Kya chhe ae ? - 4 in Gujarati Moral Stories by Bhavisha R. Gokani books and stories PDF | ક્યાં છે એ? - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ક્યાં છે એ? - 4

ક્યા છે એ?

ભાગ : 4

“બચાઓ, બચાઓ, ભુત ભુત” બીજી રાત્રે પણ બુમ સંભળાતા અક્ષિત દોડીને મમ્મીના રૂમમાં ગયો. આગલી રાત્રિના અનુભવ બાદ સગુણાબહેન વ્યવસ્થિત સુઇ ગયા બાદ અક્ષિત પોતાના રૂમમાં કબાટ અને બધી વસ્તુઓ ચેક કરી રહ્યો હતો. હજુ રાત્રિના બાર પણ નહોતા વાગ્યા ત્યાં તો સગુણાબહેનની બુમ સંભળાઇ એટલે તે દોડીને ગયો.“અક્ષિત તુ કયા ગયો હતો? ભુત મને મારી નાખશે?” સગુણાબહેન પથારી પણ સંકોચાઇ બેઠા હતા અને ડરતા ડરતા બોલ્યા.“મોમ, ક્યા ભુત છે? શુ થયુ? હુ તો જસ્ટ પાણી પીવા ગયો હતો.” તે થોડુ જુઠ્ઠુ બોલ્યો.“હમણાં જ સ્વાતિનો ઓછાયો અહી હતો.” ડરતા ડરતા બારી સામે આંગળી ચીંધતા સગુણાબહેન બોલ્યા.“ત્યાં તો કાંઇ નથી. આજે શુ થયુ મોમ?”“હું ગાઢ નિદ્રામાં હતી ત્યાં અચાનક જ પાણીનો અવાજ આવવા લાગ્યો અને કોઇ મારા પર હાથ ફેરવી રહ્યુ હોય તેવુ લાગ્યુ. હુ સફાળી જાગી ગઇ પણ કોઇ ન હતુ. પાણીનો અવાજ હજુ ચાલુ જ હતો. હુ હિમ્મત કરીને બાથરૂમમાં જોવા ગઇ તો લોહીની ધાર નળમાંથી વહી રહી હતી. હું કાંઇ બોલી શકતી ન હતી માંડ બહાર આવીને જોયુ તો સ્વાતિનો ઓછાયો બારીમાંથી બહાર મારી તરફ આવતો હતો. હુ તને નહિ છોડુ એવુ બોલતી બોલતી મારા તરફ આવતી હતી. હુ દરવાજાની બહાર નીકળવા માંગતી જ હતી ત્યાં તેને મને ધક્કો મારીને પલંગ પર બેસાડી દીધી. મેં આંખો બંધ કરીને બુમો પાડી ત્યાં તુ આવી ગયો અને ઓછાયો ગાયબ થઇ ગયો.”“મોમ, ભુત હોય તો મને કેમ નથી દેખાતુ?”“સ્વાતિ તારી પત્ની હતી. તેને તારી સાથે કાંઇ મુશ્કેલી ન હતી. તે મારાથી જ ગુસ્સે હતી આથી મને પરેશાન કરવા તે આવી છે.”“એમ કેમ બની શકે?” આશ્ચર્યથી અક્ષિતે પુછ્યુ.“તને જો વિશ્વાસ જ ન હોય તો બાથરૂમમાં જોઇ આવ.” સગુણાબહેને બાથરૂમ તરફ આંગળી ચીંધતા કહ્યુ. અક્ષિત બાથરૂમમાં ગયો તો ત્યાં કાંઇ ન હતુ. નળ પણ બંધ હતો અને લોહી કે લાલ કલરના કોઇ નિશાન ન હતા.“મોમ, અહીં કાંઇ જ નથી.” અક્ષિતે બહાર આવી કહ્યુ. સગુણાબહેન પણ પથારીમાંથી ઉભા થયા અને બાથરૂમમાં જોયુ તો કાંઇ જ ન હતુ. તેને વિશ્વાસ જ ન આવતો હતો કે અક્ષિત આવતા બધુ ગાયબ કેમ થઇ જાય છે.“મારે અહીં રહેવુ જ નથી. હુ સવારે નીકળી જાઉ છુ.” સગુણાબહેને કહ્યુ.“મોમ, પ્લીઝ સ્વાતિના મૃત્યુના વિચાર છોડી દે તે જીવિત જ છે. તને કાંઇ અનુભવ નહી થાય.”“તારે કાંઇ ન માનવુ હોય તો કાંઇ નહિ. મારી જીંદગી પર અહીં ખતરો છે. હું કાલે વહેલી સવારે નીકળી જઇશ. તારે જેમ કરવુ હોય તેમ કરજે.” અક્ષિત સગુણાબહેનની જીદ જાણતો હતો એટલે તે વધારે દલીલ કરવા માંગતો ન હતો.******વહેલી સવાર થતા સામાન તૈયાર કરીને સગુણાબહેન અક્ષિતને આર્શીવાદ આપીને જતા રહ્યા પોતાની સખીઓ સાથે ટ્રસ્ટના મકાનમાં જયા તે ઘણા સમયથી રહેતા હતા. વિશાળ ઘરમાં અક્ષિત એકલો બની ગયો. સગુણાબહેનના ગયા બાદ અક્ષિત હોલમાં સોફા પર જ બેસી રહ્યો. તેના મગજમાં અનેક વિચાર ઘુમી રહ્યા હતા. સ્વાતિ કયાં હશે? આત્મહત્યાની ચિઠ્ઠી તેને શા માટે લખી હશે? શુ ખરેખર તે મૃત્યુ પામી છે? તે એટલી તો કમજોર તો હતી જ નહિ કે આવુ પગલુ ભરી લે. બીજા કોઇનો નહિ પરંતુ દિવ્યાનો તો જરૂર વિચાર કરે.તેના મનમાં શુ હતુ તે કેમ મને ન કહ્યુ? આમ તો દરેક નાની વાત તે ફોન કરીને શેર કરતી હતી. તો આવડી મોટી વાત કેમ છુપાવી હશે? છેલ્લા બે દિવસથી આખા ઘરમાં અને સોશિયલ સાઇટ પર ઝીણી ઝીણી તપાસ કરી પરંતુ કોઇ રસ્તો જ દેખાતો ન હતો. મમ્મીને આ શુ થઇ રહ્યુ છે? તેના મનનો વહેમ છે કે કોઇ બીજી વસ્તુ?

