Kya chhe ae ? - 6 in Gujarati Moral Stories by Bhavisha R. Gokani books and stories PDF | ક્યાં છે એ? - 6

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ક્યાં છે એ? - 6

ક્યાં છે એ?

ભાગ : 6

“મિત્રો, હું જાણુ છુ કે લેકચર તમને ગમશે નહિ. પરંતુ આજે તમારી ફ્રર્સ્ટ મિટિંગ છે તો આપણા ગ્રુપના એજન્ડા અને એકટિવિટી વિશે થોડી માહિતી આપી દઉ.” અક્ષિતે નામ લખાવી દીધા બાદ પહેલા મિટિંગમાં તે સ્વાતિની સ્પીચ સાંભળી રહ્યો હતો. કોલેજના બગીચામાં આ મિટિંગ ગોઠવવામાં આવી હતી. ગુલમહોર અને ગરમાળાના ઝાડના છાંયડા હેઠળ તેઓ પંદર વિદ્યાર્થીઓ હતા જેમાંના બાર તો છોકરા હતા અને માત્ર ત્રણ જ છોકરી હતી. પીંક કલરનુ ટોપ અને વાઇટ જીન્સ પહેંરીને પગમાં સ્પોર્ટ શુઝ પહેરીને સાઇડ પર્સ લટકાવીને પોતાની આગવી અદાથી ઉભા રહીને સ્વાતિ જયારે સ્પીચ આપી રહી હતી ત્યારે અક્ષિતનુ ધ્યાન તો તેની માંજરી ભુખરી ભુખરી આંખોમાં જ હતુ.

“તમારા બધાનો વિષય સાયન્સ નથી છતાંય તમે આ ગ્રુપમાં જોડાયા તે બદલ તમારા બધાનો ખુબ ખુબ આભાર. વિજ્ઞાન એ અભ્યાસ કરતા મારા શોખનો વિષય વધારે છે. હું આજે જયારે મારી આસપાસ નજર કરુ છુ ત્યારે મને ખુબ જ દુ:ખ થાય છે કે દુનિયા કેટલી બધી આગળ વધી ગઇ છે અને આપણે હજુ પ્રાચીન યુગની વિચારસરણી છોડવા માંગતા નથી. અહીં આપણે એટલે આપણી આસપાસનો સમાજ. તેમાં અહી બેઠેલા કોઇનો સમાવેશ થતો નથી. આપણે બધાએ થોડા પ્રયત્નો કરવાના છે. અત્યારે આ બે ગ્રુપમાં પ્રવૃત્તિ શરૂ ચાલુ કરીએ છીએ. જુનુ ગ્રુપ જે લાસ્ટ યરથી પ્રવૃત્તિ કરે છે તેઓ પોતાની રીતે પ્રયાસ ચાલુ જ રાખે છે. આજે તમે નવા લોકો જોડાયા છો. તેને અલગ જ એકટિવીટીઓ કરવાની છે.” કાન પહેરેલા ગોળ લાંબા લાંબા ઝુમ્મર ઝુલી રહ્યા હતા. સ્વાતિની મીઠી વાણીમાં બધા ઓતપ્રોત બની ગયા હતા. અચાનક એક ધડાકો સંભળાયો. બધા ચમકીને ઉભા થઇ ગયા.

સ્વાતિ દોડીને બાજુની બિલ્ડિંગ તરફ ગઇ. બધા જ તેની સાથે ગયા. આસપાસથી બધા સ્ટુડન્ટો અવાજ સાંભળીને દોડી ત્યાં એકઠા થવા લાગ્યા. મોટી સાયન્સ લેબની અંદર જવા માટે પણ રસ્તો ન હતો. ધીરે ધીરે કરીને અંદર ગયા ત્યાં જોયુ તો કોઇ વિદ્યાર્થીની ઘાયલ બની ગઇ હતી. તેને હોસ્પિટલ લઇ જવામાં આવી રહી હતી. કોઇ પ્રયોગમાં ભુલ થતા ધડાકો થયો તેમાં તેને કાચના કણો ખુંચી ગયા હતા. સ્વાતિ અને વિજ્યા ત્યાં બધાને મદદ કરવા લાગી. થોડી વારમાં વિજ્યા આવી અને કહ્યુ કે મન્ડેના દિવસે ફરીથી મિટિંગ ગોઠવેલ છે. અક્ષિતને તો ત્યાં કાંઇ સુઝ ન પડી તે તો નીકળી ગયો.

