Koobo Sneh no - 30 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 30

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

કૂબો સ્નેહનો - 30

🌺આરતીસોની🌺
પ્રકરણ : 30

અમેરિકાથી બંને પૌત્ર અને પૌત્રીને લઈને આવેલી દિક્ષા કયા ઈરાદા સાથે ઇન્ડિયા આવી છે અને એના મનમાં શું ચાલી રહ્યું છે એ અમ્મા સમજી નહોતાં શક્યાં. સઘડી સંધર્ષની.....

❣️કૂબો સ્નેહનો❣️

ભીતરી મનોમંથનના ભીતિના વાદળ હટી જાય એની રાહમાં કોઈના ય તરફથી મહિનાઓ સુધી વળતો કોઈ પ્રત્યુત્તર ક્યાં આવ્યો હતો.? આમને આમ વર્ષો નીકળી ગયાં હતાં. અને વળી પાછું અમેરિકાથી દિક્ષાનું આમ ઓચિંતું આવી જવું. અમ્મા, એનો ઈરાદો સમજી નહોતાં શક્યાં, એ પણ વિરાજ વગર અને એના વર્તનમાં અસ્પષ્ટતા અને અપારદર્શકતાની ઝાંખી સ્પષ્ટ વર્તાઈ રહી હતી. ભવિષ્યના અથાગ દરિયામાં ડૂબકી લગાવ્યા છતાં ય ખાલી હાથે દિક્ષા પાછી ફરી હોય એવું અમ્માને ભાસી રહ્યું હતું.

આયુષ ઘુઘરાના ખણખણાટ કરતા હીંચકે હીંચકા ઝુલતો અને વળી પાછો ઘડીક બહાર ખડકીમાં જઈને ઉછળકૂદ કરતો અને પાછો અંદર આવીને રમતો. બધું નવું નવું જોઈને એને રમવાની મજા પડી ગઈ હતી. એણે દિક્ષાને કહ્યું હતું,
"લુક મૉમ.. હીયર ટુ મચ બીગ ટ્રી !!"

"યસ.. ઇટ્સ બિલીપત્ર.."

"બિલી...પત્ર... ટ્રી.. મૉમ..?"

"યસ મહાદેવજીને ચઢાવવા ડેડી સાથે ત્યાં તું મંદિર જતો હતો ને એ.. બિલીપત્ર.!"

"આ એ છે..?" અને ગીત ગણગણવા લાગ્યો.

"હરવેથી.. લખી કનકોતરી.. હૈયામાં..

આંખ નીચોવી.. જાન જોરી.. એની જાનમાં.."

"અરે બેટા જાન જોરી નહીં..!!

જાન જોડી.."

એવું બોલી આમ્માના હસું હસું થતો ચહેરો ગંભીર થઈ ગયો. કેમકે વિરાજને ખૂબ જ ગમતું એ ગીત હતું.

"દાદી અમ્મા.. ડેડુ ઇઝ.. સિંગીગ ધીસ ગીત.. એવરી ડે.."

એના ગુજ્લિશ શબ્દો સાંભળી ઉદાસી ‌ભૂલીને અમ્મા અને દિક્ષા ખડખડાટ હસી પડ્યાં હતાં.

મંજરી અને જમાઈ ભાણિયા સાથે અવાનવાર અહીં રહેવા આવતાં જતાં રહેતાં હોવાથી ઉપરના માળે રંગરોગાન કરાવીને આમ્માએ ચકાચક તૈયાર કરાવી દીધું હતું. એટલે અમ્માએ ઉપરના માળે દિક્ષાની રહેવાની સગવડ કરી દીધી હતી. આજે છવ્વીસમી જાન્યુઆરી હતી. આશ્રમમાં ધ્વજ વંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે અમ્માને ત્યાં જલ્દી પહોંચવું જરૂરી હતું, એટલે એમણે કહ્યું,

"આજે છવ્વીસમી જાન્યુઆરી હોવાથી આશ્રમમાં આજે ધ્વજ વંદનનો કાર્યક્રમ છે અને આશ્રમમાં ઉચ્ચ કાર્ય નિભાવનારને બિરદાવી એમને જાહેર સન્માન કરવાના છે. મારે આશ્રમમાં જલ્દી પહોંચવું પડશે. આપણે શાંતિથી બેસી પછી ખૂબ ખૂબ વાતો કરીએ દિક્ષા વહુ.. તમે નાહી ધોઈ તૈયાર થઈ આરામ કરો."

"અમ્મા આપને વાંધો ન હોય તો હું આવી શકું?"

ચશ્માં સરખાં કરતાં કરતાં અમ્મા બોલ્યાં હતાં,

"હા દિક્ષા વહુ જરૂર.. જરૂર આવી શકો છો!!"

