Taras Premni - 3 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | તરસ પ્રેમની - ૩

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

તરસ પ્રેમની - ૩

પ્રિયંકાએ મેહાને હલાવી ત્યારે મેહા નું ધ્યાન શ્રેયસ પરથી હટીને એના ફ્રેન્ડસ તરફ ગયું.

પ્રિયંકા:- "શું કરે છે? બધાનું ધ્યાન તારા પર અને શ્રેયસ પર છે."

મેહા પોતાની જાત સાથે જ વાત કરવા લાગી. "Oh God હવે તો બધા એમ જ વિચારશે કે મારા મનમાં શ્રેયસ પ્રત્યે કંઈક તો છે. શ્રેયસ ને જોઈને તને શું થઈ ગયું હતું. પોતે શ્રેયસ માં એટલી ખોવાઈ ગઈ કે આજુબાજુ વાળા નોટીસ કરી રહ્યા છે તે પણ ખ્યાલ ન આવ્યો. હવે તો અહીં રહેવું બરાબર નથી. હું એવું જતાવીશ કે મારા મનમાં શ્રેયસ પ્રત્યે કોઈ ફીલીગ્સ નથી. એક કામ કરું મારી ફ્રેન્ડ સાથે અહીં થી નીકળી જાઉં."

એટલામાં જ શ્રેયસ એના ફ્રેન્ડ જોડે આવે છે. મેહા ને કંઈક કહેવા જાય છે પણ મેહા પ્રિયંકાને કહે છે "ચાલ ને મારે તારું કંઈક કામ છે."

મેહા અને પ્રિયંકા ત્યાં થી નીકળી આવે છે. મેહા મનમાં જ કહે છે "Thank God કે ત્યાં થી નીકળી આવ્યા. નહિ તો બધા મારા વિશે શું વિચારતે."

પ્રિયંકા:- "શું કામ હતું? કેમ મને ત્યાં થી બોલાવી લાવી."

મેહા:- "કંઈ નહીં બસ એમજ."

પ્રિયંકા:- "સારું ચાલ તો પાછા જઈએ. મિષા અને નેહા પણ ત્યાં જ છે."

મેહા:- "ના યાર એ બાજુ હવે નથી જવું."

પ્રિયંકા:- "તો કેમ અચાનક ત્યાંથી મને બોલાવી લાવી."

મેહા:- "અરે શ્રેયસ ત્યાં આવી ગયો હતો એટલે?"

પ્રિયંકા:- "તો શું થઈ ગયું?"

મેહા:- "શ્રેયસ અને મારા વિશે શું વિચારશે બધા અને શું કહેશે? એટલે તને લઈ આ બાજુ આવી ગઈ."

પ્રિયંકા:- "પણ તારે આવી રીતના ત્યાં થી આવવાનું નહોતું. જો બધા તને જોઈને શું કહી રહ્યા છે."

મેહાએ પાછળ ફરીને જોયું તો બધા વાત કરી રહ્યા હતા અને વચ્ચે વચ્ચે મેહા તરફ નજર કરી લેતા.

મેહા:- "Oh God આ લોકો મારા વિશે શું વિચારી રહ્યા છે અને શું વાતો કરતા હશે."

પ્રિયંકા:- "ટેન્શન ન લે. નેહા અને મિષાને પૂછી લઈશું."

ક્લાસમાં બધા આવે છે. RRએ ચારેય ફ્રેન્ડને જોઈને કહ્યું "નેહા સ્કૂલ છૂટ્યા પછી ડાન્સ પ્રેક્ટીસ કરવાની છે."

નેહા:- "Ok..."

રિહર્સલ રૂમમાં જઈ મેહા એની ફ્રેન્ડ નેહા અને મિષાને પૂછે છે કે "તમે અને શ્રેયસ લોકો મારી સામે જોઈને કંઈક કહી રહ્યા હતા. શું વાતો કરતા હતા?"

નેહા:- "શ્રેયસ કહી રહ્યો હતો કે એ મને જોઈને કેમ ભાગી ગઈ?"