********

સિમલાની બર્ફિલી પહાડીમાં બેંચ પર બેઠેલા અક્ષિતને ખુબ જ ઠંડી પડી રહી હતી. સ્વેટર ઉપર લાંબો ઓવરકોટ પહેર્યો હોવા છતાંય તે ઠંડીમાં ધ્રુજી રહ્યો હતો. બંન્ને હાથે એક બીજા સામે ઘસીને તે ગરમી મેળવવા પ્રયત્ન કરી રહ્યો હતો. થોડે દુર નાના છોકરાઓ એક બીજા સામે બરફના ગોળા બનાવીને ફેંકીને રમી રહ્યા હતા. એક ગોળો સીધો તેના તરફ આવ્યો અને તેના મોઢા વાગ્યો તે જોઇને છોકરાઓ જોર જોરથી હસવા લાગ્યા. એક તો ખુબ જ ઠંડી પડતી હતી તેમાં બરફનો ગોળો વાગતા વધારે ઠંડી લાગી અને છોકરાઓને હસતા જોઇને અક્ષિતને ખુબ જ ગુસ્સો આવ્યો. તે નીચો નમીને બરફ હાથમાં લઇને છોકરાઓ તરફ ફેંકવા જતો હતો ત્યાં બાળકો વચ્ચેથી કોઇ આવતુ દેખાયુ.

લાંબુ લાંબુ લાલ કલરનુ ગાઉન નીચે ઢસડાઇ રહ્યુ હતુ. લાલ કલરની લિપ્સ્ટિક અને આછા આછા મેકઅપ અને લાંબા એરિગ્સ પહેરીને તેની સામે અપ્સરા જેવી લાગતી સ્વાતિ ઉભી રહી ગઇ. તેને જોઇને બરફનો ગોળો પકડેલો હાથ ઉંચે હવા થીજી ગયો અને અક્ષિત મુર્તિની જેમ સ્વાતિને નિહાળવા લાગ્યો.

“એકસ્ક્યુઝ મી કેન આઇ જોઇન વીથ.” ધીમેથી મીઠા મધ જેવા સ્વાતિના શબ્દો કાન પર પડતા જ અક્ષિત ધબાક કરતો ચત્તો પાટ જમીન પર પડી ગયો. કમરમાં ખુબ જ વાગતા આંખ ખુલી ગઇ. બારીમાંથી સુરજના કિરણો આવતા હતા. સામે રહેલી ઘડિયાળમાં જોયુ તો સાડા આઠ વાગી ગયા હતા.“ઓહ, સુંદર સ્વપ્ન” પોતાના હાથથી જ માથામાં ટપલી મારીને સ્માઇલ સાથે તે બેઠો થઇ ગયો. પ્રભુકાકાએ તેના કપડાં તૈયાર રાખ્યા હતા અને કોફી સાથે તેનો ફેવરિટ નાસ્તો કોબી પરાઠા વીથ ચીલી સોસ અને મકાઇનુ સલાડ રૂમમાં જ તૈયાર રાખ્યુ હતુ. સન્ડેના દિવસે તો પપ્પા સાથે બેકફાસ્ટ, લંચ અને ડિનર લેતા લેતા ખુબ જ વાતો કરવી અક્ષિતને ખુબ જ ગમતી હતી પરંતુ આજે દિલ અલગ જ દિશામાં દોડી રહ્યુ હતુ. ફટાફટ ફ્રેશ થઇને ખાલી કોફી લઇને તે નીકળી ગયો ત્યારે પપ્પા કોઇ ફાઇલમાં વ્યસ્ત હતા તેને અક્ષિતને સ્માઇલ આપી. મમ્મી તો ઉપર પુજા રૂમમાં હતા.

