Shikaar - 27 in Gujarati Fiction Stories by Devang Dave books and stories PDF | શિકાર - પ્રકરણ ૨૭

Featured Books
Categories
Share

શિકાર - પ્રકરણ ૨૭

શિકાર
પ્રકરણ ૨૭
SD ને શ્વેતલ હજી સુધી એ ન સમજી શક્યા કે, કોઇ એવું શંકાસ્પદ એમની જાણ બહાર ઘુસી કેમનું આવ્યું ? આજ સુધી SD ની સિક્યોરિટી માટે કદી કોઈ પ્રશ્ન નહોતો ઉભો થયો . જોકે , એ માટે એની વ્યવસ્થા કરતાં એનું નામ એનો દમામ જ એવો હતો કે કોઇ એનું નામ જ નહોતું લેતું કોઇ એનાં માટે ક્યારેય કોઈ ખરાબ વિચારી સુધ્ધાં નહોતું શકતું ... બજારમાં એવું કહેવાય કે SD ની સામે જે ઉભું થાય એના માટે ક્યાંય કોઇ જગ્યા જ નહોતી ઉભા રેહેવાની...
એટલે SD અને શ્વેતલ ચિંતિત થયા,પહેલી વાર પડકાર જેવું જણાયું એમને....
શ્વેતલ : સોરી! કાંઈક ગંભીર ભુલ થઈ છે મારાથી...
SD : ના શ્વેતલ ભુલ તારાથી નહી આપણાથી થઇ છે કયાંક...
ત્યાં ઇન્ટરકોમ રણકી ઉઠ્યો, શ્વેતલે ફોન ઉપાડી વાત કરી..
SD એની સામે જોઈ રહ્યો પ્રશ્નાર્થ ભરા ચહેરે...
વાત કરી પછી એણે માહિતી આપી, CCTV Camera ઓફીસ માટે મંગાવ્યા છે મુંબઈ થી અહીં બેઠા આપણે બધુ જોઇ શકીશું જેથી કરીને ફરીથી.....
SD એ એને વચ્ચેથી રોકી કહ્યું ," ફરી આમ એ કરશે પણ નહી... જો કે એ સારી સુવિધા આવી છે કરાવી લે, પણ! આના માટે એનો અર્થ નથી..."
"હવે, આપણે કાંઈક તો કરવું પડશે ને પણ .."
"હા! ઝડપ કરવી પડશે આપણે... ધર્મરાજ સિંહ ને કહેણ મોકલ સાંજે મળી લઇએ એમને ..."
SD લગભગ મહત્વની વ્યક્તિ ને રૂબરૂ મળી કામ કરતો, ફોન કે પત્રાચાર એને બહું મહત્વ ન આપતો અમૂક લોકો માટે...
"અત્યારે ક્યાં એ ઉથાપવું પણ?"
"શ્વેતલ અત્યારે જ ઉથાપાય માણેકભુવન વાળી મેટર ક્લિયર થઇ જાય પછી આ બધાં તો પ્રશ્ન જ નહી રહે... "
"હા! આમ તો માણેકભુવન સાથે વાત જોડાઇ હોત તો તો ક્યાં જરૂર જ હતી...? એકેય પૈસો આપવાની ? જોકે આમ તો ખોટા જ આપ્યા છે રૂપિયા પણ... "
શ્વેતલભાઇ ઓફીસ બહાર નીકળી પહેલાં તો સીસીટીવી કેમેરા વાળાને મળ્યાં રાજકોટમાં કદાચ પહેલાં વહેલાં આ ઇન્સટોલ થવા નાં હતાં, બધી સુચના આપી એ પહેલાં તો આકાશની ગાડી છોડાવવા ગયાં ... આમ તો ગમે તેને મોકલી શકત પણ પોતે જાતે એ જોવા ગયા આમ તો કારના દરવાજા સિવાય કાંઈ નુકસાન ન હતું તો ય લગભગ નવા જેવી કરાવી લીધી હતી કાર કાર જોઇ કારની પાછલી સીટ જોઇ ... સાલી વાત તો સાચી હતી કે ખબર પડે એમ જ ન હતી રીક્ષા જેવી સીટ હતી ...
એ કાર લઈને આકાશને ફોન લગાવ્યો ગેરેજ માંથી ,જ્યારે વખતે આકાશ SD ના ઘરે જ હતો ગૌરી સાથે...
"હેલ્લો !"
"આકાશ! શ્વેતલ બોલું .."
"અરે!બોલોને શ્વેતલભાઇ .."
" તારી ગાડી તૈયાર થઇ ગઇ છે તું કહે ત્યાં મોકલાવી દઉં."
"હા તો ત્યાં ગેરેજ માં જ રખાવો ને હું આમ પણ અમદાવાદ છું રાત્રે મોડું થશે એટલે કાલ સવારે લઇ લઇશ આમ પણ મારે આ ગાડી ત્યાં જ આપવાની હશે ને?? "
"સારૂં .."
શ્વેતલભાઇ ને પુછવાની ઈચ્છા હતી કે ગૌરી સાથે છું? પણ જે વાત હજી આવી નથી ત્યાં વહેલી ક્યાં લાવવી??
આકાશે ફોન મુક્યો જ ત્યાં ગૌરી એ પૂછ્યું.."કોનો ફોન હતો? કાકા... શ્વેતલ ભાઇ નો ને? "
"હા !"
"મને દેવાય ને હું થોડું વઢત ."
