Kya chhe ae ? - 7 in Gujarati Moral Stories by Bhavisha R. Gokani books and stories PDF | ક્યાં છે એ? - 7

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ક્યાં છે એ? - 7

ક્યાં છે એ?

ભાગ : 7

“ઓહ્હ માય ગોડ, અક્ષિત” “શુ થયુ બક્ષી અંકલ?” અક્ષિત સવારમાં ઓફિસમાં આવ્યો અને તેને કેબિનમાં જોયા બાદ મેનેજર સરીન બક્ષીએ નિસાસો નાખ્યો એટલે અક્ષિતે પુછ્યુ. “આજે બપોરે બહુ જ ઇમ્પોર્ટેન મિટિંગ છે અને લાગે છે જીતેશભાઇ ભુલી ગયા અને લંડન જતા રહ્યા. હવે શુ કરીશુ?” “ઇમ્પોર્ટન મિટિંગ?” અક્ષિતે આશ્ચર્યથી પુછ્યુ. “હા, આજે બરઝર કંપની સાથે મોટા ડીલ માટે મિટિંગ છે.” “વ્હોટ?” “યસ, અક્ષિત આ ખુબ જ ઇમ્પોર્ટન મિટિંગ છે. આપણે એક નવી પ્રોડકટ શરૂ કરી રહ્યા છે. કોસ્મેટિક પ્રોટકટ તેના રો મટીરીયલ્સ જેટલા ઓછા ભાવે મળી શકે તેટલુ આપણા માટે સારૂ. તેના માટે ત્રણ ડીલર સાથે આપણી મિટિંગ છે. પ્રેઝંટેશન અને બધુ મેં રેડ્ડી કરી રાખ્યુ છે. પરંતુ સર વિના મિટિંગ કોણ એટેન્ડ કરશે.” બક્ષી અંકલની વાત સાંભળીને અક્ષિતને પરસેવો વળવા લાગ્યો. બારી જોરદારથી અથડાય બક્ષી અંકલ બારી બંધ કરવા ગયા. જોરદાર વરસાદ તુટી પડ્યો. અક્ષિતને વરસાદના અવાજમાં પોતાની નજર સામે સ્વાતિ વરસાદમાં નહાતી દેખાયી. ********** વરસાદનો પ્રકોપ ધીરેધીરે વધવા લાગ્યો. આજે સવારથી વરસાદ ચાલુ હતો એટલે કોલેજ પર જ ઓછા વિદ્યાર્થીઓ આવ્યા હતા અને બપોર થતા મોટાભાગના ઘરે જતા રહ્યા હતા. છતાંય સ્વાતિ અને વિજ્યાએ પોતાની મિટિંગ ચાલુ રાખી હતી. ખાલી ત્રણ જ વિદ્યાર્થી હાજર હતા. તેઓને વિજ્યા સમજાવતી હતી અને બધા સાથે ચર્ચા કરી રહી હતી. સ્વાતિ આજે ચુપ ચુપ હતી. તેને આજે પોતાના પ્રિય ધોધમાર વરસાદ વચ્ચે પણ સુનકાર લાગી રહ્યો હતો. જરાય ગમતુ ન હતુ. તેને શુ થઇ રહ્યુ હતુ? તેની નજર કોને શોધી રહી હતી? **********

“પપ્પા, આઇ કાન્ટ?” જીતેશભાઇ ક્યારના ફોન પર અક્ષિતને મિટિંગ હેન્ડલ કરવા માટે સમજાવી રહ્યા હતા. અક્ષિતને આત્મવિશ્વાસ જ નહોતો આવતો. “બેટા, બધુ તૈયાર જ છે અને સરીન તારી સાથે છે ને મારા મગજમાંથી જ નીકળી ગયુ નહિ તો હું કામ પતાવી ને જ નીકળત. સ્પેશલ જર્મની અને રશિયાથી ડીલર આવી રહ્યા છે. આપણે આમ એન્ડ ટાઇમ પર મિંટિગ કેન્સલ કે પ્રોસ્ટપોન્ડ ન કરી શકીએ. આપણી પ્રેસ્ટિજ પર ખુબ જ ખરાબ અસર પડે અને આટલો જલ્દી હુ પરત પણ ન આવી શકુ, બેટા.” “પણ પપ્પા આવી રીતે વિદેશના ડીલર સાથે હુ કેમ? નો નો મને ખુબ જ ડર લાગે છે.” “બેટા, આ તારા માટે ખુબ મોટી તક છે. જીંદગીમાં આ અનુભવ તને જીવનમાં ખુબ જ કામ આવશે. મને તારા પર વિશ્વાસ છે. યુ કેન ડુ ઇટ.” “બટ, પપ્પા.” “બેટા અહી પણ મારે ખુબ મહત્વની મિટિંગ છે. તુ સરીન સાથે બધુ ડીસકસ કરીને બે વાગ્યે મિટિંગ હેંડલ કરી લેજે. ચલ બાય.” ફોન કપાઇ ગયો. હાથમાં ફોન રાખીને તે સોફા પર ફસડાય પડ્યો. બિઝનેશમાં ઘણો બધો અભ્યાસ કર્યો હતો. પરંતુ જ્યારે આવી કરોડોની મિટિંગ હેન્ડલ કરવાની આવી ત્યારે બધુ છુ થઇ ગયુ અને પગ ધ્રુજવા લાગ્યા. બિચારા સરીન અંકલ પણ ભારે ટેન્શનમાં આવીને પોતાની કેબિન પર મિટિંગની તૈયારી કરી રહ્યા હતા.

