Kya chhe ae ? - 8 in Gujarati Moral Stories by Bhavisha R. Gokani books and stories PDF | ક્યાં છે એ? - 8

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ક્યાં છે એ? - 8

ક્યા છે એ?

ભાગ : 8

કેરલા ધરતીનુ સ્વર્ગ. નાનપણમાં પિતાજી સાથે એક વખત ગયો હતો. ઉતરમાં હિમાલય અને દક્ષિણમાં કેરલા અક્ષિતની પ્રિય જગ્યા હતી. અને તેમાં પણ સ્વાતિ સાથે જવાનુ હતુ એટલે તુરંત જ હા પાડી દીધી હતી અને તે ટુરમાં જોડાય ગયો હતો. પરંતુ સ્વાતિ તો ન આવી. જરાય ગમતુ ન હતુ. વારંવાર બસમાંથી ઉતરી જવાનુ મન થતુ હતુ પરંતુ હિમ્મત થતી ન હતી. બધા ખુબ જ ખુશ હતા. હસી મજા અને કોલાહલ બસમાં કરી રહ્યા હતા. અક્ષિતને જરાય રસ પડતો ન હતો. અવિનાશ અને બકુલે તેની સાથે થોડી વાર મસ્તી કરી પરંતુ તેનો નિરાશાજનક પ્રતિભાવ જોઇ તેઓ પણ બીજા સાથે મજાક મસ્તી કરવા લાગ્યા. કોલાહલ વચ્ચે અક્ષિત એકલો બારીની બહાર જોઇ રહ્યો હતો. તેની નજર બહાર હતી પરંતુ મન સ્વાતિમાં ઘુમી રહ્યુ હતુ. કેમ ન આવી? શુ થયુ હશે? હવે દસ દિવસ પ્રવાસમાં કેમ કાઢવા? અનેક વિચારમાં અને વિચારમાં રાત ઢળવા લાગી. અનેક મિત્રોએ નાસ્તો ઓફર કર્યો પરંતુ ના પાડીને બધાથી દુર રહેવા આંખો બંધ કરીને બેસી ગયો. થોડીવારમાં કોલાહલ સમી ગયો. બધા થાકીને એક પછી એક સુવા લાગ્યા. બસની લાઇટ પણ ઓફ્ફ થઇ ગઇ. બહાર વરસાદ ચાલુ થઇ ગયો. બધાની બારી એક પછી એક બંધ થવા લાગી. અક્ષિતે પણ પોતાની બારી બંધ કરી દીધી. એકવાર બસ ઉભી રહી અક્ષિત ઉભો થઇ ગયો તે પરત જવા માંગતો હતો. ફરી હિમ્મત તુટી ગઇ અને ફરીથી સીટ પર બેસી ગયો. ઠંડા રાત્રિના વાતાવરણમાં આંખ ક્યારે મિચાય ગઇ તે ખબર પણ ન પડી. અચાનક જ એક મીઠા મધ જેવા ટહુકાથી તેની ઉંઘ ઉડી ગઇ, “હેલો, એવરીવન ગુડ મોર્નિગ.” અક્ષિતે આંખો ચોળીને સામે જોયુ. તેને પોતાની આંખ પર વિશ્વાસ ન આવ્યો. તે સપનુ તો ન હતુ. પોતાના હાથ પર ચિટલો ભરીને પણ જોયુ. ખરેખર સપનુ ન હતુ. બસ ઉભી રહી હતી અને બસ પર તેના સ્વપ્નની સુંદરી સ્વાતિ આવીને ઉભી હતી. “હેલો, ધીસ ઇઝ પુને હીઅર અવર ફ્સ્ટ હોલ્ડ.” “યે યે” બધાએ કારણ વિનાની ચિચયારી પાડી એટલે સ્વાતિ સાથે રહેલા કેતન સરે બધાને શાંત થવા ઇશારો કર્યો.

