉસ પર મળેલી લીલાઘરની લાશ પણ આમજ મળી આવી છે. ફાર્મહાઉસ પર લીલાધરનું અપહરણ કરી હત્યા કરાઈ હોવાનું અનુમાન ઇસ્પેક્ટર અભયે લગાવ્યુ..

લીલાધરની ડેડ બોડી જોડેથી કોઈ એવી વસ્તુ મળી ન હતી જેના કારણે ખૂની સુધી પહોંચી શકાય.

કઠપૂતલી મર્ડર મિસ્ટ્રીનો માસ્ટર માઇન્ડ ઈસ્પેક્ટર અભય દેસાઈ માટે માથાનો દુખાવો સાબિત થયો હતો…

"સરજી આપણે ફટાફટ ઇસ્પેક્ટર ખટપટિયાને

ગિરફ્તાર કરી લેવા જોઈએ..!"

ઈસ્પેક્ટર સોનિયાએ પોતાનો નિર્ણય સંભળાવ્યો.

હવે એ જ કરવું પડશે કારણકે લવલીન પર થયેલા ઘાતકી હુમલા દરમિયાન સીસીટીવી ફુટેજમાં ભાગતો ઇસ્પેક્ટર ખટપટીયા નજરે પડયો છે. મરતાં પહેલાં મળતી લવલીનની જુબાની ઇસ્પેક્ટર પોપટને હત્યારો સાબિત કરે છે માટે હવે આપણે તરત એક્શન લેવાની જરૂર છે..

એક કામ કરો..! ઇસ્પેક્ટર પોપટનો મોબાઇલ નંબર ટ્રેક કરો એનું લોકેશન જોઈ લો. જ્યાં હોય ત્યાંથી ઝડપી લેવો પડશે..!

ઇસ્પેક્ટર અભયે આખરી ફરમાન જારી કર્યું.

( ક્રમશ:)