સવારે મેહા પર SRનો Good morningનો મેસેજ આવે છે.
મેહા પણ Good morningનો મેસેજ કરે છે.
શ્રેયસ:- "શું કરે છે?"
મેહા:- "કંઈ નહીં. And you?"
શ્રેયસ:- "શું આપણે મળી શકીએ?"
મેહા:- "ઑકે હું હમણાં સ્કૂલે આવવા માટે નીકળું જ છું. હું અડધા કલાકમાં પહોંચી જઈશ."
SR:- "અરે સ્કૂલમાં નહીં. શું આપણે એકલામાં મળી શકીએ?"
મેહા:- "પણ હું કોઈ દિવસ આવી રીતના કોઈ છોકરાને એકલી મળવા નથી ગઈ."
શ્રેયસ:- "હું છું ને તારી સાથે."
મેહા:- "સારું હું વિચારીશ."
મેહાને શ્રેયસ સાથેની વાતચીત પરથી ખ્યાલ આવ્યો કે શ્રેયસ પણ મને પસંદ કરે છે. તો જ તો શ્રેયસે મને એકલીને મળવા બોલાવી. મેહા પોતાની જાત સાથે જ વાત કરે છે "એક નંબરની ઈડીયટ છે તું. શું જરૂર હતી શ્રેયસને આવું કહેવાની કે આજ સુધી કોઈ છોકરાને આવી રીતના એકલામાં મળી નથી. મારે મળવાની હા પાડી દેવી જોઈતી હતી. હવે SR મારા વિશે શું વિચારશે? બધી છોકરીઓની તુલનામાં હું કેટલી ધીમી છે. બીજી બધી છોકરીઓ કેટલી ફાસ્ટ છે. કદાચ મારી જગ્યાએ બીજી કોઈ છોકરી હોત તો તરત જ મળવા માટે હા પાડી દેત. નૈનશીનુ જ ઉદાહરણ લઈ લે. એ કેટલી સહજતાથી RR ને મળવા તૈયાર થઈ ગઈ. બધી છોકરીઓ આ બાબતમાં કેટલી ફાસ્ટ છે. અને પોતે? ક્યાંક શ્રેયસને એવું ન લાગ્યું હોય કે હું આ બાબતમાં બધી છોકરીઓની તુલનામાં ધીમી છું. મારે પણ આ બાબતમાં સાવધ રહેવું જોઈએ. જો હું સાવધ નહીં રહું તો ક્યાંક SR ની લાઈફમાં બીજી છોકરી ના આવી જાય. SR ને મારી વાતથી ખોટું તો નથી લાગ્યું ને? ના ના SR ને મારી વાતથી કેમ ખોટું લાગવાનું. હું મેસેજ કરીને મળવા માટે કહી દઉં. I think મારે સ્કૂલમાં રૂબરૂ જઇને વાત કરવી જોઈએ. ફેસ ટુ ફેસ વાત કરીશ તો જ એને ખ્યાલ આવશે કે હું પણ બધી છોકરીઓની જેમ સ્માર્ટ અને ફાસ્ટ છું."
મેહા સ્કૂલે પહોંચે છે. મેહા SR ને બેબાકળી થઈને શોધે છે. મેહા SRને આમતેમ નજર કરી શોધી રહી હતી ત્યાં જ મેહા એક છોકરા સાથે ભટકાય છે.
મેહા:- "Sorry..."
મેહાએ એ છોકરા તરફ જોયું તો RR હતો.
RRને જોતાં જ મેહાને નૈનશી અને RR ની મુલાકાત યાદ આવી ગઈ. મેહા RRથી થોડી ડરવા લાગી.
RR:- "ક્યાં જાય છે આટલી ઉતાવળમાં? કોને શોધી રહી છે?"
મેહા:- "મિષા,નેહા અને પ્રિયંકાને."
RR એના ફ્રેન્ડ પાસે જાય છે.
મેહા એની ફ્રેન્ડને શોધતા શોધતા રિહર્સલ રૂમમાં જાય છે.
મેહા:- "પ્રિયંકા ચાલને શ્રેયસને મળવા જઈએ."
પ્રિયંકા:- "કંઈક કામ છે?"
મેહા:- "હા કામ છે."