મિષા:- "એ તો અમે એમ કહી દીધું કે કંઈક અગત્યનું કામ હતું એટલે. પણ તું કેમ ત્યાંથી ભાગી આવી."

મેહા:- "એ તો મને પણ નથી ખબર. કદાચ એટલે કે મને ડર લાગે છે કે શ્રેયસ મારા મનની વાત જાણી ન જાય અને લોકો શું વાત કરશે તેનો પણ ડર લાગે છે."

નેહા:- "મતલબ એમ કે તને શ્રેયસ ગમે છે."

મેહા કંઈ બોલતી નથી. એના ચહેરા પર સ્મિત ફરી વળે છે.

પણ કંઈક વિચાર આવતા મેહા તરત બોલી પડે છે
"મને ખબર છે કે તમે કોઈને નહીં કહો એટલે તમને મારા મનની વાત જણાવી. છતા પણ પ્લીઝ તમે કોઈને કહેતા નહીં."

નેહા:- "Chill યાર કોઈને નહીં કહીએ."

મિષા:- "મેહા શ્રેયસ પણ તને પસંદ કરે છે?"

મેહા:- "હા..."

પ્રિયંકા:- "Are you sure?"

મેહા:- "હા જ્યારે હોય ત્યારે શ્રેયસની નજર મારા તરફ જ હોય છે. એટલે મને લાગે છે કે એ પણ મને પસંદ કરે છે."

મિષા:- "boys નું તો કંઈ નક્કી નહીં. કોઈ સુંદર છોકરી મળી જાય તો એના તરફ પણ ફરી જાય."

મેહા:- "મને નથી લાગતું કે શ્રેયસ એવો છે. મને લાગે છે કે એ ફક્ત મને જ પસંદ કરે છે અને પસંદ કરતો રહેશે."

નેહા:- "તું બહું ભોળી છે મેહા. મિષાની વાત પણ સાચી છે. છોકરાઓનું તો કંઈ નક્કી નહીં ગમે ત્યારે ફરી જાય. જો તું ઈચ્છતી હોય કે શ્રેયસ નું ધ્યાન ફક્ત તારા પર જ ટકી રહે તો તારે થોડીક મેકઓવરની જરૂર છે."

મેહા:- "પણ મેકઓવર કરવાની જરૂર છે? પ્રેમ કંઈ મેકઓવરને લીધે થોડો થાય. પ્રેમ તો દિલથી થાય છે.પ્રેમ તો પ્રેમ હોય છે એ ચહેરો જોઈને થોડો થાય..!!"

પ્રિયંકા:- "કોણે કહ્યું આવું?"

મેહા:- "મુવી અને સિરીયલ માં તો એવું જ થાય છે."

મિષા:- "અહીં કોઈ મુવી નથી ચાલી રહી. રિયલ લાઈફમાં આવું ન હોય. તને ખબર છે RR શું કહેતો હતો. મેહાને થોડા મેકઓવરની જરૂર છે."

મેહા:- "એ જે કહેતો હોય તે મને કંઈ ફરક નહીં પડે. એ તો બધી છોકરીઓને એવું કહેતો હશે એટલે જ તો છોકરીઓ RR ને ઈમ્પ્રેસ કરવા તૈયાર થઈ ને એની આસપાસ ફરતી હોય છે."

એટલામાં જ RRનુ ગ્રુપ આવે છે. બધા ડાન્સની પ્રેક્ટીસ કરે છે.

RRએ બધાની જોડી બનાવી દીધી. મિષા સાથે રૉકી,
નેહા સાથે સુમિત,પ્રિતેશ સાથે પ્રિયંકા અને RR સાથે મેહા.

ડાન્સ કરવા ત્યારે RRએ સિફતથી મેહાની કમર પર હાથ મૂક્યો. મેહા થોડી અનકમ્ફરટેબલ ફીલ કરવા લાગી. મેહાએ આજ સુધી કોઈ છોકરા જોડે ડાન્સ કર્યો નહોતો. આના લીધે મેહા ડાન્સમાં ધ્યાન નહોતી આપી શકતી.

