Kya chhe ae ? - 10 - last part in Gujarati Moral Stories by Bhavisha R. Gokani books and stories PDF | ક્યાં છે એ? - 10 - છેલ્લો ભાગ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ક્યાં છે એ? - 10 - છેલ્લો ભાગ

ક્યા છે એ?

ભાગ: 10

“મારી માતાને આજે ખબર પડી કે મેં આવડો મોટો ગુનો કર્યો છે. તેને ખુબ જ દુ:ખ થયુ તેઓએ મને ખુબ જ ઠપકો આપ્યા બાદ મને એક વાત જણાવી. મારા પિતાના મૃત્યુ સમયે હું માત્ર પંદર વર્ષનો હતો અને મારી બહેન વીસ વર્ષની પિતાના મૃત્યુ બાદ મારી માતાને ખબર પડી કે મારી બહેન વિશ્વા કોઇ ખોટા ચક્કરમાં ફસાય ગઇ છે. તેની સાથે પ્રેમનુ નાટક કરનાર વ્યક્તિ તેને બ્લેક મેઇલ કરી રહ્યો હતો. આ મુશ્કેલીમાં વિશ્વા ડિપ્રેશનમાં સરી ગઇ. મારી માતા ભાંગી પડી. કોઇ એવુ ન હતુ જે આ મુસીબતની ઘડીમાં અમારી મદદ કરી શકે એવામાં જીતેશભાઇને અચાનક આ વાતની ખબર પડી. તેઓ એ વિશ્વાની મદદ કરી અને ગુનેગારને સજા અપાવી અને મારી બહેનના યોગ્ય ઘરમાં લગ્ન કરાવ્યા. અમારા ઘરની ઇજજત બચી રહે આ માટે જીતેશભાઇએ આ વાત છુપાવી રાખી મને પણ અત્યાર સુધી કાંઇ ખબર ન હતી. જીતેશભાઇએ મારા અને મારા પરિવાર માટે આટલુ કર્યુ અને મેં પૈસાની લાલચમાં આવીને...........” ફરીથી મિસ્ટર બક્ષી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. અક્ષિતે મિસ્ટર બક્ષીના બે હાથ પકડીને હળવેથી દબાવ્યા. ફરીથી આંસુ લુછીને મિસ્ટર બક્ષીએ કહ્યુ, “ઇશ્વરે મારા ગુનાની સજા મને આપી દીધી. મારી માતા આટલુ બોલીને............. ********

આંખો બળી રહી હતી છતાંય અક્ષિતને ઉંઘ આવતી ન હતી. સવાર પડવાની તૈયારી હતી છ્તાંય તેને યાદો પીછો છોડી નહોતી રહી. માતાની મનાઇ છતાંય કેવી રીતે સ્વાતિ સાથે લગ્ન કર્યા અને સ્વાતિ તેને સમજાવીને કેનેડા જોબની ઓફર સ્વીકારવા કહ્યુ. બધા દ્રશ્યો આંખ સામેથી પસાર જ થઇ રહ્યા હતા. યાદમાં અને યાદ અચાનક જ અક્ષિતને યાદ આવ્યુ કે ઉપર એક રૂમ બંધ છે. લગ્ન પહેલા તો મોટે ભાગે સ્ટોર રૂમ માટે તેનો ઉપયોગ કરતા હતા. લગ્ન બાદ જયારે તે કેનેડા ગયો ત્યાર બાદ તે બંધ રહેતો હતો. સ્વાતિ હમેંશા કહેતી કે તેની કોઇ નકામી વસ્તુઓ છે. ઘડિયાળમાં સવારના ચાર વાગ્યા હતા. અક્ષિત પથારીમાં બેઠો થયો અને ઉપરના રૂમ તરફ જવા લાગ્યો. દરવાજામાં તાળુ લાગેલુ હતુ. સ્વાતિની તીવ્ર હતી કે ચાવી શોધવાની કે કોઇને પુછવાની ધીરજ પણ તેનામાં ન હતી. તે ઓજારની પેટીમાંથી હથોડી લાવ્યો અને તાળા પર ઘા મારવા લાગ્યો. અવાજથી આવવાથી પ્રભુકાકા જાગી ગયા અને તે અક્ષિત પાસે આવ્યા ત્યાં સુધીમાં તો તાળુ તુટી ગયુ અને ખટાક કરતુ નીચે પડી ગયુ.