મેહા અને પ્રિયંકા SR ને મળવા જાય છે.
SRના ક્લાસમાં ગયા ત્યારે SR એના ફ્રેન્ડ સાથે વાત કરવામાં બિઝી હતો.
મેહા તરફ નજર ગઈ તો SR મેહા પાસે આવ્યો.
SR:- "મેહા તું અહીં? શું વાત છે?"
મેહા:- "હું અહીં કહેવા આવી હતી કે હું મળવા તૈયાર છું. ક્યાં મળીશું?"
મેહાની વાત સાંભળી શ્રેયસ ખુશ થઈ ગયો. મેહા પણ ખુશ થઈ.
શ્રેયસ:- "ક્યાં મળવું છે એ તને મેસેજ કરીને કહીશ. Bye..."
મેહા:- "Bye..."
મેહાની ખુશી એના ચહેરા પર વર્તાઈ રહી હતી. મેહાને નાચવાનું મન થયું. ત્યાં જ મેહાને કોઈનો અવાજ સંભળાયો. બાજુના રૂમમાંથી કોઈ Song ગાઈ રહ્યું હતું.
मेरे दिल को यह क्या हो गया
मैं ना जानू कहाँ खो गया
क्यों लगे दिन में भी रात है
धूप में जैसे बरसात है
ऐसा क्यों होता है बार बार
क्या इसको ही कहते है प्यार
आयने में जो देखा खुदको
आई शरम आँखें झुकी
धक से मेरा धड़का जिया
एक पल को यह सासें रुकी
अब चूड़ी सताने लगी
रातो को जगाने लगी
मैं यूही मचलने लगी
कुछ कुछ बदलने लगी
जाने रहती हूँ क्यों बेकरार
क्या इसको ही कहते है प्यार
ऐसा क्यों होता है बार बार
क्या इसको ही कहते है प्यार
આ songમા કહેવાયેલા શબ્દો મેહાના મનની સ્થિતિ સાથે બરાબર બેસતા હતા. મેહાએ જોયું તો એક ક્યૂટ છોકરી Song ગાઈ રહી હતી.
મેહા અને પ્રિયંકાને એ છોકરીનો અવાજ ગમ્યો.
મેહા અને પ્રિયંકા બેન્ચ પર બેસી એ છોકરીને જોવા લાગ્યા.
Song પૂરું થયું એટલે એ છોકરીના ફ્રેન્ડસે તાળી પાડી.
મેહા અને પ્રિયંકા એ છોકરી પાસે ગયા.
મેહા:- "Wow! તમે સરસ ગાઓ છો?"
છોકરી:-"Thank you પણ હું તમને ઓળખતી નથી."
મેહા:- "મારું નામ મેહા છે. ને આ પ્રિયંકા."
એ છોકરીએ કહ્યું "Hi મારું નામ ક્રીના છે."
એટલામાં જ RR પાણીની બોટલ લઈને આવે છે. એની નજર મેહા અને પ્રિયંકા પર પડે છે.
RR:- "Hi પ્રિયંકા..."
પ્રિયંકા:- "Hi RR..."
RRએ મેહા તરફ જોઈ કહ્યું "તું અહીં શું કરે છે?"
મેહા:- "Song સંભળાયું એટલે અમે અહીં જ બેસી ગયા."
RR:- "ક્રીના આ પાણીની બોટલ. હજી કંઈ જોઈએ છીએ?"
ક્રીના:- "ના અને સાંભળ આજે મારે વહેલાં ઘરે જવું છે."
RR:- "Ok હું તને મૂકી આવીશ."
RR જતો રહે છે.
મેહા:- "પ્રિયંકા તને એક વાત કહું બને ત્યાં સુધી આ RR થી દૂર જ રહેજે સમજી?"
પ્રિયંકા:- "મને દૂર રહેવા જેવું લાગતું તો નથી."
મેહા:- "ભલે ન લાગતું હોય પણ દૂર જ રહેજે. તને ખબર છે કાલે RR અને નૈનશીએ લિપ ટુ લિપ કિસ કર્યું."
ક્રીના:- "RRને જોઈને એવું લાગતું તો નથી."
પ્રિયંકા:- "મેહા ચાલ હવે જઈએ."