“અહીં બધાએ ફ્રેશ થઇને એક કલાકમાં નીકળી જવાનુ છે.” અક્ષિત ઝુમી ઉઠયો. સ્વાતિ, મેમ, સર અને વિજ્યા સાથે બસની બહાર નીકળી ત્યારે બધા એક પછી એક બસમાંથી ઉતરવા લાગ્યા ત્યારે સાથે અક્ષિત પણ ઉતરી ગયો. બહાર એક હોટેલ હતી. બધા ફ્રેશ થવા અને નાસ્તો ચા લેવા અલગ અલગ દિશામાં જવા લાગ્યા. કેટલાક વિદ્યાર્થીઓ સ્વાતિ અને સર વિજ્યા અને મેમને થોડા વિદ્યાર્થીઓ ઘેરી લીધા તેમાં અક્ષિત પણ એક હતો. “સર, તમે અમારી સાથે બસમાં ન આવ્યા?” રામે પુછ્યુ. “સ્વાતિ, તુ કેમ અલગ આવી?” સ્વાતિની મિત્ર લીસાએ પુછ્યુ. અક્ષિત પાછળ ઉભા ઉભા તેના પ્રત્યુતરની રાહ જોવા લાગ્યો. “એકચ્યુલી લાસ્ટ મોમેન્ટ પર ઘણા સ્ટુડન્ટસ જોઇન થયા એટલે નવી ટાવેરા બુક કરી તેમાં અમે લોકો બીજા સ્ટુડન્ટસ સાથે આવ્યા.” “હવે તુ અમારી બસમાં આવજે.” અક્ષિતના મનની વાત લીસાએ કહી દીધી. “યસ” સ્વાતિનો જવાબ સાંભળી અક્ષિત ખુશ થઇ ગયો. ખુશીમાં અને ખુશીમાં તે ફટાફટ તૈયાર થઇ ગયો. સ્વાતિ અને વિજ્યા બંન્ને બસમાં આવી ગયા. તેઓ પોતાના વર્તુળ લીસા, નવીન, સ્નેહલ સાથે બેસી ગયા. અક્ષિત સાથે સ્વાતિ ન હતી પરંતુ ખાલી બસમાં જ બેઠી હતી. તે જોઇને પણ અક્ષિત રાજી હતો.

“હાય, અક્ષિત” અચાનક કોઇ પાછળની સીટમાં આવીને બોલ્યુ. “હાય, સ્વાતિ.” સ્વાતિ સામેથી આવી તે જોઇને અક્ષિત હવા ઉડવા લાગ્યો. “હાઉ આર યુ?” “ફાઇન એન્ડ યુ?” “ઓલ્સો ફાઇન?” ટુર વિશે અને કેરલા વિષે બે કલાક સુધી સ્વાતિ સાથે ચર્ચા કરીને અક્ષિત ફ્રેશ થઇ ગયો. સ્વાતિ તેના બીજા મિત્રો પાસ્ર જતી રહી ત્યારે અક્ષિતને ખાલી ખાલી લાગવા લાગ્યુ. પરંતુ તે ખુશ બની ગયો હતો. તે પોતાના મિત્રો સાથે ચર્ચા અને મજાક મસ્તી કરવા લાગ્યો. *********** “જીતેશ, લંડન ટુર કેવી રહી?” સ્ટડી રૂમમાં જીતેશભાઇ પોતાની ફાઇલમાં કામમાં વ્યસ્ત હતા ત્યારે સગુણાબહેને આવીને પુછ્યુ. “મસ્ત પણ ટુર જેવુ કંઇ ન હતુ. બસ એક ખાસ મિટિંગ હતી.” ફાઇલમાં જ મોં રાખીને જીતેશભાઇએ રુખો સુખો પ્રત્યુતર આપ્યો. “તો મિટિંગ કેવી રહી?” “નાઇસ” જીતેશભાઇ પોતાના કામમાં મગ્ન હતા છતાંય તેને અણગમાંથી ટુંકાક્ષરી જવાબ આપ્યો. “સરસ, મારે આજે ખાસ વાત કરવી છે.” સગુણાબહેને કહ્યુ એટલે જીતેશભાઇએ ફાઇલમાંથી મોં ઉંચુ કરીને જોયુ. “બોલ શી વાત છે?” “અક્ષિત, માટે એક છોકરી જોઇ છે.” “વ્હોટ?” જીતેશભાઇએ આશ્ચર્યથી પુછ્યુ. “યસ, મારી સખીની દીકરી છે. હેતલ, ખુબ પૈસાવાળા છે અને છોકરી પણ સંસ્કારી છે.” “અરે કેવી વાત કરે છે? હજુ અક્ષિતની અભ્યાસની ઉંમર છે એમા અત્યારે તુ આવી વાત કયાં લાવી?” “તમે સમજતા નથી અત્યારે ખાલી સગાઇ કરી લઇએ. લગ્ન માટે ઉતાવળ થોડી છે. ભલે ને પછી બંન્ને અભ્યાસ કરતા. સારું ઠેકાણુ છે તો હાથમાંથી થોડુ જવા દેવાય.” “સગુ, અક્ષિત માટે હજારો આવા ઠેકાણા મળી જશે અને હેતલ સાથે નસીબ લખ્યા હશે તો તેની સાથે પણ લગ્ન થઇ જશે. અત્યારે કોઇ ઉતાવળ કરવાની જરૂર નથી.” “પણ એક વાર વિચાર તો કરો.” “પ્લીઝ, સગુ મારે અત્યારે બહુ જ કામ છે. આપણે નિરાંતે ચર્ચા કરીશુ અને તુ વિચાર કર. હજુ અક્ષિતની ઉંમર સગાઇ કે લગ્નની નથી. તેને હજુ ભણવા દે પોતાના સપનાની દિશામાં આગળ વધવા દે. બાકી આખી જીંદગી તેની પાસે છે. બે ત્રણ વર્ષ બાદ લગ્ન માટે વિચારીશુ.” આટલુ બોલીને જીતેશભાઇ પોતાના કામમાં લાગી ગયા. સગુણાબહેન વાત કરવા માંગતા હતા પરંતુ જીતેશભાઇ ફોનમાં વાત કરવા લાગ્યા એટલે સગુણાબહેન સ્ટડી રૂમમાંથી બહાર નીકળી ગયા. “તમે ગમે તે કહો. હુ તો અક્ષિત અને હેતલના લગ્ન કરાવીને જ રહીશ.” સગુણાબહેન મનમાં વિચારવા લાગ્યા. આખરે કેરલા પહોંચી જ ગયા. બસનો થાક કુદરતી સૌદર્ય જોઇને ઉતરી ગયો. રાત પડી ચુકી હતી અને બધાને ખુબ જ ભુખ લાગી હતી. અગાઉથી હોટેલ બુક કરાવી રાખી હતી. હોટેલ “સુપર હિલ” તેમાં બધા સૌ સૌ ના રૂમમાં ફ્રેશ થવા માટે ગયા. કુદરતી વાતાવરણમાં ઠંડી ઠંડી હવા વચ્ચે થોડી જ વારમાં બધા રિચાર્જ થઇ ગયા.