બાઇકની ચાવી લઇને તે બાઇકમાં નીકળી ગયો. આંખ સામે સ્વાતિનો ચહેરો તરવરી રહ્યો હતો. મન બહારવુ બનીને તેને શોધી રહ્યુ હતુ. દિલ તેના માટે જોરજોરથી ધડકી રહ્યુ હતુ. પરંતુ તેને મળવુ કેમ? અડધો કલાક આમ તેમ ચક્કર માર્યા બાદ તેને બાઇક ઉભુ રાખ્યુ. સામે તેને જીમ દેખાયુ. કેટલાય સમયથી ફી ભરી હતી પરંતુ અવાતુ ન હતુ અને મિત્રો પણ ક્યારના કહેતા હતા. આથે તે જીમમાં અંદર ગયો આમ પણ સ્વાતિના વિચાર કરવા સિવાય તેને મળવાનો કોઇ રસ્તો ન હતો.

મેમ્બરશીપનુ કાર્ડ બતાવીને તે અંદર ગયો. તેના ઘણા મિત્રો કસરત કરી રહ્યા હતા તેને હાથ ઉંચો કરીને હાય કહી એક ટ્રેડમીલ ખાલી હતુ તેમાં તે દોડવા લાગ્યો. બોર્ડમાં ફરી રહેલા આંકડામાં પણ સ્વાતિનો ચહેરો દેખાવા લાગ્યો. દસ મિનિટમાં થાક લાગતા તે નેપકીનથી ચહેરો લુછતા સાઇડમાં બેસી ગયો.

“હાય, અક્ષિત?” કોઇના પ્રશ્ચનાર્થ ભરેલા હાય તે મોં ઉચુ કરીને જોયુ તો માન્યામાં ન આવ્યુ. હાથથી આંખો ચોળીને તે ઉભો થઇને ધારીને જોયુ. હા, સ્વાતિ જ હતી. સ્વાતિ આહુજા. વાહ રે કિસ્મત. અક્ષિતને કુદવાનુ મન થઇ આવ્યુ અને ચહેરા પર ખુશી છલકાવા લાગી.

“યસ” માંડ આટલુ જ બોલી શક્યો. સ્વાતિને સામે જોઇને અક્ષિતને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવતો. ખરેખર સ્વાતિ જ હતી.

“અક્ષિત તુ અહીં?” સ્વાતિએ ફરીથી પુછ્યુ.“હા, હું અહીં નો મેમ્બર છું કસરત કરવા આવ્યો છુ.”“વાહ, તમને પણ કસરત ગમે છે. ગ્રેટ. બાય ધ વે હું પણ અહીંની મેમ્બર છુ.”“વોટ અ કોઇન્સિડન્ટ!”“હા, હુ તો એવરીસન્ડે અહીં કસરત કરવા આવુ છુ. તમને ક્યારેય જોયા નથી. નવા જોઇન થયા છો?”