સોફા પર માથુ ટેકવીને આંખો બંધ કરીને અક્ષિત ભગવાનનુ નામ લેવા લાગ્યો. બસ હવે ત્રણ જ કલાક તેની પાસે હતી. આજે નવા પ્લાન્ટની સંપુર્ણ જવાબદારી તેના શિરે હતી. “જીંદગીમાં દરેક કામ કરવા માટે આત્મવિશ્વાસની ખુબ જ જરુરત છે. કોઇ પણ કાર્ય માટે આવડતથી પણ વધારે હકારાત્મક વિચારની વધારે જરુર હોય છે. હકારાત્મકતા જ્યા છે ત્યાં હારને સ્થાન જ નથી.” સ્વાતિના શબ્દો તેના કાનમાં ગુંજવા લાગ્યા. તે સોફા પરથી ઉભો થઇ ગયો. ******************

“કોસ્મેટિક લેડીસની બેઝિક નીડઝ છે. બજારમાં અત્યારે મળતી હાર્મફુલ પ્રોડટકસથી તેની નેગેટિગ ઇમેજ પણ પડે છે. લોકો પ્રોટકટ બદલતા રહે છે. પરંતુ અમે હાર્મલેસ પ્રોટકટ બનાવવા માટે પ્રયાસ કરીશુ. તેના માટે અમારી પાસે પરફેકટ પ્લાન છે. જો તમે અમને રો મટીરીયલ્સ સ્પ્લાય કરશો. તો આપણે બધાને લાર્જ પ્રોફિટ થશે.” અવિરત રીતે દોઢ કલાસ સુધી અક્ષિતની સ્પીચ ચાલી. સરીન બક્ષીએ પણ પોતાની રીતે ડીલરને સમજ આપી. બે કલાક બાદ પેંકિગ, ડિઝાનિંગ અને બેઝિક મટીરીયલ્સના ડીલર ઇમ્પ્રેસ થઇને નીકળ્યા અને સાંજ પહેલા તો તેનો યસ માટેનો જવાબ પણ આવી ગયો. કોઇ જાતના બિઝનેશના અનુભવ વિના પહેલી ઇમ્પોર્ટન મિટિંગ અક્ષિત માટે સકશેસફુલ રહી હતી. તે સાંજે ખુશ થઇને સુઇ ગયો. ************** “અક્ષિત, અક્ષિત” મીઠો મીઠો રણકો અક્ષિતના કાનમાં ગુંજતા અક્ષિતે આંખો ખોલી. નાઇટલેમ્પના આછા અજવાસમાં અપ્સરા સફેદ પંજાબી ડ્રેસ અને બાંધણી ઓઢણી ઓઢીને તેની સામે ઉભી હતી. અક્ષિતને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવતો. તે આંખો ચોળતો પથારીમાં બેઠો થઇ ગયો. બાજુમાં રહેલી સ્વીચ ઓન કરીને અક્ષિતે ધારી ધારીને જોયુ. સ્વાતિ જ હતી. તે આવીને બેડની કિનારી પર બેસી ગઇ. “અક્ષિત, આજે કેમ કોલેજ પર ન આવ્યો. તારા વિના મને જરાય ચેન નહોતુ પડતુ. આજે મને પ્રેમની પરિભાષા સમજાય યાર. આઇ લવ યુ યાર.” સ્વાતિ રાત્રે તેના ઘરે આવીને પ્રપોઝ કરી રહી હતી. અક્ષિતને પોતાના કાન પર વિશ્વાસ જ નહોતો આવતો.

