Dill Prem no dariyo che - 9 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | દિલ પ્રેમનો દરિયો છે - 9

Featured Books
Categories
Share

દિલ પ્રેમનો દરિયો છે - 9

"મહેર, મને ખબર નથી કે તે શું ખોયું છે. પણ, જો તું મને કોઈ વાત કરીશ જ નહિં તો હું તને કેવી રીતે સમજી. મારે તને સમજવો છે...... " તેના શબ્દો મહેરની આખો સામે જ થંભી ગયાં.

"શું કામ સમજવા માગે છે તું મને.....??" તે કંઈ બોલી નહીં પણ તેની આંખો ધણું કહેતી હતી. તે ખરેખર મહેરને સમજવા માગતી હોય તેમ તેની સામે એક આશા ભરી નજરે જોઈ રહી હતી. ને મહેર તેની સામે જોઈ ફરી બોલ્યો," ખરેખર તું જણાવા માગે છે..???"

"હા....."

"ઓકે, કાલે કહેવા..."

"મારે અત્યારે જાણવું છે"

"રાત થઈ ગઈ છે ને વાત લાંબી છે. કાલે કરીશું, ગુડ નાઇટ" તે આટલું બોલી તેના રૂમમાં જતો રહયો ને પરી ત્યાં ઊભી રહી વિચારતી રહી. આખી રાત તેને નિદરના આવી. મહેરના વિચારોએ તેને ઘેરી વાળી હતી. ખબર નહીં પણ કેમ તેને મહેર વિશે જાણવું હતું. હંમેશા જ કોઈની પણ વાતમાં ન પડવા વાળી પરી મહેરની તકલીફને સમજવા માંગતી હતી. વિચારોની વચ્ચે જ રાત પુરી થઈ ને સવાર થતા તે ફટાફટ તૈયાર થઈ મહેરની સાથે નિકળી ગઈ.

આખો રસ્તો બંને ચુપ હતા. ના મહેર કંઈ બોલ્યો ના પરીએ તેને કંઈ પૂછયું. દરીયા કિનારે ગાડી ઊભી રહીને બંને દરિયાની લહેરો સામે સ્થિર થઈ ઊભા રહયાં. થોડીવાર આમ જ દરીયાને નિહાળ્યાં પછી મહેરે વાતની શરૂઆત કરી.

"પરી, આ ઉછળતાં દરીયાને તું જો છો ને. તે હજું પણ એમ જ ઉછળી રહયો છે જેમ પહેલાં ઉછળતો હતો. જયારે મારા કરિયરની શરૂઆત નહોતી થઈ ત્યારે અહીં હું પહેલીવાર આવ્યો હતો. જેવી રીતે તારી માટે આજે આ દુનિયા અલગ છે તેવી જ રીતે મને પણ આ દુનિયા થોડી અજીબ લાગતી હતી. મન કંઈક કરવાના જુનુનમાં પાગલ હતું ને વિચારો લોકોને જોઈને ડરતા હતા. આ જ જગ્યા, ને આજ પળ હું એક દિવસ અહીં એકલો ઊભો હતો." થોડીવાર સુધી તેની વાતો રુકી ગઈ ને તે કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો.

"મહેર પછી શું થયું......???" પરીના શબ્દોએ તેના વિચારો તુટયાં ને તેને આગળ વાત શરૂ કરી.

"મારી દુનિયા, મારુ સપનું બધું જ આ ઉછળતા દરીયાની સાથે ફગોળા મારતું હતું. ને હું એમ જ આખો દિવસ અહી બેસી વિચારતો રહયો કે હવે મારે કયાં જવું ને શું કરવું. સાંજ ઢળી ગઈ હતી ને હું હજું પણ અહીં અશાંત બેઠો હતો. ધીરે ધીરે લોકોની ભીડ પણ ઓછી થવા લાગી હતી. દરીયો પણ થોડો થાકી ગયો હોય તેમ તેની લહેરો ઓછી થઈ ગઈ હતી. તેની પાસેથી આવતી ઠંડી હવા મારા વિચારોમાં ખલેલ આપતી હતી. રાત થવાના આરે જ હતી ને મારી નજર એક કપલ પર પડી. તેના સિવાય પણ ધણા એવા હતા જે અહીં મસ્તીથી જુમી રહયા હતા પણ તેને જોતા મને થોડું અજીબ લાગ્યું. આજે પણ તે દિવસને યાદ કરતા તે આખું ચિત્ર મારી સામે ઊભું થઈ જાય છે. શરીરના અડધો પણ ભાગ ન ઠંકાઈ તેવું તેનું ટોપ, ખુલ્લા હેર ને તેના ચહેરા પરની હળવી સ્માઈલ તેના હાવભાવથી થોડીક અજીબ લાગતી હતી. તેની સાથે આવેલ તે છોકરો તો મને ઠીક નહોતો લાગતો. હું બસ તે બંનેને જોતો રહયો. કયાં સુધી બંનેને જોયા પછી મને ખ્યાલ આવ્યો કે તે છોકરો તે છોકરી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી રહયો છે. મારે તેની મદદ કરવી જોઈએ તે વિચારે હું ઊભો થયો. તેની પાસે ગયો તો મને ખબર પડી કે તે બંનેએ એટલી પીઈ ને રાખી છે કે તેમને હું સમજાવી શકું તેમ પણ ન હતો. છોકરાને તો મે જોયા જ હતા આવી હાલતમાં પણ આજે છોકરીને પણ જોઈ લીધી. તે બંને તો હોશમાં ન હતા પણ હું તો હતો ને મે તેમને બહાર એક પથ્થર પર લ્ઈ ગયો ને અમારી રાત આમ જ પુરી થઈ. " તેની વાતો વચ્ચે જ પરીને હસવું આવી ગયું તે હસવા લાગી

