GULABNI KALI - 1 in Gujarati Moral Stories by Dr. Damyanti H. Bhatt books and stories PDF | ગુલાબ ની કળી - 1

Featured Books
Categories
Share

ગુલાબ ની કળી - 1

ગુલાબની કળી ભાગ-1 (ભ્રૂણહત્યા સમાજ માટે કલંક છે.....)

માનસી બહેને કહ્યું, સાંભળો છો,,રમણીકભાઈએ કહ્યુંઃ શું છે,, માનસીબેનઃ તમારે ક્યાં કંઈ સાંભળવું છે,,રમણીકભાઈએ કહ્યું, હા, સાંભળું છું.બોલને,,શું કહેવું છે,, માનસીબેન બોલ્યાં, રમેશ અને તેની વહુ મોના, લેડી ડોક્ટરને તબિયત બતાવી ઓવ્યાં.રમણીકભાઈએ કહ્યું , ડોક્ટરે શું કહ્યું,, માનસીબેનઃ ડોક્ટરે કહ્યું, તબિયત સારી છે,,પણ બેબી ઓવશે ,,,,તો,,,, રમણીકભાઈ કહે,, તો તો સારું જ ને વળી,,,, લક્ષ્મી આવશે,, આપણે ત્યાં,,,વધાવી લેજો,, લક્ષ્મીજીની પધરામણી થાય તેતો બહું સારું કહેવાય,,, ગુસ્સે થઈને માનસીબેન બોલ્યાં,,કે,, લો,,વધાવી લ્યો,, તમારે શું છે,,કહેવું છે,,, તમારે ક્યાં કંઈ જવાબદારીઓ ઉઠાવવી છે,,, તમારે તો વાતો કરવી છે,,,હું કહું.....છું ,,,કે તમારે કંઈ વિચાર છે,,,, આપણે સાપનો ભારો નથી જોઈતો. શું સમજ્યાં,,,, રમણીકભાઈ ચમકી ગયાં,, અરે, ભગવાન ,,, તું દિકરીને સાપનો ભારો કહે છે,,, અને તે પણ આજના જમાનામાં,,,, આજે તો દિકરી અને દિકરો બધું જ સરખું,,, ઉલ્ટાનું દિકરીને જેટલું મા-બાપનું થાય તેટલું દિકરાને ન થાય,,, સમજી,,, મારે કંઈ સમજવું નથી,,,, ઈ બધી જ સમજણ તમારી પાસે રાખો,,,, મારે તો આ કુળ નો વારિશ જોઈએ છે વારિશ......... જે આપણો વંશ આગળ વધારે,,,, માનસીબેન બોલ્યાં,,, હા, વળી,, તમને શું ખબર પડે,,,આજકાલ આપણી જ્ઞાતિમાં દિકરીને પરણાવવી કેટલી મુશ્કેલ છે,,,એક ખટારો કરીયાવર કરવો પડે ,, અરે,, તો પણ ઓછો પડે,,,,વળી એને મોટી કરવી,ભણાવવી,ગણાવવી,, અને પછી લગ્નનો ખર્ચ,,,,,,, દિકરીના મા-બાપની તો ઊંઘ હરામ થઈ જાય,,,ઊંઘ,,,,, આવી મુસીબત આપણે નથી જોઈતી. તુ તો સાવ પાગલ છે પાગલ,,અરે, ભાગ્યવાન,, તારી સોચ ગલત છે ગલત,,,રમણીકભાઈ બોલ્યાં,,,, હવે તારે જૂની રૂઢી બદલવી જોઈએ, આજે જમાનો ક્યાં નો કયાં પહોંચી ગયો,, તું હજુ ત્યાં ને ત્યાં જ રહી,,,

મારે તો આપણી પેઢીનો વારસદાર જોઈએ,,, વારસદાર,,,,જેના નામથી વંશ વેલો આગળ હાલે,,,, હું તો કહું છું કે આ જવાબદારી ના પોટલાને હમણાં જ તજી દેવાય,,, માનસીબેન બોલ્યાં,, એટલે,,, રમણીકભાઈ એ પૂછ્યું,,, માનસીબેન બોલ્યાં એટલે,,, એમ ,,,કે ,,,,,અબોર્શન કરાવી કાયમ માટે જવાબદારીમાંથી છૂટકારો,,,,રમણીકભાઈએ કહ્યું,,, તારી વાત મારા ગળે ઊતરતી નથી,,,,,,,,તેમ છતાં તમારે જેમ કરવું હોય તેમ કરો,,,,, હું તો મંદિરે જાઉં છું.............