“અક્ષિત, કાલે કોલેજ પર જરૂર આવજે ત્યાં વાત કરીશુ. બાય.” આટલુ બોલીને તે રૂમની બહાર દોડતી નીકળી ગઇ. તેને કાંઇ બોલવાનો મોકો પણ ન મળ્યો તે માથુ ખંજવાળતો બેઠો રહ્યો. આખા દિવસના થાક બાદ સવારે સાત વાગ્યે માંડ અક્ષિતની ઉંઘ ઉડી. તેને પોતાનુ મીઠુ સ્વપ્ન યાદ આવી ગયુ. આજે ગમે તે થાય થોડી વાર માટે તો કોલેજ પર જવુ જ છે. તેને તુરંત જ મેનેજર સરીન બક્ષીને ફોન કરી દીધો. તે ઓફિસ પર લેઇટ આવશે. તે ફટાફટ તૈયાર થઇને કોલેજ જવા માટે નીકળી ગયો. “ઓહ માય ગોડ” સ્વાતિ જોતા તેને પોતાની આંખ પર વિશ્વાસ જ ન આવ્યો. એ જ સફેદ ડ્રેસ અને બાંધણીની ઓઢણી. તે આંખો ચોળતા ચોળતા અનેકવાર જોયુ ત્યાં તો તેણી પોતાના ક્લાસમાં જતી રહી. પાછળથી અચાનક તેના ખભા પર જોરથી કોઇએ ધબ્બો માર્યો. અક્ષિતે પાછળ ફરીને જોયુ. અવિનાશ અને બકુલ તેની સામે જોઇને હસી રહ્યા હતા. “ભાઇ, ભાઇ શુ વાત છે?” અવિનાશે હસતા હસતા કહ્યુ. “લે, શેની વાત દોસ્ત?” અક્ષિતે આશ્ચર્યથી પુછ્યુ. “અરે વાહ, બીડુ મસ્ત એકટિંગ કરી લે છે. તારે તો હોલીવુડમાં ટ્રાય કરવુ જોઇએ.” બકુલે મસ્તી કરતા કહ્યુ. “તમે લોકો શુ વાત કરો છો? મને કાંઇ સમજાતુ નથી. જરા ચોખવટ કરો તો કાંઇક કહુ.” “ભાભીની વાત કરીએ છીએ યાર. કમ ઓન વી આર ફ્રેન્ડસ. આપણી દોસ્તીમાં છુપાવવાનુ ન હોય. બોલ લવ સ્ટોરી ક્યાં પહોંચી છે?”અવિનાશે હસતા હસતા અક્ષિતના પેટ પર ગલગલિયા કરતા કહ્યુ. અક્ષિતને લાગ્યુ કે તેની આંખો દુનિયા વાંચવા લાગી છે. હવે છુપાવવાનો કોઇ અર્થ નથી. “ચાલો કેંટિનમાં નિરાંતે કહુ.” બંન્નેના ખભા પર એક એક હાથ રાખીને કેન્ટિન તરફ અક્ષિત જવા લાગ્યો. **************** “ગ્રેટ, વન સાઇડ લવ. ઓહ્હ બ્રધર” અવિનાશે અક્ષિતની પ્રેમ કહાની સાંભળી કહ્યુ. “અક્ષિત, યાર આજના યુગમાં છોકરાઓ આટલા સમયમાં દસ છોકરીઓ ફેરવી લે અને તુ એકને પ્રપોઝ કરતા ડરે છે.” બકુલે કહ્યુ. “શુ કરુ દોસ્તો. એ સામે આવે છે ત્યારે બધી હિમ્મત ગાયબ થઇ જાય છે અને પગ પાણી પાણી થઇ જાય છે.” “ફટુ, એમાં આટલો ડર શેનો? ઝટ કહી દેવાનુ આઇ લવ યુ. એકસેપ્ટ કરે તો ઠીક નહિ તો ટ્રુ લવ હોય તો તેને ગમે ત્યારે એકસેપ્ટ કરવુ જ પડશે.” બંન્ને હસવા લાગ્યા. ***************** કોલેજમાંથી જલ્દી અક્ષિત ઓફિસ માટે નીકળી ગયો. આજે ઓફિસમાં ખાસ કામ નહોતુ. સરીન બક્ષી નવા પ્લાન્ટના કામ માટે વ્યસ્ત હતા. અક્ષિત માટે ખાસ કામ નહોતુ. તેને તો ચારે બાજુ નજર સમક્ષ સ્વાતિ જ દેખાતી હતી. તે રાત્રે વહેલા ઘરે આવી ગયો. હવે ગમે તે થાય સ્વાતિને પ્રપોઝ કરવુ જ છે. વિચારમાં અને વિચારમાં મોડી રાત સુધી તેને ઉંઘ જ ન આવી. સવારે માંડ કોલેજ માટે ઉઠાયુ. ************