મેહા:- "એક મિનીટ. કેમ RRને જોઈને એવું લાગતું નથી."
ક્રીના:- "ચહેરા પરથી તો કેટલો ક્યુટ લાગે છે."
મેહા:- "ક્રીના એ RRને ચહેરા પરથી Judge ન કર. એ bad boy છે."
ક્રીના:- "સાચ્ચે જ કે? મને તો ખબર જ ન હતી."
મેહા:- "હા એટલે જ કહું છું ક્રીના કે RRથી જેમ બને તેમ દૂર રહેજે."
ક્રીના:- "સારું પણ તું RR વિશે આટલું બધું કેમ કેમ જાણે છે?"
મેહા:- "હું RRની ક્લાસમેટ છું."
પ્રિયંકા:- "તે જે કહેવાનું હતું તે કહી દીધું હવે જઈએ."
મેહા:- "હા ચાલ જઈએ."
પ્રિયંકા ક્રીનાને સ્હેજ ધીમેથી કહે છે "ક્રીના આની વાતને આટલું સિરીયસલી લેવાની જરૂર નથી. એને તો દરેક લોકોને સલાહ આપવાની આદત છે."
મેહા:- "શું કહ્યું તે ક્રીનાને."
પ્રિયંકા:- "કંઈ નહીં તું ચાલ."
મેહા અને પ્રિયંકા જેવા એ રૂમની બહાર નીકળ્યા તેવો જ RR સામે ઉભો હતો.
મેહા તો RRને જોઈને ડરી ગઈ.
આ લોકો કેમ અચાનક અહીં ઉભા રહી ગયા એમ વિચારી ક્રીના આ બંનેની પાછળ પાછળ ગઈ. જોયું તો મેહા RRને જોઈ થોડી ડરી ગઈ હતી. ક્રીનાને હસવું આવી ગયું.
મેહા મનોમન કહેવા લાગી " Oh my God ક્યાંક RRએ મારી વાત સાંભળી તો નથી લીધી ને? ભગવાન મને બચાવી લે."
RR:- "Hi મેહા. તું અહીં જ છે. હજી સુધી ગઈ નથી."
મેહા મનોમન કહે છે "Thank God કે RRએ મારી વાત નથી સાંભળી. સાંભળી હોત તો RR મને છોડતે નહીં."
મેહા:- "બસ જઈએ જ છીએ."
ટીના અને મીતાએ ક્રીનાને કહ્યું "અમે જઈએ છીએ. તું પછી આવજે."
ટીના અને મીતાએ RR તરફ નજર કરી કહ્યું "bye handsome."
RR:- "bye girls."
મેહા અને પ્રિયંકા નીકળી જાય છે. એ લોકોના જતા જ ક્રીના અને RR પેટ પકડીને હસવા લાગ્યાં.
ક્રીના:- "ઑકે બહુ હસી લીધું. By the way મને ખબર નહોતી કે તારી આવી પણ ફ્રેન્ડ છે."
RR:- "આવી એટલે કેવી?"
ક્રીના:- "મેહા થોડી ક્યૂટ છે અને..."
RR:- "અને થોડી ડમ્બો છે. થોડી નહીં પૂરી ડમ્બો છે."
ક્રીના:- "હું કહેવાની હતી કે થોડી ક્યૂટ અને ભોળી છે."
RR:- "તને ગમી મેહા?"
ક્રીના:- "હા મને તો બહું ગમે છે. અને તને?"
RR:- "મારું શું છે મને તો બધી જ છોકરીઓ ગમે છે. એ વાત છોડ. મેહા શું કહેતી હતી? "
ક્રીના:- "તારાથી દૂર રહેવાની સલાહ આપતી હતી. અને તું બહાર ઉભો ઉભો એની વાત સાંભળતો હતો."
ક્રીના RRના વાળ સરખા કરતા કહે છે " પણ એ તારાથી ડરે કેમ છે?"
RR:- "ડરપોક છે એટલે. અને પ્લીઝ ક્રીના મારી હેરસ્ટાઈલને જેમ છે તેમ જ રહેવા દે."
ક્રીના:- "વાળ સરખા કરીશ તો મારો ભાઈ વધારે હેન્ડસમ લાગશે સમજ્યો?"
