The Author MR.PATEL Follow Current Read મુક્તિ - અંતિમ ભાગ By MR.PATEL Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books स्वयंवधू - 31 विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश... प्रेम और युद्ध - 5 अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत... Krick और Nakchadi - 2 " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क... Devil I Hate You - 21 जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन... शोहरत का घमंड - 102 अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by MR.PATEL in Gujarati Horror Stories Total Episodes : 6 Share મુક્તિ - અંતિમ ભાગ (45) 1.5k 3.6k 1 સુહાની ની આત્મા તેની વિતકકથા આગળ જણાવે છે. એ દિવસ એ મને સવારથી બેચેની લાગી રહી હતી. એ દિવસ એ ટ્યુશન માંથી નીકળતા શિયાળા નો ટાઈમ હોવાથી અંધારું થવા આવેલુ. મે વધારે અંધારું થાય એ પહેલા ઝડપથી નીકળી જવાનું વિચાર્યું અને એકટીવા લઈને નીકળી ગઈ. આખરે એ સૂમસામ રસ્તો આવી ગયો અને જે ડર હતો એજ થયું અને આટલું કહેતા સુહાની ની આત્મા રડી પડે છે અને ત્યાં હાજર બધા ની આંખો ભીની થઈ ગઈ હોય છે. હું એ રસ્તે થઈને નીકળી કે એમના માણસ એ આવીને મારી એકટીવા નો રસ્તો રોકી લીધો અને મને ચપ્પા ની અણીએ નીચે ઉતારી અને મેં આજુ બાજુ જોયું તો આખો રોડ અંધારા ના કારણ એ સૂમસામ હતો. તો પણ મે મદદ માટે બૂમો પાડી એટલા મા એમના એક માણસ એ મારું મોઢું દબાવી ને અંદર ઝાડીઓ ની તરફ ખેંચી ગયો અને મારું એકટીવા એ લોકો એ એક મોટા ઝાડ ની આડશ એ કોઈને દેખાય નહીં એ રીતે છુપાવી દીધુ અને એ લોકો મારી તરફ આગળ વધ્યા. હવે હું અને એ ગુંડા ઓના ટોળકી સિવાય કોઈ હતું નહીં જે મારી મદદ એ આવી શકે. મેં એ લોકોની આંખ માં ધૂળ નાખીને ભાગવાનું શરૂ કર્યું. હું ભૂખ અને તરસ ની મારી આમ તેમ દોડતી હતી અને અચાનક એક પથ્થર ની જોરદાર ઠોકર વાગવાથી હું નીચે પડી ગઈ અને એ હરામખોરો મારી નજીક આવી ગયા. મારા મા ઊભા થવાની શક્તિ પણ નહોતી. આખરે એ લોકો મારી નજીક આવી ગયા અને એ લોકો એ મને બેભાન કરી દીધી અને રોડ પર લઈને આવ્યા. ત્યાં રોડ પર એમનો એક સાથી પહેલાથી તેમની કાર લઈને ઊભો હતો. મને ઊંચકીને ગાડી માં નાખી અને ગાડી પૂરપાટ વેગે ધરમપુર થી બહાર નીકળીને સૂમસામ હાઇવે પર દોડવા લાગી. હવે આ છોકરી નું શું કરીશું રોમેશ. એ લોકોની ટોળીના સરદાર નું નામ રોમેશ હતું. રોમેશે એક ખંધુ હાસ્ય કરતા એ લોકો સમજી ગયા અને ગાડી સીધી શહેર થી દૂર એક સુમસામ એરિયા માં રોમેશ ના ફાર્મ હાઉસ પર લઈ ગયા. મને થોડું થોડુક ભાન આવવા લાગ્યું હતું. પણ હું એમનો પ્રતિકાર કરવાની શક્તિ માં નહોતી. એ લોકો મને ઊંચકીને રોમેશ ના એ અવાવરુ ફાર્મ હાઉસ માં લઈ ગયા. અંદર જઈને એ લોકો એ મને ઉપર ના રૂમ માં લઈ જઈને મને એક ખુરશી સાથે એક દોરી વડે મારા હાથ અને પગ બાંધી દીધા અને મારા મોઢા પર પટ્ટી મારી દીધી જેથી હું બૂમો ના પાડી શકું અને એ નાલાયકો નીચે દારૂ ની મહેફિલ માણવા જતા રહ્યા. નીચે થી એમના જોર જોર થી હસવાનો અવાજ શાંત વાતાવરણ માં વધારે ભય નો માહોલ પેદા કરી રહ્યો હતો. આ બાજુ સુહાની ઘરે ના આવતા તેના મમ્મી પપ્પા ને ટેન્શન થવા લાગ્યું કે આ છોકરી ક્યાં ગઈ હશે. તેની સાથે કાંઈક અજુગતું થયું હોવાના ડરથી તે તેમના પાડોશી સાથે પોલિસ સ્ટેશન માં સુહાની ના મિસિંગ રિપોર્ટ લખાવા જાય છે. પણ સુહાની ના ગાયબ થયે હજી 24 કલાક નથી થયા હોતા તેથી પોલિસ રિપોર્ટ તો નથી લખતી પણ એમની રીતે તપાસ ચાલુ કરી દે છે અને દરેક રેલ્વેસ્ટેશન અને બસ સ્ટેન્ડ પર તપાસ હાથ ધરે છે અને હાઇવે પર જતા આવતા દરેક વાહનો નું ચેકિંગ કરવાનો આદેશ આપી દે છે. અચાનક સુહાની ના કાને તે લોકો ની વચ્ચે થતી વાતચીત સંભળાય છે અને એમની વચ્ચેની વાતચીત સાંભળતા જ સુહાની ની અંદર ભય નું એક લખલખું પસાર થઈ જાય છે. તેઓ 5 લોકો હતા અને દારૂ ના નશા માં તેઓ મારી સાથે બળાત્કાર કરવાની વાત કરી રહ્યા હતા અને અચાનક એક સાથે ઘણા બધા ના સીડીઓ ચડવાનો અવાજ આવી રહ્યો હતો. અચાનક રૂમ નો દરવાજો ખુલે છે અને એ હેવાનો મારા તરફ આગળ વધે છે અને એમનો એક સાથીદાર મારા હાથ અને પગમાંથી બધા બંધન દૂર કરે છે અને મારા મોઢા પરથી પટ્ટી હટાવે છે. મને ખુરશી માંથી છોડીને એ લોકોએ મને બળજબરી દારૂ પીવડાવ્યો અને મેં વિરોધ કરતા મને જોરથી લાફો માર્યો અને મારા હોઠ માંથી લોહી નીકળવા માંડયું.મને બેડમાં નાખી અને એ હેવાનો એક એક કરીને મારા પર તૂટી પડ્યા. આખી રાત એ હેવાનો વારાફરતી મારા શરીર ને પીંખતા રહ્યા અને એ લોકો એમની હવસ સંતોષતા રહ્યા. આખરે વહેલી સવારે એમને મને પાછી ખુરશી સાથે બાંધી દીધી અને એ લોકો મને મૂકીને જતા રહ્યા. હું ભૂખ તરસ થી બેહાલ અર્ધબેભાન અવસ્થા માં છૂટવા માટે તરફડીયા મારી રહી હતી. આમ કરતા બપોર પડે છે અને એ હેવાનો પાછા રૂમ માં આવી ચડે છે અને ફરી પાછો એજ સિલસિલો. ભૂખ તરસ ના લીધે અર્ધબેભાન અવસ્થા માં જ એ હેવાનો પાછા મારા પર તૂટી