RR:- "કંઈ પ્રોબ્લેમ છે?"

મેહા:- "ના..."

RR:- "તો ડાન્સમાં ધ્યાન આપ Ok?"

મેહા:- "સારું..."

RR ફરી મેહા સાથે ડાન્સ કરવા લાગે છે.

મેહા સરખી રીતના ડાન્સ કરી શકતી નથી.

RR:- "મેહા શું કરે છે? ડાન્સમાં ધ્યાન આપ."

મેહા:- "Sorry..."

RR ફરી મેહાની કમર પર હાથ મૂકી ડાન્સ કરાવડાવે છે. મેહા અનકમ્ફરટેબલ ફીલ કરે છે.

RR:- "મેહા તારું ધ્યાન ક્યાં છે? Listen મેહા આ ડાન્સ મારા માટે ખૂબ Important છે સમજી?"

મેહા:- "ઑકે હું કોશિશ કરીશ."

RR ફરીથી ડાન્સ કરે છે.

RR:- "I think તું મારી સાથે કમ્ફરટેબલ નથી રાઈટ?"

મેહા નીચી નજર કરી કહે છે "મેં આ રીતે કોઈ boys સાથે ડાન્સ નથી કર્યો એટલે....Sorry RR..."

RR:- "It's ok... હું બીજી કોઈ ડાન્સ પાર્ટનર શોધી લઈશ."

મેહા:- "Sorry RR મારા લીધે...."

RR:- "don't worry...chill ok?"

મેહા સાંજે ઘરે જાય છે. ફ્રેશ થઈ બેડ પર બેસે છે. મેહાનું ધ્યાન સામેના અરીસા પર જાય છે. મેહા અરીસાની સામે બેસે છે. સામે જાતજાતના મેકઅપ ની સાધનસામગ્રી હતી જેનો એણે કોઈ દિવસ ઉપયોગ પણ નહોતો કર્યો. પોતાની જાતને ધ્યાનથી જોવા લાગી અને વિચારવા લાગી કે "RRને મારામાં શું ખામી દેખાઈ હશે કે એણે મને મેકઓવરની સલાહ આપી. RR જે વિચારે તે પણ શ્રેયસ હું જેવી છું તેવી જ મને સ્વીકારશે. મારે આ મેકઅપ ની કોઈ જરૂર નથી. RR ને શું લાગ્યું કે એને હું એને ટચ કરવા દઈશ. મને ટચ કરવાનો હક્ક માત્ર શ્રેયસને જ છે બીજા કોઈને નહીં. કાશ RR ની જગ્યાએ શ્રેયસ મારો ડાન્સ પાર્ટનર હોત."

થોડીવાર પછી મેહા હોમવર્ક કરવા બેસે છે.

સવારે મેહા ઊંઘમાથી ઉઠી ત્યારે મેહાને લાગ્યું કે આજની હવાઓમાં જ કંઈક ખાસ છે. કંઈક નવું જ. અને ૧૩ કે ૧૪ વર્ષની છોકરીઓ માટે તો દરરોજ કંઈક નવું જ હોય એવું મહેસુસ થાય. એમના માટે દરેક દિવસ સ્પેશિયલ હોય. આજે કંઈક તો નવું બનશે જ એવું સતત લાગ્યા કરે. મેહાને પણ એવું લાગ્યું કે આજે કંઈક ખાસ થશે. મેહા તૈયાર થઈ સ્કૂલે ગઈ.

સ્કૂલમાં મિસ શિવાની ગણિત ભણાવવા આવે છે.

શિવાની:- "પેજ નંબર ૫૬ કાઢો."

એટલામાં જ એક પટાવાળા કાકા આવે છે અને કહે છે "મેડમ પ્રિન્સીપલ સાહેબ બોલાવે છે."

શિવાની:- "ચલો ક્લાસ હું આવું ત્યાં સુધીમાં આ દાખલો સોલ્વ કરવાની કોશિશ કરો. અને હા બિલકુલ અવાજ કર્યા વગર."