RR:- "વાળ સરખા થઈ ગયા હોય તો જાઉં."
RRએ ફરી પોતાના વાળ જેવા હતા તેવા કરી દીધા.
ક્રીના પણ પોતાના ક્લાસમાં ગઈ.
ટીના:- "ક્રીના તે નોટીશ નહીં કર્યું હોય પણ આ સ્કૂલમાં એમ તો બહુ હેન્ડસમ છોકરા છે. પણ એમાં પર્સનાલિટી તો બે જ છોકરાઓને શોભે છે."
મીતા:- "મને પણ કહે. ક્યાં બે છોકરા?"
ટીના:- "એક તો ક્રીનાનો ભાઈ RR અને બીજો Nik."
મીતા:- "RR અને Nik બંન્ને એટલી આસાનાથી કોઈના હાથમાં આવે એવા નથી."
ટીના:- "RR તો મજાકીયા સ્વભાવનો નટખટ ટાઈપનો છે. એટલે એ તો આસાનાથી હાથમાં આવી જશે. પણ Nik તો સીરીયસ ટાઈપ છે. મિ.પરફેક્ટ."
મીતા:- "અહીં જ તો તું સમજવામાં ભૂલ કરે છે. Nik તો આમ પણ કોઈના હાથમાં આવવાનો નથી અને રહી વાત RRની. એ તો નટખટ ટાઈપનો છે. એટલે બધી છોકરીઓ એના પર ફીદા થઈ જાય છે તો એનો અર્થ એવો થોડો થાય કે એ બધી છોકરીઓનો થઈ જાય. થશે તો એ કોઈ એકનો જ ને..! ઉલ્લું બનાવવામાં એ તો ઉસ્તાદ છે. દુનિયાને એવું બતાવે છે કે એ પોતે કોઈપણ છોકરીઓના હાથમાં સરળતાથી આવી જશે એવું જતાવે છે. એટલે છોકરીઓ એને પોતાનો બનાવવા ટ્રાય કરે છે. પણ હકીકતમાં તો RR એક છોકરીનો જ થશે. એટલે RR એટલી આસાનાથી કોઈના હાથમાં નહીં આવે. એ બહારથી જેવો દેખાય છે એવો છે નહીં."
ટીના:- "હા યાર તારી વાત સાચી તો છે."
એટલામાં જ Nik પોતાના મિત્રો સાથે ક્લાસમાં આવે છે.
Nik:- "મને કેમ એવું લાગ્યું કે તમે લોકો મારા વખાણ કરો છો."
મીતા:- "Hi handsome."
Nik:- "Hi મીતા... What's up..."
મીતા:- "બસ મ્યુઝિકની પ્રેક્ટીસ."
ટીના:- "તું બોલ તારી કેવી પ્રેક્ટીસ ચાલે છે? કોઈ નવી ધૂન બનાવી કે નહીં?"
Nik:- "બનાવીશ તો સૌથી પહેલાં તમને સંભળાવીશ Ok? Bye girls."
એટલામાં જ ત્યાં ક્રીના આવે છે.
ક્રીના ઝડપથી આવતી હતી કે એનો પગ બેન્ચ સાથે લાગતા પોતાની જાતને સંભાળી નથી શકતી. અને સામેથી આવતા એક છોકરા સાથે નીચે જઈ પડે છે. ક્રીના એ છોકરાની ઉપર પડે છે. ક્રીનાએ એ છોકરાનો ચહેરો જોયો તો Nik હતો.
Nik:- "ઑ હેલો મેડમ. કોઈ ટ્રેન છૂટી રહી હતી કે આટલી ઝડપથી આવતા હતા."
ક્રીના:- "ઑ હેલો મને કોઈ શોખ નથી આવી રીતના નીચે પડવાનો. બેન્ચના સ્ટેન્ડ સાથે પગ લાગ્યો એટલે નીચે પડી."
Nik:- "હા તો ઉઠવાનો ઈરાદો છે કે આમ જ મારા પર સૂઈ રહેવું છે?"
ક્રીના ઉઠવાની કોશિશ કરે છે પણ એના મોઢામાંથી હળવી ચીસ નીકળે છે.