"કેમ, શું થયું.....?? "

"કંઈ નહીં, એમ જ.... આખી રાત તું તે દારુડિયા સાથે બેસી રહયો તને થોડું અજીબ ના લાગ્યું."

"લાગતું હતું ને........!! તેની ફની વાતો, તેની રોમાંચક સફર ને ન જાણે કેટલી બધી અજીબ અજીબ વાતો. ખરેખર તું વિશ્વાસ નહીં કરી શકે મારા પર કે મને પહેલીવાર તે છોકરીને જોતા જ પ્રેમ થઈ ગયો. તેનું પાગલ પણું મારા દિલને સ્પર્શી ગયું કે પછી તેનો ખુબસુરત ચહેરાને જોઈ મારુ મન મોહી ગયું હતું તે તો મને ખબર નહીં પણ મને તેને જોતા જ કંઈક અજીબ ફિલ થતું હતું.

"વોટ, પ્રેમ ને તે પણ કોઈને જોતા જ.......થોડું અજીબ નથી લાગતું તને....!!"

"ના, જો આ વાત કોઈ બીજું કરતું હોત તો સાયદ લાગત પણ અહીં તો વાત મારી જ હતી ને..."

"તે પ્રેમ જ હતો તે તું કેવી રીતે કહી શકે........??" પરીના આ સવાલ પર મહેર વિચારવા જરૂર મજબુર બની ગયો પણ તરત જ તેને જવાબ આપતા કહયું કે " એ તો મને પણ ખબર નથી." તે બંને એકબીજાની સામે જોતા રહયા. આખોના પલકારો પણ થોડીવાર માટે રુકી ગયો હતો. પણ પરીના સવાલો હજું ખતમ નહોતા થયા"

"શું તું આ પ્રેમને માને છે....??? ખરેખર કોઈના વિશે જાણયાં વગર તેને પ્રેમ કરી શકાય....?? "

" પ્રેમને હું માનું છું કે નહીં તે તો મને નથી ખબર પણ, જો કોઈને જાણયાં પછી તેના પ્રેમમાં પડવું તે પ્રેમ કરતા, કોઈને અજાણ્યા જ પ્રેમ કરવો સારો છે. જેના વિશે આપણે કંઈ જ ખબર નથી છતાં પણ એમ લાગે કે તે વ્યક્તિ પર આપણે વિશ્વાસ કરી શકયે, પછી ભલે તેની આદત ગમે તે હોય તો પણ આપણે સ્વિકારી શકયે છીએ. ત્યારે તેની વાતોનું ખોટું નથી લાગતું. તે શું કહેશે તે ડર જરુર લાગે છે. પણ, તેની સાથે વાતો કરતા મન ભારી નથી લાગતું. મને તો તે દિવસે મારા અહેસાસે બાંધ્યો હતો. તેને જોતા જ દિલે ધબકવાનું શરૂ કરી દીધું હતું એટલે જ તો આખી રાત હું તેની સામે બેઠો રહયો હતો. "

"અદભુત, તારી કહાની કોઈ કિતોબોની દુનિયાથી અલગ નથી. સોરી, મહેર. પણ, મને તે પ્રેમની દુનિયા સમજ નથી આવતી. કેમકે આમારે ત્યાં સગાઈ પછી આ બધું વિચારવાનું હોય છે. જે ખાલી સંબંધો નિભાવવા માટે જ પ્રેમ હોય છે." તેની આખો ફરી દરીયાના ઉછળતા મોજા સામે સ્થિર થઈ. " પછી આગળ.....તારી, લવ સ્ટોરી.......!!!"

"તે કયાં રુકવાની હતી. જેની શરૂઆત થઈ હોય તે એમ જ થોડી રુકી જાય."


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
મહેરની કહાની પ્રેમની કોઈ એવી કિતાબ છે જે જાણયાં પછી શું પરીને પણ તે પ્રેમને અહેસાસ થશે.....?? શું હશે આગળની કાહાની.....??શું મહેર જે વાત કરી રહયો છે તે હકિકત હશે કે કોઈ મનઘડત કાહાની.......??? શું આ પ્રેમના ચકકરમાં મહેર પોતાનું સપનું ભુલી જશે કે પછી આ પ્રેમ તેની તાકાત બની તેના સપનાની ઉડાન ભરશે તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે...... (ક્રમશ :)