બપોર થવા આવ્યા તે વિચારમાં થાકી ગયો. તેને ખુબ જ દુ:ખ પણ થતુ હતુ અને પુષ્કળ ગુસ્સો પણ આવી રહ્યો હતો. સમય સરકતો જતો હતો અને તે કાંઇ પણ કરી શકતો ન હતો.“બેટા, સવારનુ તમે કાંઇ ખાધુ નથી. જમવાનુ પીરસુ?” પ્રભુકાકાએ પાસે આવીને કહ્યુ ત્યારે અક્ષિત તંદ્રામાંથી ઉઠ્યો તેને ઉપર શુન્યમસ્તક નજરે પ્રભુકાકા સામે જોયુ અને તેની આંખમાં આંસુ આવી ગયા.“બેટા, આમ હિમ્મત ન હારી જાઓ. સ્વાતિ મેમ જીવિત જ છે. તેની સચ્ચાઇ અને સારપ તેને કોઇ નુકસાન નહિ પહોંચાડવા દે. ઇશ્વર કસોટી ભલે કરે છે પરંતુ આવા સારા માણસોને કોઇ દિવસ નુકસાન નહિ પહોંચાડે.”“પ્રભુકાકા તમારી વાત સાચી છે પરંતુ મને બહુ ડર લાગી રહ્યો છે. સ્વાતિને કાંઇ ............ આગળ તે કાંઇ બોલી ન શક્યો.“બેટા, સ્વાતિ દીકરીને શોધવા માટે અમે બધા તમારી સાથે છીએ. તમે હિમ્મત રાખો રાત ગમે તેટલી લાંબી હોય. તેના બાદ સવારનો સુરજ દેખાય જ છે. મુશ્કેલીની નાની પળ પણ મોટી દેખાય છે. સમસ્યા ગમે તેવડી હોય તેનો ઉપાય નજર સમક્ષ જ હોય એકવાર તેની સામે નજર પડે એટલે સમસ્યા દુર થઇ જ જાય છે. તમારી જેમ અમને પણ વિશ્વાસ છે કે સ્વાતિ મેમ કોઇ દિવસ આપઘાત ન કરી શકે. તે જ્યા છે ત્યાંથી જરૂર પરત આવશે.”“થેન્ક્યુ પ્રભુકાકા. તમારા બધાનો સાથ અને વિશ્વાસ છે તો હું જરૂર સ્વાતિ પરત લાવીશ.”“હા, બેટા અમારી દુઆઓ તમારી સાથે જ છે અને જ્યા પણ મદદની જરૂર હશે ત્યાં અમે બધા હાજર જ રહીશુ.”પ્રભુકાકાની વાતોથી અક્ષિતમાં ફરી વિશ્વાસ જાગ્રત થવા લાગ્યો તેને પ્રભુકાકાની લાગણીને માન આપીને થોડુ જમી લીધુ અને હજુ રૂમમાં જવા જતો જ હતો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી. અક્ષિતે ફોન પીક અપ કર્યો,“અક્ષિત, તુ જલ્દી અહી આવ એક ખાસ વાત કરવી છે.” ઉતાવળે સુનિલનો અવાજ સંભળાયો.“શુ થયુ દિવ્યાને કાંઇ પ્રોબ્લેમ છે?” અક્ષિતએ ગભરાહટથી પુછ્યુ.“ના, ના અક્ષિત એવુ નથી. દિવ્યાનુ કોઇ ટેન્શન નથી. તુ અહી આવ પછી વાત કરીએ.”સુનિલની વાત સાંભળી અક્ષિત ઉતાવળથી નીકળી ગયો.*********“રુદ્ર વિલા” બંગલા પાસે આવીને અક્ષિતની ગાડી ઉભી રહી. વોચમેને તેને જોઇને દરવાજો ખોલ્યો. અક્ષિત ગાડી લઇને અંદર ગયો. નાનો પણ સુંદર બંગલો હતો. સુનિલની અવિક્ષણ બુધ્ધિને કારણે પાંચ જ વર્ષમાં આ સામ્રાજય સ્થપાય ગયુ. સ્વાતિ અને તેના લગ્ન થયા ત્યારે માત્ર એક નાનકડુ મકાન હતુ. પપ્પાનો બિઝનેશ સુનિલે સંભાળતા નાનકડુ મકાન એક સુંદર બંગલામાં ફેરવાય ગયુ અને તેના મિઠાઇના વેપારની અનેક બ્રાંચ સુરતથી લઇને મુંબઇ સુધી ફેલાય ગઇ. દરવાજાની અંદર સુંદર બગીચો અને દસ રૂમનો બંગલો હોવા છતાંય સગુણાબહેનને આ લોકો ગરીબ લાગતા. વિશાળ સામ્રાજયની માલિકન સગુણાબહેન બધાને તુચ્છ ગણતા હતા. સુનિલે કારને બગીચામાં સાઇડમાં પાર્ક કરી. ગાડીમાંથી બહાર નીકળતા જ શિયાળાનો આછો પણ અક્ષિતને દઝાડી રહ્યો હતો. તે બંગલા તરફ જવા લાગ્યો ત્યાં સુનિલે બાલ્કનીમાંથી જ બુમ પાડીને તેને ઉપરના રૂમમાં બોલાવ્યો. મેઇન ડોર તેના માટે જ ખોલવામાં આવ્યો હતો. અક્ષિત આસપાસ નજર કર્યા વિના જ સીધો જ ઉપરના રૂમમાં જતો રહ્યો.

