Kashmirni Galioma - 15 - last part in Gujarati Fiction Stories by Leena Patgir books and stories PDF | કાશ્મીરની ગલીઓમાં... 15 - અંતિમ ભાગ

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

કાશ્મીરની ગલીઓમાં... 15 - અંતિમ ભાગ

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ સુલેમાનને મારીને પોતાના ઘરે આવે છે જ્યાં તેના પિતા મૃત્યુ પામે છે, ટીવી પર આવતા ન્યુઝ સાંભળીને અનુજ બેભાન થઇ જાય છે હવે આગળ,

અચાનક ટીવીના ડબ્બા પર આવેલ ન્યુઝથી મારું ધ્યાન તેમાં ગયું અને મને ફરી સુલેમાનનાં શબ્દો યાદ આવી ગયા અને હું અચાનક ચક્કર ખાતો જમીન પર ફસડાઈ પડ્યો....
મારી આંખો ખોલી તો આજુબાજુ ઘરનાં લોકો હતા, હું ભાનમાં આવ્યો અને તરત બેઠો થઇ ગયો, મમ્મીએ મને આરામ કરવાનું કહ્યું પણ મારાથી હવે રોકાવાય એમ નહોતું, કાશ્મીરમાં પંડિતોને કાઢવામાં આવી રહ્યા હતા, મારાથી આ બધું જોવાય એમ નહોતું, હું ફટાફટ બેઠો થયો અને મારો યુનિફોર્મ પહેરવા લાગ્યો, મમ્મીએ મને ખુબ સમજાવ્યો કે હું ના જઉં પણ હું કાંઈ પણ સાંભળવા તૈયાર નહોતો, છેવટે મારા મમ્મીએ બ્રહ્માસ્ત્ર ચલાવ્યું અને મને પોતાના સમ આપીને રોકી લીધો, હું સૂનમૂન થઇ ગયો,



થોડા દિવસો સુધી મેં ટીવીમાં કાશ્મીરમાં પ્રસરતો આતંક જોયો, મને સુલેમાનનાં શબ્દો યાદ આવી ગયા કે હું પણ લાચાર બનીને જોયા કરીશ પણ કશું કરી નહીં શકું એ વાત સાચી પડી હતી, ત્યારબાદ મહિના બાદ મેં મમ્મીને સમજાવીને કાશ્મીર જવાની પરવાનગી માંગી પણ મમ્મીએ મને કાશ્મીર સિવાય બીજે પોસ્ટિંગ લેવાનું કહ્યું, મેં તેમને હા કહી અને હું કાશ્મીર આવી ગયો,


કાશ્મીરનું એક નવુંજ ભયાનક રૂપ જોઈને મને ઝાટકો વાગ્યો હતો, હું સીધો બારામુલા ગયો અને કર્નલ સાહેબને મળ્યો જ્યાં મને જાણવા મળ્યું કે કર્નલ સાહેબના ઘરને પણ આગ લગાડી દેવામાં આવી હતી, કર્નલ સાહેબના પત્નીનું પણ મૃત્યુ થઇ ગયું હતું, હું તો આ બધું સાંભળીને શું કરું એ સમજી જ નહોતો શકતો, કર્નલ સાહેબ પણ કોમીનો ભોગ બન્યા હતા અને તેઓ પણ ઘવાયા હતા, હું તેમની પાસે ગયો અને તેમના પગ પાસે બેસી ગયો,
'આ શું થઇ ગયું સર કાશ્મીરને?? '
'અનુજ તું મને વાયદો આપ કે તું તારું પોસ્ટિંગ બીજા શહેરમાં કરાવી લઈશ, કાશ્મીરમાં રહેવું તારા માટે મોતના મુખમાં જવાનું થશે,'
'પણ સર આ તમે મને કહો છો, પોતાની ફરજથી પાછળ હટવું મારા લોહીમાં નથી ',
'અનુજ મારું હવે તારી સિવાય કોઈ નથી, મારી નજરો સામે મારી દીકરીઓ અને મારી પત્ની મૃત્યુ પામ્યા, તારી એ હાલત હું નહીં જોઈ શકું પ્લીઝ મારી વાત સમજ અને ચાલ્યો જા ',
'ના સર, હું તમારી લાગણી સમજુ છું પણ હું કાશ્મીરને છોડીને ક્યાંય નથી જવાનો ',
આટલું કહીને હું મારી ફરજ નિભાવવામાં લાગી ગયો,

