Kashmirni Galioma - 5 in Gujarati Fiction Stories by Leena Patgir books and stories PDF | કાશ્મીરની ગલીઓમાં... 5

Featured Books
Categories
Share

કાશ્મીરની ગલીઓમાં... 5

આગલા ભાગમાં આપણે જોયું કે ઇનાયત કાશ્મીર પર આવનાર સંકટ વિશે વાત કરે છે, અનુજ તેને પોતાને મળેલ ચિઠ્ઠી વિશે પૂછે છે, હવે આગળ,

'તું ચિંતા ના કર આપણે કંઈક ને કંઈક રસ્તો જરૂર લાવશું, કાલે તે ચિઠ્ઠી મારા સુધી કેમની પહોંચાડી હતી?? ',
'હું નહોતી, મારો સંદેશો તારા સુધી પહોંચાડાયો હતો ',
'કોના દ્વારા??'
'એ કહેવું હું તમને જરૂરી નથી સમજતી, એમ પણ જયારે સમય આવશે ત્યારે હું તમને સામે ચાલીને જ વાત કરીશ ' ઈનાયતે રુક્ષતા સાથે કહ્યું,
'પણ હવે હું પણ તો આ મિશનનો જ એક ભાગ છું તો અત્યારે કહેવામાં શું વાંધો છે?? ' અધીરાઈ દર્શાવતા હું બોલ્યો,
'Mr. ભારદ્વાજ પહેલા આ મિશનને કાબેલ બની બતાવો, જયારે મેં તમારા વિશે સાંભળ્યું હતું ત્યારે મને એમ હતું કે તમે એક સાચા દેશભક્ત છો પણ તમને મળીને મને એવું લાગે છે કે મારું અનુમાન તદ્દન ખોટું છે, તમને તો ફક્ત મારી સાથે રહેવામાં વધારે રસ છે, મિશન માટે મને તમારામાં કોઈજ ગંભીરતા નથી દેખાતી ', ઇનાયત આટલું એકશ્વાસે બોલી ગઈ,
ઈનાયતના આટલું બધું કહેવા પર હું શરમથી મારું મસ્તક ઝૂકી ગયો, એ સત્ય જ તો કહી રહી હતી પણ મારી એ સત્યનો સામનો કરવાની હિંમત નહોતી, હું ઈનાયતને શું જવાબ આપું એ મને સૂઝતું જ નહોતું, મને હવે મારી જાત પર ગુસ્સો આવવા લાગ્યો, મારી હવે ઈનાયતની આંખોમાં જોવાની પણ હિંમત નહોતી થતી અને હું ત્યાંથી ઉભો થઈને ચાલવા લાગ્યો કેમ્પ જવા,
ઈનાયતે 2-3 વખત બુમ મારી જોઈ પણ હવે હું ઉભો રહેવા પણ સક્ષમ નહોતો,