પડ્યા અને મારી ચીસો ની એ લોકો પર કોઈ જ અસર ના થઈ. આખરે અસહ્ય દર્દ અને પીડાથી મેં દમ તોડી દીધો અને મને દમ તોડતા જોઈ એ લોકો સખત ગભરાઈ ગયા અને તેમણે મને તેમની ગાડી માં નાખી અને કોઈ અવાવરુ જગ્યાએ મારી લાશ ને ફેંકી દીધી અને જતા રહ્યા. બીજા દિવસે સવારે અહીના પોલિસ સ્ટેશનમાં માં ફોન કરીને લાશ મળી હોવાનુ કહે છે અને પોલિસ વાળા આવીને જોવે છે અને મારા એરીયા ના પોલિસ સ્ટેશનમાં ફોન કરે છે અને કહે છે કે તમે જે છોકરી નો ગુમ થયા નો ફોટો પોલિસ સ્ટેશનમાં આપ્યો હતો એ છોકરી ની લાશ મળી છે અને પી આઇ વાઘેલા મારા ફેમિલી ને લઈને ઘટના સ્થળે લાશ ની ઓળખ કરવા લઈ જાય છે અને મારા એ લાશ મારી હોવાનુ માલુમ થતા જ મારા મમ્મી પપ્પા નું હૈયાફાટ રૂદન ચાલુ થઈ જાય છે. પોલિસ લાશ નો કબજો લઈને પીએમ માટે રવાના કરે છે અને પૂછપરછ ચાલુ કરે છે. પૂછપરછ કરતાં કરતાં તેમને સુહાની પર અમાનુષી બળાત્કાર થયો હોવાનું જણાય છે.તેઓ મારી ફ્રેન્ડ સોનલ ને મળે છે અને પૂછે છે કે તેને કોઈના પર શંકા છે કે કેમ. તો સોનલ એ તેમના સાથે બનાવેલી ઘટના જણાવે છે અને કહે છે કે આ કદાચ રોમેશ અને તેમની ટોળકી નું જ કામ છે. સોનલ ના બયાન મુજબ પોલિસ રોમેશ અને તેમના સાથીઓ ની શોધખોળ હાથ ધરે છે પણ સુહાની ના મોત થી તેઓ અંડરગ્રાઉંડ થઈ ગયા હોય છે. ઘણી શોધખોળ ના અંતે તેઓ પકડાય છે પણ સબૂત ના અભાવે તેઓ નિર્દોષ છૂટી જાય છે. આ બાજુ હું મારા હત્યારા નિર્દોષ છૂટી જતાં મને ઘણો જ ગુસ્સો આવે છે અને તેમને સબક શીખવાડવાનું નક્કી કર્યું અને મેં આ ધ્રુવ ના શરીર માં પ્રવેશ કર્યો. આટલું કહીને એ શાંત પડે છે. સુહાની ની વિતક કથા સાંભળીને ધ્રુવ ના પપ્પા પોલિસ ને બોલાવે છે અને પોલિસ વાળા સુહાની ની આત્મા નું બયાન લઈને રોમેશ અને તેમની ટોળી ની ધરપકડ કરે છે પણ રોમેશ અને તેમના સાથીદાર ને પણ આ બાબત ની જાણ થઈ ગઈ હોવાથી તેઓ તેમનો ગુનો કબૂલ કરી લે છે અને તેમને ફાંસી ની સજા થાય છે. આ બાજુ સુહાની ની આત્મા ને તેના અપરાધી ઓ ને સજા મળતા તેની આત્મા ને મુક્તિ મળે છે અને ધ્રુવ ને હોંશ આવે છે. હોશ આવતા જ ધ્રુવ તેના મમ્મી ને વળગી ને રોવા માંડે છે અને ધ્રુવ ના દોસ્તો પણ કોઈની સાથે આવી મસ્તી નહીં કરવાનું કહીને તેમના માતા પિતા ની માફી માગે છે. પૂર્ણ....... તો મિત્રો આ સફર હું અહીંયા જ પૂર્ણ કરું છું. આપને આ સ્ટોરી કેવી લાગી એ મને કમેંટ બૉક્સ માં અથવા મેસેજ કરીને જણાવી શકો છો. ‹ Previous Chapterમુક્તિ - 5 Download Our App