કાશ્મીરમાં પાંગરતો પ્રેમ એના ઉપર મારો ઘણા સમયથી વિચાર હતો લખવાનો,
આ વાર્તાને હું ટૂંકી વાર્તામાં સમાવી લઈશ તો કદાચ હું જીવંત નહીં બનાવી શકું પાત્રો અને ઘટનાઓને... આથી આને હું નવલકથા સ્વરૂપે જ રજૂ કરવા ઈચ્છીશ.... બહુ લાંબી નહીં પણ સુંદર રજુઆત સાથે રજૂ કરું છું પ્રેમ ઉપર મારી પ્રથમ નવલકથા...
''કાશ્મીરની ગલીઓમાં''
હેલો દોસ્તો હું છું અનુજ ભારદ્વાજ, આજે હું મારા રિટાયરમેન્ટ પર મારા કાશ્મીરનાં અનુભવની વાત કરવા જઈ રહ્યો છું, મારી વાત જાણ્યા બાદ કદાચ ઘણા મૃદુ લોકોની આંખોમાં આંસુ હશે એટલે પ્લીઝ તમારો હાથરૂમાલ હાથમાં લઇ લેજો....હસતા હસતા અનુજે વાત કહેવાની ચાલુ કરી,
સાલ 1980,
આજથી 35 વર્ષ પહેલાની જ વાત કરું, મારા ઘરમાં હું, મારા મોટા ભાઈ, મમ્મી અને પપ્પા હતા, મારું બાળપણથી આર્મીમાં જવાનું સપનું હતું જેનો શ્રેય મારા પિતાજીને જાય છે, તેમનું અધૂરું સ્વપ્ન હું પૂરું કરવા માંગતો હતો અને એટલે જ ઘરની પરિસ્થિતિ ઠીક નાં હોવાથી હું સ્કોલરશીપ લઈને લખનૌમાં આવેલ આર્મી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, બારમું ધોરણ પતાવ્યા બાદ ટ્રેનિંગ લેવામાં આવી જેમાં મારી હાઈટ 1 ઇંચ ઓછી પડતી હતી,
હાઈટમાં એક ઈંચનું મહત્વ તો મારા જેવો યુવા જ કલ્પી શકે, મને બહાર કરી દેવામાં આવ્યો, હું પાછો વળતો હતો ત્યાં જ પાછળથી મારા શુક્લા સાહેબની બુમ આવી,
'બસ આટલામાં હાર માની ગયો, દેશની સેવા કરવા માટે જીતવાનો જુસ્સો જોઈએ ', શુક્લાસાહેબે હસતા હસતા કહ્યું,
'બિલકુલ નહીં સર, દેશની સેવા કરવા નાં હું કયારેય હાર્યો છું નાં હારીશ, હું તો આગળ ઝંડો નીચે પડી ગયો હતો એ લેવા વળ્યો હતો ' મેં ખૂબજ બુલંદ અવાજે કહ્યું, અને ઝંડો લઈને મેં એને વ્યવસ્થિત જગ્યાએ મુક્યો,
'પણ તું સિલેક્ટ નથી થયો અનુજ તને ખબર છે?? ' શુક્લા સાહેબે તેમની વાત આગળ રજૂ કરતા કહ્યું,
'સર જો મને સિલેક્ટ નહીં કરો તો દેશ માટે લડનાર એક સાચો સૈનિક ભારતદેશ ખોઈ બેસશે ', ફરી બુલંદ અવાજે મેં મારી વાત કરી,
શુક્લા સાહેબ અને બીજા બે - ત્રણ સાહેબો અંદરોઅંદર વાત કરવા લાગ્યા,
થોડીવાર બાદ શુક્લા સાહેબ બોલ્યા, 'જો અનુજ તારી હાઈટને અવગણી લઈશું જો તું પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવી જઈશ ',
'ઓક્કે સર હું જઉં છું પરીક્ષાની તૈયારી કરવા ' બીજા સાહેબોને પણ જલ્દી મળશું કહીને હું ત્યાંથી નીકળી ગયો...
ઘરે આવ્યા બાદ નાં મેં રાત જોઈ છે નાં દિવસ, બસ ભણતો ગયો અને આજ સુધી કોઈ પણ આ ક્રમાંકે વધુ માર્ક્સ નહોતું લાવી શક્યું જે હું લાવ્યો હતો,
કહેવાની જરૂર ખરી હું સિલેક્ટ થઇ ગયો હતો...
મને લખનૌમાં જ ટ્રેનિંગ મળી અને મારી શરૂઆત પણ મારા પોતાના શહેરથી થઇ એટલે હું ખૂબજ ખુશ હતો,
2 વર્ષ લખનૌમાં સૈનિક તરીકે ફરજ બજાવી અને 1983 ની સાલમાં મારી બદલી કરવામાં આવી કાશ્મીર....