શિવાની મેડમના જતાં જ બધા ક્લાસમાં અવાજ કરવા લાગે છે. કોઈ કંઈક ખાઈ રહ્યા છે તો કોઈ ગ્રુપ બનાવીને વાતો કરી રહ્યા છે. તો કેટલાંક મોબાઈલમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યા છે.

બપોર પછી શ્રેયસ RR ના ક્લાસમાં આવે છે. શ્રેયસ અને મેહાની નજર મળે છે. શ્રેયસ સ્માઈલ આપે છે અને મેહા પણ સ્માઈલ આપે છે.

સુમિત ગાવા લાગે છે "બહારો ફૂલ બરસાઓ મેરા મેહબૂબ આયા હૈં..."

આ સાંભળતા શ્રેયસ અને મેહા નજર હટાવી લે છે.

રૉકીએ ધીમેથી કહ્યું "સુમિત શું કરે છે યાર? બે પ્રેમીને ડિસ્ટર્બ ન કર યાર."

શ્રેયસ મેહા પાસે જઈ હાથ મિલાવે છે અને કહે છે "Hi હું શ્રેયસ..."

મેહા:- "મારું નામ મેહા..."

RR:- "ઓળખાણ થઈ ગઈ હોય તો હું કંઈક કહી શકું."

શ્રેયસ:- "હા બોલ ને."

RR:- "આવતીકાલે sunday છે તો મુવી જોવા જવાના છીએ. તું અને તારા મિત્રો ધારે તો અમને જોઈન કરી શકો છો."

શ્રેયસ:- "ઓકે હું ચોક્કસ આવીશ."

શ્રેયસે મેહા તરફ જોઈને કહ્યું "ચાલો તો મળીયે."

રવિવારની સવારે મેહા ઉઠી. આજે શ્રેયસ સાથે મુવી જોવા જવાનું છે એ વિચાર આવતા જ મેહા ખુશ થઈ ગઈ. મેહાએ બારી ખોલી અને ઉગતા સૂરજનો નજારો માણ્યો. આજની સવાર મેહાને ખુશનુમાં લાગી. મેહા ફૂલની જેમ મહેકી ઉઠી.

મેહા તૈયાર થઈ શ્રેયસ અને એના ફ્રેન્ડની રાહ જોવા લાગી

RR અને એના ફ્રેન્ડ લોકોએ બાઈક લઈ લીધી. મિષા રૉકી સાથે ,નેહા સુમિત સાથે અને પ્રિયંકા પ્રિતેશ સાથે બાઈક પર બેસી જાય છે. RR સાથે તનિષા બેઠી હોય છે. શ્રેયસ અને એના મિત્રો પણ નક્કી કર્યા પ્રમાણે બાઈક લઈ ને આવે છે.

RR:- "બધા આવી ગયા ને! હવે તો કોઈ બાકી નથી ને?"

નેહા:- "મેહા બાકી છે."

RR:- "એ આપણી સાથે આવશે."

પ્રિયંકા:- "કેમ નહીં? આવશે જ ને...પણ તને કેમ એવું લાગ્યું કે એ નહીં આવે."

RR:- "બહુ સાદી અને સિમ્પલ ટાઈપ છે. મને તો એવું હતું કે એ રખડું ટાઈપ નથી. થોડી shy ટાઈપ છે અને એ કોઈ સાથે હળતી ભળતી નથી એટલે એવું લાગ્યું કે મેહા કદાચ નહીં આવે."

મેહાને ઘરે લેવા પહોંચી જાય છે.

મેહા સાદાઈથી તૈયાર થઈને આવે છે. મેહાએ જીન્સ અને ટી-શર્ટ પહેર્યું હતું.

RR તો મેહાને જોઈ જ રહ્યો. મેહા ખરેખર ખૂબ સુંદર અને ક્યૂટ લાગતી હતી. મેહાની નજર શ્રેયસ તરફ જાય છે. બંન્નેની નજર મળે છે.

