Kya chhe ae ? - 3 in Gujarati Moral Stories by Bhavisha R. Gokani books and stories PDF | ક્યાં છે એ? - 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ક્યાં છે એ? - 3

ક્યાં છે એ?

ભાગ: 3

“ના, ના સર મારી માતા ગમે તેવા ગુસ્સાવાળા હોય પરંતુ આવુ કાંઇ ન કરી શકે.”“તો એવો કેવો મોટો ઝઘડો થયો કે તમારે કેનેડાથી પરત આવવુ પડયુ?”“ઝઘડો તો ખાસ મોટો થયો ન હતો પરંતુ હું હવે કંટાળી ગયો હતો એટલે ત્યાંથી નીકળી ગયો કે આ બંન્ને વચ્ચે મારે જ કોઇ ઉકેલ લાવવાનો હતો.”“પરંતુ થયુ શુ હતુ? જરા વિસ્તારથી કહો.”“મારી માતાને નોકર સ્ટાફ પર ખુબ જ ગુસ્સો આવી ગયો હતો તે સ્ટાફ બદલવા માંગતા હતા અને સ્વાતિનુ કહેવુ હતુ કે તેઓને ઘરમાં રહેવુ નથી તો કેમ ઘરની બાબતમાં આટલી દખલગિરી કરે છે આથી મારી મમ્મીનો ગુસ્સો સાતવા આસમાન પર પહોંચી ગયો અને તેને સ્વાતિને બે ત્રણ થપ્પડ લગાવી દીધી. સ્વાતિએ રડીને મને ફોન કર્યો કે તે હવે ઘર છોડીને જતી રહેશે. મને લાગ્યુ કે આ સાસુ વહુના ઝઘડા વચ્ચે મારા લગ્નજીવનમાં ભંગાણ પડી જશે એટલે મે સ્વાતિને સાંત્વના આપી અને ત્યાંથી નીકળી ગયો. હજુ અહીં આવુ તે પહેલા સ્વાતિ ગુમ થઇ ગઇ.”“મિસ્ટર અક્ષિત આ બધી વાત પરથી પહેલી શંકાની સોય તમારી માતા તરફ જાય છે.”“મારી માતા આટલુ ન કરી શકે છતાંય તમને શંકા હોય તો તમારી રીતે તપાસ કરી લો તમને નિરાશા જ મળશે.” અક્ષિત આટલુ બોલ્યો ત્યાં તેના ફોનમાં રીંગ વાગી તે પીક અપ કરવા ગયો ત્યાં જ ફોન સ્વીચ્ડ ઓફ્ફ થઇ ગયો. બે દિવસ ફોન ચાર્જડ પણ કર્યો ન હતો. ફોન જોઇને અર્જુનને યાદ આવ્યુ,“સ્વાતિ પાસે ફોન હતો. તે ગુમ થઇ ત્યારે?”“ના, ફોન ઘરે જ પડેલો છે.”“ઓ.કે. હુ મારી રીતે તપાસ ચાલુ કરી દઉ છુ. આઇ હોપ કે સ્વાતિજી જલ્દી જ મળી જશે.”“થેન્ક્યુ સો મચ.” શેક હેન્ડ કરતા અક્ષિતે કહ્યુ પછી તેને અર્જુને મંગાવ્યા હતા તે સ્વાતિના ફોટા, ફોન નંબર અને પોતાના નંબર, ઘરનુ એડ્રેસ બધુ આપી દીધુ. અને અર્જુન તે લઇને જતો રહ્યો. અક્ષિત થોડી વાર ત્યાં બેસી રહ્યો.