ક્રીના:- "Oh no મારા વાળ તારા શર્ટના બટનમા ભેરવાઈ ગયા."
ક્રીના Nik ના બટનમાથી વાળ કાઢવાની કોશિશ કરવા લાગી. પણ વાળ વધારે ફસાય છે.
ક્રીના:- "Nik તારા શર્ટના બટનમાથી મારા વાળ કાઢ."
Nik:- "તું મારી બોસ નથી કે આમ ઓર્ડર કરે છે. રીક્વેસ્ટથી બોલ."
ક્રીના:- "Oh તારી mentality કેવી છે. Men ego કેટલો બધો છે તારામાં. છોકરીઓને હેલ્પ કરવી જોઈએ."
Nik:- "તું પણ કેટલી egoistic છે. રીકવેસ્ટ જેવી પણ કોઈ વસ્તુ હોય."
ક્રીના:- "હું અને તને રીકવેસ્ટ કરું. My foot."
Nik:- "Ok તો મારે શું છે. મારે મારી બેન્ચ પર બેસવા જવું છે."
ક્રીના:- "અરે યાર મારા વાળ ફસાયા છે."
Nik:- "તો હું શું કરું?"
Nik ઉભો થાય છે. ક્રીના પણ ઉભી થાય છે.
Nik પોતાની બેન્ચ પર બેસે છે. ક્રીનાને પણ Nik સાથે જવું પડે છે.
Nik બેન્ચ પર બેઠો છે અને ક્રીના સ્હેજ ઝૂકીને ઉભી છે.
ક્રીના:- "Nik મને હર્ટ થાય છે."
ક્રીના હજી પણ વાળ કાઢવાની મથામણમાં છે.
Nik:- "કેતન તારી પાસે કાતર છે."
ક્રીના:- "તું તારા શર્ટ કાતરથી કાપી નાખ એટલે મારા વાળ નીકળી જશે."
Nik:- "ઓ હેલો હું પાગલ નથી કે મારા શર્ટનુ બટન કાઢી નાખું. તારા વાળ કાપવા માટે કાતર શોધું છું."
ક્રીના:- "ખબરદાર જો મારા વાળ કાપવાની કોશિશ કરી છે તો?"
Nik:- "રીકવેસ્ટથી કહે તો જ. નહીં તો તારા બધા વાળ કાપી નાખીશ."
Nik કાતર વાળ પાસે લાવે છે.
ક્રીના:- "Wait...Nik પ્લીઝ વાળ કાઢવામાં મારી હેલ્પ કર. પ્લીઝ."
Nik:- "શું કહ્યું?મને સંભળાયું નહીં."
ક્રીના:- "પ્લીઝ પ્લીઝ મારી હેલ્પ કરી દે."
Nik:- "Good girl."
Nik શર્ટ સાથે ભેરવાયેલા વાળ ધીમે રહીને કાઢી નાંખે છે.
"હું તને છોડીશ નહીં." એમ કહી ક્રીના Nik ને મારવા હાથ ઉપાડે છે કે Nik એનો હાથ પકડી લે છે.
એટલામાં જ ક્લાસમાં ટીચર આવી જાય છે.
ક્રીના પોતાની બેન્ચ પર બેસતા Nik ને કહે છે "તને તો હું છોડીશ નહીં."
Nik:- "પહેલાં પકડીને તો બતાવ."
Nik ના શબ્દો સાંભળી ક્રીના વધુ ગુસ્સે થાય છે. પણ કંઈ બોલી શકતી નથી.
મેહા સ્કૂલ છૂટતાં જ બહાર ઉભી રહે છે.
મેહાની નજર RR અને ક્રીના પર પડે છે.
મેહા:- "પ્રિયંકા શું નામ છે પેલી છોકરીનું?"
પ્રિયંકા:- "કંઈ છોકરીનું?"
મેહા:- "આજે સવારે Song ગાતી હતી તે છોકરી."
પ્રિયંકા:- "એનું નામ.....ઑ હા યાદ આવ્યું. ક્રીના...ક્રીના નામ છે એનું."
મેહા:- "એ ક્રીનાને ના પાડી હતી RR સાથે જવા માટે તો પણ એની જ બાઈક પર જાય છે."