હું ચાલતો ચાલતો કેમ્પ પર આવ્યો, મેં જોયું તો અમારા લેફ્ટનેન્ટ સાહેબ અર્જુન કશ્યપ અને મારા બીજા સહચારીઓ આગ પ્રગટાવીને ઠંડીમાં પોતાના શરીરને ગરમાવો આપી રહ્યા હતા, મારે સીધુ મારા ટેન્ટ પર જઈને સુઈ જ જવું હતું એટલે કોઈનું ધ્યાન ના પડે એમ હું અવાજ કર્યા વગર ચૂપચાપ ચાલતો જતો હતો પણ કહ્યું છે ને જયારે મગજ ઠેકાણે ના હોય ત્યારે જ એને વધારે હેરાન કરવા લોકો હાજર થઇ જતા હોય છે, અર્જુન સરે મને બુમ પાડી ને બોલાવ્યો,
'યસ સર 'હું બોલ્યો,
'આવો જુનિયર સાહેબ તમે પણ તશરીફ ફરમાવો 'તેમણે ભાવપૂર્વક કહ્યું,
'સર, મારો મૂડ નથી 'મેં ના બેસવા માટે બહાનું ચલાવ્યું,
'શું વાત કરો છો, તો ચલો આજે તમારો મૂડ બનાવી દઈએ 'આટલું કહીને અર્જુન સરે મારો હાથ પકડ્યો અને મને જીપમાં બેસવા ઈશારો કર્યો, હું મને કમને તેમાં ગોઠવાયો, અમારી જોડે બીજા 2-3 જણા પણ પાછળ ગોઠવાઈ ગયા,
અર્જુન સરે રસ્તામાં કહ્યું, 'અનુજ સાંભળ્યું છે કે તારા પ્રદર્શનથી કર્નલ સાહેબ ખુબ ખુશ થયાં છે '
'ના ના સર એવું કાંઈ નથી ', મેં મારા વખાણને અવગણતા કહ્યું,
'જો અનુજ મને લોકોનો ચહેરો વાંચતા સારો આવડે છે, અને તારા ચહેરા પરથી હું કહું છું કે તું ભવિષ્યમાં ખૂબજ આગળ આવીશ',
હજુ હું કાંઈ જવાબ આપું એ પહેલા જીપ એક સુમસામ ગલી પાસે ઉભી રહી ગઈ,
અર્જુન સર બહાર આવ્યા અને જોરથી બુમ મારીને બોલ્યા, 'ચલો બહાર આવો કાશ્મીરની નાજુક કળીઓ '
એમના આટલું બોલતા જ 16-17 વર્ષની 6-7 બાળાઓ લાઈનમાં આવીને ઉભી રહી ગઈ,
'આ બધું શું છે?? 'મેં અર્જુન સરને સવાલ કર્યો,
'અરે જલસા કરો જુનિયર, મારા તરફથી આજની રાત તમને મુબારક 'અર્જુન સર હસતા હસતા બોલ્યા,
'પણ '
'પણ વણ કંઈ નહીં જાઓ જે ગમે એ તમારી '
મને કંઈજ સૂઝતું નહોતું, મેં એ બાળાઓની સામું જોયું તો તેઓની આંખો મને જાણે હજારો સવાલો અને હજારો ગાળો આપી રહી હોય એમ એવું લાગતું હતું,
છેવટે અર્જુન સરે કોઈક નગ્માને મને સાથે લઇ જવા ઈશારો કર્યો,
નગ્મા કરીને એક છોકરી આગળ આવી અને મને મારો હાથ પકડીને અંદર ઝુંપડી જેવા ઘરમાં લઇ ગઈ, ત્યાં અંદર જોયું તો એક માજી રસોઈ કરતા હતા, અંદર પીળો બલ્બ સળગી રહ્યો હતો, એ માજી મને જોઈને તરત લાકડીના ટેકે ઉભા થયાં અને બહાર જતા રહ્યા, રૂમમાં માત્ર એક ખાટલો અને બીજી જીવન જરૂરી ચીજવસ્તુઓ જ પડી હતી,
નગ્મા ખાટલો વ્યવસ્થિત કરવા લાગી,
'આ શું કરે છે?? 'મેં નગ્માને સવાલ કર્યો, પણ તે કંઈ પણ સાંભળ્યા વગર પોતાનુંજ કામ કરતી જતી હતી, મેં ફરી 2-3 વખત એને સવાલ કર્યા, પણ તે મારા શબ્દોને અવગણતી રહી, તે પોતાના બ્લાઉઝના બટન ખોલીને ઉભી રહી ગઈ, અને પોતાનો ચણીયો ઉતારવા લાગી, હવે હું ગુસ્સે ભરાયો અને જોરથી ચિલ્લાઈને બોલ્યો, 'તને ક્યારનો ના પાડું છું, ખબર નથી પડતી તને ', તે રોકાઈ ગઈ, ત્યાં દોરીએ દુપટ્ટો પડ્યો હતો એ તેના શરીર પર ઢાંકવા મેં છુટ્ટો નાખ્યો,