******

“સગુ, હવે તો રસ્તો સાફ થઇ ગયો છે તે કાંઇ વિચાર્યુ?” વિમળા બહેને લુચ્ચુ હસતા કહ્યુ.“મારી બાજી આખી તૈયાર જ છે. એક પછી એક ચાલ ચાલતા ચાલતા છેલ્લે અક્ષિતનુ હેતલ સાથે ગોઠવી દઇશ.”“અરે વાહ વિમળા તમે બંન્ને વેવાણ થવા જઇ રહ્યા છો. કોન્ગ્રેટ.” ચંપા બહેને હાથમાં જયુસના ગ્લાસ સાથે જ હાથ લાંબો કરતા કહ્યુ.“અરે વાહ, સગ્ગુ તારે પહેલેથી વિમળાની દીકરી હેતલ સાથે અક્ષિતનુ ગોઠવાની હતી. આજે ઇશ્વરે તારુ સાંભળી લીધુ.” રાધિકા બહેને હસતા હસતા કહ્યુ.“હા, ઇશ્વર કે ઘર દેર હૈ અંધેર નહી.” હાથ ઉંચા કરીને સ્ટાઇલથી સગુણા બહેને કહ્યુ અને બધા હસી પડ્યા. તેઓ મજાક મસ્તી કરી રહ્યા હતા અને બે આંખો આ બધો ખેલ નીરખી રહી હતી.