અનાયાસે જ મેહાની નજર RR તરફ જાય છે. મેહાને તો વિશ્વાસ જ ન આવ્યો કે RR પોતાને આ રીતના જોઈ રહ્યો છે.

શ્રેયસ:- "મેહા Come..."

મેહા શ્રેયસના ખભા પર હાથ મૂકી બાઈક પર બેસી જાય છે.

તન્વી:- "RR let's go..."

પણ RR ને તન્વી ના શબ્દો સંભળાતા નથી.

રૉકી:- "RR ક્યાં ખોવાઈ ગયો.?"

RR ને ખ્યાલ આવ્યો કે મને રૉકી કંઈક કહી રહ્યો છે.

"ચાલો યાર જવા દેવ. કોની રાહ જોવ છો." એમ કહી RR એ બાઈક હંકારી મૂકી.

મેહાને શ્રેયસ સાથે બાઈક પર બેસવાનું મળ્યું એટલે ખૂબ ખુશ હતી. મેઘધનુષી આભમાં વાદળો ઘેરાવા લાગ્યા. ઠંડો પવન મેહાના શરીરને સ્પર્શી રહ્યો હતો. બંને છેડે લીલાછમ વૃક્ષો લહેરાતા પવનની સાથે ઝૂમી રહ્યા હતા. વરસાદ આવવાની તૈયારી હતી એટલામાં તો બધા પહોંચી ગયા. મુવી જોતા વચ્ચે મેહા અને શ્રેયસની નજરો ટકરાતી. મેહા શ્રેયસની બાજુમાં જ બેઠી હતી. મેહા નું હ્દય જોરજોરથી ધડકતું.

મુવી જોઈને બધા આવ્યા ત્યારે ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. છતા પણ બધા ભીંજાતા ભીંજાતા બાઈક પર બેઠા.

સુમિત:- "Guys વરસાદમાં કંઈક ગરમાગરમ ખાઈએ."

નેહા:- "અને સાથે ચા પણ..."

ઘનઘોર આકાશ,મહેકતી મૌસમ અને વરસતા વરસાદમાં મનગમતી વ્યક્તિ સાથે બાઈક પર... મેહા નું દિલ તો તરબતર થઈ ગયું.

બધા ગરમાગરમ ચા-નાસ્તો કરવા ગયા.

મેહા ઘરે જઈ કપડાં બદલીને સોફા પર બેઠી. મેહાની નજર સામેથી શ્રેયસનો ચહેરો ખસતો જ નથી. મેહા શ્રેયસ વિશે વિચારે છે કે શ્રેયસ મને કેવી રીતના જોઈ રહ્યો હતો. મેહાને એક ક્ષણ માટે RR નો પણ વિચાર આવ્યો કે RR પણ મને જોઈ રહ્યો હતો. RR ની આંખો માં કંઈક તો હતું પણ શું? પણ પછી ફરી મેહા શ્રેયસ વિશે વિચારવા લાગી. શ્રેયસ સાથે ગાળેલી ખુશનુમા સાંજને યાદ કરતા કરતા મેહાએ Song ચાલું કર્યું.

गूंजी सी है सारी फिजा जैसे बजती हो शेहेनाइयां
लहेराती है महेकी हवा गुनगुनाती है तन्हाइयां
सब गाते है सब ही मदहोश है
हम तुम क्यों खामोश है
साज़-ऐ-दील छेडो ना
चुप हो क्यों गाओ ना
आओ ना... आओ ना... आओ ना... आओ ना...

तन मन में क्यों ऐसे बेहती हुई
ठंडी सी एक आग है
हो सासों में है कैसी ये रागिनी
धड़कन में क्या राग है
ये हुआ क्या हमे हम को समझाओ ना
ये हुआ क्या हमे हम को समझाओ ना
सब गाते है सब ही मदहोश है
हम तुम क्यों खामोश है
दील में जो बातें है
होठों पे लाओ ना
आओ ना... आओ ना... आओ ना... आओ ना...

ક્રમશઃ