જોતજોતામાં 15 વર્ષ નીકળી ગયા, આ 10 વર્ષમાં હું મારા ઘર લખનૌ કયારેય ના ગયો, હું મારું દેશ પ્રત્યેનું ધ્યાન હટવા નહોતો દેવા માંગતો, કર્નલ સાહેબ રિટાયર્ડ થઇ ચૂક્યા હતા, અને હું કેપ્ટ્ન અનુજ ભારદ્વાજ, મારી નજરો સામે મેં કાશ્મીરી હિંદુઓને રિબાતા જોયા હતા પણ હું તેમની રક્ષા સિવાય કશું કરી શકું એમ નહોતું, અંતે કાશ્મીરમાં જયારે હું લદ્દાખમાં હતો ત્યારે પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધ રચાયું હતું જેમાં આપ સૌ જાણો છો કોણ જીત્યું હતું, કર્નલ સાહેબનાં અંતિમ શ્વાશો વખતે હું તેમની સાથે હતો જેની મને ખુશી હતી કેમકે હું મારા પપ્પાની સાથે સાથે રહીને પણ દૂર હતો, મોતનો સામનો ઘણી વખત થયો પણ મોત જાણે મારાથી ભાગી રહી હતી, મારા ઘરનાં લોકોએ મને મૃત ગણીને મને શહીદ માની લીધો,


હવે વાત કરું આજની તો હા, આજે હું રિટાયર્ડ થઇ ગયો મારી નોકરીથી, હવે કાલથી મને કોઈ કર્નલ સાહેબ નહીં કહે, કાલથી હું એક સામાન્ય જીવન પસાર કરતો વૃદ્ધ બની જઈશ, પણ કાશ્મીરમાં રહેલો મારો અનુભવ, મારી યાદો, મારો પ્રથમ પ્રેમ હું કયારેય નહીં ભૂલી શકું, મારા પપ્પાએ મને કહ્યું હતું કે હું મારા જીવનમાં બીજું પાત્ર આવવા દઈશ તો હું ઈનાયતને ભૂલી જઈશ પણ હું શું કામ એને ભૂલી જઉં?? હું એને ભૂલવા માંગતો પણ નહોતો, જેના લીધે આજે હું આટલો ખરા શબ્દોમાં દેશપ્રેમી બન્યો હતો તેને હું કેવી રીતે ભૂલી જઉં?!! ઈનાયતનો મારી માટેનો પ્રેમ, મારા દેશ માટેનો પ્રેમ કોઈ પણ નારીએ ભૂલવા જેવો નથી, એક બ્રાહ્મણ હતી તે પણ જેણે પોતાની ઝીંદગીને દાવ પર લગાડીને ફિરોઝપુરમાં રહેતા મુસ્લિમ લોકોને બચાવ્યા હતા પણ એ જ મુસ્લિમોએ ભડકીને કાશ્મીરનાં પવિત્ર પંડિતોને મારી નાખ્યા હતા,
કાશ્મીર જેટલું સુંદર છે તેની ભયાનકતા પણ એટલીજ ખરાબ છે, ક્યાંક એમાં થોડો ઘણો હાથ આપણો પણ હોય છે, આપણા ઘરે દીકરો જન્મે તો માબાપ તેને ડોક્ટર એન્જીનીયર બનાવવાના સપના સેવે છે પણ કોઈ તેને દેશ માટેનો જવાન બનાવવાનું નથી વિચારતું, શું કામ?? જવાન બનીને શું તે આગળ નહીં આવી શકે?? શું તે લાગણીહીન બની જશે મારી જેમ?? હા મારી જેમ કેમકે મેં પણ દેશ માટે થઈને મારું ઘર ત્યાગ્યું હતું, જયારે 2 વર્ષે ઘરે ગયો અને મારે જયારે કાશ્મીર પાછું જવું હતું ત્યારે મારી માઁએ મને રોકી લીધો હતો એ જ ડરના લીધે મેં ફરી ઘરે જવાની હિંમત જ નાં કરી, મારા એ ડરના લીધે જ હું આજે આ સિદ્ધિ હાંસિલ તો કરી શક્યો પણ તેની ખુશી મને નથી થતી કેમકે એ ખુશી મનાવવા કોઈ મારી સાથે નથી, બસ એટલું જ કહીશ ટૂંકમાં કે જો ભારતીય લોકોના દરેક ઘરમાંથી એક જવાન પણ આવશે તો આપણે સરળતાથી આપણા કાશ્મીરને પાકિસ્તાનીઓથી બચાવી શકીશું, જય હિન્દ


થોડા વર્ષો બાદ જાણવા મળ્યું કે રિટાયર્ડ કર્નલ અનુજ ભારદ્વાજ હિમાલય ચઢતા મોતને ભેટ્યા....
કાશ્મીરની સુંદરતામાં મોતને ભેટવાનું કારણ તો માત્ર તેઓ જ જાણતા હતા.... કાશ્મીરમાં દફન થયેલ બે અદ્ભૂત પ્રેમીઓએ ખરા અર્થમાં દેશ માટેનો પોતાનો પ્રેમ દર્શાવીને પ્રેમનું એક અલગ જ સ્વરૂપ રચ્યા હતા ....