અંદર એકદમ અંધારુ હતુ. બારીની તડમાંથી આછો ઉજાસ આવી રહ્યો હતો. અક્ષિતે જેમ તેમ કરીને દિવાલ પર હાથ ફેરવીને સ્વીચ્ડ બોર્ડ શોધ્યો અને લાઇટ ઓન કરી. પ્રભુકાકા પણ તેની પાછળ પાછળ જવા લાગ્યા. લાઇટના અજવાસમાં અંદરનુ દ્રશ્ય જોઇ બંન્ને ચક્તિ બની ગયા.

કોઇ પ્રયોગશાળા જેવો અંદરનો નજારો હતો. પ્રયોગના અનેક સાધનો સ્ટેંડ પર ગોઠવેલા હતા અને કાચનો એક કબાટ પ્રયોગ સાધનોથી ભરેલો હતો અને નાનકડુ બુક શેફ હતુ જેમાં વિજ્ઞાનના અનેકવિધ પુસ્તકો ગોઠવેલા હતા.

થોડી વાર સુધી અક્ષિત અંદરનુ દ્રશ્ય જોતો જ રહ્યો.

“બેટા, તુ ફ્રેશ થઇને આ રૂમની તપાસ કરજે હું તારા માટે કોફી લાવુ છુ.” પ્રભુકાકાએ અક્ષિતના ખભે હાથ મુકતા કહ્યુ.