ચિત્તમાં શાંતિ ન હતી. સ્વાતિની તપાસ અર્જુન તેની રીતે કરવાનો જ હતો પરંતુ અક્ષિત ખાલી તેના ભરોસે જ બેસી રહેવા માંગતો ન હતો. તેને થોડી વાર નદી તટ પર બેસીને વિચારી લીધુ અને ત્યાર બાદ તે પોતાની કાર લઇને નીકળી ગયો. અક્ષરા એપાર્ટમેન્ટ પાસે જઇને તેને પોતાની કાર થોભાવી. લિફટમાં થર્ડ ફ્લોરનુ બટન દબાવી તે રૂમ નંબર 312 પાસે જઇને ઉભો. સારું થોડા દિવસ પહેલા જ સ્વાતિ સાથે વાત થઇ હતી કે વિજયા અહીં રહે છે. દરવાજા પાસે ઉભીને અક્ષિતે બેલ દબાવ્યો. ઘણીવાર થઇ પરંતુ કોઇએ દરવાજો ખોલ્યો નહિ. તે નિરાશ થઇને પરત જ જવા માંગતો હતો.પાછળ ફર્યો ત્યાં ટીપિકલ સાઉથ ઇન્ડિયન સાડી પહેરીને માથામાં વેણી નાખીને લાંબો ચોટલો ગુંથેલ લેડી સામે જોયુ તે તુંરત જ ઓળખી ગયો.“વિજયા, હાઉ આર યુ?” તેને હાથ લંબાવતા પુછ્યુ.“અક્ષિત !! વોટ અ પ્રેઝનટ સરપ્રાઇઝ.” આશ્ચર્યથી આંખો પહોળી કરીને શેક હેન્ડ કરતા વિજયાએ કહ્યુ.“વિજયા, હું તને જ મળવા આવ્યો હતો પરંતુ દરવાજા પર લોક હતુ એટલે હું નીકળી રહ્યો હતો ત્યાં જ તુ મળી ગઇ.”“સોરી, મારી કમ્પની પર પ્રોગ્રામ હતો એટલે થોડુ લેઇટ થયુ. પ્લીઝ કમ.” તે બોલીને આગળ ગઇ અને ચાવીથી લોક ખોલ્યુ. વિજયાએ અંદર જઇ લાઇટ ઓન કરી અને અક્ષિત પણ તેની પાછળ અંદર ગયો.“અક્ષિત, બેસ. હુ ફ્રેશ થઇને આવુ છુ.” સોફા પર બેસવાનુ કહીને તે ઉપરના રૂમમાં ગઇ. સાંજના સાડા સાત વાગ્યા હતા. તો પણ શિયાળાની અસર તળે અંધારુ ખુબ જ વધી ગયુ હતુ. હજુ થોડી થોડી ઠંડીની શરૂઆત થઇ હતી. કેનેડામાં રહ્યા બાદ અક્ષિતને અહીં ગરમી જ પડતી હતી. આટલી ઠંડી તેને અસર જ કરતી ન હતી.વિજયા ઉપર તેના રૂમમાં ફ્રેશ થવા ગઇ ત્યાં સુધી અક્ષિતે તેના રૂમમાં નજર કરવા મંડી. એક રૂમ અને કિચન નીચે હતા. ઉપર કદાચ એક રૂમ હશે. રૂમમાં આરામદાયક સોફા, ટી.વી., કમ્પ્યુટર, એ.સી. જેવી સુખ સુવિધા ભરપુર હતી. પરંતુ પરિવારનો અભાવ હતો. કોઇ ફેમિલી ફોટો કે કોઇ વ્યકિતના હોવાના ચિહન ન હતા. અચાનક જ ડોર બેલ વાગ્યો એટલે અક્ષિત ખમચાય ગયો. દરવાજો ખોલવો કે નહિ તે દુવિધામાં હતો ત્યાં વિજ્યા આવી ઉપરથી દોડીને આવી અને દરવાજો ખોલીને દુધ લઇ લીધુ,“દુધવાળો હતો” દુધની થેલી રસોડામાં મુકતા બોલી. થોડી વાર પહેલા જોઇ તેના કરતા એક અલગ જ લુકમાં જેવી કોલેજમાં હતી. તેવી વેસ્ટર્ન કપડાં અને ખુલ્લા વાળ રાખીને તે આવી.“અક્ષિત, ઘણા સમય બાદ આવ્યો. હેય, આઇ ફરગેટ તુ કેનેડાથી કયારે આવ્યો?” સોફામાં સામે બેસતા વિજ્યા બોલી. તેની વાત પરથી અક્ષિતને લાગ્યુ કે તેને સ્વાતિ વિશે ખબર નથી લાગતી. તેને પોતાનુ ગળુ ખંખેરીને સ્વાતિ વિશે બધુ જણાવ્યુ.“ઓહ્હ, માય ગોડ. આટલા દિવસ થઇ ગયા? મને તો કાંઇ ખબર જ નથી. હમણાં ઓફિસના ફંકશનમાં એટલી બિઝી હતી કે ન્યુઝપેપર પણ વંચાતુ નથી. ઇટસ ટેરીબલ યાર. આઇ કાન્ટ બિલીવ કે સ્વાતિ સાથે આવુ બની શકે.” આઘાત પામીને વિજ્યા બોલી ઉઠી.“યસ વિજ્યા, મને પણ હજુ માન્યમાં આવતુ નથી કે સ્વાતિ સાથે આવુ બની શકે. મારી તો આખી દુનિયા ઉજળી ગઇ છે. કોણ છે એ?” અક્ષિતનો બોલતા બોલતા ગળે ડુમો ભરાય આવ્યો.“કામ ડાઉન અક્ષિત. સ્વાતિ બહુ બહાદુર ગર્લ છે. તે જયા પણ હશે હિમ્મતથી પરિસ્થિતિ સંભાળી લેશે.”“હા, પણ મને બહુ ગભરાહટ થાય છે. તારી હેલ્પ માટે આવ્યો છુ અહીં.”“હા, બોલને યાર સ્વાતિ માટે તો હું ગમે તે કરવા તૈયાર છું. શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ.”“હું ઘણા સમયથી કેનેડા છુ તો મારે સ્વાતિ વિશે જાણવુ છું. તને કોઇ આઇડિયા છે કે તેનો આવો કોઇ દુશ્મન કે હોય જે આવુ કરી શકે?”“લીસન અક્ષિત, હમણાં અમે ઘણા સમયથી ટચમાં જ નથી. દિવ્યાના જન્મ બાદ સ્વાતિ બહુ બિઝી બની ગઇ હતી અને મારે જોબમાંથી ખાસ સમય જ બચતો ન હતો. અમે સોશિયલ મિડીયા પર રોજ મળતા પરંતુ પર્સનલ વાતો કાંઇ થતી ન હતી. છ મહિના પહેલા આપણી કોલેજ ફ્રેન્ડ કોમલના મેરેજમાં મળ્યા હતા ત્યારે પણ દિવ્યાની તબિયત ખરાબ થઇ ગઇ હતી. આથી સ્વાતિ બહુ રોકાઇ જ શકી ન હતી.”“ઓ.કે. થેન્ક્યુ. તને કોઇ આઇડિયા આવે તો મને કહેજે. આ મારા મોબાઇલ નંબર છે.” એક કાગળમાં નંબર લખીને આપતા અક્ષિતે કહ્યુ.“હા, એ તો ઠીક છે. પરંતુ સ્વાતિ મારી ખાસ સખી છે. જીવનનો એક દાયકો તેની સાથે મે પસાર કર્યો છે. તેને શોધવા માટે હું તારી સાથે જ છુ. આપણે બંન્ને મળીને સ્વાતિને શોધીને જ રહીશુ. સ્વાતિની શોધ માટે તે શુ પ્રયાસ કર્યા છે?”અક્ષિતને પોલીસે કેસ ક્લોઝ કરી દીધો અને ડિટેકટીવ અર્જુનને કેસ સોપ્યા સુધીની બધી વાત કહી.“ઓ.કે. હું સ્વાતિના ઓળખીતા મિત્રો સાથે હું વાત કરી લઉ છુ. તુ ઘરમાં બધુ ઝીણુ ઝીણુ તપાસી લે કદાચ કોઇ ખુણામાંથી ક્લુ મળી જાય.”“ઓ.કે. થેન્ક્યુ સો મચ યાર. હું આજે જ બધી તપાસ કરી લઇશ.”“અરે એમાં થેન્ક્યુ થોડુ કહેવાનુ હોય. સ્વાતિ વિશે સાંભળીને મને જરાય ચેન નથી.”વિજ્યા સાથે વાત કરીને અક્ષિતને થોડી હળવાશ લાગી. તે ત્યાર બાદ સ્વાતિ જયા સભ્ય હતી. તે લાયબ્રેરી, શોપિંગ રેગ્યુલર કરતી હતી તે બધી શોપમાં જઇને તપાસ કરી આવ્યો.