“ના, એવુ નથી હમણાં ન્યુ કોલેજ જોઇન કરી અને સન્ડેપરિવાર સાથે રહુ છુ. ટાઇમ જ નથી મળતો.”“ઓહ્કે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ ગીમ મી કંપની?” સ્વાતિએ પોતાના મધમીઠા અવાજે પુછ્યુ તો અક્ષિત તો શ્વાસ ચુકી ગયો અને અપલક નજરે સ્વાતિને નિહાળવા લાગ્યો. થોડી વાર સુધી કંઇ ન બોલ્યો એટલે સ્વાતિએ ફરીથી પુછ્યુ.“વોટ હેપન? એની પ્રોબ્લેમ?”“નો, નો”“આજે મસ્ત વેધર છે. વાદળછાયુ વાતાવરણ છે. તો બાજુના પાર્કમાં વોકિંગમાં કંપની આપીશ?”“ઓહ, શ્યોર. લાડુ સામેથી મોં માં પડવા તૈયાર હોય ત્યારે કોઇ મુરખ પોતાનુ મો બંધ ન રાખી શકે.” અક્ષિત મનોમન ઇશ્વરનો આભાર માનવા લાગ્યો વાહ, રે ઇશ્વર કેવી રીતે તેને જીમ સુધી પહોંચાડ્યો અને સ્વાતિને તેની સામે લાવી અને અત્યારે તે સામે ચાલીને કંપની માંગી રહી હતી. ધીરે ધીરે નજદીકિયાની શરૂઆત થવા લાગી હતી. અક્ષિત સ્વાતિ સાથે ધીમા પગલે જીમમાંથી બહાર નીકળ્યો.વાતાવરણ ખરેખર ખુશનુમા હતુ. દસ વાગવા આવ્યા છતાંય તડકો જરાય ન હતો. સુરજદાદા વાદળની પાછળ સંતાય ગયા હતા અને ઠંડકભર્યુ વાતાવરણ હતુ. બગીચામાં વોકિંગ પાથ પર સ્વાતિ જોગિંગ સ્પીડમાં જોગિંગ કરવા લાગી. અક્ષિત પાછળ રહી ગયો. થોડીવારમાં સ્વાતિને અહેસાસ થયો.“ઓહ, ક્મ ઓન યાર. પ્લીઝ વોક ફાસ્ટ.” તે પાછળ ફરીને બોલીને તે ફરીથી દોડવા લાગી. અક્ષિત માંડ માંડ તેની સાથે રહી શકતો હતો. બગીચામાં ત્રણ રાઉન્ડ લગાવ્યા ત્યાં તો વીજળીના ચમકારા થવા લાગ્યા અને વાદળ ગરજવા લાગ્યા. અક્ષિતને આગળ જતી સ્વાતિનો હાથ પકડીને ઉભી રાખીને કહ્યુ,“સ્વાતિ, વરસાદ શરૂ થઇ જશે. ચાલો હુ તને ઘરે છોડી દઉ.”“અરે યાર હુ મારુ બાઇક લઇને આવી છુ. બાય ધ વે આઇ લવ રેઇન. તને પ્રોબ્લેમ હોય તો ઘરે જઇ શકે છે. હુ તો આ મોસમના પહેલા વરસાદમાં રેઇન ડાન્સ કરવા માંગુ છુ.” હજુ તેને બોલવાનુ પુરુ જ ન કર્યુ ત્યાં તો જોરદાર વરસાદ શરૂ થઇ ગયો. અમુક લોકો વરસાદથી બચવા આમતેમ ભાગવા લાગ્યા અને અમુક સ્વાતિ જેવા લોકો બગીચામાં વચ્ચે આવીને વરસાદમાં નહાવા લાગ્યા. સ્વાતિ પણ બગીચામાં જઇને હળવા સ્ટેપ લઇ ડાન્સ કરવા લાગી તેને જોઇને આસપાસની બે ત્રણ છોકરીઓ પણ તેની સાથે ડાન્સ કરવા લાગી.થોડી વાર સુધી અક્ષિત વરસાદથી નીતરતી અને વરસાદમાં ડાન્સનો આનંદ લુટતી સ્વાતિને જોતો રહ્યો. અચાનક તેને અહેસાસ થયો કે ગોલ્ડન ચાન્સ મળી રહ્યો છે તે તેને છોડવો ન જોઇએ. આમ તો તેને વરસાદમાં પલળવાનો શોખ ન હતો. પરંતુ આજે તો વાત જ અલગ હતી.તે પણ સ્વાતિ સાથે ડાન્સમાં જોઇન થઇ ગયો. તેને પોતાની કિસ્મત પર હજુ વિશ્વાસ નહોતો આવતો. અડધા કલાક બાદ જીમમાંથી એક માણસ આવ્યો સ્વાતિ પાસે તેનો કોલ છે એમ કહીને.“ઘરેથી ફોન હશે. મારે જવુ પડશે બાય અક્ષિત.” જતા જતા તે બોલતી ગઇ. વાદળનો જોરદાર કડાકો થયો અને વરસાદનો પ્રકોપ વધી ગયો. વરસાદ ભીંજાતા લોકો પણ પોતાના ઘર તરફ જવા લાગ્યા. અક્ષિત ત્યાં ઉભો ઉભો સ્વાતિને જતી જોવા લાગ્યો અને પછી કેટલી વાર સુધી ત્યાં ઉભો જ રહ્યો.********************“કોઇ પણ વસ્તુને પહેલા આપણા પર એપ્લાઇ કરીને જ બાદમાં બીજાને સલાહ આપવામાં આવે તો તેની અસરકારકતા વધી જાય છે. આપણે પહેલા સજાગ થવાની જરૂર છે.” સોમવારની મિટિગમાં સ્વાતિ પોતાની સ્પીચ આપી રહી હતી ત્યાં જ અક્ષિતને જોરદાર છીંક આવી.“અક્ષિત આર યુ ઓકે?” સ્વાતિએ પુછ્યુ બધાનુ ધ્યાન અક્ષિત પર પડ્યુ.“યસ, જરા શરદીની અસર છે. તમે ક્ંટિન્યુ રાખો.”“ઓ.કે. લે આ જરા મોં મા રાખ.” બાજુમાંથી તુલસીના પાન તોડીને સ્વાતિએ અક્ષિતને આપ્યા.“જીંદગીમાં દરેક કામ કરવા માટે આત્મવિશ્વાસની ખુબ જ જરુરત છે. આપણે આપણા કાર્યની શરૂઆત આપણી જાતથી જ કરવાની છે. આપણે પહેલા વીકમાં આપણા સૌ માં રહેલા નકારાત્મક વિચારો તોડવાના છે. આપણી જાત પ્રત્યે પુર્ણ વિશ્વાસ રાખવાનો છે અને ત્યારબાદ જ આસપાસના લોકો પર કાર્ય કરવાનુ છે.” હમેંશની જેમ શબ્દથી વધારે અક્ષિતનુ ધ્યાન સ્વાતિ અને તેના ઝુલી રહેલા જુમકા અને હવા લહેરાતા કાળા વાળ પર વધારે જઇ રહ્યુ હતુ.