“કાકા, રાત્રે મને જરાય ઉંઘ જ આવી નથી. હું ફ્રેશ જ છુ. તમે કોફી લાવો. હું અહીં ચેક કરવા માંગુ છુ.” પ્રભુકાકા કોફી બનાવવા માટે ગયા. અક્ષિત રૂમની અંદર ગયો. તેને બધા સાધનો જોયા તે બધા વ્યસ્થિત રીતે સાફ કરીને ગોઠવેલા હતા. બુક શેફ પરથી એક પુસ્તક ઉઠાવ્યુ. ખુબ જ મોટુ આ પુસ્તક અવનવા પ્રયોગોથી ભરેલુ હતુ આવા અનેક પુસ્તકો હતા અને અમુક તો અલગ જ ભાષામાં લખાયેલા હતા. એકાદ બે પુસ્તક જોયા પરંતુ અક્ષિતને કાંઇ ટપ્પો પડ્યો નહિ. નાનકડા રૂમમાં બધુ વ્યસ્થિત ગોઠવેલુ હતુ. સ્વાતિ સાયન્સની સ્ટુડન્ટ હતી એટલે આ તેને જ બનાવેલી હશે. પરંતુ તેને અક્ષિતથી આ છુપાવ્યુ હતુ? અક્ષિતને સમજ આવતુ ન હતુ. પ્રભુકાકા કોફી લાવ્યા એટલે અક્ષિત એ રૂમમાં જ બેસીને કોફી પીધી. તેની નજર ચારે બાજુ ફરી રહી હતી. કાંઇ જ નજર આવતુ ન હતુ. સ્વાતિ આખરે કયાં હશે? તેની સાથે શુ થયુ હશે? અક્ષિતની આંખમાંથી આંસુ ટપકી ગયુ. સ્વાતિની યાદ આવતા અક્ષિત ઉભો થયો અને એક એક વસ્તુ ચેક કરવા લાગ્યો. ટેબલ પર ગોઠવેલા સાધનો અને કબાટના સાધનો ઝીણવટપુર્વક ચેક કર્યા પરંતુ ત્યાં કશુ દેખાયુ નહિ. ટેબલ, ખુરશી, કબાટ બધુ ઉપર નીચે વ્યસ્થિત ચેક કર્યા. પણ કાંઇ હતુ જ નહિ. રાતના ઉજાગરાના કારણે માથુ ભમી રહ્યુ હતુ અને શરીર પણ કામ કરતુ ન હતુ. સ્વાતિની યાદ એટલી તેજ હતી કે અત્યારે તેને થાક કે ઉજાગરો કાંઇ નજર આવતા ન હતા. તે બસ એક પછી એક બધુ ચેક કરવા લાગ્યો. તેને પુરી ખાતરી હતી કે આ રૂમમાંથી જરૂર કાંઇક મળશે. બધા પુસ્તકો કાઢીને જોવા લાગ્યો પણ ત્યાં પણ કાંઇ મળ્યુ નહિ. હવે કાંઇ જોવાનુ બાકી ન હતુ. તેને થોડી નિરાશા થઇ. પુસ્તકોને અસ્તવ્યસ્ત મુકીને તે ખુરશી પર માથે હાથ દઇને બેસી ગયો. તેની આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તે સ્વાતિ માટે કાંઇ પણ કરી શકતો ન હતો. શા માટે સ્વાતિની વાત માની તે કેનેડા ગયો? મનમાં ખુબ જ ગ્લાનિ થઇ આવી. “બેટા” પાછળથી પ્રભુકાકાએ ખભે હાથ મુકીને કહ્યુ. અક્ષિત ઉભો થઇને પ્રભુકાકાને વળગીને રડવા લાગ્યો “મારી સ્વાતિ ક્યાં હશે? મને છોડીને કેમ જતી રહી?” તે રડતા રડતા બોલી રહ્યો હતો. “બેટા, તુ નિરાશ થઇ જઇશ તો રસ્તો ક્યાંથી મળશે? આ સમયે હિમ્મત જ તારો હથિયાર છે.” “કાકા, દિવસે દિવસે મારી હિમ્મત ટુટી રહી છે. સ્વાતિ વિના મને ચેન પડતુ નથી અને તેને શોધવા માટે કોઇ રસ્તો જ દેખાતો નથી.” “બેટા, અંધારી ગલીમાં પહોંચી જ ગયા છે તો રોશનીનુ એક કિરણ શોધવુ જ રહ્યુ. જમવાનુ તૈયાર છે. થોડુ જમી લો. હું અહીં બધુ સાફ કરી ગોઠવુ છુ.” “કાકા, હું અહીં થોડી વાર આ રૂમમાં રહેવા માંગુ છુ. તમે બધુ ગોઠવી લો. હુ નિરાંતે જમી લઇશ.” અક્ષિતે સ્વસ્થ થવાનો પ્રયાસ કરતા કહ્યુ.

પ્રભુકાકા બુક શેલ્ફ સાફ કરીને તેમાં પુસ્તકો ગોઠવવા લાગ્યા. અક્ષિત મુક બની જોઇ રહ્યો હતો. અચાનક જ...........