રમેશ પોતાની પત્ની મોનાને કહે છે,,,,મોના કેમ ઉદાસ છે,,,, કંઈ બોલતી નથી,,,,મોનાએ કહ્યુંઃ ઉદાસ જ હોઉંને,,,, હું મા છું,,,વળી મા-બાપુની વાતો તમે હમણાં ન સાંભળી,,,મારી કૂખમાં દિકરી હોય તો શું,,,તેને મારી નાખવાની,,,તેની જન્મતાં પહેલાં જ હત્યાં કરવાની,,,, શું એ પણ તમારા ખાનદાનનો જ અંશ નથી,,,, શું એ મહેતા પરિવારનું જ લોહી નથી,,,, આવો અન્યાય શા માટે,,,,આમાં મારી દિકરીનો શો વાંક છે,,,જુઓ, રમેશ હું તમને કહી દઉં છું,,,તમે માના પક્ષમાં જશોને તો પણ હું તમારી અને માની મનમાની નહીં થવા દઉં.....હા... હું કહીં દઉં છું,,,,,તમને,,,, રમેશ કહે,,,, અરે ગાંડી,,,, તું પહેલાં મારી વાત તો સાંભળ,,,,,,,તારી દિકરી તને વ્હાલી છે એ હું જાણું છું ,,,,પણ તું પણ સાંભળી લે,,, મને તો દિકરી અત્યંત વ્હાલી છે,,,બાપનો વિસામો હોય છે દિકરી,,,બાપના કલેજાનો ટુકડો હોય છે દિકરી,,,આંખનું રતન હોય છે દિકરી,,,, બાપના માટે અરે, દિકરી તો વ્હાલનો દરિયો છે,,,,હું તો એમ કહું છું કે જે ભાગ્યશાળી હોયને તેને ત્યાં જ લક્ષ્મી અવતાર લે,,,,,,તું ચિંતા ના કર, બધા સારા વાના થશે...મોના બોલી પણ માને કોણ સમજાવશે,,, અને તે થોડાં કોઈનું માને તેવા છે,,,,રમેશે કહ્યું,, આપણે માને સમજાવીશું,,,તું ધીરજ રાખ,,, બધું સારું થશે,,,મોનાની આંખો આંસુંથી છલકાઈ ગઈ,,,પણ તે કશું બોલી નહીં....

બીજે દિવસે ચારે જણાં ડ્રોઈંગરૂમમાં બેઠા છે,,, રમેશ માને સમજાવે છે,,,રમણીકભાઈ માત્ર બધાની વાત સાંભળે છે,,,,ત્યાં એક કોમળ કળી જેવો મીઠો ટહુકો સંભળાય છે,,,(નાની છોકરી બોલતી હોય તેવો અવાજ સંભળાય છે,,,,,)દાદીમા તમે મારી વાત સાંભળો ને,,, જો તમે મારી વાત સાંભળશોને,,,, તો મને ખૂબ જ ગમશે,,,,દાદીમા,,,, હું તમારા બગીચાની એક નાનકડી કળી છું.... દાદીમા કહે,,, કળી,,, એ વળી કોણ,,,, જુઓ, હું સમજાવું છું,,,દાદીમા,,, તમે મને બહું જ વ્હાલા છો,,,,મારી મમ્મી તો મને ખૂબજ પ્યાર કરે છે,હો,,,,દાદીમા,,,દાદીમા,,, હું તમારી બધી જ વાત પછી માનીશ,,,,પણ પહેલા તમે મારી વાત સાંભળો,,, અને મારા પ્રશ્નોના જવાબ આપો,,,, હે દાદીમા,,,,તમે જ્યારે ખૂબ જ બિમાર થયા ત્યારે તમારી સેવા કોણે કરી હતી,,,, અરે એ તો મારી નણંદ રાધા બહેને,,,,હે દાદીમા,,,, તમને અમે મારા દાદાને જાત્રા કોણે કરાવી હતી,,,,,લે વળી,,, કોણે,,, મારા નણંદ રાધાબેન છે ને બહું જ સારા અને ભલા હતા,,,,તેથી તેણે અમને , મને અને તારા દાદાને જાત્રા કરવા માટે ખૂબ જ આગ્રહ કરીને તેમની સાથે લઈ ગયાં હતાં...મને અને મારા નણંદને ખૂબ જ બનતું હતું,,,, અમે બંન્ને નણંદ-ભોજાઈ કમ અને બહેનપણી વધારે હતાં...........( ક્રમશઃ-માટે જુઓ, ભાગ-2)