સરલ સોફામાં જોડે બેઠી... ઈલા બેન નો હાથ હાથમાં લઈ કહે મમ્મી તમે જાતે જ તમારા વિચારો પર કંટ્રોલ કરો ... તમને શું ગમે??? તમને શું શોખ હતો તમે કુંવારા હતાં ત્યારે??? તમારા વિચારો ને એક નવી દિશા આપો મમ્મી... અમને તમારી બહું જરર છે...
તમે આમ ઉદાસ અને દુઃખી લહો અમને કેમ ગમે???
અમે તમારી સાથે જ છીએ ...
ઈલા બેન એકદમ નાનપણની બધી વાતો કરવા લાગ્યા અને વાતમાંથી વાત નિકળી કે એ પહેલાં કવિતા અને ટૂંકી વાર્તા લખતા હતા અને છપાતી હતી..... એમને નાનપણથી જ લખવા વાંચવા નો ખુબ જ શોખ છે...
અને કવિતા, વાર્તા,લેખ લખવા બહું ગમતાં હતાં...
તો સરલ કહે મમ્મી તમે હાલ લખવાનું ચાલુ કરો અને તમારા વિચારો ને એક નવી દિશા આપો અને પાછો તમારો શોખ જાગૃત કરો.... એમ કહી એ એનાં રૂમમાં જઈને એક ડાયરી અને બોલપેન લઈ આવી...
લો મમ્મી શરૂઆત આજથી અને હમણાં થી જ કરો....
આજ થી જ શ્રી ગણેશ કરો...
ઈલા બેન કહે મને નહીં ફાવે???
સરલ કહે ના શું ફાવે... તમે લખો.... જરૂર લખાશે... પ્રયત્ન કરો... ચલો આજે મા પર જ કવિતા લખો... તમે પ્રયત્ન કરો.... તમારા વિચારો ને ઉતારો કલમ દ્વારા.... હું ત્યાં સુધીમાં ઘરનાં કામ પતાવી દવુ...
ઈલા બેને ક્યાંય સુધી ડાયરી પેન લઈને બેસી રહ્યાં...
ઉંડા વિચારોમાં ખોવાઈ ગયા...
થોડીવારમાં લીંબુ ના શરબત નો ગ્લાસ લઈને સરલ આવી કહે મમ્મી આ પી ને લખો... તો થોડી સ્ફૂર્તિ પણ આવી જાય અને તમને સારું લાગશે...
અને એ મારી પહેલી કવિતા મા પર લખી... સરલે વાંચી એ તો ખુબ ખુશ થઈ ગઈ અને પછી મને મોબાઇલ માં ટાઈપ કરતાં શિખવાડ્યું અને એણે મને માતૃભારતી એપ ડાઉનલોડ કરી આપી અને એપ માં મુકતાં શિખવાડ્યું આમ લાડલી બની મારી પ્રેરણા... અને આજે સારા લેખીકા તરીકે મારી નામનાં થઈ ગઈ છે તો એ પ્રેરણાસ્ત્રોત સરલ છે...... હાલ પણ મારી પહેલી વાર્તા, કવિતા કે લેખ સરલ જ વાંચે છે અને ભૂલો હોય તો સુધારો કરાવે છે ......તો તમને વાંધો ના હોય તો હું ટ્રોફી મારાં ઘરની લક્ષ્મી દિકરી સરલ ના હાથે લઈશ... અને ચેક મારા દિકરા જીગર ના હાથે સ્વીકારીશ.... બધાં એ તાળીઓ પાડીને વાત વધાવી લીધી અને ઈલા બેન નું શાલ ઓઢાડી ને સન્માન કર્યું ...
સ્ટેજ પર સરલ ને બોલાવામાં આવી...
સરલ સ્ટેજ પર આવીને બધાં ને હાથ જોડીને જય હાટકેશ કહી ને પ્રણામ કર્યા...
સ્ટેજ પર સરલ ના હાથે ઈલા બેને ટ્રોફી લીધી..... નાતના સૌ એ તાળીઓ થી વધાવ્યા.... ઈનામ માટે એક હજાર એક નો ચેક હતો એ જીગર ના હાથે સ્વીકાર કર્યો... ફરીથી તાળીઓ થી વાડી ગાજી ઉઠી...
બધાં એ ઈલા બેન ની સચ્ચાઈ થી ખુબ પ્રભાવિત થયા અને સરલ ના વખાણ કરવાં લાગ્યાં... બધાં સરલ ને મળ્યા.... ઈલા બેન ખુબ ખુશખુશાલ હતા કે આજે સરલ ના લીધે એમની એક અલગ ઓળખાણ ઉભી થઈ હતી...
અને...
એક નવી દિશા મળી...
જ્યાં એ ખુબ ખુશ હતા...
પોતાની જાતને ઈલા બેન ભાગ્યશાળી માનતા હતા કે કોઈ સારું પૂન્ય કર્યું હશે તે આવી લાડલી મળી જેણે આવીને મારી જિંદગી બદલી ને...
આમ એક ડૂબતી વ્યક્તિ નાં જીવનમાં નવાં રંગ ભર્યા અને આજે એ પ્રખ્યાત લેખિકા બની ગયા...
નાતના આગેવાન પણ સરલ થી ખુબ ખુશ થયા અને સરલ ને પાચશો એક રૂપિયા આશિર્વાદ રૂપે આપ્યા અને કહ્યું કે બેટા...
નાતમાં તમારા જેવી દિકરીઓની ખુબ જરૂર છે તો નાતમાં પણ સાથ સહકાર આપવા વિનંતી કરું છું...
સરલે આભાર માન્યો અને કહ્યું કે જરૂર આ મારી ફરજ છે...
ઈલા બેન તો ખૂબ જ ગર્વ અનુભવતા હતા...
તમારા સુંદર પ્રતિભાવ આવકાર્ય છે...
આ કોઈ કાલ્પનિક કહાની નથી.... ખુદ લેખિકા ના જીવનમાં બનેલું છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....