તે ડરતા ડરતા બોલી, 'સાહેબ આ બધું કરવા માટે તો તમે આવ્યા છો ',
'હું એવો નથી સમજી ' આટલું કહીને હું ખાટલે બેસી ગયો,
તેણે પોતાના કપડાં પાછા પહેર્યા અને પાણીનો ગ્લાસ ભરીને મારી આગળ ધરતા બોલી, 'લો પાણી પીઓ અને શાંત થઇ જાઓ '
મેં પાણી પીધું અને તેને પણ બાજુમાં બેસવા કહ્યું,
તે બાજુમાં બેસી અને બોલી, 'શું થયું છે સાહેબ?? આજે નગ્માનું શરીર પણ તમને ના આકર્ષી શક્યું નક્કી પ્રેમમાં હારી ગયા લાગો છો', પછી મેં તેને ઇનાયત વિશે વાત કરી, મિશન વિશે કંઈ ના કહ્યું પણ ઇનાયતનું નામ દીધા વગર પૂરી વાત કરી, થોડી વાર પછી તે બોલી,
'સાબ એમાં તમારે ખોટું લગાડવાની જરૂર નથી, મેડમ પણ તમને એટલોજ પ્રેમ કરે છે બસ તમને કાબેલ બનાવવા એમણે તમને બોલ્યા હોઈ શકે ',
'હા બની શકે છે, તારો આભાર મારી વાત સાંભળવા અને મને યોગ્ય સલાહ આપવા, તારી સાથે વાત કરીને મારું મન હળવું થઇ ગયું હવે ',
'તું કહે, આ બધું શું ચાલે છે અહીંયા?? '
'સાબ અમારી તો આ જ જિંદગી છે, તમારા જેવા સાબો આવે અને જેમ મન ફાવે એમ વર્તે, કયારેક એમના સમ્માન અને મેડલો માટે થઈને છોકરાઓનાં એન્કાઉન્ટર કરી દે અને છોકરીઓને તો બજારનું રમકડું સમજીને મન ફાવે ત્યારે રમીને જતા રહે ',
'તો તમે ફરિયાદ કેમ નથી કરતા?? '
'કોને ફરિયાદ કરીએ સાબ, બધા આવુંજ કરે છે, જવાનોને એમની જવાની ક્યાંક તો કાઢવી પડે ને ', આટલું બોલતા નગ્મા રોવા લાગી, મેં તેને ચૂપ કરાવી,
'નગ્મા તું ચિંતા ના કરીશ હું કંઈક કરું છું મારી રીતે ',
'સાબ રેવા ડયો, તમે નાહકનાં મુસીબતમાં આવી જશો, અમે તો સમજી ગયા છીએ અને ટેવાઈ પણ ગયા છીએ ', નગ્મા હાથ જોડતા બોલી,
'તું અને તારા....?? '
'દાદી છે મારા, મારા માબાપને મારી નજર સામે આતંકવાદીઓએ ઉડાડી દીધા, હું કંઈજ ના કરી શકી બસ ઉભા ઉભા જાણે સપનું જોયું એવું લાગ્યું હતું '
'માફ કરજે તને ફરી એ યાદ કરાવવા માટે ',
'અરે ના ના એમાં શું થઇ ગયું!!',
થોડીવારમાં અર્જુન સરની બુમ આવી,
'ચલો જવાનો બહુ કાઢી નાખી જવાની હવે પાછા જઈએ '
હું નગ્મા સામે ઉભો રહ્યો અને તેને ગળે વળગાડતાં બોલ્યો, 'જીવનમાં કયારેય પણ કોઈ મુસીબત આવે તો મને યાદ કરજે, આ જવાન તારી મદદ જરૂર કરશે ',
નગ્માએ એનું માસુમ હાસ્ય વેર્યું,
હું બહાર જઈને જીપમાં ગોઠવાઈ ગયો, રસ્તામાં મને હસતો જોઈને અર્જુન સર બોલ્યા, 'લાગે છે નગ્માએ તને ચાંદ તારા દેખાડી દીધા ',
'ચાંદ તારા તો નહીં પણ મારો પ્રેમ અને આવડત જરૂર દેખાડી દીધી', મેં હસતા હસતા જવાબ આપ્યો,
'ચલો સારુ થયું, તારો મૂડ તો સારો થયો એ બહાને', અર્જુન સરે ખુશી વ્યક્ત કરતા કહ્યું,

