નમસ્તે મિત્રો? કેમ છો બધા. પાછળ ના ભાગ મા જોયુ કે અજય અને એની ફેમેલી ૩ મહિના પછી પરત ફરે છે અને મોહિત એના લગ્ન ની ખુશ ખબરી આપવા મિઠાઈ લઈને જાય છે . હવે જોઈએ આગળ.
અજય કંપનિ મા આવે છે ધરા પણ સાથે હોય છે કેમ કે અજયે ધરા ને કહ્યુ હોય છે કે એ એમનુ કામ પતાવી ને આવશે ત્યારે મોહિત ને એના અને ધરા ના લગ્ન ની વાત કરશે. અજય એની કેબિન મા જાય છે અને ધરા ને બહાર ફરવા માટે કહે છે અને મોહિત ને એના કેબિન મા બોલાવે છે ધરા કેબિન ની બહાર તો આવી જાય છે પણ એની ઉત્સુક્તા એટલી બધી હોય છે કે એ કશે જતી નથી અને કેબિન ના દરવાજે કાન દઈ વાતો સાંભળે છે.
મોહિત : ગુડમોર્નિંગ સર.
અજય : ગુડ મોર્નિંગ મોહિત આવ બેસ મારે એક વાત પણ કરવી છે બોવ જ ઈમ્પોર્ટન્ટ છે.
મોહિત : હા સર પણ વાત પછી કરજો પહેલા મોં મીઠુ કરો
અજય : અરે આ મિઠાઈ કઈ ખુશી મા ? બોવ સરસ છે , પણ આ મિઠાઈ આપવાનુ કારણ તો કહે?
મોહિત : સર મારા લગ્ન થઈ ગયા પણ તમારો કોઈ કોન્ટેક્ટ ના થઈ શક્યો એટલે તમારા માટે મિઠાઈ લઈને આવ્યો.
આ સાંભળી ધરા ના પગ નીચે થી જમીન ખસી ગઈ અને એ માથુ પકડી નીચે બેસી ગઈ. અજય પણ એકદમ શાંત થઈ ગયો કશુ જ બોલી ના શક્યો. મોહિતે અજય ને ટોક્યો.
મોહિત : અરે સર ક્યા ખોવાઈ ગયા.
અજય : કઈ નય પણ બસ એ જ વિચારુ છુ કે કાશ હુ તારા લગ્ન મા આવી શક્યો હોત.
મોહિત : હા સર મે બોવ પ્રયત્ન કર્યો તમને મેસેજ આપવાનો પણ તમારો કોન્ટેક્ટ ના થઈ શક્યો. પણ સર તમને શુ ઈમ્પોર્ટન્ટ વાત કરવા ની હતી?
અજય : મોહિત હવે આ વાત કરવાનો કોઈ અર્થ તો નથી પણ એક ભાઈ તરીકે હુ મજબુર છુ એટલે તને કહેવુ પડશે જો તુ એ વાત માની લઈશ તો તુ જે કહીશ એ કરીશ.
મોહિત : સર શુ વાત છે એવી તો કે તમે આટલા ટેન્શન મા લાગો છો?
અજય : મોહિત તને તો મારા ફેમિલિ વિશે બધુ જ ખબર છે. ધરા ને મે મારી બહેન નય પણ દિકરી ની જેમ મોટી કરી. એણે જે વસ્તુ પર હાથ મુક્યો જેની પણ માંગણી કરી એ એની માટે મે હાજર કરી, પણ હમણા એણે એવી વસ્તુ ની માંગણી કરી જે હુ હવે એની માટે નય લાવી શકુ.
મોહિત : અરે સર આ તમે શુ કહો છો તમે એ વસ્તુ લાવી ના શકો ? હુ નથી માનતો આપની પાસે તો એટલા રુપિયા છે કે આપ જે ચાહો ખરીદી શકો છો.
અજય : મોહિત હવે તને શુ કહુ ? ધરા એ જે વસ્તુ મારી પાસે માંગી છે એ છે તારો પ્રેમ અને જિંદગીભર નો સાથ.
મોહિત : સર આપ શુ કહો છો, મારા લગ્ન થઈ ગયા છે, અને હુ તો એક સામાન્ય માણસ છુ. મેડમ ને તો મારા કરતા વધારે સારો યુવાન મળી જશે. આમ પણ હુ મારી વાઈફ ને ખૂબ જ પ્રેમ કરુ છુ. એટલે હુ એને નય છોડી શકુ. આપ સમજી શકો છો સર! !
અજય : હુ સમજુ છુ પણ એક બહેન ના ભાઈ તરીકે હુ તને ઓફર આપુ છુ જો તને યોગ્ય લાગે તો, કહેજે.
મોહિત : સર મારા લગ્ન ને મારી વાઈફ વિશે કંઈ હોય તો હુ તમને ના જ કહુ છુ.