સુનિલ દરવાજા પાસે જ ઉભો હતો. તેને અક્ષિતને રૂમમાં અંદર આવવા કહ્યુ,“અક્ષિત આ જો.” અંદર ગયો સાથે જ સુનિલે એક ચિઠ્ઠી અક્ષિતના હાથમાં થમાવી દીધી. ચિઠ્ઠીમાં ખાલી “હેલ્પ મી” એટલુ જ લખેલુ હતુ.“આ શુ છે યાર?”“આજે દિવ્યા શાળાએથી છુટીને સ્કુલ બસમાં બેસવા જતી હતી ત્યારે તેના હાથમાં કોઇએ પકડાવી દીધી હતી આ ચિઠ્ઠી.”“દિવ્યાના હાથમાં!! તેને પુછ્યુ કોણે આપી?”“હા, તેને ચિઠ્ઠી આપી ત્યારથી પ્રેમથી અને શાંતિથી પુછ્યુ. તે એવુ કહે છે કે કોઇ અંકલ આવીને તેના હાથમાં આપી ગયા અને પપ્પા કો દે દેના એવુ હિન્દીમાં બોલ્યા અને જતા રહ્યા તેને ચહેરો પણ યાદ નથી.”

“હ્મ્મ, આટલી નાની છોકરી પાસે વધારે શુ આશા રાખવી. પણ કોણે આવી ચિઠ્ઠી આપી હશે? અને શા માટે?”“મને આ અક્ષર સ્વાતિના લાગતા નથી.” સુનિલે કહ્યુ એટલે અક્ષિતે ધારી ધારીને ચેક કર્યુ.“હા, સ્વાતિના હેન્ડ રાઇટિંગ તો છે જ નહિ. તો બીજુ કોણ આવી ચિઠ્ઠી આપણે મોકલી શકે?”“કોઇ બીજાને આપવાની ચિઠ્ઠી તો દિવ્યાને નહિ આપી હોય ને?” સુનિલે શંકા વ્યક્ત કરતા કહ્યુ.“ના, મને તો એવુ જરાય લાગતુ નથી. કારણ કે આવુ કામ બહુ સ્માર્ટનેસથી કરવામાં આવે છે. આવી ગંભીર ભુલ કરવાનુ પરિણામ તેઓ સારી રીતે સમજતા હોય છે.”“તો પછી દિવ્યાને આ ચિઠ્ઠી આપવાનો શો મતલબ હોય શકે?”“મારુ મગજ પણ જરાય કામ નથી કરતુ. હુ ડિટેકટીવ અર્જુન શ્રોષને આ ચિઠ્ઠી મોકલી આપુ છુ. તે પોતાની રીતે તપાસ કરશે.”“ઓ.કે. કંઇ બીજા ક્લુ મળ્યા?” સુનિલે પુછ્યુ.“ના યાર બે દિવસથી હુ આખા ઘરમાં ફરી વળ્યો. સોશિયલ મિડીયામાં બધા ફ્રેન્ડ સાથે વાત કરી પરંતુ કોઇ જ રસ્તો દેખાતો નથી.” અક્ષિતે નિરાશ થઇને કહ્યુ.“રસ્તો કયાંક આપણી આસપાસ જ હોય છે. જરા ઝીણી નજરથી ચેક કરવાની જ વાર હોય છે.”“સુનિલ, તારી વાત સાચી છે. પરંતુ હુ તો એવા ચક્કરમાં ફરી રહ્યો છુ કે કાંઇ મગજ જ કામ કરતુ નથી.”