Jivan Sangram 2 - 9 in Gujarati Fiction Stories by Rajusir books and stories PDF | જીવન સંગ્રામ 2 - 9

The Author
Featured Books
Categories
Share

જીવન સંગ્રામ 2 - 9

પ્રકરણ- ૯


આગળ આપણે જોયું કે જીજ્ઞા દીદીને નીરુંની કહાની માંથી એક તથ્ય મળે છે અને રાજનને તપોવન ધામ બોલાવે છે.હવે આગળ........

"ચાલો આપણે કાર્યાલયમાં બેસીએ ત્યાં સુધીમાં રાજન આવી જશે.પછી આપણે બધી ચર્ચા કરીએ".
જીજ્ઞાદીદી,નીરુ, જય,ઋતુ અને પલક કાર્યાલયમાં આવે છે.મહારાજ ચા લઈને બધાને આપે છે.અને બોલ્યા;દીદી ચિંતા જનક બન્યું છે કઈ"?ભોળા ભાવ સાથે મહારાજે જવાબની અપેક્ષા સાથે દીદી સામું જોયું.
મહારાજ થોડી ચિંતા જેવું છે પણ તમે ટેન્શન ના લેતા એનું સોલ્યુશન નીકળી જશે હમણાં.
અને જાણે દીદીના આ જવાબથી જ બધી ચિંતા દૂર થઈ ગઈ હોય એમ થોડા હાસ્ય સાથે બોલ્યા;"એતો તમે જે કેમ હાથમાં લ્યો એ પૂરું કરીને જ રહેશો.બપોરનું જમવાનું અહીંયા જ છે ને બધાને"!
પલક અને ઋતુ પોતાની વોચ માં જુવે છે ને બોલ્યા;"ઓહ માય ગોડ!બપોર ના 12 વાગી ગયા?સમય ક્યાં ગયો એ જ ખબર ના પડી"!
"હા ,હવે બધા અહીંયા થી જમીને જ જજો". ઋતુ અને પલક સામે જોતા દીદી બોલ્યા.
"દીદી હવે તો સરને છોડાવી પછી જ જમવાની ઈચ્છા થશે.અત્યારે રહેવા દો ને જમવાનું".
"હા નીરુ એ તો છોડવિશું જ.પણ સમયે જમવું તો પડે ને.ઓકે સારું.મહારાજ બધાનું જમવાનું બનાવી નાખો.બધા અહી જમી ને જ જશે".
ભલે દીદી.કહી મહારાજ રસોડા તરફ જતા રહ્યા.એટલી વારમાં દરવાજે કોઈ કાર આવીને ઊભી રહી એટલે જીજ્ઞા દીદી બોલ્યા;"મને લાગે છે રાજન આવી ગયો".
હા ખરેખર રાજન જ આવ્યો હતો.એ અંદર આવી સીધો જ કાર્યાલયમાં આવે છે. પલક ઉભી થઈને રાજનસરને બેસવાની જગ્યા આપે છે.
"બેસો બેસો....તમે આ સંસ્થાના મહેમાન કહેવાવ અને હું તો આ સંસ્થાનો દીકરો કહેવાવ. એટલે તમે બેસો".( દીવાલ પાસે રહેલા નાના નાના ટેબલ તરફ પોતાનો હાથ લાંબો કરતા) રાજન બોલ્યો;"હું તો આ ટેબલ પર બેસીશ".
નહિ રાજન તારું મારે કામ છે એટલે તું અહીંયા બેસ પલક ત્યાં બેસી જશે.
પલક ઉભી થઈને ટેબલ પર બેસે છે અને રાજન દીદીની બાજુમાં ખુરશી પર બેસે છે.
જો રાજન આ નીરુ અને જય બને પતી પત્ની છે અને ગગનના ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે.અને આ ઋતુ અને પલક હાલમાં ગગનની કોલેજ માં ભણે છે.