"અમ્મા.. તમે ચંપલ પહેરશો ત્યાં સુધીમાં ફટોફટ તૈયાર થઈને હું હમણાં જ આવી." એવું બોલી દિક્ષા ફ્રેશ થવા જતી રહી હતી. અમેરિકા રહીને ઘડાઈ ગયેલી દિક્ષાએ, આયુષ અને યેશાને ઝપાટાબંધ તૈયાર કરી એમને પણ સાથે લઈ લીધાં હતાં.

"ચાલો અમ્મા.."

આશ્રમ ચાલીને પહોંચતા લગભગ વીસેક મિનિટનો સમય થાય એવું હતું, એમણે ચાલવાનું શરૂ કર્યુ, ઘણાં વર્ષો પછી મળ્યાં હતાં એટલે સ્વાભાવિક છે, વાતો તો ખૂટે જ નહિ. આયુષ પણ બોલકણો હોવાથી એની મીઠડી ગુજ્લિશ ભાષા અમ્માને નવું નવું શીખવાડી વાતોના વડાં કરી રહ્યો હતો. પહોંચ્યા ત્યારે આઠ વાગવાને પાંચ મિનિટની વાર હતી, એટલે ધ્વજવંદન કાર્યક્રમ પ્રારંભ થવાને હજુ સમય ઘણો હતો. આશ્રમની બહાર મોટો ગેટ હતો, એની દિવાલે નાની તક્તી મારી હતી ને એમાં લખ્યું હતું.. 'હરિ આશ્રમ'

એની બાજુમાં અવર-જવર કરવા નાનો ગેટ હતો ત્યાંથી એમણે અંદર હરિયાળા વનમાં પ્રવેશ કર્યો. આશ્રમની મધ્યમાં ધ્વજ વંદન કરવા માટે ઊંચો થાંભલો હતો, એની ગોળ ફરતી ખુલ્લી જગ્યા હતી, એની આજુબાજુ સારસંભાળ રાખેલો વિશાળ અને સુંદર બગીચો હતો. ક્યાંક પક્ષીઓના મીઠા કલરવ સાથે મલ્હાર રાગ છેડાઈ રહ્યો હતો, તો સાથે મોરલા પણ ટહુકા કરી થનગનાટ કરતાં નજરે ચઢી રહ્યાં હતાં અને ફૂલો એમની ભરજવાનીમાં જાણે મહેંકીને ખીલી રહ્યાં હતાં. વૃક્ષોની ડાળીએ ડાળીઓ ઝુકી ઝુકીને જાણે હૈયાને સ્પર્શીને એમની લાગણીઓમાં ભીંજવી રહ્યાં હતાં. આશ્રમનું શાંત અને નયનરમ્ય અદ્ભુત વાતાવરણથી દિક્ષા એકદમ અભિભુત થઈ ગઈ હતી.

થોડુંક આગળ એક મૂર્તિ હતી. નીચે એક તકતી હતી એમાં લખેલું હતું, 'શ્રી જગદીશ ચંદ્ર છોટાલાલ રાઠોડ' બરાબર એની પાછળ બે માળનું મકાન, જે નવું જ બાંધેલું લાગતું હતું. આશ્રમનું વાતાવરણ એટલું અદ્ભુત અને અહ્લાદક હતું કે મન મસ્તિષ્ક પ્રફુલ્લિત થઈ જાય. આશ્રમનો અદ્ભુત નજારો નિહાળવામાં દિક્ષા એવી મશગુલ થઈ ગઈ હતી કે અમેરિકાથી ઇન્ડિયાના પ્રવાસનો થાક ભૂલાઈ ગયો હતો.

દિક્ષા અને અમ્માએ આશ્રમના એ મકાનમાં પ્રવેશ કર્યો. અંદર ચહલ-પહલ ખૂબ હતી, કોઈ નવરું નહોતું દેખાઈ રહ્યું. બધાં પોતપોતાના કામમાં જાણે વ્યસ્ત હતાં. અંદર પેસતાં આગળ જ પહેલી એક રૂમમાં ઑફિસ જેવું હતું, એ બધાય ઑફિસમાં જઈને બેઠાં અને અમ્માએ વિનુકાકાના નામની ધીરેથી બૂમ મારી અને ક્યાંકથી તરત જ જવાબ આવ્યો, "એ આયો અમ્મા.."

ને એક મિનિટમાં વિનુકાકા પ્રગટ થયા.
"તૈયારીઓ થઈ ગઈ છે ને બધી?" ટેબલ પરના કાગળોમાંથી એક કાગળ હાથમાં લઈ વાંચતા વાંચતા ચશ્માંમાંથી આંખો જરીક ઊંચી કરીને અમ્માએ પુછ્યુ.

"હા અમ્મા બધી તૈયારીઓ થઈ ગઈ છે ફૂલોના હાર તૈયાર છે. પાણીની વ્યવસ્થા પણ થઈ ગઈ છે."©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ 31 માં દિક્ષા આશ્રમનો નજારો જોઈને અને ત્યાં સૌને મળીને અભિભૂત થઈ ગઈ હતી.

-આરતીસોની ©