પ્રભુકાકા પુસ્તકો ગોઠવી રહ્યા હતા તેમાંથી બે ત્રણ કવર નીચે પડ્યા. અક્ષિતે દોડીને કવર હાથમાં લઇ લીધા. પ્રભુકાકા પુસ્તક ટેબલ પર મુકીને અંદર જોવા લાગ્યા. તે પુસ્તક ન હતુ પરંતુ તેની અંદર અલગ અલગ ખાના હતા તેમાં કવર ગોઠવેલા હતા. અક્ષિતે નીચે પડેલા કવર અને તે પુસ્તક લઇ લીધુ. “કાકા, તમે બધા પુસ્તકો વ્યસ્થિત ચેક કરીને જોઇ લો. હું આ કવર ચેક કરુ છુ.” આટલુ બોલીને ખુરશી પર બેસી ગયો, ટેબલ પર પુસ્તક રાખીને તેને પહેલા અંદરથી બધા કવર કાઢી લીધા. પાંચ કવર હતા. બાકી બધા ખાના ખાલી હતા. અક્ષિતે તે પાંચ કવર હાથમાં લીધા તેમાં ખુબ જ જાડા કાગળ અંદર હોય તેમ ફુલેલા હતા. બધા જ કવર પર કોંફિડન્શિયલ લખેલુ હતુ. અક્ષિતે બહાર ચારે બાજુ કવરને ચેક કર્યા પરંતુ કોઇ સરનામુ કે બીજી કોઇ વિગત બહાર ન હતી. આથી અક્ષિતે એક કવર ખોલ્યુ અંદરથી પાંચ છ કાગળ બેવડા વાળેલા હતા. તેમાં કોઇ અલગ જ સાંકેતિક ભાષા હતી. બધા જ કાગળમાં સંકેતિક રીતે લખાયેલુ હતુ. અક્ષિતે બીજા ચાર કવર પણ ખોલીને જોયા બધા કવરમાં આવી જ રીતે સંકેતો આપીને લખાણ લખાયેલુ હતુ. જેમાં વચ્ચે પ્રયોગના સાધનો પર દોરેલા હતા. તે ધારી ધારીને બધા કાગળ ચેક કરવા લાગ્યો. તેને વિજ્યાનુ નામ વચ્ચે દેખાયુ. તે સીધો ઉભો થઇ ગયો, “કાકા, હું હમણા આવુ છુ.” બોલતા સીધો બધા કાગળો લઇને નીકળી ગયો. ગાડી લઇને વિજ્યાના ઘર તરફ નીકળી ગયો. “આ શુ છે? વિજ્યા” રસ્તામાં જ વિજ્યાને ઓફિસે કોલ કરીને બાજુના કોફી હાઉસ પર બોલાવી લીધી. તેની સામે કાગળો ધરીને અક્ષિતે પુછ્યુ. “શુ છે આ?” વિજ્યા અજાણ બનવાનો પ્રયાસ કર્યો. “વિજ્યા પ્લીઝ, સ્વાતિની જીંદગીનો સવાલ છે.” અક્ષિતે હાથ જોડીને કહ્યુ. અક્ષિતના દયામણા મોં સામે જોવાની વિજ્યાની હિમ્મત થતી ન હતી. તે નીચે જોઇને બોલી, “સોરી, અક્ષિત મેં તારાથી વાત છુપાવી છે અને સ્વાતિએ પણ.” “વોટ? શુ છુપાવ્યુ છે? પ્લીઝ જલ્દી બોલ.”

“આવી રીતે જાહેર સ્થળ પર હું કાંઇ જાણાવી ન શકુ. તુ મારા ફલેટ પર જા. આ ચાવી લે. તુ ત્યાં જા અને હું ઓફિસમાં રજા લઇને આવુ છુ.” અક્ષિતને પર્સમાંથી ચાવી આપતા કહ્યુ. ********** “આ શુ છે? યાર” વિજ્યા ઘરે આવી એટલે ડાયરેકટ અક્ષિતે પુછ્યુ. “આ એક સિક્રેટ મિશન છે. આ તો સ્વાતિની જીંદગીનો સવાલ છે નહિ તો આ વિશે કોઇને જણાવવાની મનાઇ છે.” “મનાઇ? એવુ તે કેવુ મિશન છે?” “આ સરકારનુ મિશન છે. હું અને સ્વાતિ તેમાં કામ કરીએ છીએ. સરકાર તરફથી સિક્રેટ પ્રયોગ અને શોધખોળ કરવાની ટીમમાં કામ કરીએ છીએ. કોઇ ખોટા અને આંત્કવાદી તત્ત્વોના હાથમાં આ વસ્તુ ન આવે તે માટે અમે છુપાયને કામ કરીએ છીએ. આજ સુધી સ્વાતિએ તને આ વાત કરી ન હતી.” “એટલે જ સ્વાતિ મુસીબતમાં છે.” અક્ષિતે ચિંતાથી કહ્યુ. “કદાચ, પહેલીવાર જયારે તે મન કહ્યુ ત્યારથી મેં મારી ટીમને કામ પર લગાવી છે અને કાલે સાંજે જ મને ઇમ્પોર્ટન માહિતી મળી છે. મારે આજે તને કોલ કરવાનો જ હતો પરંતુ તે પહેલા તુ આવી ગયો.” “શુ માહિતી મળી? સ્વાતિની કોઇ ખબર?” “હા, એક આતંકવાદી સંગઠન પોતાના ખરાબ ઇરાદા માટે સ્વાતિને કિડનેપ કરી છે અને કોઇને શંકા ન જાય તે માટે આત્મહત્યાની ચિઠ્ઠી અને નદીકાંઠે સ્કુટી રાખેલુ હતુ.” “ઓહ્હ, માય ગોડ. તો સ્વાતિ અત્યારે ક્યાં છે?”