"બધાને મારા નમસ્કાર.... આ નીરુ અને જયને તો હું નામ થી ઓળખું છું.પણ જોયા આજે પહેલી વાર.એની વે.... હું ગગનો મિત્ર અને આ સંસ્થાનો વિદ્યાર્થી અને પરમાનંદનો શિષ્ય તથા આ દિદીનો ગુરુ ભાઈ.અત્યારે સીઆઈડી ચીફ ઓફિસરમાં છું.દીદી હવે મને કહો તમને કંઇ કડી મળી છે ગગન ને છોડાવવાની".
"જો રાજન તે કહ્યું એમ નીરુ અને જયના પ્રકરણ વિશે તો તને ખબર જ છે..પણ નીરુના કહેવા પ્રમાણે એને ગગનના દીકરાનું ખૂન મતલબ અકસ્માત કરવ ને ખૂન કરાવ્યું છે".
"વોટ.... પણ ગગને મને આ બાબત વિશે કંઈ કહ્યું જ નહિ".
હા પણ એમાં ન કહેવાનું પણ કારણ છે.... એમ કહી નિરુએ કહેલ પોતાની આપવીતી દીદી રાજન ને ટુંક માં કહે છે.....
ઓહ માય ગોડ.આવું બન્યું છે એમ ને.
હા હવે તને આમાં કઈ એવું દેખાય છે કે જે ગગનને આપણે છોડાવી શકીએ?
"હા દીદી મને થોડી શંકા તો થાય છે પણ તમે જ કહો મને કે એ કંઈ કડી છે જે એ કેસ અને ગગનના કેસને મળતી આવે છે".
હા કહું છું .... બધા શાંતિથી સાંભળજો અને મારા તરણ વિશે વિચારજો એમ કહી દીધી નીરુ સામે જોઈ ને બોલે છે;નીરુ તરંગ અને એનો મિત્ર તમે પેલા રૂમમાં લઇ ગયો ત્યારે એ શું બોલ્યો હતો?
"એણે મને કહ્યું કે જો તારે તારા આશિકને જીવતો જોવો હોય તો તારે પહેલા અમને મજા કરાવી પડશે અને પછી અમારા બોસને".
બસ મારે એ જ વાત ઉપર અત્યારે ચર્ચા કરવી છે.
"યસ દીદી આ તો જબરદસ્ત પ્રૂફ થઈ ગયું". રાજન ટેબલ પર ધીમી થાપલી મારતા બોલ્યો.
નીરુ , જય,પલક,અને ઋતુ તો કંઈ સમજ્યા ન હોઈ એમ દીદી અને રાજન તરફ જોતા રહી ગયા.
"ત્યાં જ જીજ્ઞાદીદી એ નીરુને કહ્યું.... કે આ બોસ વારી વાત તે ગગનને કહી હતી"?
"ના દીદી એ વખતે આ વાત યાદ જ ના આવી કે તરંગ કોઈના ઇશારે કામ કરે છે".
"ઓહ નો.... તો તો ગગન આ વાતથી સાવ અજાણ છે.જો તે ત્યારે આ વાત ગગનને કરી હોત તો ત્યારે જ કેસ કરીને એને પકડી લેવાત.પણ ખેર.રાજન, હવે આમાં શું કરી શકાય અને તું આ આખા મામલાને કંઈ રીતે જોવે છે એ કહે". આશાના એક તણખલાની જેમ જીજ્ઞાદીદી રાજન સામે જોઇને બોલ્યા.
"દીદી મને તો ગગન અને નીરુ બંનેમાં એક જ વ્યક્તિનો હાથ હોઈ એવું લાગે છે.અને ખાસ વાત તરંગ અને તેમાં મિત્ નું જો ખરેખર મોત થયું છે તો એનો અકસ્માત પણ કરાવવામાં જ આવ્યો હોય... એવું મારું માનવું છે.અને એ પણ પેલા બોસે જ".
એક મિનિટ તો તમને હજુ એવો શક છે કે તરંગ કદાચ હજુ જીવિત હોઇ? જયે રાજનને પૂછ્યું.
"હા હોઇ શકે.... પણ એતો તપાસને અંતે ખબર પડે કે એ જીવીત છે કે એનું પણ ખૂન કરાવ્યું છે".
"તો એ તપાસ કરાવવા માટે આપણે શું કરવું પડે"? નીરુ એ વચ્ચે જ પ્રશ્ન પૂછ્યો.