કેમ્પ પર પાછા ફરતા હું મારા ટેન્ટમાં ફર્યો, કમલેશ આજે પણ વહેલો જ સુઈ ગયો હતો, હું સુવા માટે પડખું ફર્યો ત્યાં તો એક નાજુક હાથનો સ્પર્શ મારા હોઠો પર આવી ગયો, જોયું તો એ ઇનાયત હતી, હું ઘડીક તો ચોંકી ગયો, મને એમ લાગ્યું કે હું સપનું જોઈ રહ્યો છું પણ મેં એના હાથ પર બટકું ભરવા ચેક કર્યું તો એનો 'આઉચ 'અવાજ સાંભળીને મને હકીકત છે એ ખબર પડી ગઈ, હું મારી જગ્યાએથી ઉભો થયો, ઈનાયતે હાથનાં ઈશારે મને બહાર આવવા કહ્યું, હું પણ ધીરે રહીને તેની પાછળ જવા લાગ્યો, રાતના 10 વાગતા હશે પણ ઠંડીનું પ્રમાણ વધતું જતું હતું, બધા ઠુંઠવાતાં સુઈ ગયા હતા, થોડેક આગળ જતા એક મોટા ઝાડ નીચે આવીને મેં ઈનાયતને સવાલ કર્યો,
'તું અહીંયા કેમ આવી?? કોઈ જોઈ જશે એનો ડર નથી લાગતો?? ',
'તમે રિસાઈને જતા રહ્યા હતા તો શું કરું??'ઇનાયત રડમસ સ્વરે બોલી,
'મને માફ કરી દે બસ, હવે હું એવું નહીં કરું કયારેય ', મેં કાન પકડીને માફી માંગતા કહ્યું,
ઈનાયતે મારી સામું જોઈને સરસ મજાની સ્માઈલ આપી,
મેં તેના હવામાં લહેરાતી વાળની લટોને પાછળની તરફ ધકેલી, મારી આ હરકતથી તેને જાણે શરીરમાં રોમાંચ થયો હોય એમ એણે પોતાની આંખો બંધ કરી દીધી, વાતાવરણમાં ઠંડીનું જોર વધતું જતું હતું, એટલામાં બરફવર્ષા શરુ થઇ ગઈ, બરફના નાના નાના કરા ઈનાયતની રેશમી ઝુલ્ફોને આકર્ષી રહ્યા હતા, હું પણ ઈનાયતની આંખોમાં મારા માટેનો પ્રેમ જોઈ શકતો હતો, પણ મેં મારી જાત પર સંયમ રાખવાનું જ ઉચિત સમજ્યું પણ ઇનાયત પોતાને રોકી ના શકી અને તરત ઊંચી થઈને મારા અધરો પર પોતાના અધરો સાથે બંધ આંખોએ રસપાન કરવા લાગી, મને ઈનાયતના હોઠોનો સ્પર્શ ગરમી આપી રહ્યો હતો, અચાનક કોઈના પગરવનો અવાજ મને આવ્યો, હું અને ઇનાયત એકદમ દૂર થઇ ગયા, મેં તેને ઝાડની પાછળ છુપાઈ જવા કહ્યું,
મેં જોયું તો સામે...........



કોણ આવ્યું હશે?? ઇનાયત અને અનુજ કાશ્મીર પર આવનાર સંકટનો કઈ રીતે સામનો કરશે?? અનુજ અને ઈનાયતની પ્રેમકથા આગળ જતા કેવો વળાંક રચશે? !!જાણવા માટે વાંચતા રહો કાશ્મીરની ગલીઓમાં.....