અક્ષિતના કિસ્મત તેની સાથે જ હતા. તેના રૂમની સામે જ સ્વાતિનો રૂમ હતો. ફ્રેશ થયા બાદ ખુબ જ ભુખ લાગી હતી. સીધા બધા નીચે રેસ્ટોરન્ટમાં જમવા માટે એકઠા થઇ ગયા. ચાર મિત્રોના ટેબલ વચ્ચે ભાત, ઇડલી, પાયસમ, અનેક ચટણીઓ અને નાળિયેલના તેલમાં બનાવેલ અનેક વાનગીઓનો અલગ સ્વાદ હતો છતાંય અક્ષિતને ખુબ જ ભુખ લાગી હતી આથી તે ફટાફટ જમવા લાગ્યો. બધા જ જમતા હતા ત્યારે કેતન સરે જાહેરાત કરી કે કાલે સવારે વહેલા ચાર વાગ્યે બધાએ હોટેલના હોલમાં એકઠા થવાનુ છે. ચાર વાગ્યાનુ નામ સાંભળીને ઘણાના નિ:સાસા નીકળી ગયા. જમીને થાક ઉતારવા બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા સ્વાતિ પણ પોતાના રૂમમાં પોતાની સખીઓ સાથે જતી રહી આથી અક્ષિત પણ સ્વાતિ વિશે વિચારતા વિચારતા ઉંઘી ગયો અને એલાર્મ મુકતા તે ચારે મિત્રો ભુલી ગયા.

દરવાજા પર જોરદાર ખખડાટ થયો ત્યારે અક્ષિત અને તેના ત્રણેય મિત્રો અવિનાશ, બકુલ અને ચેતનની ઉંઘ ઉડી. બકુલે દરવાજો ખોલ્યો, “ચાર વાગ્યામાં દસ જ મિનિટની વાર છે તમે હજુ ઉઠયા નથી. જલ્દી જાગો. સર નીચે વેઇટ કરી રહ્યા છે. જલ્દી નીચે આવો.” વિજ્યાએ કહ્યુ. “ઓ.કે.” ફટાફટ બકુલે દરવાજો બંધ કરી દીધો. બધાએ ઘડિયાળ સામે જોયુ અને મોતિયા મરી ગયા. એક બાથરૂમમાં ફટાફટ બે બે જણાએ પાણી રેડીને જલ્દી જલ્દી નાહી લીધુ. તો પણ નીચે ગયા ત્યારે ચાર અને તેર થઇ ચુકી હતી. અક્ષિત અને તેના મિત્રોને તો ડર હતો કે સર ખુબ જ ખિજાશે પરંતુ તેના જેવા બીજા બે ત્રણ વિદ્યાર્થીઓ દોડી દોડીને હોલમાં આવી રહ્યા હતા. ચાર વાગ્યે એકઠા થવાનુ હતુ અને ચારને પંદર મિનિટે બધા એકઠા થઇ ગયા હતા. સ્વાતિ લાઇટ પર્પલ કલરનુ ટોપ અને બ્લેક જિન્સ પહેરીને સ્ટેજ પર ઉભી થઇ ત્યારે અક્ષિતની નજર ચોંટી ગઇ.