અજય : પહેલા મારી વાત સાંભળ ને પ઼છી મને જવાબ આપજે. જો હમણા તો હુ છુ કે તારા કામ થી અને તારા થી ખુશ છુ પણ મારા ગયા પછી કદાચ કોઈ બીજુ અહી આવે ત્યારે બધુ બદલાઈ જાય. તારી આટલી સેલેરી મા તુ શુ કરીશ? જો તુ તારી વાઈફ ને છોડી ને મારી બહેન સાથે લગ્ન કરે તો તને મારી પોસ્ટ આપી દઉ, એટલુ જ નહી મારો બંગલો ગાડી બધુ જ આપી દઉ. હુ અને રીના તો અમારા છોકરા પાસે જતા રહીશુ.
મોહિત : સર મારી વાઈફ એની સાથે કેટલા અરમાનો લઈને આવી છે, હુ એને નઈ છોડી શકુ. જો તમને મારી વાત નુ ખોટુ લાગે તો આપ મને નોકરી પર થી કાઢી શકો છો.
અજય : એની જરુર નથી મારે તુ શાંત થઈ ને વિચારજે જે મે તને કહ્યુ, તુ સમજદાર છે આજ ના જમાના પ્રમાણે તુ બ઼ધુ સમજી શકે છે.
મોહિત : સારુ સર હુ જાઉ?
અજય : હા જઈ શકે છે.
મોહિત જવા લાગ્યો એટલે ધરા તરત જ થોડી દૂર થઈ ગઈ મોહિત ના ગયા પછી ધરા વિચાર્યુ કે ખબર નય ભાઈ મને સાચુ કહેશે કે નય એ મને ખુબ જ વ્હાલ કરે છે. પણ હુ એમનુ મન નય તોડુ એમને ખબર જ નય પડવા દઉ કે મે બધુ સાંભળી લીધુ છે. પછી એ અંદર કેબીન મા જાય છે
ધરા : ભાઈ હુ આવી ગ઼ઈ તમને શુ થયુ આમ ઉદાસ કેમ છો
અજય : કંઈ નય ધરા જો મોહિત સાથે વાત કરી પણ મને જાણવા મળ્યુ કે એના તો લગ્ન થઈ ગયા છે. પણ તુ ચિંતા ના કરીશ મારી બહેન હુ કંઈ પણ કરીને એને મનાવી લઈશ.
ધરા : ભાઈ કોઈનુ ઘર તોડાવી ને હુ ખુશ રહી શકીશ.
અજય : રહેવા દે હુ તને ઓળખુ છુ એને તુ ભૂલી શકીશ અને તુ શાંતિ થી રહી શકીશ.
ધરા : ભાઈ હુ મારી જાત ને સંભાળી લઈશ.
અજય : મારે કશુ નથી સાંભળવુ હુ મારી જાતે અહી બધુ ઠીક કરી દઈશ. મોહિત ને મનાવી લઈશ અને એની વાઈફ ને પણ મનાવી લઈશ. બેઉ રાજી ખુશી થી છૂટા પડશે અને મોહિત તારી સાથે લગ્ન કરશે.
ધરા : પણ ભાઈ મારી વાત સાંભળો. . .
અજય : પણ બણ કઈ નય તુ હમણા થોડા દિવસ દુબઈ જતી રહે, હેત પાસે હુ અહી બધુ ઠીક કરીને તને બોલાવી લઈશ મારી પર વિશ્વાસ છે ને તને!
ધરા : મારી જાન કરતા પણ વધારે છે.
અજય : તો ઠીક છે તુ ઘરે જઈને તારો સામાન પેક કર હુ તારી ટિકિટ બૂક કરાવી દઉ છુ અને શાંતિ થી થોડા દિવસ દુબઈ મા એન્જોય કરી આવ.
ધરા : ઠીક છે ભાઈ જેવુ તમને યોગ્ય લાગે.
ધરા ઘરે જવા નીકળે છે. અજય એની ટિકિટ બૂક કરાવી ને નંબર ધરા ના મોબાઈલ પર મોકલી દે છે. પછી અજય મોહિત ના ઘર નુ સરનામુ શોધવા બધુ લિસ્ટ ખોલી ને બેસે છે અને મોહિત ના ઘર નુ સરનામુ શોધી ને મોહિત ના ઘરે જવા નીકળે છે. બધા ને પુછતા પુછતા મોહિત ના ઘરે પહોંચે છે. દરવાજો ખખડાવે છે શારદાબેન આવી ને દરવાજો ખોલે છે.
શારદાબેન : હા ભાઈ કોણ? કોનુ કામ છે?
અજય : આ મોહિત નુ ઘર છે ને?
શારદાબેન : હા પણ મોહિત હમણા ઘરે નથી નોકરી પર છે.
અજય : મને ખબર છે, જે કંપનિ મા મોહિત કામ કરે છે ને ત્યા નો હુ સાહેબ છુ, મારુ નામ અજય છે.
શારદાબેન : અરે અમારા ગરીબ ના ઘરે? આવો આવો અંદર આવો સાહેબ.
અજય ઘર મા જાય છે, શારદાબેન એને સોફા પર બેસવાનુ કહે છે અને પાણી લેવા જાય છે.
ક્રમશ : . . . . . . . . . . . . . . . . . . . . . . . .