દર રવિવારે કસરત અને વોંકિગમાં સ્વાતિનો સાથ અને દર અઠવાડિયે પ્રોત્સાહક જનક સ્વાતિ સ્પીચ. અક્ષિતની તો આખી લાઇફ જ બદલાઇ ગઇ. જીંદગી હવે વધારે રંગીન લાગી રહી હતી. જીવવાની મજા વધી ગઇ હતી. પરંતુ દિવસ રાત સ્વાતિનો ચહેરો જ નજર સામે આવી રહ્યો હતો. ઘરે બેઠા બેઠા બસ સ્વાતિના જ વિચારો આવતા હતા અને કોલેજમાં ત્રિશા મેડમ હોય કે અર્જુન સર બધાના ચહેરામાં સ્વાતિ જ નજર આવી રહી હતી.

અડધી રાત્રે ઉઠી જઇને અક્ષિત પથારીમાં બેઠો થઇ જતો અને જલ્દી સવાર થાય અને કોલેજ જવા મળે તેની રાતમાં આખી રાત જાગતો રહેતો. સ્વાતિ બ્રેકમાં તેની સહેલીઓ સાથે મેદાનમાં રમવા જરૂર આવતી ત્યારે છુપાઇને અક્ષિત તેને જોતો રહેતો. સ્વાતિ કયારેય કોલેજ બ્રેક ન કરતી અને અક્ષિત હવે કોલેજ બ્રેક કરવી ગમતી ન હતી.

*******************“અક્ષિત બેટા મારે થોડી ડીલ્સ માટે લંડન જવુ પડે એમ છે. તુ થોડા દિવસ ઓફિસ સંભાળી લઇશ. મિસ્ટર બક્ષી આપણા મેનેજર તારી સાથે રહેશે.” એક દિવસ અચાનક જીતેશભાઇએ અક્ષિતને કહ્યુ.તે વિચારમાં પડી ગયો.“બે દિવસ ખાસ મિટિંગ છે તેમાં તારે સાથે રહેવાનુ છે. બાદમાં તુ કોલેજ જજે અને જરૂર પડે તો જ બક્ષી તને બોલાવશે.બે દિવસ! સ્વાતિ વિના બે દિવસ કેમ રહેવુ? વળી તેઓની મિટિંગ પણ હતી. સ્વાતિની મીઠી મીઠી સ્પીચ છુટી જવાનુ દુ:ખ થઇ રહ્યુ હતુ. પિતાજીને ના પણ કેમ પાડવી? તેની પાસે કોઇ રસ્તો જ ન હતો.

વધુ આવતા અંકે............