ખુબ જ લેઇટ થઇ ગયુ હતુ. અક્ષિત દોડીને પોતાના ક્લાસમાં ગયો ત્યાં તો કોઇ નહોતુ તે પોતાની સીટ પર બેસવા જતો હતો ત્યાં તેની ક્લાસ મેટ રૂપલ આવી. “અક્ષિત અહીં નહિ ચાલ કોન્ફરન્સ હોલમાં જલ્દી.” રૂપલ બોલીને દોડતી જતી રહી અને અક્ષિત પણ પાછળ દોડીને જતો રહ્યો. હોલમાં મોટાભાગની સીટ ભરાય ગઇ હતી. પાછળની રો માં ઘણી જગ્યા હતી. વચ્ચે એકલ દોકલ સીટ શોધવા કરતા અક્ષિત પાછળ જતો રહ્યો. સીટમાં બેસવા જતો હતો ત્યાં જ બાજુમાં પહેલી બંન્ને ચકલીઓ બાજુમાં દેખાઇ. આજે તો તેની બાજુમાં બેસવુ જ નથી એમ વિચારતા બીજી સીટ શોધવા જતો હતો ત્યાં બંન્નેને કોઇ બહેનપણીએ બોલાવતા બંન્ને સીટ છોડીને જતી રહી અને અક્ષિતને હાશ થઇ અને તે આરામથી સીટ પર બેસી ગયો. “વેલકમ ઓલ સ્ટુડન્ટસ.” પ્રિન્સિપાલ સરે આવીને કહ્યુ ત્યાં તો અક્ષિતને કાનમાં ખુબ જ ભણકારા વાગ્યા. તેને પાછળ ફરીને જોયુ તો સ્પીકર તેના કાનમાં સાવ નજીક જ હતુ. તે બે ત્રણ સીટ ખસી ગયો. તો પણ અવાજ ખુબ જ આવી રહ્યો હતો. “આપણે ગઇ કાલે વાત કરી તે બાબતે તમે લોકોએ વિચાર્યુ હશે. જે કોઇ ઇન્ટ્રેસ હોય તે દસ દિવસમાં નામ લખાવી દે.” પ્રિંસિપાલ વાત કરી રહ્યા હતા તેમાં અક્ષિતને કાંઇ સુઝ નહોતી પડતી કારણ કે તેના ગઇકાલે ગયા બાદ પ્રિંસિપાલે બધી વાત કરી હતી. હવે તો આગળ બધુ સાંભળતા સમજ ન પડે તો મિત્રો પાસે બધુ જાણી લેશે. “આપણી ટુર આપણી કોલેજના ઇવેન્ટ મેનેજર ધારા મિસ અને પ્રોફેસર કેતન શાહ હેન્ડલ કરશે અને સાથે કોલેજ જી. એમ. સ્વાતિ અને વિજ્યા પણ રહેશે.” સ્વાતિનુ નામ સાંભળતા અક્ષિતને આગળનુ કાંઇ સંભળાયુ નહિ અને તે સ્વાતિ સાથે ટુર પર જવાના વિચારથી ખુશ થવા લાગ્યો. પ્રોફેસરે બધી જ્ગ્યાઓ અને બીજી વિગતો વિશે કહ્યુ પરંતુ તે બધી જગ્યાઓ પર સ્વાતિ સાથે ફરવા અનેક વિચારો અક્ષિતના મગજમાં ઘુમવા લાગ્યા. **************** વીસ દિવસ વિતતા વાર પણ ન લાગી. ટુરનો દિવસ આવી ગયો. અક્ષિત પોતાનો સામાન લઇને સૌથી પહેલા કોલેજ પર પહોંચી ગયો. એક પછી એક બધા મિત્રો આવી ગયા પરંતુ સ્વાતિ ક્યાંય દેખાતી ન હતી. સાંજે સાત વાગ્યે બંન્ને બસ ઉપડવાની હતી. સાડા છ વાગી ગયા બધા બસમાં ચડવા લાગ્યા. સ્વાતિ હજુ ક્યાંય દેખાતી ન હતી. પોણા સાતે અવિનાશે અને બકુલે બસમાં બોલાવ્યો એટલે અક્ષિત નિરાશ થઇને બસમાં ચડી ગયો.

સ્વાતિ કેમ ન આવી? અક્ષિત તેના વિના ટુરનો આનંદ માણી શકશે? તેઓની લવ સ્ટોરી કેમ આગળ વધશે? જાણવા માટે વાંચતા રહો.

વધુ આવતા અંકે...........