મારા ઘરમાં મારી બદલી થવાની વાતથી જેટલાં ઘરનાં લોકો દુઃખી હતા એનાથી પણ વધારે દુઃખી કાશ્મીર સાંભળીને હતા, એ સમયમાં કાશ્મીરનું નામ આતંકવાદી પ્રવૃતિઓ તરીકે વધુ લેવાતું હતું, મને ઘરનાં લોકો ટ્રેન સુધી મુકવા આવ્યા, જતા જતા મમ્મી કહેતી ગઈ કે, 'બેટા કાગળ લખવાનું નાં ભૂલતો અને મન લગાવીને કામ કરજે, ના ફાવે તો પાછો આવતો રહેજે ',
હું મારા માતાની વાતો સાંભળીને આજે પણ હસતો હોઉં છું, કેટલી ચિંતા, કેટલો પ્રેમ, એક માઁ જ કરી શકે આ તો... મારા જીવનમાં પ્રથમ પ્રેમ મારી માઁ હતી અને બીજો પ્રેમ હવે હું મારી માતૃભૂમિને કરવા લાગ્યો હતો,
ટ્રેનમાં બીજા સાથીદારો મળી ગયા જેથી સફર કયારે પૂરો થઇ ગયો એ ખબર જ ના પડી,
2 દિવસની મુસાફરી બાદ રાતે લગભગ 12 વાગતા અમે લોકો બારામુલા પહોંચ્યા, ત્યાંથી અમને લેવા જીપ આવી અને અમે અમારી છાવણીમાં પહોંચ્યા, કર્નલ સાહેબે અમારી સ્વાગતામાં ફક્ત 'સુઈ જાઓ હમણાં, સવારે 5 વાગે ઉઠી જજો' કહીને અમારા સૌના મોંઢે બાર વગાડી દીધા હતા,
અમે સૌ અમારા ટેન્ટમાં બનાવ્યા અને હું મનમાં મારું એલાર્મ ગોઠવીને સુઈ ગયો, હું જયારે પણ સુતા પહેલા એમ વિચારું કે મારે આટલા વાગે ઉઠી જવાનું છે તો હું ઉઠી જ જતો,
બીજા દિવસથી અમારી ટ્રેનિંગ શરુ થઇ, મારો જુસ્સો અને લગન જોઈને કર્નલ સાહેબ ખુશ થયાં, થોડા દિવસ બાદ કર્નલ સાહેબને ત્યાં મોટી પાર્ટી રાખવામાં આવી અને મને પણ તેમાં આમંત્રણ મળ્યું, હું એકદમ કાળા રંગનો સૂટ પહેરીને, ટાઈ લગાવીને, ક્લીન શેવ્ડ થઈને આવ્યો હતો, કર્નલ સાહેબ મને અને મારા આ રૂપને જોતા જ રહી ગયા,
મજાકમાં કર્નલ સાહેબે કહ્યું, 'જોજો જુનિયર તમે પ્રેમમાં પડવાની ઉંમરમાં જ છો અને કોઈ પણ તમારા પ્રેમમાં પડી જાય એવા પણ છો પણ તમે પ્રેમ વ્રેમમાં ના પડતા, નહીં તો બધું ખોઈ બેસશો ',
મેં હસતા હસતા કર્નલ સાહેબની વાતને જવા દીધી..
હું બાર પાસે આવીને બેઠો, હું કયારેય ડ્રિન્ક નહોતો કરતો પણ કાશ્મીરની હાડ ધ્રુજાવી દે એવી ઠંડી આગળ મને પણ શરાબની વિદેશી બોટલો જોઈને ઈચ્છા થઈજ ગઈ,
એક ગ્લાસ પેગ માર્યા બાદ બીજો ગ્લાસ લઈને મેં ચેરને લોકો સમક્ષ ઘુમાવી, એટલામાં મારું ધ્યાન એક સુંદર નકાબપોશ પર પડ્યું, તેને હું એકધારું જોઈ રહ્યો છું એ વાત એના ધ્યાનમાં આવી ગઈ અને તે મોઢું ફેરવીને ત્યાંથી ચાલી નીકળી,
મને પણ હવે વિદેશી દારૂ ચઢવા લાગ્યો હતો અને મારો જુસ્સો હવે એ નકાબપોશનો ચહેરો જોવા વધતો જતો હતો, હું આમતેમ ભટકવા લાગ્યો એટલામાં મને ફરી તે દેખાઈ જ ગઈ,
હજુ હું તેની પાસે પહોંચું એ પહેલા કર્નલ સાહેબ વચમાં આવી ગયા અને બોલ્યા, 'કોને શોધો છો જુનિયર?? '
મને તો હવે સાચે કર્નલ સાહેબ મારા પ્રેમના ગ્રહણ જેવા લાગવા લાગ્યા, એમ તો હું શરમાળ છું પણ દારૂના નશામાં હું શરમાળપણું હટાવીને બોલ્યો, 'સર એક નકાબપોશ હતી હમણાં તમારી સાથે?? '
'કોણ 'તેમણે મને પ્રશ્નસૂચક નજરે પૂછ્યું,
મને તે દેખાઈ ગઈ અને મેં આંગળી વડે તેને બતાવી,
કર્નલ સાહેબ બોલ્યા, 'અચ્છા, ઇનાયત ',
ઇનાયત કોણ હતી?? અનુજ અને ઇનાયત કઈ રીતે પ્રેમમાં પડશે?? તેમની લવસ્ટોરી જાણવા વાંચતા રહેજો કાશ્મીરની ગલીઓમાં નવલકથા....