"અને સાથે કહી દેત કે ,આકાશ તારી સાથે છે એ પણ ઘરે... "
"અરે હા... એ ભૂલી ગઈ ..!"
"ડોબી !!"
"એ હોંશિયાર! ડોબી કાં કહે હું કહી પણ દઉં કે આકાશ મારી સાથે છે અને હું એની સાથે... "
વચ્ચે વાત કાપતો અવાજ આવ્યો ," પહેલાં તારા બાપાને કહેજે બીજા ને નહી કહે તો ચાલશે.. "
એ દિવસ પછી ઝીણીબેન અને ગૌરી બહું નીકટ આવ્યાં હતાં ગૌરી એમને હાથ પકડી ખેંચી લાવી ...
"ઝીણીમાસી ! તમે જ વાત કરો ને પપ્પાને?? "
"ના રે ના ! તારા પપ્પા સાથે આમેય હું કશુંય બોલતી નથી તને ખબર તો છે.. "
"પણ ઝીણીમાસી તો રાજી છે કે નહી એ તો પૂછ .."
"ગૌરી ને ગમે એ મને ગમશે જ..." આકાશના પુછવા સાથે જ જવાબ આપી દીધો ઝીણીબેને...
ગૌરી ઝીણીબેન ને ભેટી પડી આકાશની સામે ઝીભડો કાઢતી ...
"સારૂ, જમી લો તમે બે ય ભરેલા રીંગણનું શાક ને રોટલી તૈયાર છે.. "
ત્રણેય એ જમી લીધું આકાશની આંખ સહજ ભરાઇ આવી આમ તો એની મા એને નાનપણમાં જ મુકી દેવ થઇ ગઇ હતી મામાએ જ પાળ્યો હતો પણ ઝીણીબેન ના હાથનું ખાતાં એને મા સાંભરી...
ગૌરી અને ઝીણીબેન માથાકૂટ કરતાં હતાં SD ને કેમનાં રાજી કરવાં કેમની વાત કરવી?આકાશ ઉભો થઈ ગયો ને બોલ્યો.. , " હું નીકળું હવે મારે રાજકોટ પહોંચવું પડશે .."
ઝીણીબેન તરત જ રસોડા ભણી ઉપડ્યા બે ય ને એકાંત આપવા...
ગૌરીએ આકાશનાં ખંભે હાથ મુક્યો એની આંખોમાં બારીમાંથી આવતાં ઢળતાં સુરજનાં કીરણોની ચમક હતી ....
આકાશે એની કમરમાં હાથ વિંટાળ્યો , બીજા હાથે અેનું માથું પકડી હળવું માથું નમાવીને હોઠ ને ગૌરીના હોઠ પર રમતાં મુકી દીધાં...
ચાર હોઠ વ્યસ્ત થઈ ગયાં એકમેક માં ઓતપ્રોત થવાં આકાશનો હાથ ગૌરીની પીઠ પર પ્રસરી રહ્યો .....
સમય થંભી ગયો હતો જાણે .....
અચાનક ગૌરી સજાગ થઇ....."આકાશ !"
આકાશે એને ઢીલી મુકી દીધી....
"પ્લીઝ જા તું હવે ... હું .... "
"હા ગૌરી ! હા તું મારી જ થઈને રહીશ.... તું કહેતી હોય તો હું SD તારા પપ્પા સાથે વાત કરીશ. "
"ના પહેલાં હું જ વાત કરીશ.."
ગૌરી મક્કમ થઇ બોલી..
આકાશ ત્યાંથી છુટો પડી રાજકોટ જવા નીકળી ગયો ત્યાં એની રાહ જોનારા ચાર લોકો હતાં એક એનાં મામા , બીજામાં SD અને શ્વેતલ તો ખરાં જ એ ઉપરાંત ચોથી એક વ્યક્તિ એવી હતી જે એને માણેકભુવન તરફ દોરી જતી હતી પણ અલગ જ રીતે , આમ તો એને પહેલાં મળી ચૂક્યો હતો મામાની શોધમાં રખડતો હતો ત્યારે.... માણેકભુવન ની દીશા બતાવવા વાળો જ એ જણ પણ એને માણેકભુવન સાથે કોઈ સંબંધ ન હતો ન જ હોય એક એંગ્લો ઈંડીયન યુવક ને શું સંબંધ હોવાનો માણેકભુવન સાથે ??? ક્યાંથી આવ્યો હતો એ? આકાશને જ કેમ શોધતો હતો એ? એણે કોઇકને મળવું જ હોય તો SD ને મળવું જોઈએ .... એ મળવાનો પ્રયાસ પણ કરી ચૂક્યો હતો પણ એ પ્રયાસ કરતાં પહેલાં જ એને કોઈક દ્વારા સૂચના મળી હતી કે માણેકભુવન માટે તો કોઈક SD ને બ્લેકમેઇલ કરતું હતું અને એ વ્યક્તિ ને આકાશે આછો પાતળો જોયેલો છે........ આમ તોબંને વાત નો કોઇ સંબંધ ન હતો પણ છતાં ય સંબંધ તો હતો જ.... બધાં ય સંબંધો આમ તો સંપતિ કેન્દ્રીય જ હોય એમાં ય આ તો અઢળક એવા ખજાના ની વાત હતી ....
જેનાથી બીજા બધાં અનિભિજ્ઞ હતાં સિવાય કે SJ....
(ક્રમશઃ.......)