*****

સગુણાબહેન સાડી બદલીને ઘરે આવ્યા ત્યારે રાતના નવ વાગી ચુક્યા હતા. ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે અક્ષિત હજુ ઘરે આવ્યો નથી. તેને અક્ષિતને ઘણી વખત ફોન ટ્રાય કર્યો પરંતુ ફોન લાગ્યો જ નહિ તે ખુબ જ થાકી ગયા હતા આથી પોતાના રૂમમાં જતા રહ્યા. દસ વાગવા આવ્યા હતા અક્ષિત ઘરમાં આવ્યો ત્યારે. તેને જમવાની જરાય ઇચ્છા ન હતી. તો પણ પ્રભુકાકાએ ખુબ જ આગ્રહ કરીને થાળી પીરસી આથી થોડા બટકા ખાઇ લીધા. જમીને તુંરત જ ફોન ચાર્જમાં મુકીને તે લેપટોપ ખોલીને બેસી ગયો. સ્વાતિની ફેસબુક પ્રોફાઇલ અને બીજા સોશિયલ એકાઉન્ટ ચેક કરવા લાગ્યો. કદાચ ક્લુ હાથ લાગી જાય. બધુ ચેક કરતા કરતા ક્યારે આંખ લાગી ગઇ કાંઇ ખબર જ ન પડી.“ભુત, ભુત બચાઓ બચાઓની બુમ સંભળાતા અક્ષિત અચાનક જ ઝબકી ગયો ઉભો થઇને તે રૂમની બહાર ગયો ત્યાં સામે બુમો પાડતા પાડતા સગુણા બહેન આવ્યા. તે ખુબ જ ગભરાયેલા હતા. તેના શ્વાસોશ્વાસ હજુ તેજ ગતિથી ચાલી રહ્યા હતા.