“તેની બધી તપાસ અત્યારે ચાલુ જ છે. થોડા જ સમયમાં તેને છોડાવી લેવાશે.” “થોડા સમયમાં પણ ક્યારે? સ્વાતિ અત્યારે છે ક્યાં? મને તેઓના કોંટેક આપ પ્લીઝ.”

“કામ ડાઉન અક્ષિત યાર. તેઓ ખુબ મોટા લેવલ પર કામ કરે છે. થોડા જ સમયમાં સ્વાતિનો પત્તો લગાવી લેશે. હવે ચિંતા ન કર.” “ના પ્લીઝ હું પણ તેઓ સાથે વાત કરવા માંગુ છુ.” “ઓ.કે” સ્વાતિએ પોતાની ટીમને દિલ્લી ફોન જોડ્યો. ફોનમાં વાત કર્યા બાદ અક્ષિતને તેઓએ દિલ્લી બોલાવ્યો. અક્ષિત ફટાફટ જવા માટે નીકળી ગયો.

“મિસ્ટર, અક્ષિત આપકી વાઇફ કા પતા ચલ ગયા હૈ.” દિલ્લીમાં રહેલા ઓફિસર ચંદાવકરે કહ્યુ. “હા, પર વો કહા હૈ?”

“અક્ષિત, એ બધુ ધીરે ધીરે ખબર પડી જશે.” એક ગુજરાતી ભાષી ઓફિસર વિશાલ દવે એ કહ્યુ. ********* “વન, ટુ થ્રી, લાસ્ટ ચાન્સ છે તારી પાસે.” એક મોં પર કાળુ કપડું પહેરેલ વ્યક્તિએ ફરીથી કહ્યુ. છેલ્લા આટલા દિવસથી રોજ કોઇને કોઇ આવીને તેને આજ પ્રશ્ન જ પુછી રહ્યા હતા. સ્વાતિએ માર, અપમાન ઘણુ સહન કર્યુ પરંતુ મોંમાંથી એક શબ્દ પણ કાઢ્યો ન હતો. દેશની સુરક્ષાનો મામલો હતો. ભારત સરકાર તરફથી ઘણા સિક્રેટ પ્રયોગોની ટીમમાં તે સામેલ હતી અને તેના સિક્રેટ જાણવા માટે આ સંગઠને તેને અહીં કેદ રાખી હતી. હવે તે જાણતી હતી કે ચારે બાજુ બોમ્બ ગોઠવી દેવામાં આવ્યા છે તેની પાસે હવે થોડો જ સમય હતો કેટલો એ તેને પણ ખબર ન હતી. તે માણસ લોખંડનો તોંતિગ દરવાજો બંધ કરીને જતો રહ્યો. ચારે બાજુ અંધકાર છવાય ગયો. ટીક, ટીક અવાજ સિવાય કાંઇ સંભળાતુ ન હતુ. આટલા દિવસથી અંધારામાં રહીને તેની આંખો જોવા માટે ટેવાય ગઇ હતી. તેની જીંદગીની હવે થોડીક ક્ષણ જ બાકી રહી હતી. ******** “ઓફિસર્સ પ્લીઝ, આપણે જલ્દી જ પગલુ ભરવુ જોઇએ નહિ તો આપણે પછતાવુ પડશે.” અક્ષિતે કહ્યુ. “બસ ઓથોરેટીનો પરમિશન લેટર મળી જાય એટલે લિગલી પ્રોસેસ શરૂ થઇ શકે” વિશાલ દવે એ કહ્યુ. “વોટ? લીગલી? હું એકલો મારી સ્વાતિની તપાસ માટે નીકળી જાઉ છુ. તમે તમારી પરમિશનની વેઇટ કરો. મને બસ પ્રોપર એડ્રેસ આપી દ્યો.” “અમારા હાથ બંધાયેલા છે. તમે જઇ શકો છો. આ લો પણ ઇટસ વેરી ડેન્જર.” એક ચબરખી આપતા વિશાલે કહ્યુ. “મારી સ્વાતિ માટે ગમે તેટલો ખતરો લેવા માટે તૈયાર છુ. હુ નીકળુ છુ.” અક્ષિત ચબરખી લઇને નીકળી ગયો. તેને બહાર નીકળીને જોયુ. એડ્રેસ હિમાચલના પહાડી વિસ્તારના કોઇ ગામડાનુ હતુ. તેને દિલ્લીમાં રહેતા ખાસ મિત્ર સમીરને કોલ કરી એરપોર્ટ પર બોલાવી લીધો. તેની મુશ્કેલી જાણીને સમીર પણ તેની સાથે આવવા તૈયાર થઇ ગયો.