"એના માટે પહેલા કેસ કરવો પડે.કેસ કર્યા બાદ એ ઇન્સ્પેક્ટર કેવી રીતે તપાસ કરે એના ઉપર આધાર રાખે.વળી તમે જે એરિયામાં આ ઘટના બની એ જ એરિયના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો.માટે હું એમાં દખલ કરી શકું નહિ.પાછું આ બનાવ બન્યો એને પણ ચાર વર્ષ જેવો સમય થઈ ગયો ને વળી એને અને ગગનના કેસને સાથે જોવામાં પણ ના આવે. પણ હા જો ગગનના કેસની સીઆઇડી તપાસ કરવાની થાઈ તો આ કેસ ને પણ એમાં જોડી શકીએ.....પણ એના માટે સીઆઇડી તપાસ ચાલુ કરાવી થોડી મુશ્કેલ દેખાય છે".
"તો શું સર ગગન સરને આમ જ ગુનેગાર સાબિત થવા દેવાના. આપણે કઈ નહિ કરી શકીએ".પોતાની આંખના આંસુ લૂછતી નીરુ બોલી.
"કરી શકાય. પણ આપણી પાસે સમય ઓછો છે એટલે હું જે કહું એ થોડું અઘરું અને થોડું સામાજિક રીતે ખોટું પણ છે".જીજ્ઞા દીદી બધા સામે નજર નાખતા બોલ્યા.
"ગમે તેવું અઘરું હશે તો પણ અમે કરશું.... બસ તમે ખાલી કહો અમારે શું કરવાનું છે"?જય પોતાની જગ્યાએથી ઊભા થતો બોલ્યો.
"જય તું બેસ.એમ ઉતાવળ કર્યે નહિ ચાલે. જુવો હું જે કહું તે શાંતિ થી સાંભળો.અને પછી તમને જો યોગ્ય લાગે તો આગળ કંઇક વિચારીશું". એમ કહી જીજ્ઞા દીદી આખો પ્લાન સમજાવે છે. જેમ જેમ જીજ્ઞા દીદી બોલતા જાઈ છે તેમ તેમ બધાની ઉતેજના વધતી જાય છે.
છેવટે રાજન બોલ્યો;" દીદી આમાં તો ઘણું જોખમ જેવું દેખાય છે.જો વાત આપણે ધારીએ એ રીતે ના ચાલે તો ઉલ્ટાનું ગગન વિરૃદ્ધ બીજો કેસ પણ સબમિટ થાય. અને એ પણ હાલ જે પોલીસ સ્ટેશન માં છે ત્યાં જ.માટે જોખમ વધુ છે".
"રાજન જોખમ છે પણ આ સિવાય ગગનના કેસની સીઆઇડી તપાસ કરાવવી શક્ય પણ નથી ને. તો જોખમ ઉપાડવા સીવાય આપણી પાસે બીજો રસ્તો પણ નથી ને".
"હા દીદી એ વાત પણ સાચી..પણ આ જોખમી કાર્ય કરવા તૈયાર કોણ થાશે"?
"હું કરીશ.....આ... ...કામ...જો મારા સરને આમ કરવાથી નિર્દોષ છોડાવી શકાય તો હું ગમે તેવું જોખમી અને હલકું કામ પણ કરવા તૈયાર છું". આવેગ સાથે નીરુ બોલી....
"હા નીરુ પણ જો આપણી બાજી અવળી પડી તો તારી બદનામી પણ થશે..આવા બીજા જોખમ પણ છે માટે વિચારીને નિર્ણય કરજે".
"સર ગમે તેવું જોખમ હોય ને ભલે બદનામી થાય પણ ગગન સર માટે હું બધું સહન કરવા તૈયાર છું".નીરુ એક જ શ્વાસે બધું બોલી ગઈ.
ઓકે તો નીરુ તું તૈયાર છે એમ સમજુ હું. રાજન પોતાનો મોબાઈલ ખિસ્સામાં નાખતા બોલ્યો..
હા સર હું તૈયાર જ છું.....ને પછી જય સામે જોઈને બોલે છે .બરાબર ને જય.