“કેમ શુ થયુ?” સુનિલે ચિંતાથી પુછ્યુ એટલે અક્ષિતેને સગુણા બહેનને થયેલા બે રાત્રિના અનુભવ વિશે કહ્યુ.“ઓહ્હ માય ગોડ. સ્વાતિનુ ભુત દેખાયુ હતુ? ક્યાંક સ્વાતિ......” સુનિલ આગળ ન બોલી શક્યો.“મને કાંઇ સમજ નથી આવતુ. પણ મને હજુ વિશ્વાસ જ છે કે સ્વાતિ આત્મહત્યા ન કરી શકે. કાંઇક એવી પહેલી છે જે આપણને ખબર જ નથી.”“હા, સ્વાતિ કયારેય આવુ તો કરી જ ન શકે. તે દુનિયાથી સાવ અલગ અને સુપર સ્ટ્રોંગ ગર્લ છે. તે જ્યાં હશે ત્યાંથી જરૂરથી રસ્તો શોધીને પરત આવશે. આપણે ભલે ગમે તેટલા પ્રયાસ કરતા રહીએ.”“મને પણ વિશ્વાસ છે. છતાંય મનમાં ખરાબ વિચાર રોકાતા નથી.”“હા, એ તો છે. આપણુ પોતાનુ ગમે તેટલુ મજબુત હોય પરંતુ તેના પર મુશ્કેલી આવે ત્યારે મગજને સંભાળવુ કપરુ પડી જાય છે. તુ તારી રીતે પ્રયાસ ચાલુ જ રાખ. મે અહી દિવ્યાની જુની ફ્રેન્ડસ આડોસ પાડોસના લોકો પાસે પુછતાછ કરી છે. કાંઇક ક્લુ મળી જાય.”“હ્મ્મ, મે સ્વાતિની ખાસ ફ્રેન્ડ વિજયાને પણ વાત કરી છે. તે પણ પ્રયત્ન કરે છે.”“ઓ.કે. વેરી ગુડ યાર. આપણે બધા અલગ અલગ દિશામાં પ્રયાસ કરીએ છીએ તો સ્વાતિ જલ્દી મળી જશે.”“હા, હોપ સો. દિવ્યા શુ કરે છે?”“વિભિષાએ ત્રણેયને જમાડે છે.”“ઓ.કે. હું નીકળી જાવ છુ. મારે તેને મળવુ નથી. વળી તે મને જોઇને દુ:ખી થશે.”“હા, સાચી વાત છે એટલે તને જોઇ ના જાય તેના માટે અંદરના રૂમમાં વિભિષા બધાને જમાડે છે.”

“હા, તો હવે હું નીકળુ છુ.”*********ઘરે આવીને અક્ષિતને અર્જુન શ્રોષને ચિઠ્ઠી વિશે વાત કરી અને ફેકસ કરી દીધી. બે દિવસથી તેની સાથે કોઇ સંપર્ક થયો ન હતો. અર્જુનને પણ હજુ કોઇ ક્લુ મળ્યા ન હતા. ફોનમાં વાત કરીને અક્ષિત બેડ પર લાંબો થઇને સિલિંગ ફેન સામે તાકવા લાગ્યા. તેને સ્વાતિનો માસુમ ચહેરો આંખ સમક્ષ દેખાવા લાગ્યો.

વધુ આવતા અંકે.............