પહાડી વિસ્તારમાં બહુ મુશ્કેલીથી તેઓ સરનામાવાળા સ્થળે પહોંચ્યા. ગામથી દુર ચાલી ચાલી તેઓ આગળ જવા લાગ્યા દુર દુર ધુમાડાના ગોટા ગોટા દેખાતા હતા. જાણે કોઇ મોટો બ્લાસ્ટ થયો હોય. તેઓ થોડા આગળ ગયા તેમને સ્પષ્ટ દેખાવા લાગ્યુ. આગની જવાળાઓ ઉપર સુધી જતી હતી. ગરમી નજીક સુધી આવી રહી હતી. તેઓ હવે વધારે નજીક જઇ શકતા ન હતા. અક્ષિત માથા પર હાથ દઇને જમીન પર બેસી ગયો. “સ્વાતિ.............” મોટેથી બુમ પાડીને અક્ષિત રડવા લાગ્યો. તેના ખભા પર હાથ મુકીને સમીરે કહ્યુ, “કામ ડાઉન યાર, આમ જાણ્યા વિના એમ કેવી રીતે માની શકાય કે સ્વાતિભાભીને કાંઇ નુકશાન થયુ છે.” “અરે યાર એડ્રેસ મુજબ આ જ સ્થળ છે અને અત્યારે આની હાલત જોઇ ને તો.” “અક્ષિત એવુ પણ બની શકે તેઓ ભાભીને કોઇ બીજા સ્થળે લઇ ગયા હોય.” “અરે એવુ હોય તો તેઓ આવી રીતે બ્લાસ્ટ ન કરે. હવે કોઇ આશા નથી.” ********

“અક્ષિત, પ્લીઝ આવુ ન વિચાર.” “હવે વિચારવા માટે કાંઇ જ રહ્યુ નથી.” બંન્ને હાથથી આંસુ લુછીને જવાળા સામે દ્રઢતાથી જોતા કહ્યુ. તે ઉભો થયો અને આગળ ચાલવા લાગ્યો. “અક્ષિત યાર તુ શુ કરી રહ્યો છે? પાછળથી તેને પકડતા સમીરે કહ્યુ. “મને છોડી દે યાર સ્વાતિ વિના મારુ કોઇ નથી આ દુનિયામાં.” સમીરના હાથ છોડાવતા અક્ષિતે કહ્યુ તે આગળ જવા લાગ્યો. “અક્ષિત પ્લીઝ, મુર્ખામી ન કર.” સમીર તેની પાછળ જવા લાગ્યો અક્ષિત ઝડપથી આગળ જઇ રહ્યો હતો આથી સમીર તેને પકડી શકતો ન હતો. હવે ખુબ જ ગરમી લાગી રહી હતી છતાંય સમીર મિત્રનુ જીવન બચાવવા માટે તેની પાછળ જઇ રહ્યો હતો.