હા નીરુ આપને ગગન સર માટે બધું કરવા તૈયાર જ છીએ.એમાં મને પૂછવાનું ના હોય ને.
વાહ સરસ.... તો હવે રાજન તું રાજને પૂછ કે ગગનના કેસની આગલી તારીખ ક્યારે છે?
ભલે દીદી...એમ કહી રાજન પોતાનો મોબાઈલ કાઢીને રાજને કોલ કરે છે.થોડી વાત કર્યા પછી કોલ કાપતા બોલ્યો પરમદિવસે જવાનું છે કોર્ટમાં.
ઓકે...તો હવે આપણે સીધા કોર્ટમાં મળીશું. જોઈએ આગળ શું થાય છે.અને હા રાજન સીઆઇડી તપાસ થાય તો તારે થોડી ઊંડાણ પૂર્વક ની તપાસ કરાવવી પડશે હો.
હા દીદી હું તૈયાર જ છું.બસ એકવાર આ કેસની સીઆઇડી તપાસ કરવાનો આદેશ આવી જાય એટલે પછી હું છું ને એ અપરાધીઓ છે કે જેમણે ગગનને ફસાવ્યો છે.
વેલ રાજન તારી પાસેથી મને આવીજ આશા હતી.તો મળીએ પરમદિવસે કોર્ટમાં. અને રાજને પણ આ બાબતની જાણ કરી દેજે એટલે એ પણ પૂર્ણ તૈયારી કરી ને આવે.
હા દીદી અહીંયાથી સીધો એની ઓફિસે જ જઈશ..
ઓકે સારું..અને હા નીરુ હું તને શીખવું એવું જ કોર્ટ માં બોલવાનું છે. જોઈએ પછી આગળ શું થાય છે.
ભલે દીદી તમે જેમ કહેશો એમ જ કરીશ.
અને હા નીરુ તમારું ગામ તો બહુ દૂર છે તો તમે બે દિવસ અહીંયા જ રોકાઈ જાવ તો સારું.
ભલે દીદી અમે અહીંયા જ રોકાઈએ. તમારો સહવાસ અમને અમારા સરના સહવાસ જેવો જ લાગે છે...
ઓકે સારું સારું.....ચાલો હવે બધા જમીને છૂટા પડીએ.અને હા ઋતુ અને પલક તમે પણ સમય મળ્યે આવતા રહેજો..
ભલે દીદી.....
બધા જમીને છૂટા પડ્યા......ને પોત પોતાના કામે લાગી ગયા.
આ તરફ રાજન રાજની ઓફિસે જાય છે ને જીજ્ઞા દીદીનો આખો પ્લાન સમજાવે છે.રાજ આ વાત સાંભળીને રાજી થઈ જાય છે ને કહે છે કે "જો આ સાચું પડ્યું તો સીઆઇડી તપાસ થશે જ અને એમાં આપણે સાચા ગુનેગાર ને પકડી શકીશું"!
"હા રાજ બસ હવે કોર્ટના સમય ની રાહ છે" ચાલ ત્યારે મળીએ પરમદિવસે....કોર્ટમાં...
હા રાજન હું બધી તૈયારી કરી લવ...પણ આ માટે એક બીજા વકીલને પણ તૈયાર કરવાનું કીધું છે ને જીજ્ઞા દીદી એ....તો એને પણ બધું સમજાવી દવ.
ઓકે ચલ ત્યારે તું તારા કામે લાગી જા હું મારા કામે લાગી જાવ.....
અને બંને મિત્રો છૂટા પડે છે.....
હવે બધાને કોર્ટના સમય ની રાહ છે.......

ક્રમશ::::

શું પ્લાન હશે જીજ્ઞા દીદી નો????????

શું આમાં સફળ થશે દીદી????????

શું ગગન ના કેશની સીઆઇડી તપાસ થશે??????

આ બધા પ્રશ્નો ના જવાબ માટે વાચતા રહો જીવન સંગ્રામ ૨ નું પ્રકરણ ૧૦..........

આપના પ્રતિભાવ ની રાહે...... રાજુ સર......