પ્રિયંકા:- "હા તો. આમ પણ RR સાથે ઘણી છોકરીઓ જાય છે. એમાં શું થઈ ગયું?"
ક્રીના:- "જો તારી ક્લાસમેટ."
RR:- "મને જોઈને ચોક્કસ કંઈક વિચારી રહી છે. તું મારી સાથે છે ને એટલે એને મારા વિશે ગેરસમજ થઈ છે."
ક્રીના:- "હવે અહીં જ ઉભુ રહી મેહાને જોવું છે કે ઘરે જવું છે?"
RR બાઈક સ્ટાર્ટ કરે છે.
મેહા અને નિખીલ ઘરે પહોંચે છે.
ઘરમાં પ્રવેશતા જ મેહાની નજર નિખીલના શર્ટ પર જાય છે.
મેહા:- "ભાઈ આ શર્ટમાં કોનો વાળ છે. તે પણ આટલો લાંબો. આ વાળ તો ચોક્કસ કોઈ છોકરીનો છે."
નિખીલ:- "એક તો બોલ બોલ કરીને એ દિમાગ ખાઈ ગઈ અને અત્યારે પૂછીને તું દિમાગ ખાય છે. જેનો હોય તેનો તારે શું?"
મેહા:- "કોણ દિમાગ ખાઈ ગયું? ભાભી શોધી લીધી કે શું?"
નિખીલ:- "બસ હો મજાકનો ટાઈમ પૂરો થઈ ગયો. ચા નાસ્તો કરી હોમવર્ક કરવા બેસ."
મેહાએ હોમવર્ક પતાવી મોબાઈલ પકડ્યો.
SRનો Hi નો મેસેજ હતો.
મેહા:- "Hi."
SR:- "શું કરે છે?"
મેહા:- "હોમવર્ક કરતી હતી. And you?"
SR:- "હું તને યાદ કરતો હતો."
મેહાનુ દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. એને વિશ્વાસ નહોતો આવતો કે શ્રેયસ આવો કોઈ જવાબ આપશે. જો કે મેહા ખુશ થઈ કે શ્રેયસ મને યાદ કરે છે.
SR:- "ઑ હૅલો ક્યાં જતી રહી?"
મેહા:- "અહીં જ છું."
SR:- "રિપ્લાય આપવામાં આટલી વાર લગાડી એટલે. લાગે છે કે તું થોડી શોક્ડ થઈ ગઈ."
મેહા:- "હા તે અચાનક જ કહી દીધું કે તું મને યાદ કરે છે. એટલે મને તો વિશ્વાસ જ ન આવ્યો."
SR:- "ઑહ તો એનો મતલબ એમ છે કે તું મને યાદ નથી કરતી?"
મેહા:- "ના એવું નથી."
SR:- "મતલબ કે યાદ કરે છે."
મેહા થોડી મૂંઝવણમાં મૂકાઈ ગઈ કે શું જવાબ આપવો. SR સ્માર્ટ તો છે. વાતો વાતોમાં મારા મનમાં શું ચાલે છે તે જાણવા માટે સવાલ કર્યો પણ હવે હું શું જવાબ આપું.
SR:- "મેહા શું વિચારે છે?"
મેહા:- "કંઈ નહીં."
SR:- "તો હું એવું સમજી જાઉં કે તું મને યાદ નથી કરતી."
મેહા:- "ના એવું કંઈ નથી."
SR:- "મતલબ કે યાદ કરે છે?"
મેહા વિચારે છે કે SR આજે મને છોડવાનો નથી.
મેહા:- "તે કહ્યું નહીં કે આપણે ક્યાં મળવાનું છે?"
SR:- "મળીશું પણ પહેલા મારા સવાલનો જવાબ તો આપ."
મેહા:- "હા..."
SR:- "શું હા?"
મેહા:- "તે સવાલ પૂછ્યો તેનો જવાબ હા છે."
SR:- "મને ખબર હતી કે તું મને યાદ કરે છે. રવિવારે કોઈ એકાંત વાળી જગ્યાએ મળીએ. રવિવારે સાંજે તૈયાર રહેજે. હું તને લેવા આવીશ."
મેહા:- "Ok."
SR:- "ok bye...good night."
મેહા:- "good night."
ક્રમશઃ