“અક્ષિતતત.” પાછળથી કોઇએ મોટેથી બુમ પાડી. અક્ષિત અને સમીર રોકાય ગયા અને પાછળ ફરીને જોયુ અને તેઓની આંખો પહોળી બની ગઇ. તેઓ દોડીને સ્વાતિ તરફ ગયા. સ્વાતિ પણ દોડીને અક્ષિત તરફ આવી સમીર અક્ષિતની પાછળ આવ્યો. અક્ષિતે સ્વાતિને બાહોમાં ભરી લીધી.

“સ્વાતિ, તુ કયા ચાલી ગઇ હતી? થેન્ક ગોડ કે તુ સુરક્ષિત છે.” “અક્ષિત, હવે કોઇ ખતરો નથી.”

“તેઓ બધા ક્યા છે જેણે તને કિડનેપ કરી હતી?” અક્ષિતે પુછ્યુ. “તેઓ બધા આ આગમાં બળી રહ્યા છે.” “અરે વાહ, પરંતુ આખી વાત જણાવ મને.” “કદાચ તને ખબર પડી ગઇ હશે કે હું અને વિજ્યા સરકારના એક સિક્રેટ મિશન પર કાર્ય કરી રહ્યા હતા. તેના માટે જ આ લોકો મને પકડીને અહીં લાવ્યા હતા. આટલા દિવસો સુધી મારા પર ખુબ જ ટોર્ચર કર્યુ પરંતુ હું કંઇ બોલી નહિ આથી તેઓએ બધે બોમ્બ ગોઠવી લીધા અને મને અંધારામાં પુરીને એક ખુરશી સાથે બાંધીને જતા રહ્યા. મારી પાસે થોડી જ ક્ષણો હતી. મેં હિમ્મતથી ઉભા થવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ખુબ જ કઠિન હતુ. આથી મેં ખુરશીને દિવાલ સાથે અથડાવાની ચાલુ કરી દીધી. ખુરશીનો પાયો તુટયો એટલે એકબાજુની દોરી સરકી ગઇ. માંડ માંડ કરીને ખુરશી ભાંગીને હું તેમાંથી ઉભી થઇ ગઇ. આટલા દિવસોમાં મેં દરવાજા પાસેનુ પોલાણ જોઇ લીધુ હતુ. આથી તેમાંથી રસ્તો કરીને હું સરકીને નીકળી ગયો. બહારનો મોટો દરવાજો બંધ હતો. હવે બહાર જવુ મુશ્કેલ હતુ. પરંતુ હું ખુણામાં સંતાઇ ગઇ. થોડી જ વારમાં તેઓ બધા દરવાજો ખોલીને અંદર આવ્યા અને તેઓ અંદરના રૂમમાં ગયા ત્યાં હુ પાછળથી નીકળી ગઇ. હવે મારે તેઓનો નાશ કરવો હતો. આથી બહારથી દરવાજો મેં બંધ કરી દીધો. તેઓ બહાર નીકળવા જાય તે પહેલા જ તેમના જ બિછાવેલા બોમ્બ ફુટવા લાગ્યા. હું દુર બહાર ગામ તરફ જવા લાગી. પરંતુ થોડે દુર જતા મને પરત આવવાનુ મન થયુ અને હું અહી આવી તો મેં તને આગ તરફ જતા જોયો.” “થેન્ક ગોડ તુ સુરક્ષિત છે.”અક્ષિતે ભગવાનનો આભાર માન્યો અને સ્વાતિને લઇને તે સુરત જવા નીકળી ગયો.

સમાપ્ત