“અક્ષિત, ભુત ભુત, સ્વાતિનુ ભુત.” હાંફતા હાંફતા સગુણાબહેન આટલુ માંડ બોલી શક્યા.“વ્હોટ?” અક્ષિતને કાંઇ સમજ પડતી ન હતી.“રૂમમાં, રૂમમાં, સ્વાતિનુ ભુત.” તે બોલી શકતા ન હતા. તેના પર ડર છવાય ગયો હતો.“કયાં છે ભુત ? કેવી વાત કરો છો તમે?” અક્ષિતે ઉચાટથી કહ્યુ.“મારા રૂમમાં મારા રૂમમાં હુ સુતી તી ત્યાં.” સગુણાબહેન હાંફતા હાંફતા આટલુ બોલ્યા ત્યાં તેમને હાંફ ચડી ગઇ.અક્ષિતે હોલની લાઇટ ઓન કરી અને સગુણાબહેનને સોફા પર બેસાડયા અને પાણીનો ગ્લાસ આપતા કહ્યુ,“મોમ, પહેલા શાંત થાવ પછી નિરાંત કહો કે શુ બન્યુ છે?”“હું મારા રૂમમાં સુતી હતી ત્યાં મારા પરથી કોઇએ ચાદર ખેંચી લીધી. ઉંઘમાં મને ખાસ ખબર ન પડી. હુ ફરીથી નિંદરમાં જ ચાદર ખેંચીને પડખુ ફરીને સુઇ ગઇ. અચાનક ધડામ મારા કાન પાસે અવાજ આવ્યો અને મારી આંખ ખુલી ગઇ અને મે તરત બાજુમાંથી સ્વીચ્ડ દબાવીને લાઇટ ઓન કરીને જોયુ તો ફલાવર વાસ નીચે પડેલો હતો અને તેમાંથી લોહીની ધાર નીકળી રહી હતી. હું ગભરાય ગઇ અને કોણ છે કોણ છે? બુમો પાડી તો કોઇના હસવાનો અવાજ આવવા લાગ્યો. હુ હિમ્મત કરીને પથારીમાંથી ઉભી થઇ અને આસપાસ જોવા લાગી. અચાનક જ પાછળથી મારી સાડીનો છેડો કોઇએ ખેંચ્યો.મેં પાછળ ફરીને જોયુ તો સાડીનો છેડો જમીન પર જ એમ જ હતો. હું આગળ ચાલવાની કોશિષ કરવા લાગી પરંતુ એક ઓછાયો રૂમમાંથી ઝડપથી પસાર થયો અને બારીમાં ગાયબ થઇ ગયો. એટલે હું ડરીને અહીં આવી ગઇ. એ સ્વાતિનો જ ઓછાયો હતો. તે મારી સાથે બદલો લેવા માંગે છે.” સગુણાબહેને પાણી પી ને શાંત થતા વિગતવાર બધુ જણાવ્યુ.“મોમ, તારો કોઇ ભ્રમ થયો હશે. સ્વાતિ જીવિત છે.”“મને કોઇ ભ્રમ થયો નથી. તે સ્વાતિ જ છે. તે મારી સાથે બદલો લેવા માંગે છે. તારો ભ્રમ છે કે તે જીવે છે.”“ચાલ મને બતાવ શુ છે તારા રૂમમાં.” અક્ષિતને વધારે દલીલ કરવી યોગ્ય ન લાગી આથી તેને બધુ ચેક કરવાનુ વિચાર્યુ.

“ના, હુ ત્યાં નહિ જાવ. સ્વાતિ મને મારી નાખશે.” સગુણાબહેને ડરતા ડરતા કહ્યુ.“હું તારી સાથે છુ ને. જે હશે તેનો સામનો હું કરી લઇશ.” સગુણાબહેનનો હાથ પકડીને હળવાશથી અક્ષિતે કહ્યુ. માંડ માંડ હાથ પકડીને સગુણાબહેનને લઇને અક્ષિત તેના રૂમમાં ગયો. લાઇટ ઓન કરીને જોયુ તો બધુ બરાબર જ હતુ. ફલાવર વાસ તેની જગ્યા એકદમ વ્યવસ્થિત જ હતો અને પથારીમાં ચાદર પણ યોગ્ય જ હતી.“મોમ, જો અહીં તો કાંઇ જ નથી.” “જો આ બધુ ભુતનુ જ કામ છે તુ આવ્યો તો બધુ વ્યવસ્થિત થઇ ગયુ.”“મોમ, તુ આવુ બધુ કેમ વિચારે છે? તને કોઇ ભયાનક સ્વપ્ન આવ્યુ હશે. તુ આરામ કર. ભુત કે કાંઇ હોતુ નથી. આ બધી તારી ખાલી ભ્રમણા જ છે. સ્વાતિ હમણાં જ આપણી સાથે આવી જશે તેનુ મૃત્યુ થયુ જ નથી.”“મને કોઇ સ્વપ્ન આવ્યુ નથી અને મારી કોઇ ભ્રમણા નથી. આ ભુતનુ જ કામ છે.”“ઓ.કે. તુ આરામ કર હુ તારી સાથે અહીં રૂમમાં રહુ છુ.”માંડ માંડ સમજાવતા સગુણાબહેન બેડ પર સુતા અને અક્ષિત બાજુમાં સોફા પર લાંબો થયો.

********

“બચાવો, બચાવો, ભુત ભુત.”

વધુ આવતા અંકે.....................