“હેલો એવરીવન, ગુડ મોર્નિગ આઇ ક્નો બધા થાકી ગયા છે પરંતુ આપણે વધારે જ્ગ્યા પર ફરવા જવાનુ છે એટલે આરામ ઓછો મળશે. આજે આપણે આ કાસારાગોડ સીટી બપોર સુધી ફરી લેવાનુ છે. બપોર બાદ આપણે નીકળી જવાનુ છે. બહાર બસ રેડી જ છે ચાલો ત્યારે એનજોય” બધાએ સાથે એંજોય બોલીને બહાર નીકળી ગયા.

કેરલા હવામાન ખુશનુમા હતુ. સૌ પ્રથમ તેઓ બેકલ ફોર્ટ ગયા અને રાનીપુરમ્, કોટનચેરી હિલ્સ, અન્ંથપુરા લેક ટેમ્પલ જેવી અનેક જગ્યાઓ પર તેઓ ફર્યા. નાળિયેળીના ઉંચા ઉંચા વૃક્ષો, દરિયાકાંઠો અને ઉટી જેવુ હિલ સ્ટેશન રાનીપુરમ ફરવામાં બપોરના બદલે સાંજ પડી અને ફટાફટ તેઓ મુન્નાર જવા માટે નીકળી ગયા. રસ્તામાં ચારે તરફ હરિયાળી જોઇને મન મોહી રહ્યુ હતુ. કેરલા એક વાર ગયા બાદ ત્યાં વસી જવાનુ મન થઇ જાય. બધા નૈસર્ગિક સૌદર્યની જ વાત કરી રહ્યા હતા. અચાનક જ વાતાવરણ પલટવા લાગ્યુ અને કાળા કાળા વાદળા ઘેરાવા લાગ્યા. ઓકટોબર મહિનામાં ગુજરાતમાં ચોમાસુ વિદાય લઇ લે છે પરંતુ કેરલામાં તો નવેમ્બર સુધી લાંબુ ચાલે છે. વાદળનો ગગડાટ સંભળાવા લાગ્યો. થોડી જ વારમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો. વરસાદ તેનુ બિહામણુ રૂપ પકડવા લાગ્યો. બસ પણ માંડ ધીરે ધીરે ચાલી રહી હતી. પરંતુ બધાને આનો ખુબ જ આનંદ આવી રહ્યો હતો.

“વાહ, વોટ અ બ્યુટીફુલ વેધર ના” સ્વાતિ ફરીથી અક્ષિતની બાજુવાળી સીટ પર બેસતા કહ્યુ. “હા, આટલો ધોધમાર વરસાદનો પણ પોતાનો આનંદ છે.” “જીંદગી આવી જ ખુશી અને ગમ આવે ત્યારે ધોધમાર આવે છે. પોતાની અસર છોડી જાય છે.” “વાહ નાઇસ ફિલોસોફી.” “કેન વી બિકેમ ફ્રેન્ડસ?” સ્વાતિએ સામેથી હાથ લંબાવ્યો એટલે અક્ષિત આનંદથી ઝુમી ઉઠ્યો તેને પણ શેક હેન્ડ કરતા કહ્યુ,

“આપણે વીકલી મિટિંગમાં મળીએ છીએ અને રવિવારે સાથે એકસરસાઇઝ કરીએ છીએ, તો આપણે ફ્રેન્ડસ ન હતા?” સ્વાતિ હસી પડી. “હા, ફ્ર્રેન્ડ તો હતા પણ હવે થોડા ક્લોસ ફ્રેન્ડ બની જઇએ.” “વાહ, ગ્રેઇટ. તમારા જેવી બ્યુટીફુલ અને સ્માર્ટ અને એકસ્ટ્રા ઇન્ટેલિજન્ટ છોકરી મિત્રતા મળે તો મારા અહોભાગ્ય બની જશે.” “ઓહ્હ્હ,” સ્વાતિ ખખડાટ હસી પડી. બંન્ને ને આમ હસતા વાતો કરતા જોઇને અવિનાશ અને બકુલ મુછમાં ખુશ થઇ રહ્યા હતા અને અડધાથી વધારે બસના છોકરા સળગી રહ્યા હતા. અચાનક જ બસ ઝાટકા સાથે ઉભી રહી ગઇ. બધાને આગળ તરફ ધક્કો લાગ્યો.

“શુ થયુ? શુ થયુ?” બધા એક સાથે બોલી ઉઠ્યા.

અચાનક બસ કેમ ઉભી રહી ગઇ. બધા કોઇ મુસીબતમાં તો ફસાય ચુક્યા નથી ને? જાણવા માટે આગળ વાંચતા રહો.…